15 To 31 Mar 2015 – Newsletter

સ્વામિશ્રીજી

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે જ્યોત-જ્યોત શાખામાં તા.૧૫ થી ૩૧ માર્ચ દરમ્યાન ઉજવાયેલ સમૈયાની સ્મૃતિની ઝલક માણીશું.

(૧) તા.૨૨/૩/૧૫ રવિવાર સ્વામી સ્વરૂપ પૂ.લીલાબેનનો સુવર્ણ અમૃતપર્વ

ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી અને પૂ.તારાબેનના સર્જન એવાં પૂ.લીલાબેન દેસાઈનો અમૃતપર્વ અને સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનની

IMG 5588

ઉજવણી આજે જ્યોત પંચામૃત હૉલમાં થઈ હતી. એ નિમિત્તે ૨૧મી એ રાત્રે ‘લીલા સર્વોપરીની’ એ પૂ.સ્મૃતિબેન દવે રચિત સાંસ્કૃતિક કાર્યક્ર્મ બહેનોએ સ્ટેજ પર રજૂ કર્યો હતો. તે દ્વારા પૂ.લીલાબેનના જીવનવૃત્તાંત અને સાધનાની ઝાંખી કરાવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/March/21-03-15 Lilabenprogram/{/gallery}

૧૯૫૫માં યોગીબાપાની ર્દષ્ટિમાં આવ્યાં. પૂ.માસીબાના યોગમાં હતાં અને પૂ.માસીબાનો સંકલ્પ હતો જે આ લીલા ભગવાન ભજે. પૂ.માસીબાના સંકલ્પે ગુરૂહરિ પપ્પાજીની ર્દષ્ટિમાં આવ્યાં. પરણીને સાસરે ગયાં પણ જળકમળવત્ રહી ૧૫ જ દિવસમાં વાઈન્ડ કરેલા ફેરા અનવાઈન્ડ કરીને ઘરે પાછાં આવી ભગવાન ભજવાના મનોરથ માટે પ.પૂ.કાકાશ્રીના વચને ૧૮૦૦૦ માળા કરી. પ.પૂ.પપ્પાજી-પ.પૂ.કાકાશ્રીના આશીર્વાદથી સરળતાથી છૂટાછેડા મળી ગયા. તારદેવ ભગવાન ભજતી બહેનોની સાથે ભજવા આવ્યાં. ૧૯૬૬માં વિદ્યાનગર જ્યોતમાં પ્રથમ ૫૧ બહેનોને વ્રત આપ્યું. તેમાં તેઓનો નંબર પણ લાગી ગયો. આફ્રિકા માસ્તરની નોકરી કરનારાં પૂ.લીલાબેન માટે ગુરૂહરિ પપ્પાજીને વિશ્વાસ હતો. તેથી તેઓને દવાખાનાની સેવા આપી ત્યારે જ્યોતમાં કોઈ ડૉક્ટર બહેન નહોતાં. પેશન્ટ બહેનોને આણંદ દવાખાને લઈ જાય ત્યાં નીચી નજર અને સ્વાધ્યાય કરે – કરાવે. આમ, જ્યારે બહાર ભડકે બળતું’તું ત્યારે પૂ.લીલાબેને આણંદમાં જ્યોતની શાન વધારી, જ્યોતની સુવાસ ફેલાવી. એ શબ્દો ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીમાં સરી પડ્યા. પૂ.લીલાબેનના હાથ નીચે સેવા કરનાર બહેનો પૂ.માયાબેન દેસાઈ, પૂ.નીપાબેન તથા પૂ.ભાવનાબેન વડિયાએ અનુભવ દર્શન કરાવ્યું. પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેને આશીર્વાદ આપ્યા તથા પ.પૂ.તારાબેન અને પ.પૂ.માસીબાના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. અંતમાં પૂ.લીલાબેનના આશીર્વાદ લીધા હતા. આ સભા નહીં પણ કોઈ સાચી વાર્તા જોતા હોઈએ એવું અનુભવ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2015/March/22-03-15 Lilabensabha/{/gallery} 

(૨) તા.૨૮/૩/૧૫ ચૈત્ર સુદ નોમ શ્રી હરિ જયંતી

સ્વામિનારાયણ ભગવાનનો પણ જન્મ દિવસ એટલે આપણા સહુ માટે ખૂબ મોટો દિવસ ! અંતરમાં સભરતા ભર્યો આનંદ સવારથી હતો. સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ની બહેનોની સભામાં સમૂહ સુહ્રદ ધૂન્ય તથા ‘પરમના પથિક’ પુસ્તકમાંથી તા.૨૮મીનું શ્રી હરિ જયંતીનું બ્રહ્મસૂત્ર અને ગુરૂહરિ પપ્પાજીએ લખેલ નિરૂપણનું વાંચન થયું. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ પણ શ્રી હરિ જયંતિના મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા હતા.

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં શ્રી હરિ જયંતી નિમિત્તે સંયુક્ત સભા કીર્તન ભક્તિ સાથે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ નિમિત્તે ૧૦૦ કીર્તન ભક્તિ કરવાની છે તેનો શુભારંભ આજે શ્રી હરિ જયંતીએ થયો. સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રમાંથી ઉદાહરણો સાથે પૂ.મધુબેન સી., પૂ.ડૉ.ભાવનાબેન શેઠે લાભ આપ્યો હતો. તથા પ.પૂ.જ્યોતિબેને પણ પ્રાસંગિક સ્મૃતિગાન સાથે આશીર્વાદ આપ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2015/March/28-03-15 hari jayanti/{/gallery}

(૩) તા.૨૯/૩/૧૫

તા.૨૮મીએ રાત્રે શ્રી હરિ જયંતીની સભા હોવાથી આજે તા.૨૯મીએ રાત્રે ભાઈઓ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા-ભજન માટે ગયા હતા.

(૪) ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનો પ્રારંભ થઈ ગયો છે. જ્યોત સમાજના ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત ભક્તો આ વર્ષે જીવન જીવી અંતર સમૃધ્ધ બને. ગુરૂહરિ પપ્પાજીનું યતકિંચિંત્ ઋણ અદા કરવા હાં હાં ગડથલ કરવી તેવો નિર્ધાર કર્યો છે. તેના ભાગરૂપે તે ભક્તોને એક પરિપત્ર પાઠવ્યો છે. તે આ સાથે છે. આમાંથી પણ વાંચી સંબંધવાળા સહુ એમાં સામેલ થઈ શકે તેવા હેતુથી અહીં આ પરિપત્ર મૂક્યો છે.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ

પરિપત્ર

ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે આપ સર્વે મઝામાં હશો.

આ ઈ.સ.૨૦૧૫નું વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પ્રારંભ રૂપે ઐતિહાસિક મંગલપર્વ લઈને આવ્યું છે. સાથે સાથે જ્યોત સુવર્ણપર્વ પણ આવે છે. તેની ઉજવણીમાં આપણે મહિમાથી જોડાઈશું.

(૧) આપણા આ શતાબ્દી ઉત્સવ નિમિત્તે ૧૦૦ કીર્તન આરાધના કરીશું. ભજન-ભક્તિમાં ભગવાન સાથે નવધાભક્તિએ યુક્ત જોડાયેલા રહેવાનો મહિમા છે. તેમાં કલૌકિર્તનાત્ એટલે કે કીર્તનભક્તિ એ આ સમયનું શ્રેષ્ઠ ભક્તિનું સાધન સ્વરૂપ છે.

આ વર્ષ દરમ્યાન અઠવાડિક સભા ઉપરાંત હરિભક્તો પોતાના વિશેષ પ્રસંગોમાં કીર્તન આરાધના કરાવી શકે. જેવા કે, કોઈનો જન્મદિવસ, ઘરનું વાસ્તુ, જીવચર્યા, લગ્નતિથિ, એકાદશીએ અથવા કોઈ માનતા માની હોય તે સર્વ નિમિત્તે તથા કુટુંબદીઠ રાત્રે ઘરસભામાં પણ દરરોજ પાંચ ભજન ગાવાનો નિયમ રાખીને પણ ૧૦૦ કીર્તન આરાધના કરવાની ભક્તિ કરીશું.

જ્યોતમાંથી-જ્યોતશાખામાંથી બહેનોને, ગુણાતીત પ્રકાશના ભાઈઓને બોલાવી કીર્તન ભક્તિ કરીશું. અરે કુટુંબના મુક્તો ભેગા મળી, મંડળના મુક્તો ભેગા મળી ભજન-કીર્તનની રમઝટ બોલાવીશું. નાનાં વાજીંત્રો અને તાલીઓના નાદ સાથે ભક્તિથી ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિમાં લીન થઈશું.

આમ, ૧૦૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ ૧લી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી ગુરૂહરિ પપ્પાજી મહારાજને શતાબ્દી નિમિત્તે આવો કીર્તન ભક્તિનો અર્ધ્ય અર્પીશું. દિવાળીએ તેની પૂર્ણાહુતિ કરવા વિદ્યાનગર આવીશું.

(૨) આ વર્ષે ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વની ઉજવણી દિવાળીમાં રાખેલ છે.

દિવાળીના કાર્યક્ર્મની સાથે સાથે સમૈયાનો કાર્યક્ર્મ ત્રણ દિવસનો રાખેલ છે. તા.૧૧, ૧૨, ૧૩ નવેમ્બર ૨૦૧૫ બુધ, ગુરૂ, શુક્ર વિદ્યાનગર જ્યોત પપ્પાજી હૉલમાં આ સમૈયો આપણે સહુ ભેગા મળી ઉજવીશું. આપ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આ સમૈયો કરવા આવજો.

ઘણા વખતે જ્યોતમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે, ખરૂંને ? 

(૩) બીજું કે શતાબ્દી નિમિત્તે ૧૦૦ દંપતિની મહાપૂજાનો કાર્યક્રમ આપણે આરાધના પર્વથી શરૂ કરેલ છે. તેની પૂર્ણાહુતિ પણ આ છેલ્લી ૧૦૦ દંપતિની મહાપૂજા કરીને આ સમૈયામાં થશે. તો જે મુક્તો મહાપૂજામાં બેસવાના બાકી હોય તેઓ પોતાના સદ્દગુરૂ કે સંત સ્વરૂપને નામ લખાવી વિગતે માહિતી મેળવી લે.

આ ત્રણ દિવસનો વિગતવાર કાર્યક્ર્મ પત્રિકામાં આવી જશે. અને જ્યોત શાખા મંદિરેથી પણ પ્રાપ્ત થઈ શકશે.

(૪) બીજું કે આ વર્ષ દરમ્યાન શતાબ્દી શિબિર હરિભક્તોની મંડળોની સભામાં રાખીશું. જેનું આયોજન જ્યોત કે જ્યોત મંદિર કે મંડળ સંચાલકો દ્વારા થશે. ૨૦૧૫ના ડિસેમ્બર અંત સુધીમાં ગમે ત્યારે મંડળની અનુકૂળતાએ શિબિર ગોઠવાશે. તેમાં પણ આપ જરૂરથી જોડાશો.

આ રીતે માહાત્મ્યેયુક્ત સમાગમ, માહાત્મ્યેયુક્ત સ્મૃતિ ભજન ભેગા મળી કરી મહિમાભર્યો આનંદ કરીશું. પપ્પાજી મહારાજને રાજી કરીશું.

આ વર્ષે અધિક માસ પણ આવે છે. અધિક માસમાં તો વિશેષ ભજન-ભક્તિનો મહિમા છે. તે માસમાં કરેલી ભક્તિનું પુણ્ય પણ અધિક છે. તો હળીમળી આ લાભ લઈશું.

વર્ષ દરમ્યાન ૧૫ ભજનો પણ મોંઢે કરી શકાય. જે વર્ષ દરમ્યાન ક્રિયાયોગની સાથે ગુંજતા રહી ભર્યા રહેવાય. આપણાં ભજનો પણ એવા ઉત્તમ છે કે જેમાં આખું ગુણાતીત જ્ઞાન સમાયેલું છે. તેનાથી ભર્યા રહીશું.

બસ તો આવજો. ત્યાં સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત કમિટિના બહેનો-ભાઈઓના જય સ્વામિનારાયણ

લંડનમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ

(૧) તા.૨૯/૩/૧૫ રવિવાર પ.પૂ.મંજુલામાસી કોટેચાનો ૭૫મો પ્રાગટ્યદિન

પ.પૂ.મંજુલામાસીના ૭૫મા પ્રાગટ્યદિનની મહાત્મ્ય સભાનું આયોજન કર્યું હતું. સભામાં તેઓનું સ્વાગત કર્યું. પૂ.મંજુલામાસી કોટેચા જેમણે વર્ષોથી મિશન અને જ્યોતની સેવા કરી છે. તેમના બાળકોને નાનપણથી સત્સંગનો જોગ આપ્યો અને મિશન અને જ્યોતનો સંબંધ આપી ભગવાન ઓળખાવ્યા. તેમના પુત્ર શૌલેન અને મરીયા ઓસ્ટ્રેલિયાથી પધાર્યા હતાં. તેમને સરપ્રાઈઝ આપી. તેમનો પુત્ર જીમીભાઈ અને નૂતન અને એમના બધા જ સગા, કુટુંબીજનો પધાર્યા હતાં. લગભગ આખો હૉલ ભરેલો હતો. પૂ,પુષ્પાબેન મોહનભાઈ અમલાણીએ તેમના મહાત્મ્યની વાત કરી કે ગૃહસ્થ આશ્રમમાં પરિસ્થિતી સારી નહોતી છતાં ખૂબ સેવા કરી છે. એમણે પોતાનો દાગીનો વેચી અને તેમના લગ્ન કરાવ્યા હતાં.

મિશનના ભાઈઓ પધાર્યા હતાં. પૂ.પંકજભાઈ નકારજા અને દિલિપભાઈ પોપટ પધાર્યા હતાં. પૂ.પંકજભાઈએ વાત કરી કે, ‘મામી’ એટલે મંજુલામાસી ખૂબ મહાત્મ્યથી રસોઈ બનાવે અને બધા જ ભાઈઓને ખૂબ પ્રેમથી ભાવતી રસોઈ, ગરમ નાસ્તો બનાવી દે.

પૂ.ઈલાબેન વાઘેલાએ ખૂબ સરસ આખી સભા સંચાલન કરી અને મહાત્મ્યની વાત કરી કે, પૂ.મંજુલામાસી એટલે નિષ્કામ સેવા, દેહ ગણ્યા વગર, થાક, બિમારી, રાત-દિવસ જોયા વગર  સેવા કરે છે. બહેનોની હાશ લઈ લે છે. પૂ.ઉષાબેન કોટેચા, પૂ.અરૂણાબેન, પૂ.દિવાળીકાકી નકારજા, પૂ.શૈલેનભાઈ બધાના હૈયામાંથી એક જ વાત હતી કે મહાત્મ્યેયુક્ત સેવા અને નિયમિત ધૂન-ભજન એ પૂ.મંજુલામાસીનું જીવન છે. પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બેન એમના ઉપર ખૂબ જ રાજી રાજી થતા હશે. સભામાં બધાને ખૂબ જ મજા પડી. પૂ.રમીબેન તૈલીના પણ આશીર્વાદ લીધા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/March/29-03-15 P Majulamasi 75th Birthday-UK/{/gallery}

પૂ.મંજુલામાસીને ધન્યવાદ છે કે કાંઈપણ અપેક્ષા રાખ્યા વગર, નામ આવે કે ના આવે, માન મળે કે નહીં પણ ગરજુ થઈ રાંક રહી સેવા કર્યા જ કરી છે. અને હજી કરે છે. પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. સરસ મોટી Birthday cake બનાવી હતી તેનું કર્તન કર્યું. બધા જ મુક્તોને ભાવથી જમાડ્યા. ખૂબ મહાત્મ્ય અને ઉમંગથી સભાનો લાભ લઈ સહુ છૂટા પડ્યા.