સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !
સદ્દગુરૂ સ્વરૂપ પૂ.ઈન્દુબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિન
અમદાવાદ જ્યોતના મહંત શ્રી પૂ.ઈન્દુબા ! નદીના ઉંડા નીર જેવું બેઠું જીવન છે. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા અને પ.પૂ.જ્યોતિબેનનું છૂપું રત્ન છે. એવા પૂ.ઈન્દુબેનનો ૫૦મો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે સેવા સાથે આનંદથી જ્યોતમાં પંચામૃત હૉલમાં થઈ હતી.
શ્રીજી મહારાજે પ્રથમ મંદિર અમદાવાદમાં બાંધ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીએ જ્યોતની પ્રથમ શાખા મંદિરની સ્થાપના અમદાવાદમાં કરીને મહંત તરીકે ગુરૂહરિ પપ્પાજીએ પૂ.ઈન્દુબેનની પસંદગી કરી હતી. પૂ.ઈન્દુબેને આ આજ્ઞા શીરે ચડાવી. અને એકધારા ૩૯ વર્ષથી પૂ.ઈન્દુબેન અમદાવાદ જ્યોતમાં ધૂણી ધખાવીને રહ્યાં છે. અને મંડળને લીલુંછમ રાખ્યું છે. સત્યકામ જાબાલીની વાર્તા પ્રમાણે એક જ આજ્ઞા શીર સાટે પાળીને બ્રહ્મ તેજ જેનું ફૂટી ગયું છે. તેવા પૂ.ઈન્દુબાના માહાત્મ્યની ઘણીક વાતો આજની સભામાં થઈ હતી.
પૂ.ઈન્દુબાના બળતા અંગારાનું છોરૂ સમ જૂના સેવક પૂ.ઈન્દિરાબેન ઠક્કર સ્વરચિત ભજન પોતાના સૂરમાં ગાયું હતું. એ રીતે હ્રદયભાવ ધર્યો હતો.
સ્વાગત પુષ્પહાર અર્પણ થયા. મોટેરાંને કલગી અને જ્યોતના બધા બહેનોને પ્રભુ સ્વરૂપ માનીને પુષ્પ અર્પણ કર્યા હતાં.
અમદાવાદ જ્યોતના નવા નવા ભાભીઓમાંથી પૂ.હેતલભાભી, પૂ.વૈશાલીભાભી ભટ્ટે ગુરૂહરિ પપ્પાજી અને પૂ.ઈન્દુબેનના મહિમા અને અનુભવની વાતો પ્રસંગો કહીને કરી હતી. આ કળિયુગમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી બનીને ભક્તોને શાતા આપી છે. એવા પૂ.ઈન્દુબેનને કોટિ નમન !
પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદમાં જૂની જૂની સ્મૃતિ કહીને પૂ.ઈન્દુબાનો મહિમા કહ્યો હતો.
સભામાં વચ્ચે વચ્ચે ભજનો ગવાયા. સ્વાગતપુષ્પો અર્પણ થયા હતાં.
{gallery}images_in_articles/2014/Induben/{/gallery}
પૂ.ઈન્દુબાએ ટૂંકમાં પણ ખૂબ સરસ આશીર્વાદ આપી વાત કરી હતી કે, ગાડા નીચે કૂતરૂં ચાલે છે અને માને છે કે આખા ગાડાનો ભાર હું ખમીને ગાડું ચલાવું છું. બધું પપ્પાજીએ કર્યું છે. અને કરે છે. નિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું એ જ ભાગ્યની વાત છે. આમ, ગુણાતીતના દાસત્વભાવની ઝલક એમની વાતમાંથી વહી હતી. જે ઝીલી સહુ ધન્ય થયા હતાં.
ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. તેમાં પણ પૂ.ઈન્દુબા વિષે ગુરૂહરિ પપ્પાજીએ પ્રસન્નતાભરી પરાવાણી વહાવી હતી.
અંતમાં પૂ.ઈન્દુબેનનો મહિમાગાન દર્શાવતો નાનો પણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્ર્મ નાના ભૂલકાંઓ બાલિકા, કિશોરી અને યુવતી મંડળના બહેનો દ્વારા રજૂ કર્યો હતો. જેના ભજનો પૂ.ઝરણાબેન, પૂ.અરૂણાબેન વગેરે એ બનાવ્યા હતાં. ડાન્સ શીખવનાર પૂ.કૃષ્ણાભાભી પાસે પણ ડાન્સ કરાવ્યો હતો.
આનંદના પ્રતિક રૂપ ફુગ્ગાઓનું ડેકોરેશન જ્યોતમાં ચોમેર, પ્રભુકૃપામાં, બ્રહ્મવિહારની અક્ષર ઓરડીએ પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેનના નિવાસે તથા જ્યોત મંદિરમાં અમદાવાદના યુવક મંડળના મુક્તોએ રાતોરાત કરીને આજના માહાત્મ્યમાં અભિવૃધ્ધિ કરતું વાતાવરણ બનાવી દીધું હતું.
આમ, આખો દિવસ ભર્યો ભર્યો પસાર થયો હતો. આજે જ્યોતના બહેનો પૂરતી ઉજવણીનો સમૈયો હતો. મુખ્ય ઉજવણી તા.૨૫/૧૨/૧૪ના રોજ અમદાવાદ ખાતે થશે.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ