સ્વામિશ્રીજી તા.૧૩/૮/૧૬
કાકાજી –પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો,
શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !
અનંત કોટિ કોટિ વંદન હો !
અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના પ્રાણાધાર પ્રમુખસ્વામીજી મહારાજને !
આ અવનિ પર પ્રગટ્યા ત્યારથી જ કોઈ અનોખું દિવ્ય તત્ત્વ ધર્યું હતું. શાસ્ત્રીજી મહારાજ એ દિવ્ય તત્ત્વને ભાળી ગયા ને ૨૮
વર્ષની નાની ઉંમરે તેઓને અક્ષરપુરૂષોત્તમ સંસ્થાની ધર્મધુરા સોંપી.
૭૭ વર્ષ ખૂબ દાસત્વભક્તિ, કેવળ સાધુતાના શણગારે અક્ષરપુરૂષોત્તમ સંસ્થા અને સમગ્ર સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ દિપાવ્યો. અને આજે તા.૧૩/૮/૧૬ ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ૯૫ વર્ષની ઉંમરે સારંગપુર મુકામે સ્વતંત્ર થકા પોતાના ધામમાં બિરાજ્યા. સહુ ભક્તો આજ એમના ખૂબ ખૂબ ઋણી છીએ.
ગુણાતીત જ્યોતના મહંત પ.પૂ.દીદીએ આજે આ દુઃખદ સમાચાર સહુ બહેનોને આપ્યા હતા અને પંચામૃત હૉલમાં સમૂહ ધૂન કરાવી હતી.
{gallery}images_in_articles//newsletter/2016/P.P.Pramukhaswami maharaj{/gallery}
તા.૧૪/૮/૧૬ એટલે પવિત્રા એકાદશી. ખૂબ મોટો દિવસ. પ.પૂ.દીદીએ આજે નકોરડો ઉપવાસ કરવાની સહુ બહેનોને આજ્ઞા આપી હતી. અને ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમની ધૂનનું આયોજન પંચામૃત હૉલમાં કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજની અંતિમવિધિ તા.૧૭/૮/૧૬ ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે રાખેલ છે. તેનું લાઈવ દર્શન વેબસાઈટ live.baps.org પર થઈ શકશે.
સહુ ભક્તોને આઘાત સહન કરવાનું ખૂબ ખૂબ બળ મળે એ જ ભગવાન સ્વામિનારાયણ, ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના.
Param Pujya Jyotiben has reached Vallabh Vidyanagar from the U.K. and as her first course of action, paid her respects to Pramukh Swami Maharaj.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ