01 to 15 Feb 2014 – Newsletter

સ્વામિશ્રીજી                             

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોતની સ્મૃતિ-પપ્પાજીના ભક્તોની સ્મૃતિ માણીશું.

() તા.//૨૦૧૪શનિવાર 

દર તા.૧લીએ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની તથા સાક્ષાત્કારદિનની સ્મૃતિ સાથે કીર્તન આરાધના કરીએ છીએ તે મુજબ જ્યોતમાં

સંયુક્ત સભામાં કીર્તન આરાધના ખૂબ દિવ્ય રીતે થઈ હતી. ભાઈઓમાં ગાયક ભાઈઓ પૂ.ઈલેશભાઈ, પૂ.કલ્પેશભાઈ વગેરે પવઈ સમૈયામાં ગયેલા તો અહીંનુ પૂ.બેચરભાઈ, પૂ.બાબુકાકા ચિતલીયાએ સંભાળી લીધું. ભરૂચથી પૂ.જશુમામા આણંદથી પૂ.ડૉ.અતુલભાઈ કીર્તન ગાવા આવેલા. તેઓએ ખરેખર રંગ રાખ્યો. દર વખત કરતાં વિશેષ કીર્તન આરાધના થઈ હતી. ખૂબ આનંદ આવ્યો હતો.

 

() તા.૩જીફેબ્રુઆરીપવઈસમૈયો 

તા.૧-૨-૩જી ફેબ્રુઆરી, ૨૦૧૪ ના રોજ ‘અક્ષરધામ’ પવઈ મંદિરે ત્રણ દિવસના ભવ્ય આધ્યાત્મિક ઉત્સવો થયા. તેમાં ગુણાતીત જ્યોતમાંથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પૂ.દયાબેન, પૂ.માયાબેન દેસાઈ, પૂ.ડૉ.નીલમબેન અને બહેનો તથા પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ વગેરે પ્રકાશના ભાઈઓ પધાર્યા હતા.

પહેલી તારીખની સુવર્ણ સંધ્યાએ કીર્તન ભક્તિથી ભક્તોને ભક્તિરસમાં ભીંજવી દીધા ! ત્યાર પછી ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ૨૦૦૨ માં પ્રતિષ્ઠિત થયેલ આ મંદિરના દસ વર્ષના ઈતિહાસનું દર્શન થયું.

બીજી તારીખે સવારે યુવા અધિવેશનમાં પૂ.હેમંતભાઈ વશીએ યુવાનોના પ્રશ્નોને પ્રત્યક્ષ રૂપે રજૂ કરીને પાવર પોઈન્ટ્સ પ્રેઝન્ટેશનથી સૂઝ સમજ અને સર્વ પ્રકારે પ્રગતિ કરવાની પ્રેરણા આપી. એ જ દિવસે સાંજે ‘યોગેશ્વર હીરક મહોત્સવ’ ઉજવાયો. દેશ અને પરદેશમાં કાકાજીને પ્રસરાવનાર પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ અને પૂ.અરૂણભાઈનો હીરક પર્વ ઉજવાયો. અજોડ અને અદ્વિતીય એવા આ વારસ સ્વરૂપોના સમૈયામાં ગુણાતીત સમાજના સ્વરૂપો-મુક્તો સહિત પધાર્યા હતા. પૂ.દિનકરભાઈ (શિકાગો), પૂ.ગુરૂજી (દિલ્હી), પૂ.કોઠારી સ્વામી (હરિધામ), પૂ.નિર્મળ સ્વામીજી (સમઢિયાળા) વગેરે પધાર્યા અને ખૂબ મન મૂકીને લાભ આપ્યો. જૂના જોગીઓની મિત્ર ગોષ્ટી જામી. જાણે સાક્ષાત્ યોગીજી મહારાજ આ સમૈયામાં પધારી ગયા હોય તેવો આનંદ થયો. આ ત્રણેય ભાઇઓને વંદન કરીને સહુ ભાવવિભોર બન્યા.

ત્રીજી ફેબ્રુઆરીએ સવારે મંદિરનો દશાબ્દિ પાટોત્સવ ! સૌ સાધકો અને સંતોએ મંદિરની વેદોક્ત વિધિથી પૂજન-અર્ચન આરતી, થાળ કર્યા. સવારે સભામાં પૂ.કાકાશ્રીનો ૬૨મો સાક્ષાત્કારદિન ઉજવાયો. ગુણાતીત સમાજના મુક્તોએ ભેળા મળીને અનુભવ વાણીથી કાકાશ્રીના મહિમાગાન કર્યાં. સૌએ કાકાજીની એક પક્ષીય પ્રીતિ, ભક્તિ અને અનહદ સુહ્રદભાવની પ્રત્યક્ષ અનુભૂતિઓ માણી. તે વર્તનમાં મૂકીને ગુણાતીત ભાવનાવાળા સાધુ બની જઈએ તો તેમનું યતકિચિંત ઋણ અદા કર્યું ગણાશે.પધારેલ સહુ મુક્તો ભક્તિ અને સિધ્ધાંતનું અદ્દભૂત ભાથું બાંધીને જીવનમાં કાંઈક લઈને પોતાના ઘર મંદિરે ગયા.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/3 4 5 feb pavai samiyo/{/gallery}

() તા.//૨૦૧૪સોમવારકાકાશ્રીસાક્ષાત્કારદિન 

બહેનો દર મહિનાની ૧લીએ શાશ્વત ધામે પ્રદક્ષિણા માટે જાય છે. આ વખતે સંજોગો અનુસાર ૩/૨ ના રોજ સવારે આજના શુભ દિને ૮.૩૦ થી ૧૦.૦૦ માં પ્રદક્ષિણા-ભજન-ધૂન માટે ગયેલા.

પ.પૂ.કાકાજીના સાક્ષાત્કારદિન નિમિત્તે રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભા પંચામૃત હૉલમાં રાખી હતી. પ.પૂ.કાકાશ્રીના ભજનો ગવાયા. પ.પૂ.દીદી અને પૂ.ડૉ.વિણાબેને લાભ આપ્યો હતો. તથા ધ્વનિ મુદ્રિત આશીર્વાદ પ.પૂ.કાકાશ્રીના તથા પ.પૂ.પપ્પાજીના લીધા હતા. પ.પૂ.કાકાશ્રી વિશે પ.પૂ.પપ્પાજીએ ખૂબ સરસ લાભ આપ્યો હતો. તેના સારરૂપ મુદ્દાઓ જોઈએ…
આજે આપણા સૌ માટે પર્વનો દિવસ છે. ગુણાતીત સમાજની સ્થાપનાનો દિવસ. આવા ગુણાતીત સ્વરૂપની ભેટ જોગીબાપાએ આપણને આપી. ક્રિમીનલ કેસ થયો એ દિવસે અમો કપોળવાડીએ ગયા. જોગીબાપા કહે દાદુભાઈ સભામાં વાત કરશે. માથે લટકતી તલવાર છે. છતાંય દાદુભાઈએ જે શૂરવીરતાથી વાતો કરી. કીસકી ઘરવાલી હૂં. એગ્રી સળગી ગઈ તોય કાંઇ નહીં. ગઢડામાં જોગીબાપાએ શોભાયાત્રામાં હાથીએ બેસાડ્યા. બધામાં સમતા ! વચ. ગ.મ.૧૩ સિધ્ધ હતું. એમની મસ્તી કદી ગઈ નથી. જોગીમહારાજે સંતો બનાવવાના હતા. લાડકા દીકરાઓ સાધુ થવા આપવાના. તે બધા તો ભાંડે, વિરોધ વચ્ચે પ.પૂ.કાકાજી આત્મારૂપે જ રહ્યા. સુહ્રદભાવ, નિર્દોષભાવનો સમન્વય કર્યો અને આત્મીયભાવ વધાર્યો.

આપણે પ.પૂ.કાકાશ્રીની જેમ ગુણાતીત સ્વરૂપમાં જેટલા લય અને લીન થઈને ખોવાઈ જઈશું. એટલી આત્મીયતા વધતી જશે. પ.પૂ.કાકાશ્રીની જેમ એવા આદર્શે જીવવાનું બળ મળે એવી એમના સાક્ષાત્કારદિને પ્રાર્થના. પ.પૂ.દીદીએ પણ ખૂબ સરસ વિગતે લાભ આપ્યો. જેમાં પ.પૂ. કાકાશ્રીનું પ્રાગટ્ય પહેલેથી માંડીને છેક સુધીની વાત કરી અને સુંદર પ્રાર્થના કરી કે, હે સ્વામિનારાયણ ભગવાન ! પહેલા તો તમારો ઉપકાર કે તમે એકાંતિકધર્મની સ્થાપના કરી. જ્વલંત રાખ્યો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબા જેવાં સ્વરૂપો અમારા માટે મૂકી દીધા. તો હવે અમે પણ એવો એકાંતિક ધર્મ સિધ્ધ કરીએ. તમારી પ્રસન્નતા લઈએ. ‘દેહ અમારો નિવાસ તમારો’ એવા અમે પાત્ર બની જઈએ. એવી હે પપ્પાજી, હે કાકાજી કૃપા કરજો. અખંડ અમારા પર રાજી રહેજો. આવી પ્રાર્થના ગદ્દગદ્દિત ભાવે આપણા સહુ તરફથી કરીને સાચા અર્થમાં પ.પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિનની ઉજવણી કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/3-2-14 P.P.KAKAJI DIVINE DAY/{/gallery}

પ.પૂ.કાકાશ્રીએ પણ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપ્યા. પ.પૂ.પપ્પાજી હાજર હોય અને પ.પૂ.કાકાજી જોસભર્યા રણકારથી પડકાર કરતા ન હોય તેવું અનુભવાતું હતું. શ્રીજી મહારાજ વખતના ૫૦૦ પરમહંસો માંહેલા આપણે સહુ છીએ. આપણે ચોમેર પ્રભુનું દર્શન જ કર્યા કરો. વાહ મારો વાલીડો કરી રહ્યો છે. માયા પરનું જ્ઞાન છે. એમાં મારો મોટો ભાઈ ખૂબ પ્રામાણિક ! શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી અમે બંને છીએ. મારો બાપ શાસ્ત્રીજી મહારાજ આ સભામાં છે જ. એમણે વારસો આપ્યો છે. અક્ષરધામની બક્ષિસ આપી છે. આપણી સાધના ભૂલકું બનવાની છે. બાપાનું શોભાડીએ એજ શ્રીજીમહારાજના ચરણે પ્રાર્થના. આમ, આજની સભા પ.પૂ.કાકાશ્રીના માહાત્મ્ય અને આશીર્વાદ સાથે ખૂબ સરસ થઈ હતી.

() તા.//૧૪મંગળવાર, વસંતપંચમી 

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજનો ૧૫૦મો પ્રાગટ્યદિન, શિક્ષાપત્રી જયંતી

આજે જ્યોતની મંગલ સભામાં પૂ.હંસાબેન ગુણાતીતે લાભ આપ્યો હતો. શાસ્ત્રી મહારાજ વડતાલ મંદિરે રહેલા. અક્ષર પુરૂષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવવા માટે વડતાલથી નીકળવું પડ્યું. વિરોધના વંટોળની વચ્ચે પણ અમણે સર્વોપરી ઉપાસનાનું કાર્ય કર્યું. મહાન વ્યક્તિઓએ હંમેશાં વિરોધની વચ્ચેથી રસ્તો કાઢવાનો હોય છે.

પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેને વિપરિત સંજોગોમાં પ્રત્યક્ષનું સેવન કર્યું અને ગુણાતીત ભાવને પામી ગયા. આજે શિક્ષાપત્રીનું પણ પ્રાગટ્ય થયું. શ્રીજી મહારાજે આખા ભારતમાં વનવિચરણ કરી બધા શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું. અને એના સારરૂપે વર્તન માટે આ શિક્ષાપત્રી લખી. બાઈ-ભાઈ બધાને માટે જીવન જીવવાના બોધરૂપ છે. શિક્ષાપત્રીને દુનિયા વખાણે છે. દુનિયાનો અજોડ ગ્રંથ છે. સરદાર પટેલે વાંચી પછી કહે, દરેક મનુષ્ય આ પ્રમાણે વર્તે તો કોર્ટ ને કચેરી બંધ થઈ જાય. ગુરૂહરિ પપ્પાજીએ બધા ગુણાતીત સ્વરૂપોને સાથે રાખી આ જમાનાને અનુરૂપ શિક્ષાપત્રીનું બીજું સ્વરૂપ આચાર સંહિતા રૂપે આપણને આપ્યું. એ પ્રમાણે વર્તીએ તો સુખિયા રહેવાય.

() તા.//૧૪શુક્રવારગોપાળાનંદસ્વામીનીજયંતી

આજે જ્યોતની મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી બાદ પ.પૂ.દીદીએ લાભ આપ્યો. આજે ગોપાળાનંદ સ્વામીની જયંતી ! ગોપાળાનંદ સ્વામીએ અષ્ટાંગયોગ સિધ્ધ કરેલો. નાના હતા ત્યારે શામળાજીની મૂર્તિ મંદિરમાંથી પ્રગટ થતી અને ગોપાળાનંદ સ્વામી એની સાથે રમવા જતા. એક વખત રમતાં રમતાં મોડું થઈ ગયું. સંધ્યા આરતીનો સમય થઈ ગયો અને ભગવાન ભાગ્યા. ભાગતાં ભાગતાં એક ચરણાર્વિંદનું ઝાંઝર પડી ગયું. પૂજારીએ પડદો ખોલ્યો અને જોયું તો એક પગનું ઝાંઝર ના મળે. બહુ શોધ્યું. પછી ભગવાને પૂજારીને સ્વપ્નમાં કહ્યું, મારું ઝાંઝર હું ખુશાલ ભટ્ટ સાથે રમતો હતો ત્યાં પડી ગયું છે. પછી ખુશાલને પૂછ્યું, એણે જગ્યા બતાવી. ત્યાંથી ઝાંઝર મળી ગયું. ગોપાળાનંદ સ્વામી બહુ સામર્થીવાળા હતા એ ઉપર ઘણી વાતો કરી હતી.

() તા.//૧૪રવિવારપૂ.સવિતાબાઅમીનનીત્રયોદશીનીમહાપૂજાઅને પ્રાર્થનાસભા

જૂના જોગી પૂ.સવિતાબેન અને પૂ.દિનુભાઈ અમીન. જે ૧૯૫૨ થી ગુરૂહરિ પપ્પાજી – પ.પૂ.બાના સાથી અને સાક્ષી રહ્યાં છે. ગૃહસ્થ સાધુ તરીકેનું આદર્શ જીવન જીવનાર જૂના છ-સાત ચૈતન્ય માધ્યમ હતાં તેમાંના આ સવિતા બા છે. તારદેવનો સતત જોગ-સમાગમ હતો. પ.પૂ.બા પ્રત્યેની અનન્ય પ્રીતિ હતી. ૧૯૬૬માં જ્યારે તારદેવથી બહેનો ભગવાન ભજવા વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં આવ્યાં ત્યાં સુધી રંગીન સાડીઓ પહેરતાં હતાં. બહેનોએ રંગીન કપડાં છોડ્યા તેની સાથે આ સાતેય ચૈતન્ય માધ્યમો એ ને સવિતાબાએ રંગીન કપડાં ત્યજી સફેદમાં સફેદ ડીઝાઈનના કપડાં પહેરી ગૃહસ્થાશ્રમમાં રહી ગુણાતીત ભાવને પામવાની સાધના કરી છે.

પોતાની દીકરી ભાવનાને ભગવાન ભજવાની પ્રેરણા – માર્ગદર્શન આપીને પ.પૂ.દેવીબેનના ચરણે ધરી છે. દીકરી અરૂણા, પુત્ર પંકજભાઈ અને પરિવારને પણ પ્રત્યક્ષની નિષ્ઠા કરાવી, ભજન કરી ઉગાડ્યું છે. એવા ગૃહસ્થ જૂના અસલી સાધુ એવાં સવિતાબાની ત્રયોદશીની મહાપૂજા કરાવવા પાર્લાથી તેઓના કુટુંબીજ્નો અને સગાં સંબંધીઓ આજે વિદ્યાનગર આવ્યા હતાં અને પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી.પ્રાર્થના સુમન પૂ.રતિલાલમામા, પૂ.પંકજભાઈ, પૂ.દિવ્યાભાભીએ ધર્યાં હતાં. પ્રાસંગિક લાભ પૂ.ઈલેશભાઈ, પૂ.ડૉ.નિલમબેને આપ્યો હતો. પ્રાસંગિક આશીર્વાદ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આપ્યા હતા.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/9-02-14 SAVITABA AMIN MAHAPOOJA/{/gallery}

() તા.૧૪//૧૪શુક્રવાર.પૂ.તારાબેનનોસ્વરૂપાનુભૂતિદિન 

પ.પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આપણે તા.૨૯/૮/૧૪ના રોજ ગણેશ ચતુર્થીના દિને ઉજવીશું. પરંતુ આજે પણ જ્યોતની મંગલ સભામાં પ.પૂ.તારાબેન વિષે ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો ધ્વનિ મુદ્રિત લાભ લીધો હતો. તથા પૂ.તારાબેનના પણ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ માણ્યા હતા.

() તા.૧૫//૧૪શનિવારપૂ.ચિત્તરંજનમામા (લંડન) અસ્થિપુષ્પમહાપૂજા 

પૂ.ચિત્તરંજન મામા (લંડન) ના અક્ષરધામ ગમન નિમિત્તે તથા અસ્થિ પુષ્પ વિસર્જન પ્રસંગે મહાપૂજા અને પ્રાર્થના સભા જ્યોત પંચામૃત હૉલમાં સવારે ૧૦ થી ૧૨ માં થઈ હતી. પૂ.ચિત્તરંજનમામા એટલે જૂના સત્સંગી ! પાયાના સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવી પત્ની પૂ.રજવંતી મામીને એવા જ આદર્શ હરિભક્ત બનાવ્યા છે. સંતાનોને સત્સંગના સંસ્કાર લંડન જેવા દેશમાં પણ આપ્યા છે. ગુરૂહરિ પપ્પાજી ગુરૂ પ.પૂ.જ્યોતિબેન, પૂ.હેમાબેન ભટ્ટની આજ્ઞા પ્રમાણે જીવન જીવી આદર્શરૂપ બની ગયા ! આપણા ગુરૂને ક્યારેય ઓશિયાળા ના કરાય. આપણે જ ભજનથી દરેક પ્રસંગનો ઉકેલ લાવવાનો હોય. તેવું ઉમદા સચોટ જ્ઞાન ધરાવનાર પૂ.ચિત્તરંજન મામાની સમાજમાં અને ઘર મંદિરમાં બધાને ખૂબ ખોટ સાલી રહી છે. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ સુંદર મહાપૂજા કરી. ભક્તિથી બળ પૂર્યું હતું.

શ્રધ્ધા સુમન પૂ.હેમાબેન ભટ્ટ તથા પૂ.ડૉ.નીલમબેને ધર્યાં હતાં. આશીર્વાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ આપ્યા હતા. પ્રાસંગિક યાચના પૂ.રજવંતીમામીએ અશ્રુભીની આંખે કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/15-2-14 P.CHITRANJAN MAMA MAHAPOOJA/{/gallery}

આખું પખવાડિયું ભક્તિમય આનંદથી પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સારી છે. પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીની તબિયત નાદુરસ્ત છે. તેઓ માટે સુહ્રદ પ્રાર્થના કરીશું. આવજો, રાજી રહેજો. અત્રેથી સર્વે સ્વરૂપો-મુક્તોના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !