સ્વામિશ્રીજી
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
દશેરાની પુણ્યપર્વણી
૨૦૫૫ આજે વિજયાદશમીનો શુભ તહેવાર – શ્રી રામે આજે રાવણને મારી અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો.
પોતાનું ધ્યેયપૂર્ણ કરી અયોધ્યામાં પ્રવેશ કરી રાજ્યભાર સંભાળી લીધો. આપણે આજે વ્રત લઈ પરમ
ભાગવત સંત બનવાનું ધ્યેય રાખ્યું છે તો આજે
૧. ર્દષ્ટાવાળા બધા જ કર્તા–હર્તા એક યોગીબાપાને માની જે કાંઈ પ્રસંગ ઉભો થાય સારો કે માઠો તેમાં કર્તા–હર્તા યોગીબાપાને જ માની મહારાજ આ પ્રસંગોમાં મારે શું કરવાનુંછે તો તટસ્થ રહી મહારાજની ભક્તિ હોય તેમ વિચાર–વાણી–વર્તનકરવા.
૨. આજથી તેવું આધ્યાત્મિક જીવન જીવવાની ટેવ કે હેવા જ પાડી દેવા.
૩. મહારાજનો સિધ્ધાંત નિરવ રહી પ્રભુને ધારતાં થવું.
૪. અખંડ બ્રહ્માનંદની મસ્તી પ્રાપ્તિનો કેફ રાખ્યા કરવો અને ગુણાતીત જ્ઞાનના નવનીત ને પંચામૃત પ્રમાણે જીવવું.
પપ્પાના જય સ્વામિનારાયણ