11 to 30 May 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૧ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. તે પહેલાં તા.૧લી જૂને ૬ બહેનોએ

કાષાંબરી દીક્ષા લીધી. અને ૧ બહેને પાર્ષદી દીક્ષા લીધી. તેમના વિદાય સમારંભ એપ્રિલ-મે મહિના દરમ્યાન થયા તેની સ્મૃતિ માણીએ.

શતાબ્દી પર્વનું વર્ષ ચાલી રહ્યું છે. આજીવન ભગવાન ભજવા છે તેવી ૭ યુવતીઓ છે કે જેઓ ઘણાં વર્ષોથી જ્યોતના સંપર્કમાં છે. અને બે-ચાર વર્ષથી જ્યોતમાં સેવિકા તરીકે સેવા-સમાગમ કરી રહ્યાં છે. આ બહેનોને ૧લી જૂનના શુભ દિને કાષાંબર વસ્ત્રો અને તે પહેલાં ૨૫મે ના રોજ સ્મૃતિદિને પાર્ષદી દીક્ષા આપવાનો નિર્ણય થયો. તે દીક્ષા આપતા પહેલાં આ બહેનો પોતાના ઘરે છેલ્લી વાર રહેવા જાય. અને ઘરેથી માતા-પિતા, કુટુંબીજનો તેઓને ધામધૂમથી વિદાય આપે. તે બહેનને લેવા વિદ્યાનગરથી સદ્દગુરૂ સંત અને બહેનો જાય. ત્યાં મહાપૂજા કરે, તે બહેન સંકલ્પ કરે, તેના માતા-પિતા પણ સંકલ્પ કરે. વાજતે-ગાજતે વિદાય આપે. આ ૭ બહેનોનો વિદાય સમારંભ પણ એવા જ હરખભેર થયો હતો. તેની સ્મૃતિ માણીએ.

 

(૧) તા.૩૦/૩/૧૮ પૂ.ભૂમિકાબેન હરસુખભાઈ દેકીવાડીયા

    ગામ-નવાગામ (મહોબતપુરા) જી.જૂનાગઢ

 

આ બહેનના ઘર આંગણમાં સુંદર મંડપ બાંધ્યો હતો. તે મંડપ મધ્યે મહાપૂજા રાખી હતી. વિદ્યાનગરથી પૂ.મનીબેન અને ૨૦ બહેનો તેમજ માણાવદર જ્યોતમાંથી પૂ.રેખાબેન વ્યાસ અને ૩ બહેનો તેમજ પૂ.નરસીફુવા, પૂ.અતુલભાઈ, પૂ.વિજયભાઈ અને પૂ.કાંતિકાકા અને જૂનાગઢ મંડળના મુક્તો આ વિદાયના કાર્યક્રમમાં પધાર્યા હતાં. 

 

સહુ પ્રથમ સ્વાગતનો કાર્યક્ર્મ હતો. યુવતીઓએ કળશ લીધા હતાં. શ્રી ઘનશ્યામ મહારાજ અને ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ લઈને બે કિશોર આગળ અને પાછળ બહેનો. તેમાં મધ્યે પૂ.મનીબેન સાથે પૂ.ભૂમિબેન પણ સુંદર શણગાર સાથે શોભતા હતા. વાજતે-ગાજતે સ્વાગત અને ગરબે ઘૂમીને આનંદ સાથે બધા બહેનો માંડવે આવ્યા. પૂ.પલ્લવીબેન અને પૂ.પુષ્પાબેન રતનપરાએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. પૂ.ભૂમિબેન અને તેમના માતા-પિતાને સંકલ્પ પૂ.પુષ્પાબેન રતનપરાએ કરાવ્યો હતો. પૂ.મનીબેન, પૂ.રેખાબેન વ્યાસ, પૂ.નરસી ફુવા અને પૂ.શાંતિભાઈ ચપલાએ આશીર્વાદ આપ્યા હતા. પૂ.ભૂમિબેને પણ યાચના પ્રવચન કર્યું હતું.

 

પધારેલા બહેનોને તેમના માતા-પિતાએ સ્મૃતિભેટ અર્પણ કરી હતી. બહેનોએ પ્રાસંગિક ભજનો ગાયા હતાં. માતા-પિતાએ બધા સગા-સંબંધીઓને આ પ્રસંગે લગ્નની જેમ કાર્ડ લખી આમંત્રિત કર્યા હતાં. મોસાળના કુટુંબીઓ તથા દેકીવાડીયા પરિવારના સર્વે કુટુંબીજનોએ આ પ્રસંગે લાભ લીધો હતો. લગ્નની જેમ જ તૈયાર થઈને બધા હોંશથી વિદાય આપવા આવેલા. સહુએ પૂ.ભૂમિબેનને ફૂલની પાંખડી રૂપે સેવા હોંશથી ધરી હતી. અડધી મહાપૂજાએ સંકલ્પ થયા તેની સાથે માતા-પિતા, કાકા, ભાઈ-બહેન સર્વે કુટુંબીજનોની આંખમાંથી ચોધાર હર્ષના અશ્રુ વહેવા લાગ્યા. વહાલસોઈ દીકરીની વિદાય કોઈથી સહેવાતી નહોતી. આમ, હર્ષાશ્રુ સાથે વિદાયનો કાર્યક્ર્મ પૂરો થયો હતો.

 

બપોરે મહાપ્રસાદ લઈને વિદ્યાનગર જવા નવાગામથી વિદાય લીધી. વચ્ચે રાજકોટ જ્યોતમાં મીની હૉલ્ટ રાખ્યો હતો. તકવાદી પૂ.વનીબેને પણ દરવાજે સ્વાગત કર્યું. રાજકોટથી ૩.૩૦ વાગ્યે નીકળી રાત્રે ૮.૩૦ વાગ્યે વિદ્યાનગર જ્યોત પર પહોંચ્યા. જ્યોત દરવાજે પૂ.દેવીબેન અને સદ્દગુરૂઓ આતુરતાથી રાહ જોઈને ઉભા હતાં. તેઓને પાટલે ઉભા રાખી હાર પહેરાવી, કંસાર જમાડી પૂ.મનીબેન અને પૂ.ભૂમિબેનનું સ્વાગત કર્યું અને પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી હતી. પૂ.ઝરણાબેને આ પ્રસંગનું એક ભજન ભજવા આવનાર ૭ બહેનોના નામ આવી જાય તેવું પ્રાસંગિક ભજન બનાવેલું તે સાતેય બહેનોના સ્વાગત વખતે ગાવાનું રાખેલું તે ગાયું. પ.પૂ.દેવીબેન અને પૂ.મનીબેનના આશીર્વાદ લીધા. પૂ.ભૂમિબેને પણ આશિષ યાચના કરી. ત્યારબાદ સર્વે મોટેરાં સદ્દગુરૂ અને જુનિયર સદ્દગુરૂ સ્વરૂપોને પૂ.ભૂમિબેને કંઠી અને પુષ્પ અર્પણ કર્યા હતાં. આમ, ખૂબ ભવ્યતાથી પૂ.ભૂમિબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી. 

{gallery}images_in_articles/newsletter/2018/May/30-03-18 bhumikaben dekivadia{/gallery}

 

(૨) તા.૨૧/૪/૧૮ પૂ.પરાબેન (કોમલ) અરજણભાઈ ભરવાડ

 

દીક્ષા લેનાર બહેનોમાં સૌથી નાના બહેન એટલે પરાબેન. વિદ્યાનગરની બાજુમાં હાડેવા ગામ છે. ત્યાંથી તેઓ ભગવાન ભજવા પધાર્યા. તેમના મમ્મી પૂ.જશુબેન અને પિતા પૂ.અરજણભાઈ અને સહુ સગાંવહાલાંએ ભેગા મળીને આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. પૂ.દિવ્યાબેન, પૂ.માયાબેન ભટ્ટ અને ૧૬ બહેનો આ પ્રસંગમાં પધાર્યા હતાં. તેમના ઘર આંગણમાં સુંદર ડેકોરેશન કર્યું હતું. અને ત્યાં જ મહાપૂજા રાખી હતી. ઘરના સહુ મુક્તોએ બહેનોનું સ્વાગત કર્યું અને ત્યારબાદ મહાપૂજા કરી હતી. પૂ.બેનીબેન અને પૂ.રશ્મિતાબેન મારડીયા એ ખૂબ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. તેમના કુટુંબીજનોનો ઉત્સાહ અનેરો હતો. પધારેલ સહુ કુટુંબીજનોએ પોતાની આ લાડકી દીકરી ઉપર પુષ્પ વૃષ્ટિ કરી, આશીર્વાદ અને ભેટ આપી હતી. ત્યાંથી આગળ વિરોજા ગામ છે. ત્યાં પરાબેનના માસી રહે છે. તેમની ખૂબ ઈચ્છા હતી કે દીકરી આ ઘરેથી વિદાય લે. એટલે ત્યાં થઈને તેઓ વિદ્યાનગર આવવા માટે નીકળ્યા.

 

ગુરૂહરિ પપ્પાજી આ મહાપૂજામાં હાજર હતાં તેનો અનુભવ પૂ.પરાબેનને થયો કે ૨૦૦ મુક્તોની રસોઈ બનાવી હતી. પણ વડતાલ અને બોચાસણ ગામમાંથી પણ હરિભક્તો આ દર્શન લાભ લેવા આવ્યા હતાં. તેથી ૮૦૦ મુક્તો જમ્યા છતાં પણ પાંચ ચાકી મોહનથાળ વધ્યો. તે તેમના મમ્મીએ જ્યોતમાં પ્રસાદ માટે આપ્યો. ગુરૂહરિ પપ્પાજીની કેવી કૃપા !

 

જ્યોત દરવાજે સહુ સ્વરૂપો અને મુક્તોએ આ નાની બહેનનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું. પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી. સ્વરૂપોના આશીર્વાદ લીધા. પૂ.પરાબેને પણ આશિષ યાચના કરી. આમ, ખૂબ બ્રહ્માનંદ સાથે પૂ.પરાબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતી થઈ હતી. 

{gallery}images_in_articles//newsletter/2018/May/21-04-18 Paraben Bharvad{/gallery}

 

(૩) તા.૭/૫/૧૮ પૂ.નીરાબેન (નીશા) ચંદુભાઈ પંચાલ

 

મુંબઈના રહેવાસી હાલ સાયનમાં સ્થાયી છે. પૂ.નીરાબેનની વિદાય તા.૭/૫/૧૮ના રોજ માટુંગા માં સેવામંડળ હૉલમાં રાખી હતી. માતા પૂ.હંસાબેન અને પિતાશ્રી પૂ.ચંદુભાઈ અને કુટુંબીજનોએ આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. તા.૬મે ના ૨૦ બહેનો મુંબઈ આ વિદાય સમારંભ માટે ગયા હતાં. મુંબઈના ગુણાતીત પ્રકાશના ચાર ભાઈઓ અને સત્સંગી ગૃહસ્થો પણ પધાર્યા હતાં. પૂ.નીરાના ૮૦ કુટુંબીજનોએ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતાં.

 

ઘરના બધા મુક્તોએ બહેનોનું સ્વાગત કર્યું. અને ત્યારબાદ મહાપૂજા કરી. કુટુંબીજનોએ પુષ્પ વૃષ્ટિ અને ભેટ પૂ.નીરાબેનને અર્પણ કરી. પૂ.ડૉ.ભાવનાબેન શેઠ, પૂ.ડૉ.વિણાબેન અને પૂ.સુરેશભાઈ ગાંધીએ પ્રાસંગિક માહાત્મ્યગાન અને આશીર્વાદ આપ્યા હતાં.

 

ગુરૂહરિ પપ્પાજીના પણ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. તેમના કુટુંબીજનોમાંથી પૂ.નૂતનબેને આભારવિધિ કરી હતી. પૂ.નીરાબેનને લઈને ચાર બહેનો ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીનું મંદિર દાદર મંદિરે દર્શન કરવા ગયા હતાં. પૂ.નીરાબેનને આ સત્સંગનો જોગ આ મંદિરેથી થયો હતો. રાત્રે બોરીવલી જ્યોતમાં પધાર્યા. ત્યાં પૂ.ભારતીબેન મોદી અને બહેનોએ પૂ.નીરાબેનનું સ્વાગત કર્યું. બીજા દિવસે વહેલી સવારે મુંબઈથી નીકળી સાંજે ૭.૦૦ વાગ્યે વિદ્યાનગર જ્યોતમાં પધાર્યા.જ્યોતના બહેનો અને સદ્દગુરૂ સ્વરૂપોએ તેમનું પૂજન કરી. કંસાર જમાડી સ્વાગત કર્યું. અને ત્યારબાદ પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી. પ.પૂ.દીદી અને પૂ.ડૉ.વિણાબેનના આશીર્વાદ લીધા. પૂ.કાજુબેને મુંબઈમાં થયેલ વિદાય સમારંભનો અહેવાલ આપ્યો. પૂ.નીરાબેને આશિષ યાચના કરી. આમ, ખૂબ ભવ્યતાથી પૂ.નીરાબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી. 

{gallery}images_in_articles//newsletter/2018/May/07-05-18 Niraben Panchal{/gallery}

 

(૪) તા.૧૨/૫/૧૮ પૂ.ઝરણાબેન અતુલભાઈ ભટ્ટ

 

પૂ.ઝરણાબેન અતુલભાઈ ભટ્ટની વિદાય તા.૧૨/૫ ના રોજ યોગી જયંતીના પવિત્ર દિવસે તેમના ઘરના પ્રાંગણમાં રાખી હતી. પ.પૂ.દેવીબેન અને પ.પૂ.પદુબેનના દિવ્ય સાંનિધ્યમાં તેમની માતા પૂ.અલ્પાબેન અને પિતા પૂ.અતુલભાઈ ભટ્ટે (પ્રકાશ વ્રતધારી) તેમની ૨૫ વર્ષની વહાલી દીકરીને વિદાય આપી. અમદાવાદ મંડળના મુક્ત સમાજના વડીલ પૂ.મંજુલાકાકી, પૂ.જ્યોત્સના આન્ટી જેવા મોટેરાં પણ પ્રત્યક્ષ આશીર્વાદ આપવા પધાર્યા હતા. વિદ્યાનગરથી પૂ.જ્યોતિબેનના ગ્રુપના બહેનો, પૂ.મણીબેન પટેલ, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.હેમાબેન ભટ્ટ, પૂ.હંસાબેન કંપાલા, પૂ.દેવ્યાનીબેન જેવાં સદ્દગુરૂ સ્વરૂપો પણ આશીર્વાદ આપવા પધાર્યા હતાં.

 

પૂ.અતુલભાઈના સગા-સ્નેહી પણ મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનો લાભ લેવા પધાર્યા હતા. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ સરસ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. પૂ.ઝરણાબેનના ભાઈ-ભાભી પૂ.હાર્દિકભાઈ અને પૂ.વૈશાલી ભાભી તેમની લાડલી બહેન ઝૂલીને વિદાય આપવા મહાપૂજામાં બેઠા હતા. ઑસ્ટ્રેલિયાથી પૂ.નીરજભાઈ પણ સ્પેશ્યલ આ વિદાય સમારંભ માટે એક અઠવાડીયા માટે આવ્યા હ્તા. પૂ.ઝરણાબેનને તેમનાણ ગુરૂ-ગુરૂહરિ પપ્પાજી મહારાજ, પ.પૂ.જ્યોતિબેન, પૂ.ઈન્દુબેનને અંતરથી રાજી કરી, એક જાગ્રત સાધક બની વિદાય લેવાનો ઉત્સાહ અનેરો હતો. તેમના નિવાસ સ્થાનેથી વિદાય લઈ અમદાવાદ જ્યોતમાં દર્શન કરી વિદ્યાનગર પધાર્યા. દરવાજે સ્વરૂપો અને બહેનોએ ભાવભર્યું ભવ્ય સ્વાગત આ નૂતન સાધકનું કર્યું. પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા. પૂ.ઝૂલીબેને પણ આશિષ યાચના કરી. આમ, ખૂબ ભવ્યતાથી પૂ.ઝરણાબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2018/May/12-05-18 jarnaben bhatt{/gallery}

 

(૫) તા.૧૭/૫/૧૮ પૂ.ફાલ્ગુનીબેન ભરતભાઈ પટેલ

 

કચ્છ (નખત્રાણા) નિવાસી માતા પૂ.દમયંતીબેન અને પિતાશ્રી પૂ.ભરતભાઈએ તેમની દિકરી પૂ.ફાલ્ગુનીબેનના વિદાય સમારંભનું આયોજન કર્યું હતું.

 

જ્યોતમાંથી ૨૦ બહેનો આ વિદાય સમારંભના આયોજનમાં પધાર્યા હતાં. નખત્રાણામાં જ રૂડીમાના મંદિરે વિદાયની મહાપૂજા રાખી હતી. પૂ.ફાલ્ગુનીબેનને ઘરેથી સુંદર શણાગાર સજીને વાજતે-ગાજતે, નાચતા-કૂદતા માંડવામાં લઈ આવ્યા હતાં. પૂ.શ્રુતિબેન દુબલે ખૂબ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. માતા-પિતા અને પૂ.ફાલ્ગુનીબેનને સંકલ્પ પૂ.ડૉ.વિણાબેને કરાવ્યો હતો. તેમના કુટુંબના ૨૦૦ જેટલા સગાં-વહાલાં આ પ્રસંગમાં હાજર રહ્યા હતાં. અને પોતાની કુટુંબની દીકરીને પુષ્પવૃષ્ટિ કરી ભેટ અર્પણ કરી હતી. પૂ.સબોબેને પ્રાસંગિક માહાત્મ્યગાન તથા પૂ.ડૉ.વિણાબેને આશીર્વાદ આપ્યા હતાં. તેમના મામા અને કાકાએ પણ પોતાની દિકરીને આશીર્વાદ આપ્યા હતાં. અને આભાર વ્યક્ત કર્યો હતો. જમીને બહેનોએ રાસ-ગરબા કર્યા હતાં. 

 

બીજા દિવસે સવારે ૮.૦૦ વાગ્યે તેમના સગાં-વહાલાંએ ભારે હ્રદયે અને અશ્રુભીની આંખે પોતાની દિકરીને વિદાય આપી હતી. રાત્રે ૮.૦૦ વાગ્યે જ્યોતમાં પધાર્યા. સ્વરૂપો અને બહેનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી. પૂ.પ્રવિણાબેન ગોહીલે કચ્છમાં થયેલ વિદાય સમારંભનો અહેવાલ આપ્યો. પ.પૂ.દીદી અને પૂ.ડૉ.વિણાબેને આશીર્વાદ આપ્યા હતાં. પૂ.ફાલ્ગુનીબેને પણ આશિષ યાચના કરી. આમ, ખૂબ દિવ્યતાસભર વાતાવરણમાં પૂ.ફાલ્ગુનીબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી. 

{gallery}images_in_articles/newsletter/2018/May/17-05-18 falguniben patel{/gallery}

 

(૬) તા.૨૦/૫/૧૮ પૂ.ભાવનાબેન જેઠવા

 

માણાવદર નિવાસી પૂ.ભાવનાબેનનો વિદાય સમારંભ તા.૨૦મીના રોજ હતો. તે પહેલાં તા.૧૯મીના રોજ રાત્રે દાંડિયા-રાસનું આયોજન કર્યું હતું.

માણાવદર સોરઠીયા પ્રજાપતિ વાડીમાં વિદાયની મહાપૂજા રાખી હતી. સવારે ૮ થી ૯ સ્વાગત કર્યું હતું. બહેનો અને ભાભીઓ વાજતે-ગાજતે પૂ.ભાવનાબેનને વિદાયના હૉલમાં લઈ આવ્યા હતાં. ત્યારબાદ ૯.૦૦ વાગ્યે મહાપૂજા શરૂ થઈ હતી. પૂ.કલ્પુબેન દવેએ ખૂબ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. પૂ.ભાવનાબેનને સંકલ્પ પણ કરાવ્યો હતો. પ.પૂ.દેવીબેન અને પૂ.ધર્મિષ્ઠાબેનના આશીર્વાદ લીધા હતાં. જ્યોતમાંથી લગભગ ૩૦ જેટલા બહેનો પણ આ વિદાય સમારંભમાં પધાર્યા હતાં. તેમના કુટુંબીજનો અને સત્સંગીઓ મળીને આશરે ૨૫૦ જેટલા મુક્તોએ આજના શુભ પ્રસંગમાં હાજરી આપી હતી. જમીને બપોરે ૧.૩૦ વાગ્યે વાડીમાંથી વિદાય લઈને માણાવદર જ્યોતમાં પધાર્યા. ત્યાં પૂ.પ્રતિક્ષાબેન અને બહેનોએ તેમનું સ્વાગત કર્યું.

 

તા.૨૧મીએ સવારે ૯.૦૦ વાગ્યે રાજકોટ જવા માટે નીકળ્યા. ત્યાં એક રાત રહ્યા. અને તા.૨૨મીએ બપોરે રાજકોટથી નીકળી વિદ્યાનગર રાત્રે ૮.૩૦ વાગ્યે પધાર્યા. સ્વરૂપો અને બહેનોએ દરવાજે તેમનું ખૂબ ભાવથી સ્વાગત કરી આવકાર્યા. પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી. પૂ.ભારતીબેન સંઘવીએ માણાવદરમાં થયેલ મહાપૂજાનો અહેવાલ આપ્યો. પ.પૂ.દેવીબેન અને પૂ.ધર્મિષ્ઠાબેને આશીર્વાદ આપ્યા. પૂ.ભાવનાબેન જેઠવાએ આશિષ યાચના કરી. આમ, ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે પૂ.ભાવનાબેનના વિદાય સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી.

{gallery}images_in_articles/newsletter/2018/May/20-05-18 Bhavna Jethva{/gallery}

 

(૭) તા.૨૪/૫/૧૮ પૂ.યોગીતાબેન રાઠોડ

 

પૂ.યોગીતાબેન રાઠોડ (મુંબઈ) ની વિદાય તા.૨૪/૫/૧૮ના સાંજે તેમના દિવ્ય માતા-પિતા તરીકે વિદ્યાનગરમાં જ રહેતા પૂ.રીટાબેન દિલીપભાઈ વિસરોલીયાએ આપી હતી. તેમણે યોગીતાને દિવ્ય દીકરી બનાવી હતી. તેમને ખૂબ ઉત્સાહ અને ભાવ હતો. તેમના ઘરે સરસ ડેકોરેશન કર્યું હતું. યોગીતાના મમ્મી પૂ.શારદાબેન અને મોટીબેન પૂ.હેતલબેન પણ પધાર્યા હતાં.

 

મહાપૂજા પૂ.શ્રુતિબેન દુબલે કરી હતી. પ.પૂ.દેવીબેન પણ પધાર્યા હતાં. પ.પૂ.જ્યોતિબેનના ગ્રુપના બધા બહેનો અને જ્યોતના બીજા બહેનો પણ આ મહાપૂજામાં પધાર્યા હતાં. ખૂબ દિવ્ય વાતાવરણમાં આ મહાપૂજા થઈ હતી. પ.પૂ.દેવીબેને પ.પૂ.જ્યોતિબેનની ખોટ પૂરી હતી. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેનની ગાડીમાં આગળ પ.પૂ.જ્યોતિબેનની મૂર્તિ પધરાવી જ્યોત સુધી પધાર્યા હતાં. જ્યોતના આંગણે પ.પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપો અને બહેનોએ તેમનું ભાવથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પપ્પાજી હૉલમાં સ્વાગત સભા કરી હતી. પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. પૂ.યોગીતાબેને પણ યાચના પ્રવચન કર્યું હતું. હાલ પૂ.યોગીતાબેનને પાર્ષદી દીક્ષા આપી છે.

{gallery}images_in_articles//newsletter/2018/May/24-05-18 Yogitaben rathod{/gallery}

 

(૨) તા.૧૬/૫/૧૮ અધિક માસ પ્રારંભ

 

આ વર્ષે ૧૬ મે થી ૧૩ જૂન અધિકમાસ છે. અધિકમાસ એટલે વિશેષ ભજન-ભક્તિ કરવાનો મહીનો. આ માસમાં જેટલા ભજન-ભક્તિ કરીએ એનું અધિક ફળ મળે છે. તો તક ઝડપી લઈ આપણે આ દિવસોમાં રોજ કરતા હોઈએ એનાથી વિશેષ ભક્તિ કરી પુણ્યનું ભાથું બાંધીએ. 

 

તે માટે જ્યોતમાં શ્રીજી મહારાજની પરાવાણી ગ્રંથ વચનામૃતનું પારાયણ કરવાનું રાખ્યું છે. ૨૦૧૯માં વચનામૃતની ૨૦૦મી જયંતી આવી રહી છે. તેથી મહારાજનો વાણી સ્વરૂપે લાભ લેવાનું રાખ્યું છે. રોજ સાંજે પપ્પાજી હૉલમાં ૫.૩૦ થી ૭.૩૦ સભામાં ૧૫ મિનિટ ધૂન, એક વચનામૃતનો પાઠ અને આરતી થાય. દરેક મુક્તોને લાભ મળે તે હેતુથી આખા મહીના દરમ્યાન રોજ પાંચ પાંચ બહેનો આરતીની થાળી બનાવીને લાવે અને આરતી ઉતારવાનો લાભ લે. આમ, આ મહીના દરમ્યાન વિશેષ ભક્તિ કરવાનું આયોજન કર્યું છે.

 

(૩) તા.૧૬/૫/૨૦૧૮ બુધવાર જેઠ સુદ-૧ (અધિકમાસનો પ્રારંભ)

 

માણાવદર ગુણાતીત જ્યોતના નવિનીકરણ થયેલ શાખા મંદિરના વાસ્તુપૂજાની મહાપૂજા આજના શુભદિને રાખી હતી. માણાવદર જ્યોતના મંદિરની મૂર્તિઓનું પૂજન-આરતી પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે વહેલી સવારે જ્યોતમાં થઈ હતી. બહેનોએ તેનો લાભ લીધો હતો. ત્યારબાદ ભવ્ય મહાપૂજાનો કાર્યક્ર્મ બહુધા ભક્તોને લાભ મળે તે હેતુથી પટેલ સમાજના હૉલમાં રાખી હતી. પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે પૂ.કલ્પુબેન દવે અને જ્યોતના બહેનોએ દિવ્યતાસભર મહાપૂજા કરી હતી.

 

જ્યોતના ૫૧ બહેનોએ આ પ્રસંગે વિદ્યાનગરથી પધાર્યા હતાં. ગુણાતીત સમાજના સર્વે મુક્તોને આમંત્રણ આપ્યું હતું. સહુ હરિભક્તો મહિમાના ભાવથી પધાર્યા હતાં. માણાવદરતો ખરેખર તીર્થભૂમિ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પુનિત ચરણાર્વિંદથી તીર્થત્વ પામેલ તથા ગુણાતીતાનંદ સ્વામી જોગીની આ જૂનાગઢ જિલ્લાની ભૂમિ ! આ ગામમાં ગલીએ ગલીએ ફરીને સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો મહિમાગાન કર્યો છે. મહારાજના અનન્ય ભક્ત મયારામ ભટ્ટના ઘરની ભૂમિએ સ્વામિનારાયણ નું શિખરબધ્ધ મંદિર છે. તે વખતનો સ્વામિનારાયણનો ધર્મ અપનાવેલ ભક્તિના વારસો રાખેલા એવા બહુધા કુટુંબો આ ગામમાં છે.

 

એટલું જ નહી. બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજની પ્રસાદીનું ગોકળીયું ગામ ! ગુણાતીત સમાજના સર્જન બ્ર.સ્વ.કાકાજી, બ્ર.સ્વ.ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.સોનાબા અને સર્વે ગુણાતીત સ્વરૂપોની પદરજે પાવન થયેલ તથા અલખની વાટે આહલેક જગાવનાર ૩૦૦ થી વધુ મુક્તોની પૂર્વાશ્રમની માતૃભૂમિ એવા માણાવદર મધ્યે સમર્પિત સંનિષ્ઠ હરિભક્ત પૂ.નરસીફુવાના નિવાસે ગુરૂહરિ પપ્પાજી કૃપા કરીને ઈ.સ.૧૯૮૦માં જ્યોતશાખાની સ્થાપના કરી. એ શાખા મંદિરે વર્ષો સુધી પ્રત્યક્ષ સ્વરૂપો પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન અને સદ્દગુરૂ A સ્વરૂપો બહેનો-ભક્તો સાથે પધાર્યા છે. નિવાસ કર્યો છે. સભા-સમૈયા અને મહાપૂજા, ભજન-ભક્તિ, આનંદ બ્રહ્મ કર્યો છે. વળી, પ.પૂ.તારાબેન, પૂ.મધુબેન સી., પૂ.સવિબેન, પૂ.કાજુબેન, પૂ.ધર્મિષ્ઠાબેન જેવા સદ્દગુરૂ A અને બહેનો ત્યાં રહી સહુ મહિલા સમાજને ભક્તિના પાન પીવડાવ્યા. એ ગુણાતીત જ્યોતની શાખા જર્જરીત થઈ. પ.પૂ.જ્યોતિબાની પ્રેરણા અને આદેશથી ત્યાં આજ પ્રસાદીની ભૂમિ પર નવું નિર્માણ કરવાનું નક્કી થયું.

 

સ્વયં જ્યોતિબેને ત્યાં પધારી ભૂમિપૂજન કર્યું કાર્યભાર પૂ.નરસીફુઆના પૌત્ર ગુણાતીત પ્રકાશના નાના સાધકભાઈ પૂ.અતુલભાઈને સોંપ્યું. પ.પૂ.જ્યોતિબેન, પૂ.ધર્મિષ્ઠાબેનના માર્ગદર્શન મુજબ જોતજોતામાં મકાન બંધાઈ ગયું. તે મકાનમાં વ્હીલચેરમાં છેક અગાસી સુધી પ.પૂ.જ્યોતિબેન પધાર્યા અને ર્દષ્ટિ કરી. અને જેને ભાવિ દર્શન છે એવા જ્યોતિબેને તો આજે જાણે ઉદ્દઘાટન કરી દીધું હોય તેવો રાજીપો બતાવ્યો હતો. નાનું-મોટું કામ હજુ બાકી હતું. તે દરમ્યાન પ.પૂ.જ્યોતિબેને અચાનક લીલા સંકેલી લીધી. તેથી ભક્તોમાં ગમગીની પ્રસરી ગઈ ! છતાંય પ.પૂ.જ્યોતિબેનની પ્રસન્નતાર્થે આ કાર્ય સંપન્ન કરીને શ્રી હરિ જયંતીના શુભ દિને બહેનોએ મહાપૂજા કરીને કુંભ પધરાવ્યો હતો. ત્યારબાદ તા.૧૬/૫ના રોજ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે તથા ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.જ્યોતિબેનના દિવ્ય સાંનિધ્યે પૂ.કલ્પુબેન દવે અને બહેનોએ દિવ્યતાસભર મહાપૂજા કરી હતી.

 

પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પૂ.અરૂણભાઈ (અનુપમ મિશન) એ આશીર્વાદ આપ્યા હતાં. ક્રીના, ક્રીશા અને દર્શી ઝાલાવાડીયા આ ત્રણ કીશોરીઓએ ડાન્સ કરી આનંદ કરાવ્યો હતો. શનિવારની સભાના ભાભીઓએ ખૂબ સેવા કરી લીધી હતી. ગુણાતીત સમાજના હરિભક્તો આ પ્રસંગે પધારીને સંપ, સુહ્રદભાવ અને એકતાથી ભાગ લીધો. સેવા કરી, પૃથ્વી પરનું અક્ષરધામ ખડું થયું હતું. યોગીજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.જ્યોતિબેન રાજી રાજી થયા હશે. 

 

(૪) તા.૨૫/૫/૧૮ ગુરૂહરિ પપ્પાજીનો લગ્ન દિવસ

 

ગુરૂહરિ પપ્પાજીના ૧૧ વર્ષની નાની વયે લગ્ન લેવાયા. વડીલોના નિર્ણયને સ્વીકાર્યો. તે સમયે લગ્ન માટેની આ ઉંમર પરિપકવ ન હતી. પરંતુ જીવનની ગંભીરતા સમજવાના વિચારો પરિપકવ હતાં. આખા કુટુંબની જવાબદારી ઉઠાવવા માટે હું શું કરીશ ? એવો પ્રશ્ન આટલી નાની વયના બાળકને ન થાય. આ પરિપકવતા એ સત્પુરૂષના લક્ષણોની નિશાની હતી. ગૃહસ્થાશ્રમ સાર્થક કર્યો. કૌટુંબિક જવાબદારી અને ફરજો નિષ્ઠા પૂર્વક બજાવ્યા, યોગીજીએ સોંપેલા અઘરામાં અઘરા કાર્યને સફળ અને સાર્થક કર્યું. અપમાનો સહીને ગુણાતીત સમાજની સ્થાપના કરી. ગુણાતીત સાધના કરવા માંગતા સાધકોના જીવન સાર્થક કર્યા. આજના શુભદિને પ્રાર્થના કે અમે સહુ આપના સાચા ભક્ત બની આપના કાયદે, આપની રીતે અને આપની પ્રસન્નતા માટે જ જીવી અમારા સમગ્ર જીવનને સાર્થક કરીએ. આપ નિરંતર અમારી રક્ષા કરી જ રહ્યાં છો અને કરતાં જ રહેશો. 

 

આવા પ્રસાદીના દિવસે ગુણાતીત જ્યોતના ૭ સેવિકા બહેનોને પાર્ષદી વ્રત આપવાનું નક્કી કરેલું તે મુજબ આજે જ્યોત પ્રાંગણમાં એક અદ્દભૂત કાર્યક્ર્મ સવારે ૯.૦૦ થી ૧.૦૦ દરમ્યાન યોજાયો હતો. પાર્ષદી વ્રત લેનાર બહેનો સરસ તૈયાર થઈને આવ્યા. સ્ટેજ પર એક બાજુ તેઓના આસન હતાં. ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને તથા સર્વે સ્વરૂપોને પાયલાગણ કરીને તે બહેનો આસનસ્થ થયા. પૂજારી પૂ.કલ્પુબેન દવે અને પૂ.શારદાબેન ડઢાણિયા એ અદ્દભૂત મહાપૂજા કરી. મહાપૂજા દરમ્યાન આ બહેનોને પાર્ષદી વ્રતનો સંકલ્પ કરાવ્યો. તથા મહંત શ્રી પ.પૂ.દીદીના શુભ હસ્તે સફેદ સાડલો ઓઢાડ્યો તે ઓઢીને બધા સદ્દગુરૂ A સ્વરૂપોને પાયલાગણ કરીને આશીર્વાદ લીધા હતાં. સભામાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. આજે જ્યોતના બહેનોની સભામાં આ મહાપૂજા હતી. મંગળવારની સભાના ભાભીઓમાંથી અનુકૂળતાએ લાભ લેવા પધાર્યા હતાં. ૧લી જૂને કાષાંબરી દીક્ષા આપે ત્યારે આ બહેનોના માતા-પિતાને આમંત્રણ આપ્યું હતું. આમ, ખૂબ ભવ્ય રીતે આજના સમૈયાની પૂર્ણાહુતિ થઈ હતી. 

આજની સભાના લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ ઉપર કર્યા હશે. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles//newsletter/2018/May/25-05-18 SWETAMBARI DIXADIN MAHAPOOJA{/gallery}

 

(૫) તા.૨૫/૫/૧૮ થી ૩૧/૫/૧૮ ગુરૂહરિ પપ્પાજીના ૬૬મા સાક્ષાત્કાર પર્વ નિમિત્તે પારાયણ

 

ગુરૂહરિ પપ્પાજીના ૬૬મા સાક્ષાત્કાર દિન નિમિત્તે તા. ૨૫ થી ૩૧ મે સુધી ૭ દિવસ ગુરૂહરિ પપ્પાજીના પુસ્તકોનું પારાયણ સભામાં કરવાનું રાખ્યું હતું. તેમાં જેના નંબરમાં ૧ અને ૬ હોય તેવા નંબરવાળા તથા જેમના ૧૯૬૬માં ર્દષ્ટાદિન, જન્મદિન, કેન્દ્ર નંબર વગેરે હોત તેવા ૩૬ બહેનોનો ૭ દિવસ પારાયણમાં લાભ લીધો હતો. રોજના પાંચ બહેનોની વારી હતી. ત્રણ પુસ્તકનું પારાયણ કર્યું હતું. અને પ્રથમ ૫૧ બહેનો જે નમન ગ્રુપના સદ્દગુરૂ છે તેમનો લાભ લીધો હતો. 

 

(૬) તા.૨૮/૫/૧૮

 

આજે ૨૮મી મે આજથી બાર વર્ષ પહેલા આજના દિને ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી મહારાજ પોતાના પ્રાકૃતિક શરીર ત્યાગીને વ્યાપકમાં સંપૂર્ણ કાર્યરત થયાં.

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજે પોતાના ગુરૂદેવ યોગીજી મહારાજની આજ્ઞારૂપી યજ્ઞમાં મહામૂલી જીંદગી હોમી દીધી. યોગીજીના સંબંધવાળા સૌને યોગી સ્વરૂપ માની સેવાઓ કરી. યોગીજીએ સોંપેલી બહેનોને ભગવાન ભજાવવાની અઘરામાં અઘરી આજ્ઞામાં પોતાના પ્રાણ પાથર્યા. તેમાં વિવિધ પ્રકારના વિરોધ સહ્યા એટલું જ નહીં તેના અણસારનેય કદીય, ક્યાંય પોતાના વિચારમાંય પ્રગટ થવા નથી દીધાં. જીવનના અંતિમ શ્વાસ સુધી એક સરખો, એકધાર્યો શ્રમ પ્રત્યેક ચૈતન્યની આધ્યાત્મિક પ્રગતિ માટે કર્યો છે. આશ્રિતોની સર્વ પ્રકારે નિરંતર રક્ષા કરી છે. આશ્રિતોના પ્રારબ્ધ ટાળી આધ્યાત્મિક માગ્રે પ્રગતિ કરતા કર્યા. ભર્યો ભર્યો, કિલકિલાટ કરતો ગુણાતીત સમાજ તૈયાર કરીને સૌને સુખભર્યા માર્ગે મૂકીને અંતિમ અવસ્થાએ બિમારી ગ્રહણ કરી સૌને તીવ્ર પ્રાર્થનાઓ કરાવી, પોતાની મૂર્તિમાં લીન કરી આજના દિને બપોરે ૧૧ વાગ્યે ગુણાતીત પ્રકાશ ભાઈઓની પ્રાર્થના સ્વીકાર કરીને બ્રહ્મ તત્વે વ્યાપક બન્યા. હે દિવ્ય સ્વરૂપ પપ્પાજી મહારાજ ! આપની અપાર મહેનતને અમે એળે જવા ન દઈએ. આપે આપેલા વચનો સદાય નજર સમક્ષ રાખી, આપની પ્રસન્નતાર્થે વિચાર, વાણી, વર્તન કરીએ તેવી કૃપા કરો એ જ અંતરની પ્રાર્થના. 

{gallery}images_in_articles/newsletter/2018/May/28-05-18 SHASWAT MAHAPUJA BEHNO PAPPAJI HALL{/gallery}

 

આજના દિને સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોએ મહાપૂજા કરી હતી. અને ભાઈઓએ મંદિરમાં મહાપૂજા કરી હતી. સ્થાનિક મુક્તોએ આ મહાપૂજામાં લાભ લીધો હતો. પ.પૂ.દીદીએ ૨૮મી તારીખે ૨૦૦૬માં કરેલો તે સંકલ્પ કરાવ્યો હતો. અને આશીર્વાદ આપ્યા હતાં. આજની મહાપૂજાના લાઈવ દર્શન આપે વેબસાઈટ ઉપર કર્યા હશે. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles//newsletter/2018/May/28-05-18 SHASHWAT MAHAPUJA BHAIO PRABHU KRUPA{/gallery}

 

(૭) તા.૨૮/૫/૧૮ પૂ.રજનીભાઈ સંઘવી અક્ષરધામ ગમન

 

ર૮મી મે એટલે આજે ગુરૂહરિ પપ્પાજીનો શાશ્વત સ્મૃતિદિન ! ગુરૂહરિ પપ્પાજીએ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. તેને આજે ૧૨ વર્ષ પૂરા થયા. સવારનો ૧૧.૦૦ વાગ્યનો સમય હતો. 

 

દર તા.૨૮/૫ના જ્યોતમાં સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ મહાપૂજાનો કાર્યક્ર્મ હોય છે. આજે પણ મહાપૂજા જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો અને પ્રભુકૃપામાં ભાઈઓ મહાપૂજા કરી રહ્યાં હતાં. જ્યોતના સ્ટેજ પર પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે નવા ત્રણ પૂજારી બહેનોને મહાપૂજા કરવાનો લાભ આપ્યો હતો. ૧.પૂ.શ્રુતિબેન દુબલ ૨.પૂ.નેહાબેન પટેલ ૩.પૂ.પલ્લવીબેન મહાપૂજા કરી રહ્યાં હતા. વચ્ચે ૧૧.૦૦ વાગ્યે જીવન મંત્ર અને મૌનનો કાર્યક્ર્મ હોય.

 

તે વખતે જ્યોતમાં પ.પૂ.દીદીને સમાચાર મળ્યા કે, સત્સંગના મોવડી પૂ.રજનીભાઈ અક્ષરધામ નિવાસી થયા. જ્યોતમાં પ.પૂ.દીદીએ સમાચાર આપ્યા. જોતજોતામાં આખા ગુણાતીત સમાજમાં દ્વારા ચોંકાવનારા સમાચાર આ પ્રમાણે લેખિત પહોંચતા કોઈને મનાતું નહોતું. પરંતુ ફોટા સાથે લેખિત સમાચાર હોવાથી સ્વીકારવાનું જ રહ્યું. “હે અક્ષરમુક્તો ! આપણા સત્સંગના મોવડી ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના લાડીલા અનુપમ મિશનના વ્રતધારી ભઈ, પ.પૂ.સાહેબદાદાના અત્યંત નિકટના ગુણાતીત સ્વરૂપ પ.પૂ.રજનીભાઈ સંઘવી (પ.પૂ.પદુબેનના ભાઈશ્રી) આજરોજ સવારે અક્ષરધામ નિવાસી થયા છે. તેઓના અંતિમ દર્શન તેમના નિવાસ સ્થાને શાહીબાગ આજે સાંજે ૪.૩૦ વાગ્યા સુધી થશે. પરંતુ રજનીભાઈ એટલે આખા ગુણાતીત સમાજના લાડીલા સ્વરૂપ. તેથી જોતજોતામાં જાણ થતાં. અમદાવાદ મંડળના ભક્તો ઉમટ્યા. અને ૪.૩૦ વાગ્યાને બદલે ૭.૩૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહ્યાં. બાદ આણંદની ઝાયડસ હૉસ્પિટલમાં તેઓના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો. અંતિમવિધિ તા.૩૦/૫/૧૮ના બુધવારે નક્કી થઈ. 

 

પ.પૂ.રજનીભાઈની અંતિમ સંસ્કાર વિધિ સુધીની ગતિ વિધિ

પ.પૂ.રજનીભાઈના પાર્થિવ દેહને વહેલી સવારે ઝાયડસ હૉસ્પિટલમાં તૈયાર કરીને સુશોભિત વાહનમાં પધરાવીને દર્શન લાભ અને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે નીચે મુજબ તીર્થ સ્થાને લઈ જવાનું રાખેલ.

 

સવારે ૬.૧૫ થી ૭.૧૫ ગુણાતીત જ્યોત

સવારે ૭.૩૦ થી ૮.૦૦ પપ્પાજી તીર્થ

સવારે ૮.૧૫ થી ૧૨.૦૦ બ્રહ્મ જ્યોતિ

 

આ કાર્યક્ર્મ મુજબ સવારે ૬.૧૫ વાગ્યે જ્યોત પ્રભુકૃપા પ્રાંગણમાં પૂ.રજનીભાઈની પાલખી પધારી. તે પહેલાં રાતથી પ્રભુકૃપાના પ્રાંગણમાં પાલખીનું આસન અને પાછળ અર્ધવર્તુળમાં સાચા પુષ્પોનું સુંદર સુશોભન પૂ.જીતુકાકા અને ભાઈઓએ કર્યું હતું. પૂ.રજનીભાઈ પ.પૂ.સાહેબદાદા, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.સોનાબાના લાડીલા છે. એ સર્વદેશીય સ્વરૂપની પાલખી ઉપર આ ત્રણેય સ્વરૂપની મૂર્તિ બિરાજમાન કરેલી હતી. પ્રભુકૃપાના પ્રાંગણમાં બિરાજમાન થયા તરત પ્રથમ ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પુષ્પ હાર અર્પણ કર્યા. જ્યોતના બધા જ બહેનોએ પ્રદક્ષિણા કરીને પુષ્પ અર્પણ કર્યા.

 

અમેરિકાથી પૂ.રજનીભાઈના મોટા બહેન પૂ.મધુબેન એરપોર્ટથી સીધા વિદ્યાનગર પ્રભુકૃપામાં આવ્યા. પૂ.પદુબેન અને પૂ.ગૌતમભાઈ તેમને લઈને આવ્યા હતા. તેઓની હાજરીમાં પૂજન વિધિ થઈ. પુષ્પની ચાદર સૌરભ ભાઈઓએ, ગુણાતીત સમાજનો ધ્વજ ગુણાતીત પ્રકાશના ભાઈઓએ અર્પણ કર્યો. સમગ્ર સમાજ વતી પ.પૂ.દીદીએ પુષ્પ રીંગ અર્પણ કરવા ઉભા થયા. અને પૂ.મધુબેનને સાથે લઈને પ.પૂ.દીદી અને પૂ.મધુબેને રીંગ અર્પણ કરીને પુષ્પાર્પણના કાર્યક્ર્મની પૂર્ણાહુતિ થઈ હતી. સહુથી છેલ્લે આરતીનો કાર્યક્ર્મ હતો. પ.પૂ.પદુબેનના સગા-સંબંધીઓ પધારેલા તેઓએ અને વડીલ બહેનો-ભાઈઓની જુદી જુદી આરતી લીધી હતી. આમ, સમૂહમાં સર્વએ આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ પૂ.રજનીભાઈનું વાન પપ્પાજી તીર્થ પર જવા પ્રયાણ કર્યું.

{gallery}images_in_articles//newsletter/2018/May/28-05-18 P.P.Rajnibhai Akhardham gaman{/gallery}

 

પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પૂ.રજનીભાઈની પાલખીની પ્રદક્ષિણા પૂ.વિજ્ઞાન સ્વામી, પૂ.આચાર્ય સ્વામી, પૂ.ધરમ સ્વામી અને સંતો-ભાઈઓએ પાલખી ઉંચકીને કરાવી હતી. અને પૂજન પુષ્પાર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

પપ્પાજી તીર્થથી બ્રહ્મ જ્યોતિ પધાર્યા. ત્યાં બહુ મોટા સમૂહમાં પૂ.રજનીભાઈનું સ્વાગત થયું હતું. પ.પૂ.સાહેબજી, પ.પૂ.શાંતિભાઈ અને સંતો પરદેશથી આ માટે ભારત પધારી ગયા હતાં. તેઓના સાંનિધ્યે આખી વિધિ થઈ હતી. દરેક મુક્તોએ શાંતિથી પુષ્પાર્પણ-પ્રદક્ષિણાનો લાભ લીધો હતો. તે દરમ્યાન ધૂન-ભજન અને પૂ.રજનીભાઈના અદ્દભૂત ગુણોનું દર્શન કરાવ્યું હતું. અંતિમ પુષ્પ હાર પ.પૂ.સાહેબદાદાએ અર્પણ કર્યો હતો. ત્યારબાદ પૂ.રજનીભાઈની પાલખીને ખભે ઉંચકીને સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે અંતિમ સંસ્કાર વિધિ માતે બ્રહ્મલીન સ્થળ સુધીની પવિત્ર યાત્રા વ્રતધારી ભાઈઓએ કરી હતી. બ્રહ્મલીન સ્થળમાં પ.પૂ.સાહેબદાદા અને સૌ સંતો-ભક્તોના સાંનિધ્યે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ.પૂ.રજનીભાઈના પાર્થિવ દેહની અગ્નિ સંસ્કારવિધિ સંપન્ન થઈ હતી. 

 

પૂ.રજનીભાઈના યથાર્થ જીવનની ઝલક અહીં ટૂંકમાં માણીએ. પૂ.પંકજભાઈ પઢીયાર (અનુપમ મિશન) એ સ્વયં પ્રભુની પ્રેરણા ઝીલીને જે મનન વ્યક્ત કર્યુ તે અહીં આપણે જોઈએ. 

 

પ.પૂ.રજનીભાઈ એટલે ભક્તિનું નીતરતું સ્વરૂપ. જાન્યું.૧૯૭૬માં વ્રતધારણ કરીને પ.પૂ.સાહેબદાદાની સેનામાં જોડાયા. ઘરનાં સંજોગો અને આત્માની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા અને પ.પૂ.સાહેબદાદાએ પ.પૂ.રજનીભાઈને ઘરે રહીને ભગવાન ભજવાનો આદેશ આપ્યો. 

 

સાચા કર્મયોગી બનીને ઘરનો વ્યવસાય કર્યો. પરિવારનો મૂળ વ્યવસાય કંતાન-પાટીનો હતો. વ્યવસાય સરસ ચાલતો હતો. પણ મિલો બંધ થઈ ગઈ ત્યારથી આ વ્યવસાય બંધ કરી અલગ અલગ કંપનીની એજન્સી લઈ વ્યવસાય આગળ વધાર્યો. છતાં સદા નિર્લેપભાવ ધારીને જીવ્યા. એરહૉસ્ટેસ માટેની વિશિષ્ટ અભ્યાસ શીખવતી શૈક્ષણિક શાખા સાથે વ્યાવસાયિક જોડાણ કર્યું. તેઓની પાછળ પૂ.પદુબેને ગુરૂહરિ પપ્પાજી પાસે ગુણાતીત જ્યોતમાં સાધુની દીક્ષા લઈ ભગવા ધારણ કર્યા. અને જાન્યુ.૧૯૭૭માં નાનાભાઈ પૂ.ગૌતમભાઈએ પણ અનુપમ મિશનમાં  સાધુની દીક્ષા લીધી. માતુશ્રી પૂ.લીલાબાના જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓની સેવાને ભક્તિ માનીને અર્પણ કરી હતી. તેઓનું ઘર એટલે દાદાખાચરનો દરબાર. અનુપમ મિશનના ભાઈઓ હોય, ગુણાતીત જ્યોતના બહેનો હોય કે અન્ય કોઈપણ સંસ્થા સાથે જોડાયેલ હોય તો પણ સૌ પ્રત્યે સર્વદેશીયતા રાખીને સૌની ભાવથી સેવા કરી. પ.પૂ.રજનીભાઈએ દાસત્વભાવ રાખી કોઈ સ્વરૂપોની સામે કદીય બોલ્યા નહીં. કદાચ બોલવાનું થાય તો પણ હસતા હસતા સાથે સંકોચ અનુભવતા ખૂબ ઓછું બોલતાં તો પછી તેઓ કથાવાર્તા ક્યારે કરતા હશે ? 

 

પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.સાહેબદાદા તેઓને ગુણગાન અને મહિમાગાવાનું કહેતા એટલે સૌ સ્વરૂપોની આજ્ઞા પાળવા તેઓ સાથે હેતભાવથી જોડાયેલ હરિભક્તોને ઘરે પધરામણી કરી રાત્રિ ભોજન લીધા બાદ સભા કરવા જતાં અને મોડી રાત સુધી સૌને બ્રહ્માનંદ કરાવીને ઘરે પધારતાં. પ.પૂ.રજનીભાઈ સરસ મહિમાની વાતો કરતા. અઠવાડીયામાં ૩-૪ વખત દહેગામ, નરોડા, બાયડ, સાબરકાંઠામાં ઘરે ઘરે જઈને સત્સંગની જમાવટ કરતાં. યુવાનો અને બાળકોને બંગલાના કંપાઉન્ડમાં ક્રિકેટ રમાડી સારૂં સારૂં જમાડતા. તે સૌ યુવાનો દીક્ષા ચારણ કરીને ભગવાન ભજવા માટે પણ તૈયાર થયા છે.

 

ત્રણેય સ્વરૂપો માટે અતિશય હેત એટલે મન, કર્મ, વચને સૌનો સમાગમ કરતાં અને ત્રણેયને પોતાનો આત્મા માનીને જીવન જીવતા. દિવાળીના સમગ્ર ઉત્સવમાં પ.પૂ.સાહેબદાદાના સાંનિધ્યે બ્રહ્મ જ્યોતિ મોગરીમાં રહેવા આવીને સાથી મુક્તો સાથે ગોષ્ટિનો આનંદ માણતા. આપણે સૌ ભજનિક બનીએ તે માટે પ.પૂ.સાહેબદાદાએ  સૌ ભક્તોને નિત્ય પૂજા, ધૂન, પ્રાર્થના, અઠવાડીક સભા, એક વચનામૃત, ૧૦ સ્વામીની વાતોના વાંચનની આજ્ઞા કરી છે. તે પ.પૂ.રજનીભાઈ વર્ષોથી સારધાર પાળે છે. યોગીબાપાએ પ.પૂ.રજનીભાઈને વ્યક્તિગત આજ્ઞા કરી હતી કે, નિત્ય પ્રત્યે વચનામૃત વાંચવું. જેનું તેઓએ સારધાર પાલન કર્યું હતું.

 

પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.સાહેબદાદા એ સમયાંતરે જેટલી જેટલી માળા કરવાની આજ્ઞા આપી હતી તે બધી આજ્ઞાનું પાલન તેઓએ જીવનના અંત સુધી કર્યું. ઉપાસના ધામ અમદાવાદનું નિર્માણ થયું બાદ પ.પૂ.સાહેબદાદાએ તેઓને ઉપાસનાધામની અઠવાડીક સભામાં જવાની આજ્ઞા કરી. અને નિયમિત પણે સભામાં જઈને વચનામૃત, સ્વામીની વાતુ અને ભજનોનું નિરૂપણ કરી સૌ સ્વરૂપોનો અદ્દભૂત મહિમા ગાતા. જેને પોતાના માવતર માન્યા છે. તેવા ભગવાનના સ્વરૂપો પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાનું ૧૦૦% પ્રભુના ભાવથી સેવન કર્યું. તેમ તેઓએ જેને પોતાના ગુરૂદેવ માન્યા છે તે ભગવાનના સ્વરૂપ પ.પૂ.સાહેબદાદાનું પણ ૧૦૦% પ્રભુના ભાવથી સેવન કર્યું.તેઓ માટે એવું કહીએ તો પણ ખોટું નહીં જે તેઓએ ૭૧ વર્ષના જીવનકાળ દરમ્યાન ત્રણ ત્રણ સ્વરૂપોનું મન, કર્મ, વચનથી સેવન કર્યું. તેઓના આત્મામાં કેટલી બધી તાકાત હશે તેનું દર્શન થાય છે. ત્રણેય ભગવાનના સ્વરૂપોની પ્રત્યેક આજ્ઞાને સારધાર પાળી. બુધ્ધિના તર્કથી એક પણ આજ્ઞાને ગૌણ ના કરી. જેના આપણે સૌએ દર્શન કર્યા છે અને અનુભવ્યા પણ છે. પ.પૂ.રજનીભાઈ જ્યાં પણ બેઠા હોય અને જેની સાથે ગોષ્ટિ કરતા હોય ત્યારે હાથમાં માળા તો ચાલુ જ હોય. મોટા સ્વરૂપોની આજ્ઞા પાળવામાં ચાલશે તેવું કદીય નહીં. તેઓએ આજ્ઞાપાલન નો ગુણ આત્મસાત કર્યો હતો. 

 

આમ, આ ૨૦ દિવસ ખૂબ ભક્તિ સભર, બ્રહ્માનંદ સાથે પસાર થયા હતાં.

નિત નવી રીતથી સમૈયાની ઉજવણી એટલે ગુરૂહરિ પપ્પાજી. ગુરૂહરિ પપ્પાજીએ ઘડેલા આદર્શ ગુણાતીત સાધુ લક્ષ્મણબાપા (મોરબી) એ ગુરૂ સ્વરૂપોનો મહિમા સમજાવી કહ્યું, “બધું કરીશું પણ આ ગુરૂઓ જે આપણાં માટે પપ્પાજી જ છે. તેઓ રાજી થાય તેવું જ જીવન જીવવું છે. નહીં તો ફરી જન્મ લેવો પડશે.” તો આ વખતે સમૈયો ઉજવી ઘરે જઈએ તો એવું જીવન જીવવાનો ર્દઢ નિર્ણય કરીએ.

 

હે ગુરૂહરિ પપ્પાજી ! હે ગુરૂ સ્વરૂપો ! અમને આ રીતે આ પર્વ ઉજવવા આશિષ અર્પજો. આપ પ્રાર્થના કરી અમારામાં ભળજો.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો !.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !