સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
વહાલા ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો !
આજના શુભ મંગલ અવસરના આપને હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! જય પપ્પાજી !
ઓહોહો ! ઓચિંતો અનરાધાર કૃપા–ભક્તોનિ મેઘ વરસ્યો. તે ક્યાં તો ? પપ્પાજીતીર્થની ભૂમિના શાશ્વતધામે ! તેના દર્શનની ઝાંખી માણીએ.
ગુરૂહરિ પપ્પાજીના ૫૦૦ ચરણ કમળ (આરસના શ્વેત ચરણ)ની પૂજાનો વિશેષ અદ્દભૂત કાર્યક્ર્મ સંપન્ન થયો. તે સાક્ષાત્ ગુરૂહરિ પપ્પાજીના સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન તથા મહંત શ્રી પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે રાજોપચાર વિધિથી પૂજા–આરતી થયા. સહુ પ્રથમ પ.પૂ.જ્યોતિબેને શ્રીજી મહારાજના ચરણાર્વિંદની પૂજા વિધિ કરી. ત્યારબાદ શાશ્વત ધામે ગુરૂહરિના ચરણાર્વિંદ એવા સદ્દગુરૂ સ્વરૂપો પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને પ.પૂ.પદુબેને નાગરવેલના પાનથી જળ છંટકાવ કરીને તથા છડી દ્વારા સ્પર્શ આપીને પૂજન કરી પ્રાણપ્રતિષ્ઠા કર્યા હતાં.
આ રીતે ખૂબ જ અદ્દભૂત દિવ્ય વાતાવરણમાં જ્યોતના વ્રતધારી બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને સૌરભ મુક્તોએ ભેગા મળી ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદની પ્રાણપ્રતિષ્ઠા અને પૂજન અર્ચન કરી ભાવવિભોર થઈ ધન્યતા અનુભવી હતી. સાક્ષાત્ ગુરૂહરિ પપ્પાજી જાણે બિરાજમાન હતાં. જેની અનુભૂતિ સર્વના અંતરમાં થઈ હતી. પૂજન વિધિ બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતાં.
આજનો પ્રસંગ ગુરૂહરિ પપ્પાજી પ્રેરિત હતો. ઈ.સ.૧૯૯૪માં ગુરૂહરિ પપ્પાજીએ બ્રહ્મવિહારમાં બધા સાધક મુક્તો પાસે સંકલ્પ કરાવ્યો હતો કે, “હું તમારા ૧૦૧મા વર્ષે તમારો પૂર્ણ વારસદાર બનીને ચરણાર્વિંદને પગે લાગવા આવીશ.” એવા ગુરૂહરિના આ ૧૦૧મા વર્ષે આજે સર્વે સાધક મુક્તોએ એકત્ર થઈ ચરણાર્વિંદને પાયલાગણ સમૂહમાં કર્યા હતાં.
આમ, આજની આ ભવ્ય પૂજાવિધિને સહુ મુક્તોએ પોતાના અંતરમનમાં સ્થિર કરી વિદાય લીધી હતી.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2017/Dec/Charnavind pooja{/gallery}