સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના – ગ્રીષ્મ શિબિર
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !
તા.૧૩,૧૪,૧૫ મે ૨૦૧૬ દરમ્યાન ‘ગુણાતીત ધામ તથા ‘અનિર્દેશ’ સુરત મુકામે “પ.પૂ.પપ્પાજી શતાબ્દી વંદના ગ્રીષ્મ શિબિર” નો પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.રાજુભાઈ, પૂ.અનુપભાઈના સાંનિધ્યે ૩૫ જેટલા મુક્તોએ લાભ લીધો.
સૌ શિબિરાર્થી ભાઈઓને રમત ગમત, મુખપાઠ, પૂજા–આરતી, ધૂન તથા ગુરૂહરિ પપ્પાજીના વિધવિધ સ્મૃતિ પ્રસંગ, ગુણાતીત જ્યોત અને તેના સ્વરૂપોનો પરિચય આપી મહાત્મ્યદર્શન કરાવ્યું. પૂ.પિયૂષભાઈએ લાભ આપતાં કહ્યું કે, “ધ્યાનથી સાંભળવું, ધ્યાનથી જોવું અને ધ્યાનપૂર્વક કાર્ય કરવું.” એ સિધ્ધાંતે જીવીએ તો જીવનમાં ક્યારેય આપણે દુઃખી ન થઈએ અને દરેક કાર્યમાં સફળતા મેળની શકીએ તેમજ નમ્રતા–વિવેક વિશે પણ સમજ અને માર્ગદર્શન આપ્યું.
પૂ.રાજુભાઈએ વિવિધ માઈન્ડ સ્ટોર્મિગ રમત રમાડી વાત કરી કે આપણે રમતમાંથી પણ ઘણું બધું શીખી શકીએ. એકાગ્રતા, નિર્ણય શક્તિ વગેરે રમતમાંથી શીખી શકાય અને આપણે બધા સારા છીએ તો હવે વધુ સારા બની પ.પૂ.પપ્પાજીની સુવાસ પ્રસારીએ.
{gallery}images_in_articles//newsletter/2016/Surat{/gallery}
શિબિર દરમ્યાન “The Jungle book” ફિલ્મ બતાવી. સૌ બાળકોએ ખૂબ આનંદ કર્યો. બીજા દિવસની શિબિર અનિર્દેશ હતી. જેમાં પૂ.વિરેનભાઈ પણ લાભ આપવા પધાર્યા. સૌ શિબિરાર્થીઓએ શિબિરનો રિપોર્ટ પૂ.વિરેનભાઈને આપ્યો. અને પૂ.વિરેનભાઈએ લાભ આપતાં કહ્યું કે, ‘ખૂબ સરસ ભણવું છે અને ગુણાતીત સમાજની સેવા કરવી છે.’ નાનું છોડ હોય તો તેને ગમે તે દિશામાં વાળી શકીએ. પરંતુ છોડ વૃક્ષ બની જાય પછી વાળી શકાતો નથી તો આપણે હજુ છોડ છીએ ત્યાં સુધી નવું નવું શીખી અને સંસ્કાર મેળવી ખૂબ મહાન બનીએ. ગરમીમાં બ્રહ્મધુબાકા (સ્વિમિંગ પુલ)માં પણ આનંદ કરી સૌએ શીતળતા અનુભવી.
ત્રીજા દિવસે શિબિરની શરૂઆત અનિર્દેશમાં સંઘધ્યાનથી થઈ. પૂ.વિરેનભાઈએ ધ્યાન કરાવ્યું અને પૂ.પિયૂષભાઈએ સ્વામિની વાતોનું નિરૂપણ કર્યું અને લાભ આપ્યો. શિબિર પૂર્ણાહુતિ સભા થઈ. જેમાં વિવિધ ઈનામો અને સ્મૃતિભેટ શિબિરાર્થીઓને અપાયા અને શિબિરાર્થીઓએ પોતાના અનુભવ અને શિબિર ફલશ્રુતિરૂપે મહાત્મ્યગાન કર્યું. પૂ.નિલેષભાઈએ પણ સૌને વિવિધ ઉદાહરણ આપી લાભ આપ્યો.