Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

15 Feb 2015 – Param Pujya Aksharvihari swamiji 80th Birthday Celebration

સ્વામિશ્રીજી,

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

તા.૧૫//૧૫ રવિવાર (એકાદશી) સ્વામી સ્વરૂપ .પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યદિન

સાંકરદા તીર્થધામે સ્વામી સ્વરૂપ .પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યપર્વ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવના સોપાનરૂપે ખૂબ દિવ્યરૂપે ઉજવાયો. સભા જ્યોતના પ્રાંગણમાં (અક્ષર મહોલના હૉલમાં) ગુણાતીત સમાજના ચારેય પાંખાળા

મુક્તોગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.

23

 

સ્ટેજ પર પ.પૂ.કાકાજી-પ.પૂ.પપ્પાજી મૂર્તિ સ્વરૂપે તથા પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.ગુરૂજી (દિલ્હી), પ.પૂ.નિર્મળ સ્વામીજી, પ.પૂ.કોઠારી સ્વામી (હરિધામ), પ.પૂ.રતિકાકા(બ્રહ્મ જ્યોતિ), પ.પૂ.ગુરૂજી (સાંકરદા), પ.પૂ.ભરતભાઈ(પવઈ), પ.પૂ.બાપુ(USA), પ.પૂ.વશીભાઈ બિરાજમાન હતાં.

રથયાત્રાથી સ્વાગત થયું. .પૂ.અક્ષરવિહારી સ્વામીજી અને સ્વરૂપોનું સ્વાગત શણગારેલી ગાડીમાં થયું. તથા .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીનું સ્વાગત પાલખી સિંહાસનમાં હરિભક્ત ભાઈઓએ સ્ટેજ પર પધરાવ્યા રીતે થયું.

સભાની શરૂઆત આવાહન અને ધૂન્યથી થઈ હતી.

ભજનકરીએ સહુમાં એકતા…’ નવું ભજન હ્રદય સ્પર્શી પૂ.બિપીનભાઈએ સંભળાવ્યું હતું.

.પૂ.અક્ષરવિહારી સ્વામીજીએ સ્ટેજ પરના સ્વરૂપોને શતાબ્દી ખેસ તથા બેજ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

આજના સમૈયાનો મુખ્ય હાર્દ અને .પૂ.અક્ષરવિહારી સ્વામીજીની હ્રદયભાવનાની વાત પૂ.ગુરૂજી (સાંકરદા) કરીને સભાનો પ્રારંભ .પૂ.અક્ષરવિહારી સ્વામીજીના મંગલ આશિષથી કરાવ્યો.

.પૂ.અક્ષરવિહારી સ્વામીજીએ આજના સમૈયાની અને ખાસતો પોતાનો ૮૦મો પ્રાગટ્યદિનને આજે .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી શતાબ્દી સોપાન તરીકે ઉજવવાનું જણાવ્યું અને ..૨૦૧૭માં આપણે .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી શતાબ્દી પર્વ ઉજવવો છે.

રીતે આપણે .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી નું ઋણ અદા કરવું છે. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીએ ખૂબ શ્રમ કરીને ગુણાતીત સમાજનું સર્જન કર્યું છે. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી અંતરની રૂચી હતી કે, સંપ, સુહ્રદભાવ ને એકતા.

 સ્વામીજીએ એટલા માટે પર્વ ઉજવવા મંડ્યા છે કે, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ તેઓને મળેલા છે કેએકતાનો ડંકો તમે મારશો.” એવા કોઈક આશીર્વાદને સ્વામીજીએ બાપાનો આદેશ માનીને લઈ મંડ્યા છે.

બ્ર.સ્વ.યોગીજી મહારાજે .પૂ.અક્ષરવિહારી સ્વામીજીને ૮૦ વર્ષના આશીર્વાદ છે. તે પછી ગુરૂહરિ પપ્પાજીએ ૧૦૦ વર્ષના આશીર્વાદ આપ્યા છે. તે મુજબ મારે લઈ મંડવું છે. તેમાં સહુ સ્વરૂપો ભળે ! સહુ મુક્તો ભળે તેવી વિનંતી કરી. .પૂ.હરિપ્રસાદ સ્વામીજીને કહ્યું કે તમો મારા કૃષ્ણ છો, હું તમારો સુદામા છું.

સભામાં પાછળ .પૂ.હંસાદીદી, .પૂ.પ્રેમબેન, .પૂ.આનંદીદીદી અને ગુણાતીત સમાજના કેન્દ્રોના સદ્દગુરૂઓના આસન બીજું સ્ટેજ બનાવીને તેના ઉપર કર્યા હતાં.

.પૂ.હંસાદીદી, .પૂ.પ્રેમબેન અને .પૂ.આનંદીદીદીને સાંકરદા જ્યોતના બહેનોએ ખેસ અર્પણ કરીને તેના વરદ્દ હસ્તે કેક કર્તન કરાવી હતી. સમયે મુખ્ય સ્ટેજ પરના બધા સ્વરૂપોના હસ્તે કેક કર્તન થયું હતું.

અક્ષરવિહારી સ્વામીજીએ તે દરમ્યાન એવું સરસ ઉદાહરણ આપ્યું કે, જ્યોતની ફૂંક મારીએ છીએ તો ઓલવાયને પાછી પ્રજ્જવલિત થઈ જાય છે. તેમ આપણી અંતરની જ્યોત જલતી છે તેમાં માયાની ફૂંક વાગે તોય પ્રજ્જવલિત રહેવી જોઈએ. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી શતાબ્દી ઉજવવા માટે આપણે પ્રજ્જવલિત રહીએ.

સભામાં પ્રાસંગિક લાભ .પૂ.ગુરૂજી(દિલ્હી), .પૂ.નિર્મળ સ્વામીજી, .પૂ.દિનકરભાઈ, પૂ.વશીભાઈ, પૂ.ભરતભાઈએ આપ્યો હતો. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી શતાબ્દીની ઉજવણી સાચા અર્થમાં ઉજવવાની ભાવનાને જાગ્રત કરી હતી. ગુણાતીત સમાજના કેન્દ્રો તરફથી .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી.પૂ.અક્ષરવિહારી સ્વામીજીને હાર અર્પણ થયા હતાં.

આશીર્વાદ .પૂ.હરિપ્રસાદ સ્વામીજી

અક્ષરવિહારી સ્વામીજીને આત્માનીમાસમજીને તેમની વાતનો સ્વીકાર કરતાં રહેવાનું છે. આપણાથી બીજું શું થવાનું છે ? ઈન્દ્રિયો અંતઃકરણને પવિત્ર બનાવી શકવાની તાકાત નથી અને મનબુધ્ધિ પર કાબુ મેળવીને એકાગ્રતાથી ભજન કરવાની કોઈ તાકાત આપણામાં નથી તો મા જેવા સાધુ સાથે એવો સંબંધ બાંધવાનો સંકલ્પ કરશો.

યોગીબાપાએ આદેશ આપીને ગયા છે. એક વાત કહેતાં, સંપ, સુહ્રદભાવ ને એકતા રાખોરૂમમાં, મંડળમાં કે જે જ્યાં હોય ત્યાં બાપાના સૂત્રમાં ડૂબેલા રહેવાનું છે.

અક્ષર ભવનમાં જ્યારે સ્વામીજી હતાં ત્યારે અક્ષરવિહારી સ્વામીજીની આસપાસ પ્રસંગોની હારમાળા ચાલતી હતી. ત્યારે તેમના મુખ પરની અંતરની સ્થિરતા સતત રહેતી હતી. નિર્દોષ બુધ્ધિથી લીધું છે. અક્ષર વિહારી સ્વામિજી વિષે વાતો થતી તોય તેઓની નિર્દોષબુધ્ધિ ખંડિત થઈ નથી. હસતાં રહ્યાં. ઠંડક ગઈ નથી. મીઠાશ જવા દીધી નથી. જેમ જેમ સંપ, સુહ્રદભાવ ને એકતાથી જીવતાં જઈશું તેમ તેમ હઠ, માન, ઈર્ષા નીકળતા જશે.

{gallery}images_in_articles//newsletter/2015/P.Asharvihari swami/{/gallery}

આપણે આજે ર્દઢ ઠરાવ કરવાનો છે. કોઈપણ સંજોગોમાં સંપ, સુહ્રદભાવ ને એકતા  ક્યારેય છોડવાના નહીં. સ્વામીજી ખૂબ સ્થિરતાથી જીવન જીવતાં હતાં. તેમ આપણને કોઈ બે શબ્દો કહી જાય ત્યારે સ્થિરતા જવા દેવી નથી. કોઈનીય માથાકૂટમાં પડ્યા વગર positive લાગે તે કરતા રહ્યાં. સ્વામીજી મોડા ઉઠતા. મહંત સ્વામી પાસે ફરિયાદ ગઈ.

મહંત સ્વામીજીએ કહ્યું કે, કોઈનીય માથાકૂટમાં પડતા હોય તો કહો.” અક્ષરવિહારી સ્વામિજીએ દિ ફરિયાદ મહંત સ્વામીને કરી નથી. ફલાણું આવું તેવું તે વાત કોઈની કોઈને કરી નથી. એમને મન કોઈ દુનિયા નહોતી. અક્ષરભવનથી માંડીને અત્યાર સુધીનું અક્ષરવિહારી સ્વામિજીનું જીવન એકધારૂં રહ્યું છે. કોઈનુંય જોયા વગર દરેકને આનંદ કરાવતા જાય અને આનંદ કરતા રહે. તેમનું જીવન સહજ હતું. Positive વલણ સિવાય કાંઈ હતું નહીં. આપણે સંબંધે આત્મીયતાથી જીવી જવું છે. સ્વામીજીના ગમતા પ્રમાણે જીવતા જઈશું તેમ તેમ હઠ, માન, ઈર્ષા નીકળતા જશે.

હઠ, માન, ઈર્ષા છે ત્યાં સુધી કામ, ક્રોધ ને લોભ જશે નહીં. ત્રણ રાક્ષસો છે. નરકના દ્વાર છે. તેને માટે સંપ, સુહ્રદભાવ, એકતા રાખો. પાંચે પાંચ ઈન્દ્રિયો positive અને વિવેકી હોવા જોઈએ.

આપણે બધાએ જાગીને જીવી લેવાનું છે. પ્ર.૧૬, ૧૮ પ્રમાણે જીવી લેવું છે તો બ્ર.સ્વ.યોગીબાપા, .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી, .પૂ.અક્ષરવિહારી સ્વામીજી રાજી થઈ જશે. મહારાજસ્વામિ રાજી રાજી થઈ જશે. ત્રીજો ગુણ અક્ષરવિહારી સ્વામીજીનો છે. દાસના દાસ’ “દાસત્વભાવ પ્રમાણે આપણે જીવતા થવું છે.

દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં…”

આપણે સ્વામિજી સાથે સંબંધ વધાર્યા કરવાનો છે. મિત્રતા વધાર્યા કરવાની છે. આપણે ઠંડે કલેજે જીવવું છે. ઠંડક જવા દેવી નથી. સંબંધ ર્દઢ કરીને જીવવું છે. સંબંધ પાકો કરીને મરવું છે.

બેત્રણ વર્ષ આવી સરળતાથી વર્તો. અંતઃકરણ શુધ્ધ થઈ જશે. પછી આનંદ આનંદ સ્વામીજીની જેમ રહેશે.

અક્ષરવિહારી સ્વામિજીને કોઈનાય વિષે અરૂચી નહીં., અભાવ નહીં, અપેક્ષા નહીં. ના શબ્દ .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીને કહ્યો નથી. વિધાતાના લેખ ઉપર મેખ મારે તે સાધુ. એવા સાધુ અક્ષરવિહારી સ્વામીજી છે.

.પૂ.અક્ષરવિહારી સ્વામીજીને ગુરૂહરિ પપ્પાજી હંમેશા માહાત્મ્ય સ્વરૂપ કહેતાં. વાતનું યથાર્થ દર્શન આજના સમૈયામાં થયું હતું.

આમ, આજનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને જય સ્વામિનારાયણ

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.