સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !
ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર
ઉનાળા વેકેશનમાં બાળકોની શિબિર થઈ હતી. ગુજરાતમાં ઉનાળામાં સખત ગરમી પડે છે. અને મોટું વેકેશન પણ ઉનાળામાં જ હોય ! તેથી શિબિરના સંયુક્ત આયોજનને બદલે ઝોન
વાઈઝ એટલે કે, વિદ્યાનગર જ્યોતમાં અને જ્યોતની શાખા મંદિરમાં શિબિર ગોઠવી હતી.
(૧) બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર (૨) કિશોર, યુવક મંડળની શિબિર (૩) મહિલા મંડળની શિબિર
વિભાગ-૧ બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર
(૧) વલ્લભ વિદ્યાનગર, આણંદ, ખેડા, વડોદરા, હાલોલ મંડળોની શિબિર
વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં તા.૨૨,૨૩,૨૪ એપ્રિલ ૨૦૧૧ જ્યોત મંદિરમાં પૂ.દયાબેન, પૂ.હંસાબેન, પૂ.સુમાબેન તથા અન્ય બહેનોના નેતૃત્વ હેઠળ શિબિર થઈ. સાથે મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોએ આશીર્વાદ આપ્યા તે સાથે શિબિરનો પ્રારંભ થયો. શિબિરાર્થીમાં પાયાના સંસ્કારનું સિંચન કર્યું. સેવાનું મહત્વ સમજાવ્યું. જીવનમાં સેવાની ટેવ અને સેવાનો આનંદ કરાવ્યો. પપ્પાજી તીર્થ પર લઈ ગયા. ત્યાં શાશ્વત ધામે પ્રદક્ષિણા, પ્રાર્થના, ભજન, ભક્તિ સાથે સભા કરી. આનંદબ્રહ્મ પણ કર્યો. દરરોજ મહાપ્રસાદનો અનેરો આનંદ માણ્યો. કિશોરી, યુવતીઓએ આ ત્રણ દિવસના અનેરા અનુભવની વાત કરી.
{gallery}/images_in_articles/newsletter/2011/June_/VVNAGAR/{/gallery}
(૨) સુરત, નવસારી, વલસાડ મંડળોની શિબિર
સુરત ગુણાતીત જ્યોત શાખા મંદિરમાં તા.૨૭, ૨૮, ૨૯ ઍપ્રિલ-૨૦૧૧, બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર થઈ. પૂ.મીનાબેન દોશી, પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત આ સ્વરૂપોની હાજરીમાં શિબિરનો પ્રારંભ કર્યો. સદ્દગુરૂ સ્વરૂપોએ સુંદર આશીર્વાદ સાથે જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું. જીવનમાં પ્રભુ રાખી જીવન જીવવું, ગુસ્સો કરવાથી ભક્તિ ધોવાઈ જાય, પોઝીટીવ વલણ અપનાવવું વગેરે. ‘અનિર્દેશ’ ફાર્મ પર લઈ જઈ આનંદબ્રહ્મ કરાવ્યો.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/SURAT SHIBIR/{/gallery}
(૩) રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્રના મંડળોની શિબિર
રાજકોટ ગુણાતીત જ્યોત શાખા મંદિરમાં તા.૧૩, ૧૪, ૧૫ મે ના રોજ બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર થઈ. પૂ.વનીબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન ઠક્કર રાજકોટ જ્યોતનાં બહેનો તથા પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.માયાબેન, પૂ.સુમાબેન વિદ્યાનગરથી શિબિર કરાવવા રાજકોટ પધાર્યાં. આ સ્વરૂપોના હસ્તે શિબિરનો પ્રારંભ થયો. ગુરૂહરિ પપ્પાજીના અનુભવ, પ્રાર્થના કરવી, વફાદારી, નિષ્કામભાવે જીવવા વિષે, ચારિત્ર્ય, આજ્ઞાપાલન વર્તવા વિષે માર્ગદર્શન આપ્યું. જ્ઞાન સાથે ગમ્મત કરાવ્યાં. રાજકોટ આજી ડેમ પર શિબિરાર્થીઓને લઈ જઈને રમત-ગમત, હરિફાઈ, રાસ-ગરબા વગેરે કાર્યક્ર્મો કરાવ્યા.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/RAJKOT B.Y.K SHOBIR/{/gallery}
આમ, વલ્લભ વિદ્યાનગર, સુરત અને રાજકોટ જ્યોતમાં બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર ત્રણ ત્રણ દિવસની ખૂબ સફળતાપૂર્વક થઈ હતી. બધાજ ખૂબ જ રાજી હતાં. ઘરે જઈ બાળકોની શિબિરની વાતો સાંભળી જાણે તેઓની શિબિર થઈ જતી હોય તેવો આનંદ ફોન દ્વારા વ્યક્ત કરતાં હતાં. દરેક શિબિરાર્થીઓને “ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર” નું પ્રમાણપત્ર/સ્મૃતિભેટ કાર્ડ અર્પણ કર્યું હતું. હરિફાઈમાં વિજેતાઓને સ્મૃતિભેટ(ઈનામ) અર્પણ કર્યાં હતાં.
વિભાગ-૨ કિશોર-યુવા શિબિર
(૧) વલ્લભ વિદ્યાનગર
ગુણાતીત જ્યોત વલ્લભ વિદ્યાનગર મુકામે તા.૩,૪,૫ મે યુવા શિબિરનું આયોજન થયું. શિબિર સંચાલન પૂ.ઈલેશભાઈ, પૂ.શાહભાઈ, પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.ચંદ્રકાંતભાઈ પટેલ, પૂ.ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂ.રાજુભાઈદવે એ કર્યું હતું. તા.૩ ના રોજ પ.પૂ.જ્યોતિબેને દીપપ્રાગટ્ય કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો. ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ રીતે જીવનમાં દરેક કાર્યમાં શરૂઆત કરવી. એમ કહી આશીર્વાદ આપ્યા. તેમની સાથે ડૉ.વીણાબેને પણ સુંદર લાભ આપ્યો. સવારે વહેલા ઉઠીને જ્યોતની ધૂન સાથે પ્રદક્ષિણા કરાવી. યોગા, સ્નાનક્રિયા પરવારી નાસ્તા પછી શિબિરનો પ્રારંભ થયો. દરેક ભાઈઓને જીવન ઉપયોગી તથા આધ્યાત્મિક જ્ઞાનનો લાભ આપ્યો. પૂ.રિતેશભાઈ અગ્રવાલે ટાઈમ મેનેજમેન્ટ વિશે પપ્પાજીને કેન્દ્રમાં રાખી માર્કસ કેવી રીતે મેળવી શકાય તે સમજાવ્યું. રાત્રે પ્રભુકૃપામાં પ્રભુદર્શન કરાવ્યું. બીજા દિવસે પપ્પાજી તીર્થ પર ગયા. પ્રદક્ષિણા તથા બંન્ને સંતોના આશીર્વાદ મેળવ્યા. પ્રભુકૃપામાં રાત્રે ડૉ.જયેશભાઈ પટેલે આરોગ્ય વિષયક વિગતે પાણી, હવા અને રોગો વિશે ચર્ચા કરી સમજ આપી. પૂ.ઈલેશભાઈ અને પૂ.દવેસાહેબે ગુરૂપરંપરા અને ગુરૂહરિ પપ્પાજીનો મહિમા સમજાવ્યો. શિબિરાર્થીઓને સ્મૃતિભેટ, પ્રમાણપત્ર અર્પણ કર્યાં. મહાપ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/BHAIYO SHIBIR V.V.N/VVNAGAR SHIBIR/{/gallery}
(૨) સુરત
તા.૧૪,૧૫,૧૬ મેના સુરત ખાતે ‘અનિર્દેશ’ માં યુવા શિબિર યોજાઈ. ૩૫ જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો. જેમાં પૂ.વિરેનભાઈ, પૂ.પિયુષભાઈએ યુવાનીનો સદ્દઉપયોગ, કુસંગથી દૂર રહી પ.પૂ.પપ્પાજી પ્રત્યેની નિષ્ઠા વગેરે વિશે માર્ગદર્શન આપ્યું. સવારે ૬.૦૦ વાગ્યે ઉઠવું. સંઘધ્યાન, પ્રાણાયામ વગેરેમાં સર્વે ભાગ લેતા. જ્ઞાન, ગમ્મત સાથે તન, મન, આત્માના આરોગ્યની વાતો થઈ. મહાપ્રસાદ પછી મુખપાઠ થાય. ગ્રુપવાઈઝ હોજમાં ‘બ્રહ્મ ધુબાકા’ માર્યા. શિબિરમાં સૌને સાચું જીવન જીવવાની સૂઝ મળે એવી બળપ્રેરક વાતો થઈ. તમામ વ્યવસ્થાનું સંચાલન પૂ.રાજુભાઈ તથા પૂ.પિન્ટુભાઈ સંભાળતા. આ રીતે સુરત યુવા શિબિર સફળ થઈ અને વડીલોના અંતરે હાશ થઈ.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/BHAIYO SHIBIR V.V.N/SURAT SHIBIR/{/gallery}
(૩) રાજકોટ
સૌરાષ્ટ્ર વિભાગની શિબિર રાજકોટ જ્યોત ખાતે તા.૯,૧૦,૧૧ મે દરમ્યાન ગુણાતીત પ્રકાશના ભાઈઓ પૂ.ઈલેશભાઈ, પૂ.પિયુષભાઈ, પૂ.રાજુભાઈ (સુરત) અને પૂ.અતુલભાઈ (માણાવદર) એ શિબિરના આયોજન, સંચાલન ને માર્ગદર્શન સંભાળ્યાં હતાં. સવારે વહેલા ઉઠી આરતી, સ્વરૂપયોગની રીત, યોગા શીખવવામાં આવતાં. ભજનો અને સ્વામીની વાતોનો મુખપાઠ લેવાય. થોડી હળવી રમત-ગમત થાય. મહાપ્રસાદમાં અહોહોભાવે સેવામાં જોડાઈ જતાં. આજીડેમના ગાર્ડનમાં રમત-ગમત હરિફાઈ અને સભા યોજાય. કથાવાર્તા થાય. રાત્રે પ્રભુ દર્શન કરાવતાં. પથારીમાં બેસી પ્રાર્થના કરાવે પછી સૂઈ જવાનું. આ શિબિરમાં ૪૦ મુક્તોએ ભાગ લીધો હતો. આઈસક્રીમ, કેન્ડીનો મહાપ્રસાદ હરિભક્તો તરફથી હતો. એકબીજાને મળી સૌએ ભાવભરી વિદાય લીધી હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/BHAIYO SHIBIR V.V.N/RAJKOTSHIBIR BHAIYO/{/gallery}
વિભાગ – ૩ મહિલા મંડળની શિબિર
ઉનાળા વેકેશનમાં બાળકોની શિબિર હોય છે. પરંતુ મહિલા મંડળના મુક્તોનું કહેવું હતું કે, અમને પણ વેકેશનમાં વધારે અનુકૂળ હોય ! હાલના યુગમાં બાળકોને ભણાવવામાં માતા-પિતાને ખૂબ ટેન્શન અને તેઓની સાથોસાથ રહેવું પડતું હોય છે. તેથી મહિલા મંડળની માગણી અનુસાર તેઓની શિબિર પણ પાંચ જગ્યાએ તે કેન્દ્રની અનુકૂળતા મુજબ થઈ હતી. મહિલા મંડળની શિબિરની શરૂઆત મુંબઈથી થઈ હતી. બોરીવલી નવી જ્યોતમાં પૂ.જ્યોતિબેન અને પૂ.મધુબેન સી. હતાં. તેમના સાંનિધ્યે તા.૧૫ એપ્રિલે પૂ.ભારતીબેન મોદી અને પૂ.પ્રતિક્ષાબેને ગોઠવણ કરી દીધી હતી. એક દિવસમાં જાણે વર્ષનું ભાથું બંધાઈ ગયું હતું. તેવું જ સુરત… પૂ.મીનાબેન દોશીએ પણ તક ઝડપી લીધી. નાના બાળકોની શિબિર માટે પૂ.દયાબેન અને પૂ.ગુણાતીત સુરત આવવાના હતાં તો સાથોસાથે કન્ટીન્યુ બે દિવસ ૩૧ એપ્રિલ અને ૧લી મેના રોજ બે વિભાગમાં એક એક દિવસ ભાભીઓની શિબિર ‘અનિર્દેશ’ માં આનંદથી થઈ હતી. અને વલસાડ મંડળની શિબિર તા.૨જી એ પૂ.મીનાબેન, પૂ.જસુબેન મોદી અને પૂ.અનિલાબેન સુરતથી વલસાડ જઈને શિબિર કરી આવ્યા હતાં.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/bhabhi mandal shibir/SURAT SHIBIR/{/gallery}
વિદ્યાનગર જ્યોત મંદિરમાં વિદ્યાનગરની મંગળવારની સભાની મહિલાઓ તથા આસપાસના ગામના મંડળના મહિલાઓની શિબિર પૂ.મધુબેન સી., પૂ.મનીબેન, પૂ.લીલાબેન, પૂ.નીમુબેન દાડિયા અને ટીચર્સ બહેનોના સહયોગથી સફળતાપૂર્વક થઈ હતી. જેમાં મોટેરાં સ્વરૂપોનો લાભ પણ મેળવ્યો હતો. પપ્પાજી તીર્થ પર પ્રદક્ષિણા, માનસી પૂજા, સભા અને આનંદબ્રહ્મ પણ કર્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/bhabhi mandal shibir/vvnagar/{/gallery}
રાજકોટ જ્યોતમાં પણ બાળકોની શિબિરની સાથોસાથ પૂ.વનીબેન ડઢાણિયા અને પૂ.ઈલાબેન ઠક્કરે પૂ.માયાબેનના સાંનિધ્યે ૧૬મે ના રોજ મહિલાઓને પણ લાભ આપી ધન્ય કર્યા હતાં.
ઉત્સાહી એવા પૂ.મંદાબેને તો નરોડા (કૃષ્ણ નગર) મંડળના મહિલાઓની શિબિર તા.૧૮, ૧૯, ૨૦ મે ના રાખી હતી. વિદ્યાનગરથી પૂ.મનીબેન, પૂ.પ્રવિણાબેન આવેલા અને પંચેશ્વર મહાદેવ જઈ આનંદ બ્રહ્મ સાથે યાદગાર શિબિર કરી હતી. શિબિરાર્થીઓના શિબિરનો વિષય પરાભક્તિ પર્વના સૂત્ર મુજબ ‘ઘર અને દેહને મંદિર બનાવો’ તે હતો. પપ્પાજીના તે સૂત્રના વિસ્તૃત અર્થઘટન સાથે વિષય ઉપર વક્તાઓએ લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી આપોઆપ સરસ આયોજન થયું અને પપ્પાજીની પ્રત્યક્ષ હાજરીની અનુભૂતિ સતત થતી રહેતી હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/bhabhi mandal shibir/NARODA SHIBIR/{/gallery}
એ જ જ્યોત સેવકના જય સ્વામિનારાયણ.