Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

11 to 20 Dec 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૧ થી ૨૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

() તા.૧૩/૧૨/૧૭ ગુણાતીત જ્યોતના સંતબહેન પૂ.મુદ્રિકાબેન વૈદ્ય અક્ષરધામ નિવાસી થયા.

 

આજે એકાદશીનો શુભ દિવસ. ગુણાતીત જ્યોતના સંત બહેન શ્રી પૂ.મુદ્રિકાબેન વૈદ્ય .૭૮વર્ષ અક્ષરધામ નિવાસી થયા. લાંબા સમયની

બિમારીમાં પણ તેઓ ધીરજલયતામાં રહી જીવન જીવ્યા. મંત્ર લેખન કર્યા કરતાં. દેહમાં મન ના રાખ્યું પણ નાના બહેનોનું મનથી ધ્યાન રાખતાં. પ્રભુ તરફ ર્દષ્ટિ રાખી, જપયજ્ઞથી ભર્યા રહી પળેપળને સનાતન બનાવી.

 

ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ .પૂ.દીદી અને પૂ.મધુબેન સી.ની અત્યંત પ્રસન્નતાને પાત્ર એવા ગુરૂહરિ પપ્પાજીના મુમુક્ષુ ચૈતન્ય પૂ.મુદ્રિકાબેન અનંત કોટિ કોટિ વંદન કરીએ આજ બિરાજ્યા પ્રભુ ચરણે. સેવાભાવી રાંક પ્રકૃતિ ધરાવ્તા પૂ.મુદ્રિકાબેને નર્સ તરીકેની સેવા જ્યોતને વફાદાર રહી કરી. ગુરૂને સહજ રાજી કરી લીધાં. હરેક પ્રસંગે સ્વામિનારાયણ મંત્રનું રટણ, સ્વભજન ને સ્વાધ્યાયની ટેવ સાથે બિમારીમાં મંત્રલેખન કર્યા કરે ને સાથે પૂ.વસંતબેનનો સમાગમ કરી ભક્તિનું  ભાથું ભેગું કર્યું. કોઈપણ પ્રકારની ફરિયાદ કર્યા વગર હસતાં હસતાં જીવનમુક્તો સાથે મહાત્મ્યથી તનમનનો ભીડો વેઠી સેવા કરી. પુણ્યનું ભાથું અર્પ્યું સેવા કરનાર પૂ.બકુલાબેનને ! ગુરૂહરિ પપ્પાજીએ સહુની ભક્તિ સ્વીકારી પોતાના ચરણે ને શરણે ગ્રહ્યાં. પ્રભુ પપ્પાજીને પ્રાર્થીએ, આપની જેમ ગમે તેવા સંજોગોમાં હસતાં રહી મંત્ર રટણ કર્યા કરીએ.

 

પૂ.મુદ્રિકાબેન રાંક સાધુ હતાં. દેખંતુ સામાન્ય વ્યક્તિત્વ ધરાવનાર પૂ.મુદ્રિકાબેનનો આંતરિક વૈભવ બહુ મોટો હતો. આત્માએ કરીને ખૂબ મોટા હતાં. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, જ્યોતમાં કોઈ સામાન્ય જીવ આવી શકે નહીં. આવે તો ટકી શકે નહીં. ગુરૂહરિ એક એક જીવને પારખીને લીધા છે. .પૂ.દીદીએ એક ભજન બનાવ્યું છે. તેમનજરૂ સામેના નથી ઐસા તૈસા જીવડા, પ્રત્યક્ષ પ્રભુએ પંડે ચેતાવ્યા દીવડા…” એવા દિવ્ય દિપમાંના પૂ.મુદ્રિકાબેન રૂપી દિપ આજે બુઝાયો નથી પણ જીર્ણ થયેલ દેહરૂપી કપડાં બદલી નવા દેહમાં આત્માની બાકી રહેલી ઉન્નતિ કરશે. પ્રભુનું કાર્ય કરશે. તેઓના આધ્યાત્મિક ગુણની સૌરભ મુકતા ગયા. તેને પામવા અને પુણ્ય  પ્રાપ્ત કરવા સહુ મુક્તોએ ભેગા મળી પ્રાર્થના ભાવ સાથે તા.૧૩મીએ ૧૧.૦૦ વાગ્યે તેમના પાર્થિવ દેહની અંતિમ પૂજા વિધિ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોએ, હરિભક્તો તથા સગાંસંબંધીઓએ કરી વિદાય આપી હતી. પારાયણ તા.૧૪, ૧૫, ૧૬ ડીસે. પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં રાખ્યું હતું. તા.૧૬/૧૨ના સવારે પારાયણની પૂર્ણાહુતિ અને મહાપૂજા હતી. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. તેમાં જે સદ્દગુરૂ સ્વરૂપ અને બહેનોએ પૂ.મુદ્રિકાબેન વિશે વિગતે મહિમાગાનની વાતો ઉપર લખ્યા તેવા ગુણની વાતો કરી હતી. તે અદ્દભૂત વાતો હતી. સાચા દિલથી માહાત્મ્યગાન સાંભળી સહુએ ધન્યતા અનુભવી હતી.

 

() તા.૧૭/૧૨/૧૭

 

ચરણાર્વિંદપૂજા

 

.પૂ.જ્યોતિબેનનો ૮૫મો પ્રાગટ્યદિનસમન્વયપર્વઆપણે ફેબ્રુઆરી ૨૦૧૮માં ઉજવવાના છીએ. તે અનુસંધાને આજે વર્ષની છેલ્લી પ્રતિક તિથિ ઉત્સવનું વિશેષ આયોજન જ્યોતના બહેનો માટે આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરવામાં આવ્યું હતું.

 

આયોજનમાં ચરણાર્વિંદની પૂજા કરવાની રાખી હતી. પૂજામાં બે બહેનોએ જોડમાં  બેસવાનું હતું. પૂજા દરમ્યાન ૧૦૮ જનમંગલ નામાવલિ બોલવાની હતી. જનમંગલ નામાવલિમાં છેલ્લે નમોનમઃ બોલાય ત્યારે એક બહેન ચરણાર્વિંદ પર અક્ષત ચઢાવે અને બીજી બહેન પુષ્પ પાંદડી ચડાવે. રીતે પહેલાં શ્રીજીમહારાજની જનમંગલ નામાવલિ અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીની નામાવલિનું પઠન કરી પૂજા કરી હતી. જનમંગલ નામાવલિ બોલવાથી આપણે જે મનોરથ કર્યો હોય તે પૂરો થાય છે. રીતે આપણા સહુનો મનોરથ એક છે કે સ્વરૂપો આપણી સાથે નિરામય શતાયુ રહે એવો મનોરથ કરી પૂજા કરી હતી. પૂજામાં બહેનોની કુલ ૭૧ જોડે પૂજા કરી હતી. અને આપણા સહુનો મનોરથ ગુરૂહરિ પપ્પાજીના ચરણે ધર્યો હતો. મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોએ પણ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ આરતી કરી હતી.અને .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં.

 

સુરતધામે પૂ.સુરેશભાઈ ગાંધીનો હીરક પ્રાગટ્ય દિન ઉજવાયો ગુરૂહરિ પપ્પાજીના સંકલ્પકાર્યની એક અલ્પગાથા

 

ગુરૂહરિ પપ્પાજી જ્યાં રાજી થકા અખંડ રહ્યાં છે અને .પૂ.બેને જેને છપૈયા તુલ્ય તીર્થધામની ઉપમા આપી છે તથા સદ્દગુરૂ સ્વરૂપો, જ્યોતના સર્વ બહેનોને એકાંતિક મુક્તોની ચરણરજથી પાવન થયેલ તીર્થસ્થાન અનિર્દેશમાં

 

ગુરૂહરિ પપ્પાજીના અત્યંત લાડીલા, કૃપાપાત્ર, વિશ્વાસપાત્ર ને જતિ સમ પ્રકાશસ્વરૂપ પૂ.સુરેશભાઈનો હીરક પ્રાગટ્યોત્સવ ઉજવાયો.

લંડન, અમેરિકા, ખેરગામ, મુંબઈ, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ, મોરબી, રાજકોટ અને સુરતથી ૨૬૫થી વધુ મુક્તો (ભાઈઓ)ની પ્રત્યક્ષ હાજરી હતી.

 

પ્રવેશદ્વારે વિશાળ કદની ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ આવો સંકલ્પકાર્યના દર્શને..” કહી દર્શન અને આવકાર આપતી હતી.

પ્રવેશદ્વારથી સભાખંડ સુધી સુરત મંડળના મુક્તોએ એક હારમાં ઉભા રહી સહુ મહેમાનોમુક્તોસ્વરૂપોનું તાળીઓ સાથે હ્રદયના ભાવથી સ્વાગત કર્યું.

 

સભાખંડના પ્રવેશદ્વારે ગુરૂહરિ પપ્પાજીએ પૂ.સુરેશભાઈને હાર પહેરાવ્યો હતો મૂર્તિ દર્શન આપતી હતી.

અલ્પાહાર બાદ ગુરૂહરિ પપ્પાજીએ પૂ.સુરેશભાઈને હસ્તાક્ષરે આપેલ આશીર્વાદનું અલ્પ છતાંય ભવ્ય અને ક્લ્પનાતીત દર્શન બ્રહ્મધુબાકા ફરતે પ્રદર્શન વિભાગમાં માણ્યું. સાથે સહુ મુક્તોના પૂજન અને પોંકનો પ્રસાદ અર્પણ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે થયો.

અનિર્દેશમાં નિર્માણ પામેલા નવા સભાખંડ પ્રાર્થના”(શેડ)નું ઉદ્દઘાટન પૂ.ઈલેશભાઈ, પૂ.કે.પીભાઈ, પૂ.શાહભાઈ અને પૂ.નંદુભાઈના હસ્તે જયઘોષ સાથે કરી સહુ મુક્તો, સ્વરૂપો સભાખંડમાં પ્રવેશ્યા.

 

સભા પ્રારંભે આનંદ સ્વરૂપ પૂ.સુરેશભાઈની સ્મૃતિ સાથે યુવકોએ હાસ્ય ડાયરો રજૂ કરી સૌને ખૂબ હસાવ્યા. સાથે સાથે પૂ.સુરેશભાઈનું માહાત્મ્ય સમજાવ્યું.

પૂ.પિયૂષભાઈ રચિત ભજનના તાલે સ્વાગત ભાવનૃત્ય દ્વારા મહારાજ,ગુરૂહરિપપ્પાજીસદ્દગુરૂ સ્વરૂપો, પ્રકાશ સ્વરૂપો અને સહુમુક્તોના સ્વાગત થયા.

પૂ.મોહનભાઈ દ્વારા એમના જન્મદિન નિમિત્તે ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ થયો.

સહુ ગુણાતીત પ્રકાશ ભાઈઓ, મુંબઈ મંડળ, વિદ્યાનગર મંડળ તથા બહારગામથી પધારેલ સહુ મુક્તોના પુષ્પ ગુચ્છથી સ્વાગત થયાં.

 

પૂ.વિરેનભાઈએ ખૂબ ભક્તિભાવથી મોટો ગુલાબનો હાર પૂ.સુરેશભાઈને પહેરાવ્યો ત્યારે ..૧૯૯૨ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ પૂ.સુરેશભાઈ ગાંધીને સાંકરદા મુકામે ગુણાતીતપ્રકાશના પ્રથમ નેતા તરીકે વરણી કરી ગુલાબનો હાર પહેરાવ્યો હતો. તે સ્મૃતિ તાજી થઈ ગઈ. જેનો મોટી સાઈઝનો ફોટો સ્ટેજ પર દર્શન આપતો હતો.

 

ગુરૂહરિ પપ્પાજીના સંકલ્પકાર્યની એક અલ્પગાથા

પૂ.સુરેશભાઈ, પૂ.મહેન્દ્રભાઈઅનેપૂ.વસુબાનાસમર્પણ, ભક્તિ, નિષ્ઠા, માહાત્મ્ય અને કસણી તથા .પૂ.કાકાજી અને ગુરૂહરિ પપ્પાજીની અઢળક કૃપાના કદી નહીં સાંભળેલા પ્રસંગો પૂ.કૃણાલભાઈ તથા પૂ.પરાગભાઈએ વિશિષ્ટ સંવાદ રૂપે રજૂ કર્યા. તેમાં વચ્ચે વચ્ચે ભજનરૂપે કડી કરીને કડી જ્યારે સંગીતના તાલે રજૂ થઈ ત્યારે સહુ મુક્તો તેમાં લીન થઈ ગયા. અને તે ભજનની કડીને અનુરૂપ મહાત્મ્યના પ્રસંગો પૂ.નિલેશભાઈ, પૂ.રાજુભાઈ, પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ અને પૂ.વિરેનભાઈના મુખેથી સાંભળી સહુએ ધન્યતા તથાપૂ.સુરેશભાઈના સાચા મહાત્મ્યનો આજે અનુભવ કર્યો.

 

જ્યોતમાંથી બહેનોએ મોકલેલ બેજ, કંઠી, નાડાછડી, સ્મૃતિભેટ, શાલ વગેરે વારાફરતી પ્રકાશભાઈઓ પૂ.સુરેશભાઈને અર્પણ કર્યા.

પૂ.દિલીપભાઈ અને પૂ.સુરેશભાઈના કૃપાલાભમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પામ્યાનો અનુભવ થયો.

બાળમુક્ત પૂર્ણાંકે ગુરૂહરિ પપ્પાજીનો ડ્રેસ ધારણ કરી પૂ.સુરેશભાઈ સાથે કેક કર્તન કરી સહુનેય વિશિષ્ટ સ્મૃતિઆપી.

 

પધારેલ સહુ મુક્તો માટે પૂ.સુરેશભાઈ બદામપૂરીનોપ્રસાદ, સ્મૃતિભેટ તથા પ્રકાશના ભાઈઓ માટે વિશિષ્ટ સ્મૃતિભેટ લાવ્યા હતા. તે પ્રકાશ સ્વરૂપો તથા પૂ.દિલીપભાઈના હસ્તે સહુને અર્પણ થયા અને સહુને કેકનો પ્રસાદ અપાયો.

ખૂબ ભવ્ય અને દિવ્ય દર્શનને માણીને સહુ ધન્યતાના ભાવ સાથે પ્રાર્થના દેરીમાં ગુરૂહરિ પપ્પાજીના આશિષ લઈને મહાપ્રસાદ લેવા પધાર્યા.

 

દિવ્ય બહેનો અને ભાભી મંડળે બનાવેલ રીગણનો ઓળોરોટલા સહિત કાઠિયાવાડી વ્યંજનો ભાઈઓએ ખૂબ મહાત્મ્યથી સજાવેલ સુંદર વ્યવસ્થામાં સહુએ ખૂબ આનંદપૂર્વક ગ્રહણ કર્યા.

ગુરૂહરિ પપ્પાજીની ખૂબ કૃપા અને પ્રકાશ સ્વરૂપોનું ખૂબ ખૂબ માહાત્મ્ય અંતરમાં ભરીને સુરતના સહુ મુક્તો પર પ્રસન્નતાનો ધોધ વરસાવી સહુ વિદાય થયા.

 

આમ, ૧૦ દિવસ ખૂબ ભક્તિ સભર પસાર થયા હતાં. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 પ્રણામ સહ જય સ્વામિનારાયણ !