16 to 28 Feb 2014 – Newsletter

સ્વામિશ્રીજી                   

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ફેબ્રુઆરી માસના બીજા પખાવાડિયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયા થયેલી ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ માણીએ.

 

() તા.૧૬//૧૪રવિવારસ્વામીસ્વરૂપપૂ.ડૉ.વિણાબેન (કલ્પનાબેન) ચુડગરનોસ્વરૂપાનુભૂતિદિન

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ ની સભામાં પૂ.ડૉ.વિણાબેનનો સ્વરૂપાનુભૂતિદિન જ્યોત સભામાં ઉજવાયો હતો.

આહ્વાન શ્ર્લોક ભજન બાદ શરૂઆતમાં (પ્રથમ) ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ વાત કરી તેમાં પૂ.વિણાબેનનું જીવન દર્શન, સાધના અને બધા ગુણ આવી ગયા હતા. અનાદિ મુક્તોને લઈને શ્રીજી મહારાજ પધાર્યા એમાંના પૂ.વિણાબેન છે. વિણા ૨૪ કલાક ભગવાનની સાથે રહે છે. એને કોઈની અપેક્ષા નહીં. ભગવાનની જ અપેક્ષા.

એક બેંકમાં એવા એક મેનેજર પોસ્ટ પર આવ્યા. એની બારી પાસે હંમેશાં બહુ મોટી લાઈન રહેતી. એને પૂછ્યું, તમે કેવી રીતે કામ કરો છો ? આવડી મોટી લાઈન છે !  મેનેજર કહે હું કાંઈ નથી કરતો. મારી સામે જે જે આવે છે ત્યારે એક જ પ્રાર્થના બોલ્યા કરું છું. “May God bless you..”

એમ વ્યાપક સ્વરૂપે મહારાજ છે એમની પાસે કામ કરાવતા થઈએ એ આપણી સાધના પૂરી થઈ. આમ, વિણા અખંડ ભગવાનમાં રહીને કાર્ય કરે છે. બોરસદ જેવા ગામમાં સર્જન તરીકે હૉસ્પીટલમાં કામ કરીને જોગી મહારાજનું નામ રોશન કર્યું. આપણે એમાંથી એટલું શીખવાનું છે કે ભગવાનને વાપરતા થઈએ. પોતે પોતાના ગુરૂ બનવાની વાત  છે. આત્માના સુખે સુખીયા રહેવં એ ખરેખરી મોટપ છે. પૂ.વિણાબેન સો વર્ષ સુધી મહારાજનું કામ કર્યા કરે. નવા બધા બહેનો તમારા જેવું સહજ જીવતા થઈ જાય તેવી પ્રાર્થના કરજો.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/16-2-14 P.DR.VEENABEN DIVINE DAY/{/gallery}

ચિ.એશાએ નૃત્યમાં અંતરની ભાવના વ્યક્ત કરી. “નાના નાના દિલમાં પપ્પાજીનો વાસ..” આ ભજન પર ભાવ નૃત્ય કર્યું. પૂ.ડૉ.ભાવનાબેન શેઠ પૂ.વિણાબેનના સાથી તેમને માહાત્મ્ય દર્શન અનુભવના આધારી કર્યું. તેમના અભ્યાસ વખતની વાત વિગતે કરી તથા પૂ.વિણાબેન જ્યોતમાં ભગવાન ભજવા સર્જન તરીકે આવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ તેઓને બોરસદ મૂકી દીધા. ત્યાં તેમણે જંગલમાં મંગલ કર્યું. પૂ.વિણાબેન એટલે સુહ્રદભાવનું વહેતું ઝરણું ! ગુરૂહરિ પપ્પાજીનું નામ રોશન કરવાની તેમની અદમ્ય ઈચ્છા ! વગેરે પૂ.વિણાબેન વિષેની સરસ વાત કરી હતી. પૂ.દયાબેને માહાત્મ્ય દર્શનમાં લાભ આપ્યો હતો. પૂ.યામિનીબેન, પૂ.ડૉ.રેણુબેન તથા પૂ.ઉષાબેન નકારજાએ અનુભવ દર્શન, માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું.

પૂ.વિણાબેને યાચના પ્રવચન કરી લાભ આપ્યો હતો. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા ! તેમાં પૂ.ડૉ.વિણાબેન કેવી રીતે આ જોગમાં આવ્યાં. ત્યારની બધી સ્મૃતિની વાત વિગતે કરી. આરાધના પુસ્તકમાંથી “દિવ્ય ધબ્બો” એ લેખ ગુરૂહરિ પપ્પાજીએ પૂ.વિણાબેનને સમજાવ્યો અને તેને મનાઈ ગયું. ત્યારે પૂ.વિણાબેન સિવિલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ ચાલતી હતી. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.વિણાબેનને કહ્યું, તારે દર શનિવારે હૉસ્પીટલથી છૂટી અહીં આવવું. શનિ-રવિ બહેનોને તપાસવાની સેવા કરવી. પ.પૂ.દીદીનો લાભ લેવો. બસ, પૂ.વિણાબેન આવ્યા તે આવ્યા. સાથે ડૉક્ટર્સ બહેનોનું ઝૂમખું લઈને આવ્યા. પૂ.વિણાબેન ખૂબ ઉત્સાહી, ઉમંગી છે. વગેરે વાત કરીને પ.પૂ.દીદીએ એક ભજનની કડી ગાઈ. વ્હાલા તારી સ્મૃતિના સહારે..(૨) પહોંચી જાયે જીવનનૈયા સુખે કિનારે… આમ, સભાનું સમાપન થયું.

() તા.૨૦,૨૧,૨૨ફેબ્રુઆરીજ્યોતમાંપારાયણરાખ્યુંહતું. 

મુંબઈના ચૈતન્ય માધ્યમ સમાન જૂના જોગી પૂ.મધુબા મચ્છર તથા પૂ.સવિતાબા ઠક્કર આ અઠવાડિયા દરમ્યાન મુંબઈમાં અક્ષરધામ નિવાસી થયાં.

પૂ.જ્યોતિબેનના આદેશ મુજબ આવા માતુશ્રી નિમિત્તે પારાયણ રાખ્યું. સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પ્રસન્ન પ્રબોધ પુસ્તકનું પારાયણ અને પારાયણ વાંચનાર આ બંને માતુશ્રી વિષે ગુણગાન ગાતા તે સાંભળવાનો કોઈક અનોખો આનંદ આવતો હતો. ઓહોહો ! કેવાં માવતર કે જેમને ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રત્યક્ષની નિષ્ઠા રાખી સેવન કર્યું છે. અઠવાડિક સભા એકેય ચૂક્યા નથી. ઘર અને દેહને મંદિર બનાવી જીવ્યા છે. સંતાનોને તથા પૌત્ર પૌત્રીઓને પણ ગળથુથીમાંથી સત્સંગના સંસ્કાર સિંચ્યા છે. સભામાં સાથે લઈ જઈને ભક્તિ શીખવી છે. આજે જ્યોતમાં સવિતાબાની પૌત્રી ચિ.અદિતી ભગવાન ભજે છે. પૂ.મધુબાની ૪ દિકરીઓને ભગવાન ભજવા મોકલ્યા છે. પ્રથમ એકાવનમાં પૂ.ચંદ્રિબેન પછીના પૂ.પ્રજ્ઞાબેન, પૂ.ગીતાબેન, પૂ.દીનાબેન કર્મયોગના માર્ગે આદર્શ જીવન જીવી જ્યોતનું શોભાડી રહ્યાં છે.

એમના (બંનેના) પુત્રોને પુત્ર વધુઓને પણ સત્સંગનો એવો રંગ ચડાવેલ છે કે તેઓ પણ અત્યારે ગૃહસ્થાશ્રમમાં રહીને સત્સંગપ્રધાન જીવન જીવે છે. ધન્ય છે આવી દિવ્ય માતાઓને !

() તા.૨૭//૨૦૧૦અક્ષરરાત્રિ, મહાશિવરાત્રિ.પૂ.જ્યોતિબેનનો૮૨મો પ્રાગટ્યદિન

* સભામાં પૂ.જ્યોતિબેનને ૧૯ તાળીથી વધાવી શતાબ્દીવંદના કરી હતી.

ઠાકોરજીને પાયલાગણ કરીને સ્વઆસને બિરાજ્યા.

ભાવ પુષ્પાર્પણ  પૂ.દેવાંગી, પૂ.હાર્દિકકુમાર (નડિયાદે) કર્યું, પૂ.કિરીટભાઈ અને પૂ.રૂપલભાભી (અમદાવાદે) કર્યું.

* પૂ.પ્રિતીબેન માવાણી રચિત પ્રાસંગિક ભજન ગવાયું. “આહા રે..શુભદિન આયો..”

* પ્રાસંગિક મહિમા દર્શન અને આશીર્વાદ પ.પૂ.દીદીએ આપ્યા. પહેલેથી શાસ્ત્રીમહારાજ વખતથી પ.પૂ.દીદીના કુટુંબ અને પ.પૂ.જ્યોતિબેન બાનું કુટુંબ સાથે ને સાથે જ હતાં. ૧૯૫૬ થી માંડીને પ.પૂ.દીદીએ આધ્યાત્મિક ઈતિહાસની વાતો કહીને તાર્દશ્ય દર્શન કરાવ્યું હતું.

* તે જમાનામાં નાત જાતનું ખૂબ હતું. આ બે બહેનો જ્યોતિ-તારાને તો પહેલેથી કાંઈ અડતું નહીં. યોગીબાપાના આશીર્વાદ મળી ગયા કે ભગવાન ભજવામાં નાત-જાત અડતાં નથી. અને મારો માર્ગ ભજવાનો ખુલ્લો થયો. પ.પૂ.તારાબેન

એટલે ભાવ અને પ.પૂ.જ્યોતિબેન એટલે ક્રિયા. પ.પૂ.દીદી એટલે સંકલ્પ. આમ, ભિન્ન અંગવાળા અમે ત્રણેયને સંકલ્પ, ભાવ અને ક્રિયા સાથે રાખીને ગુરૂહરિ પપ્પાજીએ સંપ, સુહ્રદભાવ અને એકતાથી રહેતાં કર્યાં.

* પ્રાસંગિક માહાત્મ્યગાન પ.પૂ.દેવીબેને કર્યું. પ.પૂ.દિનકરભાઈ (શિકાગો) વતી તેમના ફોન મુજબ ભાવાર્પણ કરીને લાભ આપ્યો હતો.

* પ્રાસંગિક માહાત્મ્યગાન પ.પૂ.યોગીનીબેન (પવઈ) એ કર્યું હતું. પ.પૂ.જ્યોતિબેને પાંચેય સ્વરૂપોનું ગૌરવ વધાર્યું છે…

* બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાનું યથાર્થ સેવન કર્યું છે. તેઓને ક્યારેય ઓશિયાળા નથી કર્યા. અને તેઓનું પાંચેયનું ગૌરવ વધાર્યું છે. તો તેઓના પગલે ચાલીને અમો પણ એવું જીવન જીવી શકીએ તેવી માગણી કરી હતી.

* પવઈ કેન્દ્ર તરફથી પૂ.યોગીનીબેન અને પૂ.લીલુબેને પુષ્પમાળા અર્પણ કરી હતી.

* પપ્પાજી તીર્થ તરફથી ભાઈઓએ પુષ્પ અર્પણ કર્યું.

* જ્યોતનાં બહેનો વતી પૂ.જયુબેન દેસાઈ અને પૂ.રસિલાબેન ડઢાણીયાએ પુષ્પહાર અર્પણ કર્યા. આજે રસીલાબેનની પણ હીરક જયંતી છે. તેમણે વિશેષરૂપે પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા.

* ગુણાતીત પ્રકાશના ભાઈઓ વતી પૂ.વિજયભાઈએ પુષ્પ કલગી અર્પણ કરી હતી.

* પૂ.નવીનભાઈ ઠક્કર અમદાવાદ રચિત ભજન ગવાયું. પૂ.હરિશભાઈ ઠક્કરે ગાયું. ગુરૂહરિ પપ્પાજીની તાર્દશ્ય સ્મૃતિ તાજી કરી દીધી. “પ્રાતે ઉઠી પ્રભુ પ્રાણ પીયુની” પૂ.નવીનભાઈ ઠક્કરે ભાવાર્પણ પણ કર્યું હતું.

* અમદાવાદના પૂ.દર્શનભાઈ ઠક્કરે ૫૮૬ પાનામાં ૧૨૮૩ શ્રીજી મહારાજના પ્રસંગોનું પુસ્તક પ.પૂ.જ્યોતિબેનના શ્રી ચરણે અર્પણ કર્યું હતું. આ તો જ્યોતિબેનની મનપસંદ ભેટ હતી.

બીજું કે પ.પૂ.જ્યોતિબેનને પહેલેથી ભજનો ખૂબ ગમે. એ સ્મૃતિમાં પૂ.ઝરણાબેન તથા આનંદબ્રહ્મ કમિટિ તરફથી નાનો આનંદ બ્રહ્મનો કાર્યક્ર્મ સભામાં રજૂ કર્યો હતો. જેમાં ભજનની કડીના બે શબ્દોના આધારે પ્રશ્ન ઉકેલી શ્રોતાવર્ગ તે કડી

શોધી ગાવા માઈક પર દોડીને આવેલા. ખૂબ આનંદ આવ્યો.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/27-02-14 p.p.jyotiben birthday celebration/{/gallery}

¬  સભા દરમ્યાન ત્રણ કેક અર્પણ થઈ.

૧. માણાવદર જ્યોત શાખા મંદિર તરફથી પૂ.ઉર્વશીબેન દલવાડીએ અર્પણ કરી.

૨. અમદાવાદના પૂ.ચંદ્રિકાબેન ઠક્કર તરફથી અર્પણ થઈ.

૩. વડોદરાના પૂ.સુનીલભાઈ રાયનાની તરફથી.

*  ભાવાર્પણ હરિભક્તો તરફથી થયા.

*  પૂ.કામિનીબેન પરેશભાઈ પરમાર (મુંબઈ)

*  પૂ.મુક્તાબેન નાનાલાલભાઈ પટેલ

*  પૂ.હંસાબેન સવસાણી (જૂનાગઢ)

*  નરોડા મંડળ તરફથી પૂ.શાતાંબેન ભટ્ટીએ હાર અર્પણ કર્યો. પૂ.ભગવતીબેન રત્નાનીએ ભાવાર્પણ કર્યું.

* રાજકોટના પોલીસ ઈન્સપેક્ટર સાહેબ પૂ.હરદેવસિંહ વાઘેલા વતી તેઓના માતુશ્રી પૂ.હંસાબા વાઘેલાએ ભાવાર્પણ કર્યું.

* સ્મૃતિભાવ પૂ.સ્મૃતિબેન દવે અને પૂ.ચંદ્રિકાબેન ઠક્કર (અમદાવાદ) એ અર્પણ કર્યો હતો.

*  ભાવનૃત્ય પૂ.જીગીશાબેન (સુરતે) કર્યું હતું.

*  અનુભવદર્શન પૂ.ભગવાનજીભાઈ ગજ્જર અને પૂ.નવિનભાઈ ઠક્કરે કર્યું હતું. ધ્વનિ મુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના લીધા હતા. પ.પૂ.જ્યોતિબેને પણ આશીર્વાદ આપ્યા હતા.

*  આજનો સમૈયો ૧.૩૦ વાગ્યે પૂરો થયો. સભા બાદ દરેક હરિભક્તોએ પ.પૂ.જ્યોતિબેનને પાયલાગણ કર્યું. ત્યારબાદ મહાપ્રસાદ લઈ સર્વે વિદાય થયા. આ સમૈયાની વિડિયો દર્શનનો લાભ વેબસાઈટ પર માણ્યો હશે. જેથી ટૂંકમાં વિરમું છું.

() તા.૨૮//૧૪શાશ્વતસ્મૃતિદિન 

આજે રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ માં પ્રભુકૃપા મંડળના ભાઈઓએ પપ્પાજી તીર્થ પર જઈ શાશ્વત ધામે પ્રદક્ષિણા, ધૂન્ય સભા કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2014/Feb/28-02-14 shaswat smryutidin/{/gallery}

આ રીતે આ આખું પખવાડિયું મોટેરાં સ્વરૂપોની છત્રછાયામાં ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ લિ. જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !