Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

12 Mar 2014 – Celebrating 50 years to Mahapooja Newsletter

તા.૧૩/૩/૨૦૧૪

પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

વિશેષ જણાવવાનું કે, તા.૮/૮/૧૯૬૪ના રોજ તારદેવ મુકામે મહાપૂજા કરવાની શરૂઆત થઈ તેને ૫૦ વર્ષ ૮/૮/૨૦૧૪ના રોજ પૂરા થાય છે. વળી, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ૧૫૦મી જયંતિ (સાર્ધ શતાબ્દી પર્વ)નું વર્ષ ચાલી રહ્યું છે.

 

આજથી તા.૧૨/૩/૧૪ થી તા.૮/૮/૧૪ = ૧૫૦ દિવસનો મહાપૂજાનો કાર્યક્ર્મ એટલે કે મહાપૂજા સુવર્ણ જયંતિ અભિયાનરૂપે એક ઉઠાવ લેવાનો રાખેલ છે. જેનો પ્રારંભ ગઈકાલે તા.૧૨/૩/૧૪ ના રોજ ફાગણ સુદ-૧૧ ના શુભદિને કર્યો છે.

 

જ્યોત પંચામૃત હૉલમાં ૫૦ મહાપૂજા સદ્દગુરૂ A તથા મોટી બહેનોએ મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યમાં ખૂબ ભવ્ય દિવ્યતાસભર આ કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. સોનામાં સુગંધ ભળે તેમ આજે પૂ.દિવાળીબાનો નિર્વાણદિન પણ હતો. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદના રાજીપારૂપે નાથાદાદાને બે જોટો દિકરાના આશીર્વાદ હતાં. તે જોટો દિકરા પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.કાકાજી જેમના કુખે પ્રગટ્યા તેવા આપણા ધર્મકુલ માતુશ્રીનો નિર્વાણદિન (તા.૧૨/૩/૬૫) હતો.  પ.પૂ.દીદીએ અને પ.પૂ.જ્યોતિબેને તે સ્મૃતિની ઐતિહાસિક વાતોની સ્મૃતિ કરાવીને ખૂબ સરસ લાભ આપ્યો હતો.

પ.પૂ.દીદીએ મહાપૂજાનો સંકલ્પ લખ્યો હતો. જે મહાપૂજામાં પૂ.કલ્પુબેને કરાવ્યો હતો.

ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દીના અંતર્ગત સ્મૃતિરૂપે આ ભક્તિનો પ્રારંભ કર્યો છે. જ્યોતશાખા મંદિરો તથા મંડળોમાં આ ૧૫૦ દિવસ મહાપૂજા સુવર્ણપર્વ અભિયાન ચલાવીશું.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/12-03-14 mahapooja prarambh/{/gallery}

તા.૮/૮/૧૪ પછી કન્ટીન્યુમાં ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ અંતર્ગત સ્મૃતિરૂપે નવી પ્રેરણા ગુરૂહરિ પપ્પાજી આપશે. તેમ ભક્તિ-પરાભક્તિ કરીને અંતરથી સાચા અર્થમાં શતાબ્દી પર્વ ઉજવીશું. એ માટે પ્રભુ ! ગુરૂહરિ પપ્પાજી અને સર્વ સ્વરૂપો ખૂબ ખૂબ બળ, બુધ્ધિ ને પ્રેરણા બક્ષે તેવી પ્રાર્થના સહ સર્વને જય સ્વામિનારાયણ.

મહાપૂજા સુવર્ણપર્વના પ્રારંભની ૫૦ સમૂહ મહાપૂજાના દર્શન (તા.૧૨/૩/૧૪ના મહાપૂજા થઈ તેના) દર્શન વેબસાઈટ પર વિડિયો/ફોટા દ્વારા માણીશું.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !