15 to 31 Dec 2015 – Newsletter

                                                              સ્વામિશ્રીજી                                                  

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

અહીં આપણે ..૨૦૧૫ના છેલ્લા પખવાડીયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલા ઉત્સવોની સ્મૃતિ માણીશું.

 

() તા.૧૫/૧૨/૧૫ પૂ.મલ્કાની અંકલ (દિલ્હી) ના અમૃતપર્વની ઉજવણી

 

.પૂ.ગુરૂજી (દિલ્હીઅને .પૂ.જ્યોતિબેન તથા .પૂ.આનંદીદીદીના સાંનિધ્યે સંતોમુક્તોએ આનંદપૂર્વક

સુંદર ડેકોરેશન કરીને ભવ્ય રીતે પૂ.મલ્કાની અંકલના અમૃતપર્વની ઉજવણી દિલ્હીમાં .પુ.સ્વામિનારાયણ મંદિરતાડદેવમાં કરી.

 

પ્રથમ અગ્રણી હરિભક્ત પૂ.વછરાજભાઈએ મંદિર બનવાના પ્રારંભથી માંડીને અત્યાર સુધી પૂ.મલ્કાની અંકલે .પૂ.ગુરૂજીના પડખે રહી છૂપી સેવાઓ તન, મન અને ધનથી કરી છે તેને વિસ્તારપૂરક બિરદાવી. પૂ.ઈલેશભાઈએ પણ તેમના ગુરૂહરિ પપ્પાજી સાથેના વિશિષ્ટ આધ્યાત્મિક સંબંધ અને દિવ્ય બહેનોની સેવા પ્રતિ નિષ્ઠાપૂર્વકના જીવન વિશે માહાત્મ્યગાન કર્યું. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે સ્વામિનારાયણ ફાર્મમાં પણ અનેક આનંદબ્રહ્મશિબિરનો કાર્યક્ર્મ ભાઈઓ, સંતો અને દિવ્ય બહેનોના કરાવ્યા હતા સ્મૃતિઓ તાજી કરી.

{gallery}images_in_articles//newsletter/2015/dec/15-12-16 P.P.MALKANI UNCLE AMRUTPARVE/{/gallery}

 

.પૂ.ગુરૂજીએ એક સુંદર મૂર્તિ ગુરૂહરિ પપ્પાજીની તૈયાર કરાવડાવી હતી કે જે મૂર્તિ ઉપરથી મંદિરમાં પધરાવાયેલી .પૂ.પપ્પાજીની આરસની મૂર્તિ બની હતી. તે સ્મૃતિભેટ સરપ્રાઈઝ સાથે અર્પણ કરી. વિદ્યાનગરના બહેનોએ મોતીનો હાર મોકલાવ્યો હતો તે તથા LED  દ્વારા તૈયાર કરાયેલ સુંદર ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ ટ્રાન્સપરન્સી પૂ.ઈલેશભાઈ અને પૂ.નંદુભાઈએ અર્પણ કરી. અંતમાં પૂ.મલ્કાની અંકલે રાજી થકા ગુરૂજી અને સર્વ સ્વરૂપોના ચરણે પ્રાર્થના ધરી. .પૂ.ગુરૂજીએ તેઓના સમર્પણ અને સર્વદેશીયતા જેવા ગુણો બિરદાવી અંતરથી આશિષ આપ્યા હતા.

 

 

() તા.૨૦/૧૨/૧૫ રવિવાર

 

સ્વામિ સ્વરૂપ .પૂ.તરૂબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વની ઉજવણી તા.૨૬,૨૭ ડીસે. મુખ્યત્વે હતી. પરંતુ તે પહેલાં જ્યોતમાં સદ્દગુરૂ સ્વરૂપો અને જ્યોતનાં બહેનોને અગાઉ પાંચ દિવસ ભક્તિનો કાર્યક્ર્મ જ્યોતલક્ષી પૂ.બકુબેને ખૂબ સરસ ગોઠવ્યો હતો. જેનો પ્રારંભ આજથી હતો.

 

જ્યોતની સ્થાપનાનું ૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. ગુરૂહરિ પપ્પાજીના પ્લોટમાં બ્ર.સ્વ. યોગીજી મહારાજ સ્વયં ખાતમુર્હૂત કરવા પધારેલા. .પૂ.પ્રમુખ સ્વામી મહારાજ, .પૂ.કાકાશ્રી, .પૂ.સાહેબજી અને વડીલ હરિભક્તો તથા ભાઈઓની હાજરીમાં ખાતમુર્હૂત કરેલું તે તસ્વીર જ્યોતના મંદિરમાં છે. તે પૌરાણીક સ્મૃતિધામે આજના કાર્યક્ર્મનો પ્રારંભ થયો.

{gallery}images_in_articles//newsletter/2015/dec/20-12-15 CHIDAKAS DIN UJAVNI/{/gallery}

 

¯ .પૂ.પપ્પાજીએ ૧૯૬૩માં ગણેશપુરીમાં શિબિર કરી હતી. તથા ૧૯૮૨માં મહાબલેશ્વર સદ્દગુરૂની ચિદાકાશ ઉડ્ડયન શિબિર કરી હતી. તે બંને શિબિરમાંથી એક શિબિરમાં હાજર રહી સંકલ્પ કરેલો, એવા સદ્દગુરૂ સ્વરૂપોના સ્વાગત વધામણાં કરીને પૂ.તરૂબેને શાલ ઓઢાડી હતી. શ્રી ઠાકોરજી સન્મુખ દીપ પ્રાગટ્ય સ્વરૂપોના વરદ્દ હસ્તે કરાવ્યું. નાના વ્રતધારી બહેનો ભક્તિ ગ્રુપ, સોના ગ્રુપના બહેનોએ મંદિરમાંથી સ્વરૂપોનું વિશેષ સ્વાગત કરતાં કરતાં પંચામૃત હૉલમાં લઈ આવ્યા. અને સૌ સ્વરૂપોને ભાવાર્પણ કર્યા. ત્યાં બિરાજમાન કરીને આરતી કરી. પૂજન, હાર, થાળ, ભેટ દરેકને કરવાનો લાભ પૂ.તરૂબેનના ગ્રુપના બહેનોએ લીધો હતો.

 

¯ સભા શરૂ થઈ. સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતા. જાણે ગુરૂહરિ પપ્પાજી પધારી ગયા હોય તેવી અનુભૂતિ આખા વાતાવરણમાં અનુભવાતી હતી. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું, અનુપમ ભાગ , , સદ્દગુરૂ સ્વરૂપોનું જીવન છે. સદ્દગુરૂઓ શ્રીજી મહારાજના અંગો છે. બધા મહારાજનાં સ્વરૂપો છે. એમની આજ્ઞામાં રહી, મૂર્તિની સ્મૃતિથી ભર્યા રહેવું છે. લીલા જોયા કરવી છે. Let him work. મહારાજ તું સંભાળજે. અને જો જો મહારાજ સુંદર રીતે કામ કરશે અને આપણને સુખ આવતું જશે.

 

.પૂ.દીદી, .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેને લાભ આપી પૂ.તરૂબેનના જીવનની વાતો કરી મહિમાગાન કર્યું હતું.

 

¯ સાંજે .૦૦ થી .૦૦ પંચામૃત હૉલમાં સવારની માફક સાંજે કાર્યક્ર્મ હતો. જેમાં સદ્દગુરૂ A જુનિયર સુધીના સ્વરૂપોનું બહુમાન કરી પૂ.તરૂબેને શાલ ઓઢાડી. બહેનોએ પૂજનપુષ્પપ્રસાદભેટ વગેરે અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. .પૂ.પદુબેનની પરાવાણીનો લાભ લીધો હતો.

 

આમ, આખો દિવસ ભક્તિસભર પસાર થયો હતો. પંચામૃત હોલમાં સુંદર તોરણ બાંધી સુશોભન કર્યું હતું. ગુરૂહરિ  પપ્પાજીની શતાબ્દીજ્યોતનો સુવર્ણ સ્થાપનાદિનની ઉજવણી પૂ.તરૂબેન અને ભૂલકાંઓ દ્વારા શોભી રહ્યો હતો. દિવ્યતામાં અભિવૃધ્ધિ થઈ રહી હતી.

આમ, પૂ.તરૂબેનની રૂચી મુજબ પૂ.બકુબેન અને બહેનોએ પ્રથમ પ્રભુ પછી પગલુંના નાતે આખું આયોજન સંપન્ન કર્યું.

 

¯ તા.૨૧,૨૨,૨૩ ડીસે. સવાર/સાંજ અને રાત્રિ સભામાં જ્યોતનાં એક એક બહેનને પ્રભુ સ્વરૂપ માની દરેકનું પુષ્પથી સન્માન, ફળાહાર, પ્રસાદ, સ્મૃતિભેટ વગેરે પૂજન કરીને કર્યું હતું. એક એક બહેનના આગવા ગુણગાન પણ માઈક પરથી સાથે ગવાતા હતા.

 

પૂ.તરૂબેને બધી બહેનોને પ્રભુ સ્વરૂપ માની મૂંઝવણ, વિક્ષેપ અને અભાવમાંથી પાછા વળવા રૂમવાઈઝ બહેનોની નામાવલિ બોલી મહાપૂજા ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞાથી કરી હતી. ત્યારથી એક એક બહેનને પ્રભુ સ્વરૂપો માને છે અને નાનામોટાસરખા બધાં બહેનોનેબહેનકહીને માનભેર બોલાવે છે. દરેકના ર્દષ્ટાદિને તેઓ એક એક બેનને વહેલી સવારે બ્રહ્મવિહારનું પુષ્પ કે ડમરો જાતે ચૂંટી કલગી અર્પણ કરે છે. એવાં પૂ.તરૂબેનના આગવા ગુણોનું દર્શન ત્રણ દિવસના કાર્યક્ર્મ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આધ્યાત્મિક ગ્રુપમાંથી બહેને દરેક સભા વખતે પૂ.તરૂબેનના ગુણગાન કરતી સુવર્ણ સાક્ષાત્કારની ઉજવણી જ્યોત તરફથી કરી હતી. અને પૂ.તરૂબેને અત્યાર સુધી જે જે ટુકડીમાં સેવા બજાવી છે તેવી ટુકડીના બહેનોનું સન્માન કર્યું હતું. પૂ.તરૂબેને જ્યોતમાં મંદિર, ઑફિસ, મ્યુઝીક પાર્ટી (ગાયકવાદ્યવૃંદ અને કવિ તરીકે) સેવા આપી છે. તેનું સવારની સભામાં  અને રસોડું, પ્રભુકૃપાની ટુકડીના એક એક બહેનનું સાંજની સભામાં સન્માન કર્યું હતું. અને તે દરેક સેવાની ટુકડીના એક એક બહેને પૂ.તરૂબેનનું અનુભવ દર્શન કરાવી મહિમાગાન કર્યું હતુ. આમ, પૂ.ભાવનાબેન ડી. પૂ.હર્ષાબેન નાણાવટી, પૂ.ઉર્મિબેન પટેલ, પૂ.ઝરણાબેન, પૂ.કલ્પુબેન રૂપારેલ વગેરે બહેનોના સ્વરૂપોના મુખે વિધવિધ પૂ.તરૂબેનના ગુણાનુગાનનું શ્રવણ કરવા મળ્યું હતું. તેમજ

 

¯ તા.૨૫/૧૨/૧૫ના રોજ રાત્રિ સભામાં કીર્તન આરાધના થઈ હતી. તેમાં પૂ.તરૂબેન સંબંધી નરોડાથી ચિ.રિધ્ધી અને ચિ.સિધ્ધી બે ગાયક યુવતી મંડળની બહેનો ભજન ગાવા આવ્યા હતાં. અને વાજીંત્રો સાથે સરસ ભજનો ગાઈને ભક્તિરસમાં સહુને તરબોળ કર્યાં હતાં. મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોએ પ્રસન્નતાના આશીર્વાદ આપ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2015/dec/25-12-15 KIRTAN AARADHNA/{/gallery}

 

() તા.૨૬,૨૭ ડીસે. શનિરવિ પૂ.તરૂબેનના સુવર્ણ સાક્ષાત્કાર દિનની ઉજવણી નિમિત્તેના 

     મુખ્ય કાર્યક્ર્મ હતા.

 

¯ તા.૨૬/૧૨ ના રોજ પપ્પાજી હૉલમાં સ્વામી સ્વરૂપ પૂ.તરૂબેનના સ્વર્ણિમ ઉત્સવ નિમિત્તે એમના શ્રેષ્ઠ જીવનનું માહાત્મ્ય દર્શન કરાવતો સાંસ્કૃતિક કાર્યક્ર્મનારાયણી નૂરપૂ.ઝરણાબેન, પૂ.બકુબેન અને બહેનોના માર્ગદર્શન હેઠળ નાનાં બહેનોએ અદ્દભૂત કાર્યક્ર્મ સ્ટેજ પર રજૂ કર્યો હતો.

કાર્યક્ર્મના અંતમાં પૂ.તરૂબેનને તથા મોટેરાં સ્વરૂપોને સ્ટેજ પર લાવીને તેઓના આશીર્વાદ લીધા હતા. તેમાં .પૂ.જશુબેન, .પૂ.દીદી અને પૂ.તરૂબેને આશિષ લાભ આપ્યો હતો. સહુ કલાકાર બહેનો સાથે ફોટો પડાવી કાયમી સ્મૃતિ આપી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/dec/26-12-15 SANSKRUTIK PRG P.TARUBEN/{/gallery}

 

¯ તા.૨૭/૧૨/૧૫ રવિવાર

સવારે .૩૦ થી .૩૦ પૂ.તરૂબેનનું સ્વાગત

સવારે .૩૦ થી .૦૦ પૂ.તરૂબેનના સ્વર્ણિમ દિનની મુખ્ય સભા (સંયુક્ત સભા) પપ્પાજી હૉલમાં થઈ હતી.

 

પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજી સમક્ષ સુંદર પુષ્પોનું ભવ્ય સુશોભન હતું. તથા પ્રભુકૃપા અને જ્યોતના ગેઈટ પર પણ અદ્દભૂત પુષ્પોનું સુશોભન હતું. પૂ.તરૂબેને પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ કર્યા પ્રભુકૃપાનાં બહેનોએ પૂ.તરૂબેનને પુષ્પકલગીહાર અર્પણ કરી સન્માન કર્યું.

 

પૂ.તરૂબેન પ્રભુકૃપામાંથી જ્યોતના પ્રવેશદ્વારે પધાર્યાં. ત્યાંથી .પૂ.જશુબેન ને પૂ.તરૂબેનનું સ્વાગત નવા પપ્પાજી હૉલ સુધી ભૂલકાંઓભાભીઓ અને બહેનોએ નાચીકૂદીને રાસગરબા કરતાં કરતાં ઉમંગભેર કર્યું હતું. પપ્પાજી હૉલના પ્રવેશ દ્વારથી મોટેરાં સ્વરૂપો .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.પદુબેન વગેરે પણ જોડાયાં. પપ્પાજી હૉલના સ્ટેજ સુધી પધાર્યાં. ત્યાં સ્ટેજ પર લાઈનમાં સદ્દગુરૂ A સ્વરૂપોએ હાથમાં પુષ્પો લઈ વધામણાં કર્યાં. સ્વરૂપો સ્ટેજ પર બિરાજમાન થયા બાદ પડદો ખુલ્યો. ઓહોહો ! ખૂબ ભવ્ય સુશોભન પુષ્પોનું હતું. જેમાં .પૂ.તરૂબેન, .પૂ.જશુબેન, .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.પદુબેન બિરાજમાન હતાં. ખૂબ દિવ્યતા રેલાતી હતી.

 

પુષ્પહારથી સ્વાગત થયું. પૂ.તરૂબેને ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોને પુષ્પહાર અર્પણ કર્યાં. પૂ.તરૂબેનને આજના દિનના પુષ્પહાર પહેરાવી સુવર્ણ સાક્ષાત્કારે સત્કાર્યાં. પૂ.તરૂબેનના સાધનાના સાથી અને સાક્ષી એવા પૂ.શોભનાબેન અને પૂ.મનીબેને અનુભવદર્શન સાથે પૂ.તરૂબેનના ગુણાનુગાન અને મહિમાગાન પ્રસંગોની સ્મૃતિ સાથે કરાવ્યું હતું. તથા પૂ.હેતલબેન, પૂ.રવિભાઈ, પૂ.હર્ષ ચૌહાણ વગેરેએ ગુરૂહરિ પપ્પાજી તથા પૂ.તરૂબેનના અનુભવ કહી મહિમા ગાયો હતો. વચ્ચે વચ્ચે ભાવાર્પણ રજૂ થયાં. તેમજ અંતમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.જશુબેન, .પૂ.દેવીબેન અને .પૂ.તરૂબેનના આશીર્વાદ લીધા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/dec/27-12-15 p.p.TARUBEN SUVERNA SHAKATKAR SABHA/{/gallery}

 

બધાં સ્વરૂપોના આશીર્વાદમાં પૂ.તરૂબેનનું જે આદર્શ જીવન તેના જુદા પ્રસંગ દ્વારા રજૂ કર્યું હતું.

પૂ.તરૂબેન ખૂબ ખપથી ભગવાન ભજવા આવ્યાં. ખૂબ કસણી ખમી, માહાત્મ્યેયુક્ત સેવાને જીવનું જીવન બનાવી દીધું. મોટેરાનો ખૂબ મહિમા સમજ્યા. સર્વને જીવનમુક્ત માની વર્ત્યા અને વર્તી રહ્યાં છે, તેના ઉદાહરણો આપ્યાં. નિત પ્રભાતે વહેલા ઉઠી પોતાનું ભજન કરી લે. જે બહેનનો ર્દષ્ટાદિન હોય તેને પ્રભુનું સ્વરૂપ માની બ્રહ્મવિહારનું પુષ્પ જાતે લાવી નાની કલગી અર્પણ કરે. સ્વરૂપોના રૂમને બારણે નમન કરી ભાવથી પુષ્પ અર્પણ કરે. ગુરૂહરિ પપ્પાજીએ જે આજ્ઞા આપી તે પાળી. સુરત જ્યોત સેન્ટર સંભાળ્યું. એસ.ટી બસમાં અને લોક્લ ટ્રેનમાં જઈ સત્સંગ સભાઓ કરી. તે સેવા જ્યોત ઑફિસની સેવા આપી તેમાંય આવડત વગર શીખી ગયા. જેવી રીતે શરૂઆતમાં હાર્મોનિયમ વગાડતાં, ક્લાસ કર્યા વગર .પૂ.બેન, .પૂ.દીદી આજ્ઞાથી શીખી ગયા. ગાયકવૃંદ, વાદ્યવૃંદ, સુશોભન, રસોડું, સત્સંગ સેવા એકોએક સેવા સાધનાના ભાગરૂપે સૈનિકની અદાથી કરી જાણી. દેહ દમન કર્યું. ક્યાંય તનની કે મનની ફરિયાદ ના કરી, સરખામણી કરી, કોઈનુંય જોયું નહી અને પોતાનું કરી લીધું. આમ, પૂ.તરૂબેને જે સાધના કરી તેના એક એક ગુણનું વર્ણન આજે સભામાં થયું. ખૂબ ભવ્યાતિભવ્ય આધ્યાત્મિક રીતે ઉજવણી થઈ હતી.

 

દેશ પરદેશથી પૂ.તરૂબેન સંબંધિત હરિભક્તો આજના સમૈયામાં પધારી લાભ લીધો હતો. સર્વે મુક્તોએ ધન્યતા અનુભવી હતી. સર્વે મુક્તોએ, બધાં સ્વરૂપોએ પૂ.તરૂબેનના નિરામય સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા.

 

() તા.૨૮/૧૨/૧૫ પૂ.હરેશભાઈ ભરૂચીની ત્રયોદશીની મહાપૂજા

 

ગુણાતીત પ્રકાશ સ્વરૂપ પૂ.હરેશભાઈ ભરૂચીની અક્ષરધામ ગમન નિમિત્તે મહાપૂજા જ્યોતમાં સવારે ૧૦ થી ૧૨ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં થઈ હતી. ખાસ ગુણાતીત પ્રકાશના ભાઈઓ મુંબઈ, સુરત, અમદાવાદ, માણાવદર વગેરે જ્યાં છે ત્યાંથી મહાપૂજામાં પધારી સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરી. ગુરૂહરિ ચરણે ભક્તિ અદા કરી હતી. પૂ.હરેશભાઈના ગુણાનુગાન ગાયા હતા. પૂ.હરેશભાઈ ખરેખર ગુરૂહરિ પપ્પાજીના આધ્યાત્મિક પુત્ર બનીને આદર્શ જીવન જીવી ગયા. હાજર સર્વે મુક્તોએ હ્રદયભાવથી પૂ.હરેશભાઈને અંજલિ અર્પણ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/dec/28-12-15 p.hARESHBHAI BHARUCH TRAYODASHI MAHAPOOJA/{/gallery}

 

() તા.૩૧/૧૨/૧૫ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યદિન

 

ઓહોહો આજનો ભવ્ય દિવસ દુનિયામાં ઠેર ઠેર મંત્રજાપથી ઉજવાઈ રહ્યો છે. જ્યોતમાં પણ રાત્રે .૦૦ થી ૧૧.૩૦ અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રભુકૃપામાં જઈ બહેનોએ ઉજવણી કરી તેની સ્મૃતિ માણીએ.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણે રામાનંદ સ્વામીના સ્વધામગમન બાદ ૧૪મા દિવસે પોતાના સર્વ આશ્રિત ભક્તોનેસ્વામિનારાયણમંત્ર આપ્યો. તેની સ્મૃતિ સહ અડધો કલાક સમૂહ ધૂન બહેનોએ પંચામૃત હૉલમાં કરી. ત્યારબાદ .પૂ.દીદીએ પ્રાસંગિક લાભ આપ્યો, આશીર્વાદ આપ્યા. ગુરૂહરિ પપ્પાજીએ આપણી પાસે કોઈ સાધન નથી કરાવ્યા, પણ માહાત્મ્યેયુક્ત સેવા, જપયજ્ઞ અને સ્મૃતિ કરાવી આપણને આપણામાંથી બહાર કાઢ્યા છે. પોતે પોતાના માટે ભજન કરતા થવાનું છે. પંચામૃતનો ૧લો મુદ્દોઅખંડ જપયજ્ઞ કર્યા કરો.’ એકાંતિક ધર્મ સિધ્ધ કરવા માટે ધૂનભજન, સેવા ને સ્મૃતિ કર્યા કરવાં. વાત ઉપરથી .પૂ.દીદીએ એક વાર્તા કરી સુંદર બોધ જપયજ્ઞ કરવા માટે આપ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/dec/31-12-15 MAHAMANTRA PRAGTYADIN/{/gallery}

 

જ્યોતમાં સભા બાદ રાત્રે ૧૧.૩૦ થી ૧૨.૩૦ બહેનો પ્રભુકૃપામાં ગયાં. ત્યાં ૫૦૦ દીવાથી આખું પ્રભુકૃપા સુશોભીત કર્યું હતું. ૧૦૦ દીવાનું સુશોભન ગુરૂહરિ સમક્ષ કર્યું હતું. પૂ.જીતુકાકા અને ભાઈઓએ મિલેનિયમની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરાવતું આખું આયોજન કર્યું હતું. મોટેરાં સ્વરૂપો અને બહેનો પ્રભુકૃપામાં પધાર્યા. ભજન – “હે પરમ કરું આરાધના….” ગાયું. ધૂન કરી ત્યાં ૧૨.૦૦ વાગ્યા એટલે મોટા ઘંટની વ્યવસ્થા પ્રભુકૃપાના પ્રાંગણમાં કરી હતી. ત્યાં ૧૨ ડંકા પડ્યા. બાદ આરતી ગુરૂહરિ પપ્પાજી સમક્ષ કરી. પ્રસાદ લઈ ૨૦૧૬ના પ્રારંભનો આનંદ કર્યો.

 

દર્શન આપ સહુએ વેબસાઈટ પર વિડિયો દ્વારા માણ્યું હશે. તેથી વધારે નથી લખતી. ..૨૦૧૬નું વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી લઈને આવ્યું છે. હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! વર્ષ અમારી આપની પ્રસન્નતા અર્થે વીતે. વર્ષની પળેપળ સનાતન બને. આપ રાજી રહો તેવી અભ્યર્થના સાથે….

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !