16 to 30 Apr 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૦ ઍપ્રિલ મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.

 

 

 તા.૨૩//૧૭ .પૂ.પપ્પાજી– .પૂ.દીદી ધારક સ્વરૂપ પૂ.નીલમબેનનો સ્વરૂપાનુભૂતિ દિન

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પૂ.નિલમબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ દિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી.

 

ધન્ય બન્યો દિન ને પપ્પાજીના સેવક તરીકે થઈ પસંદગી.

પ્રભુ જતન કર્યું અનોખું, અખંડ રાખી અનુસંધાન.

આત્મીય બની મુક્તોમાં મહારાજ જોઈ, બન્યા પરમ ભાગવત સંત.

પ્રભુએ અર્પી માળા ને રીત શીખવી પ્રભુને પ્રાર્થનાથી કહેવાની રીત.

 

 

જે અપનાવી પ્રભુના ભક્ત બની આજ પપ્પાજીના સહુ મારા માની અંતરભાવે ભક્તિ કરી પ્રભુનો મહિમા ગાઈ ઘણા આશ્રિતોના માર્ગદર્શક બન્યા.

ખૂબ મનન ચિંતન જાણે સહજ સ્ફુરણા, લખવુંબોલવું ભક્તિભર્યા હૈયે કરી ગુણાતીત સમાજના સહુ ભક્તો સંગે ભક્તિભાવ રાખી ગુરૂહરિ પપ્પાજીના વારસદાર બન્યા.

ભગવાનની મરજી વિના તરણું ફરકે, એવા સ્થિર સમજણની ભાવના વહે છે ને વહેતી રહે. પ્રાર્થજો પ્રભુ પપ્પાજીને, અમ સહુ કાજ.

 

{gallery}images_in_articles//newsletter/2017/April/24-04-17 DR.NEELAMBEN DIVINE DAY{/gallery}

 

 

પૂ.નીલમબેનના માહાત્મ્ય ગાનમાં પૂ. ડૉ.ભાવનાબેન શેઠ, પૂ. ડૉ.પંકજબેન, પૂ.ડૉ.વીણાબેન, પૂ.ભાવનાબેન અમીન, પૂ.મનીષાબેન ભાવસાર અને પૂ.ખ્યાતિભાભીએ લાભ આપ્યો હતો.

.પૂ.દીદી અને .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા. પૂ.નીલમબેને પણ ખૂબ સરસ કૃપાલાભ આપ્યો હતો.

 

 

ગુરૂહરિ પપ્પાજીના પણ ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશિષ લાભ આપતાં કહ્યું કે, “નીલમને જોઈએ છીએ. પ્રીતિ અને સમજણ બે અંગ છે. ભાવનાનો મહાસાગર છે. હેત અને સમજણ બેનો સમન્વય કરીને ધ્યેય પર પહોંચવું કેટલી અઘરી વાત છે. ખોટું કરવું નથી અને સાચું મૂકવું નથી. એવી ક્વોલીટી નીલમમાં છે. ગુણાતીત કાયદે ચાલે છે. અતિરેકતા નથી અને ઉદાસીનતા પણ નથી. સૌ સૌની રીતે ખરેખર અજોડ અને અદ્વિતીય છે. જેની જે આવડત છે જે છે તે ભગવાન વાપરે છે. નીલમ મોટા સદ્દગુરૂ જેવું સુખ લેતી થઈ જાય આશીર્વાદ.”

 

 

સ્વરૂપોના વિશેષ સમૈયાની ઉજવણી

 

 

તા.૨૫//૧૭ થી ૨૮//૧૭ ચાર દિવસનો ગુણાતીત જ્યોતના બહેનો માટેનો એક વિશેષ કાર્યક્ર્મ યોજાયો. જ્યોતશાખામાંથી બહેનોને કાર્યક્ર્મ માટે વિદ્યાનગર બોલાવ્યા હતાં. ચાર દિવસ જ્યોતમાં પપ્પાજી હૉલમાં અહોહો ! અક્ષરધામ ખડું થયું હતું. તે દર્શન અલૌકિક હતાં. વર્ષ દરમ્યાન મોટેરાં વડીલ સ્વરૂપોના વિશેષ સમૈયા આવી રહ્યા છે તે સ્વરૂપોના વિશેષ સમૈયાની ઉજવણીના સંદર્ભની વિગત પ્રમાણે છે.

 

 

ગુરૂહરિ પપ્પાજીની અઢળક કૃપા છે કે એમનાં સ્વરૂપોની છત્રછાયા આપણને આપી છે. તો તેમના પ્રત્યેના ઋણભાવને વ્યક્ત કરવા વર્ષે આપણે આપણા સ્વરૂપોના પ્રાગટ્ય ઉત્સવો ઉજવી રહ્યા છીએ તેમાં .પૂ.દીદીનો ૮૦મો પ્રાગટ્યપર્વ ઑગસ્ટમાં, .પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યપર્વ નવેમ્બરમાં ગુરૂવંદના મહોત્સવરૂપેતથા .પૂ.જ્યોતિબેનનો ૮૫મો પ્રાગટ્યપર્વ સમન્વય પર્વરૂપે ફેબ્રુઆરી૧૮માં ઉજવીશું.

.પૂ.જશુબેનનો નવેમ્બર થી પ્રારંભ થતો ૮૫મો પ્રાગટ્યપર્વ શરણમ પર્વરૂપે નવેમ્બર ૨૦૧૮માં ઉજવીશું.

 

તે નિમિત્તે જ્યોતમાં તેઓની પ્રાગટ્યતિથિના પ્રતીકરૂપે દર મહિનાની તે તિથિએ તેઓની માહાત્મ્ય સભા કરવાનું ગોઠવ્યું છે ને તેનો પ્રારંભ ચૈત્ર મહિનાથી શ્રી હરિ પ્રાગટ્ય મહિનાથી કર્યો છે.

સ્વરૂપોની તિથિ ઉત્સવ ઉજવણીનું આયોજન તા.૨૬, ૨૭, ૨૮ ઍપ્રિલ હતું. તેમાંપ્રથમ પ્રભુ પછી પગલું ન્યાયે મોટેરાં બહેન સ્વરૂપોના તિથિ ઉત્સવ ઉજવવાના પ્રારંભે પહેલાં ગુરૂહરિ પપ્પાજીનો ઉજવવો તેવું નક્કી કર્યું હતું.

 

 

તા.૨૫//૧૭ ગુરૂહરિપપ્પાજીના સાક્ષાત્કાર દિન પ્રતીક તિથિ ઉત્સવની ઉજવણી

 

 

સ્વામિનારાયણ ભગવાનનો ચૈત્ર મહિનામાં તિથિ પ્રમાણે પ્રાગટ્ય પર્વ છે. અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી આપણને પ્રાપ્ત થયા. સ્મૃતિ સાથે આજે ગુરૂહરિ પપ્પાજી મહારાજનો પ્રતીક તિથિ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.

સ્વામિનારાયણ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીનો ૬૫મો સાક્ષાત્કારદિન સ્મૃતિ સાથે ૧૯૬૫ની સાલમાં જે બહેનો પ્રગટ્યા છે તે જ્યોતનાં બહેનોએ  ગુરૂહરિ પપ્પાજી, .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેન પુષ્પમાળા અર્પણ કરી સ્વાગતભાવ ધર્યો હતો.

 

 

દરેક જ્યોતશાખામાંથી આવેલ વિધ વિધ વાનગીના થાળ શ્રી ઠાકોરજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજી મહારાજને ધરાવ્યા હતા. ત્યારબાદ આરતી કરી હતી.

ગુરૂહરિ પપ્પાજી મહારાજના અનુભવ દર્શન અને માહાત્મ્યગાનમાં પૂ.સબોબેન, પૂ.જયુબેન દેસાઈ, પૂ.પુષીબેન બિલીમોરા, પૂ.વર્ષાબેન વજાણી, પૂ.ઈન્દિરાબેન ઠક્કરે લાભ આપ્યો હતો.

 

 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ વહાવતાં કહ્યું કે, પ્રભુ આપણો દાસ બનીને જીવે એવું જીવવું છે. બધા મુક્તોમાં તમારા ગુરૂને જુઓ. જેમ હું બધામાં જોગીમહારાજને જોતોતો. જેટલું જોગીમહારાજ ચાલવા દે છે એટલું ચાલે છે. માન, સ્વાદ, સ્નેહ, લોભ ને કામની વૃત્તિઓ હોય તે ટાળવા અનુભવ જ્ઞાન આપે છે. અને વૃત્તિ નિર્મૂળ કરે છે. શુધ્ધ ચૈતન્ય બ્રહ્મ બનાવે છે. સર્વોપરી ભગવાન મળ્યા છે. બધું કામ ભગવાનનું છે ને કરે છે, એટલે કોઈનું જોવાનું નથી. આપણે કોઈનું જોઈને એનું કાઢી શકવાના નથી, એટલે કોઈનું જોવું નથી. અનુપમ , , વાંચો. અહીં તો બધા બ્રહ્મનિયંત્રિત ચાલે છે. એટલે સેવા કરીને મૂર્તિ લૂંટી લઈએ. એવા લૂંટારૂ બનવાનું બળ મળે પ્રાર્થના ને આશીર્વાદ.

 

() મહિનામાં આવતી સ્વરૂપોની પ્રતીક તિથિ ઉત્સવોની ઉજવણી તેમના

 પ્રત્યક્ષ સાંનિધ્યે કરી હતી. તેની ઝલક માણીએ.

સમૈયાની ઉજવણીનો મુખ્ય પાયો હતો કે ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્રસંપ, સુહ્રદભાવ અને એકતાતે સૂત્રના અનુસંધાને જે બહેનોએ જે દિવસે લાભ લેવાનો હતો. તે બહેનોએ સ્વરૂપોની ફરતે ઉભા રહી હાથ પકડી સાંકળ બનાવી ભજનની એક પંક્તિ પ્રાર્થનારૂપે ગાવાની રાખી હતી. આમ, સિધ્ધાંત મુખ્ય રાખી તેના અનુસંધાને ઉત્સવની ઉજવણી હતી.

 

 

ખરેખર તો જ્યાં છીએ ત્યાં સાથી મુક્તોમાં સંપ, સુહ્રદભાવ અને એકતા રાખવી. એને સ્વામીએ પાંચમી ઘાટી કહી છે. તે ઘાટી ઓળંગવાની અઘરી સાધના ગુરૂહરિ પપ્પાજીએ દેખંતી સહેલી બનાવી છે. તેને આત્મસાત કરવા દરરોજ લાભ લેનાર બહેનોની સાંકળ બનાવી વિધ વિધ પ્રાર્થનાની ભજન પંક્તિ પૂ.હર્ષાબેન પટેલ ગાતાં હતાં. આખા આયોજનની પ્રેરણા પૂ.બકુબેનની હતી. કમિટિનાં સ્વરૂપોએ તેને સ્વીકારી, વધાવી કાર્યરત બનાવી તે ઉજવણીની ઝલક માણીએ.

 

 

તા.૨૬//૧૭ .પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવ

 

 

.પૂ.જ્યોતિબેન એટલે આનંદ સ્વરૂપ એટલે જ્યોતમાં આનંદ નામધારી બહેનો, જ્યોતિ એટલે તેજ. તેજ નામધારી બહેનો અને જ્યોતિબેનનું પ્રાગટ્ય ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ ગામે થયેલું હોઈ ઉત્તર ગુજરાતમાંથી ભગવાન ભજવા આવેલા બહેનોએ .પૂ.જ્યોતિબેનના પ્રતીક તિથિ ઉત્સવમાં લાભ લીધો હતો.

ગુરૂહરિ પપ્પાજીએ બ્રહ્મવિહારમાં આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ હરિનામ ધૂન બોલતાં બોલતાં પ્રદક્ષિણા ફરશે તેને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. જ્યારે જ્યારે મલ્કાની અંકલ (દિલ્હી) પધારતા ત્યારે હરિનામ ધૂન બોલતાં બોલતાં ગુરૂહરિ પપ્પાજી પ્રદક્ષિણા કરાવતા તે સ્મૃતિ સાથે બહેનોએ સવારે .પૂ.જ્યોતિબેન અને .પૂ.જશુબેનના સાંનિધ્યે બ્રહ્મવિહારની સાત પ્રદક્ષિણા કરી હતી. અને અક્ષરકુટિરે આરતી કરવાનો લાભ લીધો હતો.

 

 

ત્યારબાદ જ્યોતમાં આવી પંચામૃત હૉલમાં મંત્ર પુષ્પાંજલિ કરી હતી. અને પંચાંગે પ્રણામ કર્યા હતા. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પંચામૃત હૉલમાં સભા કરી હતી. સવારે જે બહેનોએ પ્રદક્ષિણામાં લાભ લીધો હતો. તે બહેનોએ સ્વરૂપોની આસપાસ એકબીજાનો હાથ પકડી સાંકળ રચી હતી. અને ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોના ચરણે પ્રાર્થના ધરી હતી. .પૂ.જશુબેને .પૂ.જ્યોતિબેનનું માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું. અમદાવાદનાં સાધક બેન રચિત .પૂ.જ્યોતિબેનના માહાત્મ્યનું ભજન સભામાં ગવાયું હતું. .પૂ.જ્યોતિબેન સિવણ ડીપાર્ટમેન્ટના કંટ્રોલ હેડ છે એટલે તે ડીપાર્ટમેન્ટનાં બહેનો વતી પૂ.કાંતાબેન ડઢાણિયાએ .પૂ.જ્યોતિબેનને હાર અર્પણ કર્યો હતો. અને અનુભવ દર્શન કરાવ્યું હતું. .પૂ.જ્યોતિબેન કોઠાર વિભાગના પણ કંટ્રોલ હેડ છે એટલે તે ડીપાર્ટમેન્ટના બહેનોએ પણ .પૂ.જ્યોતિબેનને હાર, મુગટ, બાજુબંધ પહેરાવી પોતાનો ભાવ તેમના ચરણે ધર્યો હતો. અને પૂ.મંજુબેન જેતપરીયાએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2017/April/26-04-17 P.P.JYOTIBEN 85TH BIRTHDAY CELEBRATION{/gallery}

 

 

 

  તા.૨૭//૧૭ .પૂ.દેવીબેનનો પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવ

 

 

.પૂ.દેવીબેન વિલેપાર્લે થી તારદેવ હાભિનિષ્ક્રમણ કર્યુ. તે સ્મૃતિ સાથે જ્યોતના , , નામધારી બહેનોએ .પૂ.દેવીબેનના પ્રતીક તિથિ ઉત્સવમાં લાભ લીધો હતો. .પૂ.દેવીબેનને ભગવાન ભજવા હતા, પરંતુ ઘરમાં ખૂબ વિરોધ હતો. તેથી ગુરૂહરિ પપ્પાજીએ ઘરે મોકલ્યાં હતાં. વિરોધના વાતાવરણમાં રહેતાં હતાં. પરંતુ છેલ્લે તો ઘરમાં તારદેવના ઘસારાની વાતો ખૂબ થઈ. તેથી એક દિવસ વહેલી સવારે .૦૦ વાગ્યે ઘરેથી નીકળી ગયા.

.પૂ.દેવીબેન જ્યારે તારદેવ આવ્યાં ત્યારે એક થેલામાં કપડાં ભરીને આવ્યાં હતાં. તે સ્મૃતિ સાથે બહેનો એક થેલામાં કપડાં ભરીને પપ્પાજી તીર્થ પર ગયાં હતાં. અને ત્યાં શાશ્વત ધામે પ્રદક્ષિણા કરી .પૂ.દેવીબેનનો લાભ લીધો હતો. .પૂ.જ્યોતિબેન પણ સરપ્રાઈઝ આપવા પપ્પાજી તીર્થ પર પધાર્યાં હતાં અને તેઓએ પણ લાભ આપ્યો હતો. સાંજે .૦૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં માહાત્મ્યદર્શનની સભા કરી હતી. .પૂ.દેવીબેન જ્યારે તારદેવ આવ્યાં ત્યારે ડોરબેલ વગાડ્યો અને ગુરૂહરિ પપ્પાજીએ દરવાજો ખોલ્યો હતો. તે સ્મૃતિ સાથે સ્ટેજ પર દરવાજો અને ઘંટ મૂક્યો હતો. .પૂ.દેવીબેને ઘંટ વગાડ્યો અને પપ્પાજી સ્વરૂપ .પૂ.જ્યોતિબેન અને .પૂ.દીદીએ દરવાજો ખોલ્યો અને .પૂ.દેવીબેન સ્ટેજ પર પધાર્યાં અને તેમનું આસન ગ્રહણ કર્યું. .પૂ.દેવીબેન તારદેવ આવ્યાં પછી સવારે ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂહરિ કાકાજી ધ્યાન કરતા ત્યારે .પૂ.દેવીબેન પ્રેમેવંદન…, પ્રેમેવંદન ભજન ગાતાં હતાં. તે સ્મૃતિ સાથે સભામાં સમૂહમાં ભજન ગાયું હતું.

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંદેશ સંપ, સુહ્રદભાવ એકતાનો સ્મૃતિ સાથે બહેનોએ .પૂ.દેવીબેનનો હાથ પકડી એક સાંકળ બનાવી પ્રાર્થના પ્રભુ ચરણે ધરી.

.પૂ.દેવીબેનના માહાત્મ્યદર્શનમાં પૂ.દયાબેન, પૂ.દેવ્યાનીબેન શાહ, પૂ.દર્શનાબેન ભટ્ટ્, પૂ.દક્ષાબેન પટેલે લાભ આપ્યો હતો. અંતમાં .પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2017/April/27-04-17 P.P.DEVIBEN PRAGTYADIN SABHA{/gallery}

 

 

તા.૨૮//૧૭ .પૂ.દીદીનો પ્રાગટ્ય પ્રતીક  તિથિઉત્સવ

 

 

આજે અખાત્રીજ નો શુભ મંગલકારી દિવસ. આજે .પૂ.દીદીના પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીએ //૬૪ની સાલમાં .પૂ.દીદી પાસે તારદેવ મહાપૂજા શરૂ કરાવી. તે સ્મૃતિ સાથે જ્યોતમાં જે બહેનો મુંબઈથી ભગવાન ભજવા આવ્યાં છે તે બહેનોએ સવારે .૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. બધા કર્મયોગી બહેનોને લાભ મળી શકે તે હેતુથી .પૂ.દીદીના માહાત્મ્યગાનની સભા સાંજે .૦૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. .પૂ.જ્યોતિબેને ગુરૂહરિ પપ્પાજી માટે બનાવેલ ભજનની પંક્તિકોઈ રહી નહી જાય…()” તે મુજબ જે બહેનોએ ત્રણમાંથી એક પણ દિવસ સાંકળનો લાભ લીધો હતો તે બહેનોએ સદ્દગુરૂ સ્વરૂપોની ફરતે સાંકળ બનાવી પ્રાર્થના ધરી હતી. .પૂ.દીદીના માહાત્મ્યગાનમાં .પૂ.જ્યોતિબેન, પૂ.મધુબેન સી., પૂ.હરણાબેન દવે, પૂ.હીનાબેન ત્રિવેદીએ લાભ આપ્યો હતો. આજે અખાત્રીજની સ્મૃતિ છે કે યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને કહ્યું હતું કે ચાર કાને વાત કરવી. સ્મૃતિ સાથે સભામાં પોતાની બાજુમાં બેઠેલ મુક્ત સાથે એકબીજાના કાનમાં વાત કરી સ્મૃતિને વાગોળી હતી. અંતમાં .પૂ.દીદી અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈ ચાર દિવસના પ્રાગટ્ય પ્રતીક તિથિ ઉત્સવની પૂર્ણાહુતિ ગુરૂ સ્વરૂપોની અનુમતિ લઈને કરી હતી. અંતમાં .પૂ.દીદીએ આવા સુંદર માહાત્મ્યના આયોજન બદલ પૂ.બકુબેનને ધન્યવાદ રૂપે હાર અર્પણ કરી એમની ભક્તિને બિરદાવી હતી.

 

{gallery}images_in_articles/newsletter/2017/April/28-04-17 P.P.DIDI PRAGTYA PATHIK UTSAV{/gallery}

 

  

 

તા.૩૦ ઍપ્રિલથી ૨જીમે બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર

   

 

બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર અને બાલ, કિશોર અને યુવક

    મંડળની  ત્રણ દિવસની શિબિરનું આયોજન કમિટિના આદેશ મુજબ ગુણાતીત

    જ્યોત વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.

શિબિરનો વિષયગુણાતીત સંસ્કાર સિંચન શિબિર

શિબિરનો હેતુતન, મન, આત્માને નિરોગી રાખવા.

મુખ્ય આયોજકપૂ.હંસાબેન ગુણાતીત

 

 

શિબિર સંચાલકપૂ.હંસાબેન ગુણાતીત, પૂ.હંસાબેન મોદી, પૂ.ભાનુબેન ડઢાણિયા, પૂ.કલ્પુબેન રૂપારેલ, પૂ.નીલાબેન ટીલવા, પૂ.ઈલાબેન મારડીયા, પૂ.રોહિણીબેન, પૂ.અરવિંદાબેન, પૂ.પલ્લવીબેન

શિબિરની ફી.રૂ.૧૦૦ રાખી હતી. શિબિરાર્થીની સંખ્યા ૧૩૫ હતી.

ગુરૂહરિ પપ્પાજીની જે શિબિરની ભાવના તેને જીવનમાં સાકાર કરવા શિબિર સંચાલકોએ ખૂબ સરસ સૂઝ અને સમજ આપી.

 

 

() તનને નિરોગી રાખવા.

સ્વચ્છતા, આપણું ચારિત્ર્ય, ખાણીપીણીની સૂઝ અને સમજ આપી.

 

() મનને પ્રભુમાં રાખવા.

સદ્દગુરૂની આજ્ઞા વફાદારીથી પાળવી. પૂજા, નિષ્કપટ ભાવ, ભણવામાં એકાગ્રતા વગેરે બધું ઉદાહરણ આપી સચોટ રીતે સમજૂતી આપી. શ્રદ્ધા અને પ્રાર્થના માટે લાભ આપ્યો.

 

() આત્માથી

સ્વરૂપલક્ષી રહેવું. જ્યોતના છીએ. જ્યોતની અને માબાપની ને ગુરૂની શાન વધારવી.

 

() સહજાનંદસ્વામી જેની વિગત જન્મથી બધું સચિત્ર સ્ક્રીન પર પૂ.વંદનાબેન

     વાઘેલાએ તૈયાર કર્યું હતું તે બતાવ્યું અને ખૂબ સરસ રીતે ચિત્ર પ્રમાણે વિસ્તારથી

     સમજાવ્યું.

 

પૂ.ડૉ.મેનકાબેને સ્ક્રીન પર ગુરૂહરિ પપ્પાજીનું ટૂંકમાં જીવન દર્શન બાળકોને યાદ રહી જાય. રીતે રજૂ કર્યું હતું.

પૂ.નૈસર્ગીબેન શાહે વિડીયો ને ફોટા દ્વારા ATM કાર્ડ, ડેબીટ કાર્દ, ક્રેડીટ કાર્ડ વિશેની સમજૂતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો ને તેની સાચવણી કેવી રીતે કરવી તે સવિસ્તાર ખૂબ સરસ સમજાવ્યું.

નાના બાળકોને ફુવારામાં બ્રહ્મવિહારમાં પલાળી ખૂબ મજા કરાવી. ચિત્રોમાં રંગપૂરણી કરાવી.

શિબિરમાં એક દિવસ તા.//૧૭ના રોજ બપોર પછી જ્યોતમાં રમતગમત રમાડી ઈનામ આપ્યા. (જેમાં આનંદબ્રહ્મની બહેનો મદદરૂપ થયા હતાં.) ત્યારબાદ પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા કરવા લઈ ગયા હતા. મુખપાઠ આપ્યો તેનું સ્વાધ્યાય રૂપે એક નાનું પેપર તૈયાર કર્યું અને તેની પરીક્ષા લીધી હતી.

 

 

તા.//૧૭ ના સાંજે શિબિર પૂર્ણાહુતિ કરી. શિબિરાર્થી બહેનોએ સમીક્ષા પ્રવચન કર્યા. સરસ ગ્રાહ્યર્દષ્ટિથી શિબિરાર્થીઓએ ભાગ લીધો. તે તેમની સમીક્ષા સાંભળીને ખ્યાલ આવ્યો. પૂર્ણાહુતિમાં પાઉચ સ્મૃતિભેટ રૂપે આપ્યા. રાત્રે પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ગરબાડાન્સ કરીને ખૂબ આનંદ કર્યો.

શિબિર દરમ્યાન પ્રસાદ, મહાપ્રસાદ વિધ વિધ વાનગીઓ બાળકોને, યુવાનોને ભાવે તેવી રસોડા વિભાગના મુક્તોએ ખૂબ માહાત્મ્ય સાથે બનાવી અને પીરસી હતી.

શિબિરમાં મોટેરાં સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. તથા સદ્દગુરૂ A સ્વરૂપોનો લાભ લીધો હતો. તથા ગુરૂહરિ પપ્પાજીએ નાના શિબિરાર્થીઓને કરેલી પરાવાણીનો લાભ ધ્વનિ મુદ્રિત લીધો હતો.

 

 

દર ગ્રીષ્મ વેકેશનમાં શિબિર વિદ્યાનગર કરવી તેવું શિબિરાર્થી બહેનોએ સર્વાનુમતે કહ્યું હતું. જ્યોત શાખામાં નહીં પણ વિદ્યાનગર કરવી.

 

() બાલ, કિશોર અને યુવક મંડળના ભાઈઓની શિબિર પરમ પ્રકાશમાં ગુણાતીત પ્રકાશના, ગુણાતીત સૌરભના ભાઈઓમાંથી શિબિર સંચાલક ભાઈઓ દ્વારા થઈ હતી.

શિબિરનો વિષયગુણાતીત સંસ્કાર સિંચન શિબિર

શિબિરનો હેતુતન, મન, આત્માને નિરોગી રાખવા.

મુખ્ય આયોજકપૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી

 

 

શિબિર સંચાલકપૂ.વિજયભાઈ, પૂ.ચંદ્રકાંતભાઈ (હાલોલ), પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.અનુપભાઈ, પૂ.અલ્પેશભાઈ, પૂ.છોટુભાઈ, પૂ.રીતેશભાઈ અગ્રવાલ શિબિરની ફી.રૂ.૧૦૦ રાખી હતી. શિબિરાર્થીની સંખ્યા ૧૨૦ હતી.

ગુરૂહરિ પપ્પાજીની જે શિબિરની ભાવના તેને જીવનમાં સાકાર કરવા શિબિર સંચાલકોએ ખૂબ સરસ સૂઝ અને સમજ આપી.

 

{gallery}images_in_articles/newsletter/2017/April/30 TO 2 MAY GUNATIT SANSKAR SINCHAN SHIBIR{/gallery}

 

 

જ્યોતનાં મોટેરાં સ્વરૂપોને સાનુકૂળતા રહે માટે શિબિરાર્થીઓની બે ટીમ પાડી હતી.૧૪ વર્ષથી ઉપરના શિબિરાર્થીઓની ટીમનું નામ બાબુભાઈ અને તેમની સભાનું સ્થાનજ્યોત મંદિરરાખ્યું હતું.

૧૦ થી ૧૩ વર્ષની ઉંમરના શિબિરાર્થીઓની ટીમનું નામ દાદુભાઈ અને તેમની સભાનું સ્થાનપરમ પ્રકાશરાખ્યું હતું.

 

 

૩૦મી સવારે .૦૦ વાગ્યે .પૂ.જ્યોતિબેન અને મોટેરાં પ્રકાશ ભાઈઓએ દીપ પ્રગટાવી શિબિરનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ .પૂ.જ્યોતિબેને આશીર્વચન આપતાં ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્ય સમજાવ્યું. બે ભૂલકાંઓ પાસે ગુરૂહરિ પપ્પાજીના અનુભવ કહેવડાવ્યાં. દરેક આવા અનુભવ કરી જીવમાંઆત્મામાં ગુરૂહરિ પપ્પાજી બેઠા છે ને મારી પ્રાર્થના સાંભળે છે તેવી દ્રઢતા કરવી અને શિક્ષણમાં મન એકાગ્ર કરી આગળ વધવા આશિષ આપ્યાં.

 

ત્યારબાદ .પૂ.દીદી આશીર્વાદ આપવા પધાર્યા. .પૂ.દીદીએ તમારે ભણીને શું બનવું છે તે પૂછી પ્રાર્થનાથી ગુરૂહરિ પપ્પાજી સાથે વાત કરવાની પ્રેરણા આપી. અને ભગવાનના થઈને જીવવાની સૂઝ આપી તથા અત્યારે કે મોટા થઈને કોઈપણ વ્યસન કરવા ઉપર ખૂબ ભાર મૂક્યો.

ટી.વી ઉપર ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરૂપે બાળપણમાં કાશી ભણવા ગયા ત્યાં સુધીનાં લીલાચરિત્રોની D.V.D બતાવી.

 

 

પૂ.ઈલેશભાઈએ ધૂન કરાવી જ્યોતનાં બહેનોનું માહાત્મ્યગાન કર્યું. સત્સંગ શું છે? તે પણ સમજાવ્યું. પૂ.હેમંતભાઈ મોદીએ શિબિરાર્થીઓને માર્ગદર્શન આપતાં પાયાની વાતો ચોરી કરવી, જૂઠું ના બોલવું કે વ્યસન ના રાખવું મોટેરાં સ્વરૂપોએ કરેલી વાતોને પુષ્ટિ આપી સમજાવી. મોટેરાં ભાઈઓનું પણ માહાત્મ્ય ગાયું.

સાંજે .૪૫ વાગ્યે બધા શિબિરાર્થીઓ પપ્પાજી તીર્થ પર ગયાં. અને ત્યાં Pલોનમાં વિધ વિધ રમતો રમાડી ખૂબ આનંદ કરાવ્યો. કંથારિયાથી પૂ.વિજ્ઞાન સ્વામી પણ લાભ આપવા આવ્યા હતાં. પૂ.આચાર્ય સ્વામી પણ પધાર્યા. બંને સંતોએ વિધ વિધ દ્રષ્ટાંતો આપી ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ મહિમા ગાયો. ખાસ કરીનેગુરૂહરિ પપ્પાજી મારી સાથે છે, છે ને છે વાતને પુનરાવર્તીત કરી દરેકના હૈયે દ્રઢ કરાવ્યું. ત્યારબાદ શાશ્વતધામે આરતી અને પ્રદક્ષિણા કરી.

 

 

તા.૧લીએ સવારે અગાસીમાં કસરત અને યોગાસનો પૂ.અનુપભાઈએ કરાવ્યાં. સભામાં પૂ.લક્ષ્મીકાંત ભાઈએ આપણી ઉપાસના મુક્ત, અક્ષર અને પુરૂષોત્તમની છે. એનાં બીજ ભૂલકાંઓના મનહૈયામાં છાંટ્યાં. ત્યારબાદ દરેકને પોતાની ટેલેન્ટ બતાવવાની તક આપવામાં આવી. વાર્તા, ભજન, ડાન્સ, માઈન્ડ ગેમ, ઈગ્લીશમાં સ્ટોરી ટેલીંગ બતાવી શિબિર સંચાલકોને પણ દિગ્મૂઢ કરી દીધા.

માઈન્ડ ગેમમાં એક શિબિરાર્થીએ પોતાની આંખો ઉપર પટ્ટી મારીને પુસ્તક વાંચ્યુ તથા ચલણી નોટ પરના નંબર અને કલર ઓળખી બતાવ્યા. ધન્ય છે ગુરૂહરિ પપ્પાજીનાં ટેલેન્ટેડ ભૂલકાંઓને !

 

 

આજે .પૂ.જશુબેન શિબિરાર્થીઓને આશીર્વાદ આપવા પધાર્યા. .પૂ.જશુબેને રોબડદાસની વાર્તા કહીને બધાને શ્રધ્ધાથી સેવા ને ભજન કરો તો ભગવાન અશક્ય લાગતા આપણાં કામ કરે. આપણે તો એમને સંભાર્યા કરવાના ને આવા સંત ભાઈઓનો જોગ રાખવો તો ગુરૂહરિ પપ્પાજી સર્વ વાતે સુખી કરશે અને એવી પ્રાર્થનાની ટેવ પાડવા આજ્ઞા અને તે માટે સોને બળ મળે તેવા કૃપાશિષ વરસાવ્યા.

 

પૂ.રીતેશભાઈએ ખૂબ સરસ રીતે નામાંકીત પ્રતિભાઓ મુકેશભાઈ અંબાણી, ઓબામા, અભિનવ બ્રિન્દા, સચીન, વિરાટ કોહલી, નીક જેવાના દ્રષ્ટાંતો આપી સમયનો સદ્ઉપયોગ કરીએ તો ધાર્યા  કામ સિધ્ધ થાય. અરે, ગુરૂહરિ પપ્પાજીને ચકચૂર રાજી કરી શકાય. એવી પ્રેરણાત્મક વાતોથી સૌને જાગ્રત બનાવ્યા. સારું ભણતર, સારી નોકરી કે સારા ધંધા માટે ભણવામાં હોંશિયાર, વિનયી અને વિવેકી બનવું જોઈએ. નવા વર્ષની શરૂઆતથી મહેનત કરીએ તો ગુરૂહરિ પપ્પાજીને ગમતા બાળ, કિશોર કે યુવક બનીએ તેવી જોશભરી વાતો કરી.

 

 

આજે ૧લી તારીખની કીર્તન આરાધનામાં પણ સહુ શિબિરાર્થીઓએ લાભ લીધો.

તા./૫ના મંગલપ્રભાતે તૈયાર થઈ .૩૦ વાગ્યે પ્રથમ પ્રભુકૃપામાં ભાવથી ગુરૂહરિ પપ્પાજીના મંદિરનાં, મૂર્તિનાં, તેમની રૂમ, પ્રસાદીના વસ્ત્રો, પુસ્તકોના દર્શન કર્યાં.  ત્યારબાદ ગુણાતીત તીર્થ અને બ્રહ્મ વિહારમાં ગુરૂહરિ પપ્પાજીની કુટિરમાં દર્શન પ્રદક્ષિણા કર્યા. બધા તીર્થોનો મહિમા પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈએ ગાયો. ત્યારબાદ બેબેની જોડમાં જ્યોત અને પ્રભુકૃપાની ફરતે પ્રભાતફેરી ધૂન ગાતાઝીલતાં ઉત્સાહઆનંદ સાથે કરીત્યારબાદ શિબિરાર્થીઓનો મુખપાઠ લીધો.

 

 

પૂર્ણાહુતિ સભામાં પૂ.રીતેશભાઈએ સંચાલન હાથમાં લઈ જણાવ્યું કે ત્રણ દિવસ જે આનંદથી શિબિર કરી. એકબીજા સાથે રહ્યા, જમ્યા, રમ્યા અને કેવું વર્તન કર્યું તેના પરિણામનો દિવસ. સરસ સેવા, મુખપાઠ, રમતગમત, ટેલેન્ટના વિજેતાઓને ઈનામ પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.ચંદ્રકાંતભાઈના હસ્તે અપાયાં. આદર્શ બાળકો પૂ.શાશ્વત બી. પટેલ, પૂ.દેવ દલવાડી આદર્શ કિશોરો પૂ.હિત ભાલીયા, પૂ.નિશીત અને આદર્શ યુવકો પૂ.પાર્થ રત્નાણી, પૂ.યશ વાઘડીયાને પણ આકર્ષક ઈનામો અપાયાં.

ભાગ લેનાર દરેક શિબિરાર્થીને પાણીની બોટલ અને ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ સ્મૃતિભેટ રૂપે આપી. બાર જેટલા શિબિરાર્થીઓએ શિબિર સમીક્ષા પણ ખૂબ સુંદર રીતે કરી.

 

{gallery}images_in_articles//newsletter/2017/April/30 TO 2 MAY’17 GUNATIT SANSKAR SHINCHAN SHIBIR{/gallery}

 

 

આપ સૌ સ્વરૂપોનો ખૂબ દાખડો છે. આપ સૌ સ્વરૂપોની કરૂણા અને અમીર્દષ્ટિ સૌ શિબિરાર્થીઓ ઉપર ને તેના સંચાલકો ઉપર કાયમી રહે તેવી પ્રાર્થના.

આમ, શ્રી હરિ જયંતી, ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્ય તિથિ ઉત્સવ, ગુરૂ સ્વરૂપોના પ્રાગટ્ય તિથિ ઉત્સવ લઈને આવેલ મહીનો ખૂબ ભક્તિ સભર દિવ્ય વાતાવરણમાં પસાર થયો હતો. અનંત જીવોને પોતાના સંબંધ માટે માયા પાર કરી દિવ્ય સુખના ભોક્તા કર્યા અને પોતાના જેવા ગુણાતીત સ્વરૂપોનો અખંડિત વારસો આપી અક્ષરધામનાં સુખ, શાંતિ ને આનંદ આપ્યાં. એવા મહાપ્રભુના ચરણે પ્રાર્થના કે હે સહજાનંદજી મહારાજ ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! તમારી કૃપાનો કોઈ પાર આવે તેમ નથી. અમારું કાંઈ જોયા વિના આપે અમને આપના સંબંધમાં આપ્યાં. બસ, હવે અમે પણ કાંઈ જોયા વિના તમારા દિવ્ય સંબંધને જાળવીએ, દીપાવીએ, સાર્થક કરીએ, ઉજાળીએ અને આપને કર્તાહર્તા માની આપનું ઋણ અદા કરવા આપના થઈ, આપના સિધ્ધાંતે ખૂબ જાગ્રતતાથી જીવતા રહીએજીવતા રહીએ આજના શુભ દિને આપના ચરણકમળમાં અમ સહુની અંતરની પ્રાર્થના છે, તે આપ સ્વીકારજો.

 

 

ત્રણેય દિવસના સમૈયામાં સદ્દગુરૂ સ્વરૂપોએ ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા છે. આપણે પણ સદ્દગુરૂ સ્વરૂપોના નિરામય સ્વાસ્થ્ય માટે ભજન કરીએ. આપ સહુ કરતા હશો. કરતા રહો તેવી પ્રાર્થના. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !