16 to 28 Feb 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 

) તા.૧૯//૧૬ સ્વામીસ્વરૂપ પૂ.ડૉ.વીણાબેનનો સ્વરૂપાનુભૂતિ દિન

 

 

જ્યોતમાં ભગવાન ભજતાં ૧૧ ડૉક્ટર બહેનોનું ગ્રુપ .પૂ.દીદીના સંકલ્પ અને  પ્રાર્થનાનું પરિણામ છે. એમાંના એક એટલે

પૂ.ડૉ.વીણાબેન. તેમના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં થઈ.

સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. ગુરૂહરિ પપ્પાજીએ આશિષ વહાવતાં કહ્યું કે પૂર્વના જબરજસ્ત અનાદિ મુક્તોને લઈને શ્રીજી મહારાજ પધાર્યા, એવાં વિણાબેન છે. ભગવાનની સાથે રહે છે. એક બેંકમાં એક ક્લાર્ક ઑફિસર હતો. એની બારી પાસે બધા જાય. લાઈન બહુ મોટી હોય. એટલે એને પૂછ્યું, તારી પાસે કેમ બધા આવે છે ? તારી પાસે એવું શું છે ? તો કહે, હું તો મારું કામ કરૂં છું. જેમ જેમ બધા આવતા જાય અને હું મનથી પ્રાર્થના કરૂં. ‘May God Bless You.’ એટલે બધું ભગવાન કરે છે. એમ આપણે ભગવાનમય રહેવાનું છે. એની પાસે કામ કરાવતા થઈએ. એટલે આપણી સાધના પૂર્ણ થઈ.

 

 

વીણા ભગવાનમાં રહીને કામ કરે છે. સાલુકાઈભર્યા વર્તને જોગીમહારાજનું નામ રોશન કર્યું. આપણે પણ ભગવાનને વાપરતા થઈએ. અક્ષરધામનું સુખ અંતરથી આવતું થઈ જાય. નાનામોટાનો મેળ નથી. ખરેખરી મોટાઈ તો આત્માના સુખે સુખીયા રહીએ. એવું વીણાબેન જીવે છે. આદર્શ કર્મયોગી સાધક તરીકે જીવે છે. બધી બહેનો માટે વીણા સુહ્રદ પ્રાર્થના કરજે પ્રાર્થના.

{gallery}images_in_articles//newsletter/2017/Feb/16-02-17 DR.VINABEN DIVINE DAY{/gallery}

 

 

.પૂ.દીદીએ પણ આશિષ આપતાં કહ્યું કે, વીણાબેનને ભગવાન હાજરાહજૂર છે. પૂ.વીણાબેન સાથે બીજા  ડૉક્ટર બહેનો ભણતાતા. બધાનું ધ્યેય નાનપણથી નક્કી થઈ ગયું હતું. લગ્ન નથી કરવાં. ડૉક્ટર થઈને સમાજસેવા કરવી છે. ભગવાનના ચૈતન્યોને ભગવાન એની પાસે લાવીને મૂકી દે છે. વીણાબેન સર્જન ડૉક્ટર થયા પછી એમને બોરસદ સરકારી હૉસ્પીટલમાં મૂક્યા. ત્યાં કોઈપણ પેશન્ટ હોય તે સાજો થઈને જાય. પૂ.વીણાબેનમાં રહી પપ્પાજી કામ કરતાતા. ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞાથી બોરસદ રહ્યાતા તો ગુરૂહરિ પપ્પાજી એમનું બધું કાર્ય કરતાતા.

 

 

ભગવાન માટે આપણે જીવીએ છીએ. એટલે એવું સરસ દિલની સચ્ચાઈનું વફાદારીભર્યું જીવન હોય.

.પૂ.દેવીબેને પણ આશીર્વાદ આપ્યા હતા.

હે પપ્પાજી ! અમે એક તમારા છીએ. તમારે જે કરાવવું છે અમારે કરવું છે.

 

 

પૂ.ભાવનાબેન શેઠે પૂ.વીણાબેનના માહાત્મ્યદર્શનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ તેમના આશ્રિત હરિભક્તો પૂ.ઉષાબેન નકારજા, પૂ.કૃપાબેન ભાલાડા, પૂ.યામિનીબેન ભટ્ટ, પૂ.ભાવનાબેન પટેલ (બરોડા) અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો.

આમ, સભામાં દિવ્યતાપૂર્વક પૂ.વીણાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી થઈ હતી.

 

 

() તા.૨૪//૧૭ પરમ ભાગવત સંત સ્વરૂપ  પ.પૂ.જ્યોતિબેનનો ૮૪મો પ્રાગટ્ય પર્વ

     અને અવિ ભક્ત આત્મા .પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિ દિનની ઉજવણી

 

 

કોટિ કોટિ અનંત કોટિ વંદન હો ! ધન્ય ધન્ય સંત સુજાણને ….

અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય જ્યોતિતારાને પંચવર્તમાને યુક્ત જેનું જીવન, જેનામાં અખંડ ભગવાન નિવાસ કરે છે જ્યોતિબેન,

 

 

શ્વાસોશ્વાસેને લોહીના બુંદેબુંદમાં અખંડ પ્રભુનું મનન ચિંતન તારાબેન,

બુધ્ધિ પરનો વિશ્વાસ, મન સોંપી સમગ્ર તંત્રમાં પ્રભુને કાર્ય કરવા દે જ્યોતિબેન,

ધીરજ રાખી, તટસ્થતા રાખી, નિર્દોષબુધ્ધિએયુક્ત સહુને નીરખે તારાબેન,

કરિષ્યે વચનં તવ શબ્દ લઈ, બ્રહ્મતનુ બાંધી ધ્યેય સિધ્ધ કર્યુ જ્યોતિબેન,

પપ્પાજીના વચનનું મૂલ્ય સમજી દિવ્ય ર્દષ્ટિ કેળવી ધ્યેય સિધ્ધ કર્યુ તારાબેન,

તારકે તાર્યા અનેકને, જ્યોતિએ અજવાળ્યા અનેકને

એવા પ્રાતઃસ્મરણીય વંદનીય, પૂજનીય તારાજ્યોતિને !

ગૃહીત્યાગી અનેક જંગમ મંદિરના ઘડવૈયાને !

ભગિની મહોત્સવ પર્વે કરીએ સો સો સલામ !

 

{gallery}images_in_articles//newsletter/2017/Feb/24-02-17P.P.JYOTIBEN PRAGTYADIN{/gallery}

 

 

એવાં .પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યપર્વની ઉજવણી સવારે .૩૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. ગુણાતીત સમાજના કેન્દ્રોમાંથી અમુક સંખ્યામાં મોટેરાં ભાઈઓબહેનો અને હરિભક્તો સમૈયાનો લાભ લેવા પધાર્યા હતાં અને ધન્યતા અનુભવી હતી.

 

 

.પૂ.સાહેબજી પોતાનો કાર્યક્રમ બદલીને સમૈયામાં મુક્તોને લઇને પધાર્યા હતા, અને ગુણાતીત સમાજમાં જ્યોતિબેનના સર્વદેશીય કાર્યની ઐતાહાસિક સ્મૃતિ સાથે પૂ.જયોતિબેન નો મહિમાં ગાયો હતો, અને તેનેજ ભકિત કહીને સહુને ભકિતનું ભાથુ ભરી આપ્યુ હતું

 

 

સાંજે થી .૩૦ અવિભક્ત આત્મા .પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી પણ ખૂબ ભવ્ય રીતે થઈ હતી.

પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીનું અદ્દભૂત, અણમૂલું સર્જન એટલે .પૂ.તારાબેન

તારાબેન નામ બોલતાં પપ્પાજીની સ્મૃતિ થઈ જાય.

પપ્પાજી કહે, અવિભક્ત ? એકદમ હાસ્યસહિત સહજાવસ્થામાં બોલે, અવિભક્ત પરમાત્મા !

પપ્પાજી કહે, તારાબેનનું બધું કામ મારે કરવાનું !

સ્વાભાવિક ચેષ્ટા સાથે પપ્પાજી કહે, તારાબેન કથા કરે પછી બોલે, ખરૂં ને !

બસ ખરૂં શબ્દમાં સર્વનું ખરી ગયું ને સહુ એમનામાં સમાઈ ગયા.

ભજનની કડી યાદ આવી જાય, ‘ઉદરઅબ્ધિમાં અગણિત ગોપ્યું અનંત જીવોના થઈ આધાર…’

 

 

એવા આપણા સૌના આધાર સમ, આપણા સૌનાં ગૃહમાતા, બહેનોના ઉધ્ધારક, સાધકોના નિત્યસાથી, ગૃહસ્થોના અતિ વ્હાલા એવાં તારાબેનને પ્રાર્થીએ

આપની જેમ કેવળ પપ્પાજીમાં લય, પપ્પાજી સિવાય બીજો કોઈ આકાર નહીં, પપ્પાજી અને આપના વચનમાં, આપના ગમતામાં જીવન જીવીએ.

પપ્પાજી કહે, તારાબેન એટલે શું ? ‘પરાણેય દિવ્યભાવ રાખો.’

આરઝૂ ધરી આશિષ વરસાવજો. એવા અવિભક્ત પરમાત્માને કરીએ સો સો સલામ !

બંને સમૈયાનું વિડીયો દર્શન આપે વેબસાઈટ પર માણ્યું હશે. તેથી અહીં વિરમું છું.

 

{gallery}images_in_articles//newsletter/2017/Feb/24-02-17 P.P.TARABEN SWARUPANUBHUTIDIN{/gallery}

 

 

() તા.૨૫//૧૭ માહાત્મ્ય મહેરામણ  મહોત્સવ

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં જ્યોતના ૬૦ વર્ષની ઉંમરના બહેનો કે જેઓ આવ્યા ત્યારથી જ્યોતમાં હોમાઈ ગયા. ગુરૂહરિ પપ્પાજીનું ખૂબ શોભાડી રહ્યાં છે એવાં બહેનોની હીરક જયંતિનો સમૈયો ખૂબ આનંદઉલ્લાસસભર વાતાવરણમાં ઉજવાયો હતો. બહેનો છે

પૂ.રેખાબેન ખમાર (લંડન), પૂ.ભારતીબેન ઝાલાવાડીયા, પૂ.જયાબેન રતનપરા, પૂ.માયાબેન ભટ્ટ, પૂ.શારદાબેન ડઢાણિયા, પૂ.સુસ્મીબેન પટેલ, પૂ.દક્ષાબેન પટેલ

 

{gallery}images_in_articles//newsletter/2017/Feb/25-02-17 MAHATMYA MEHRAMAN MAHOTSAV{/gallery}

 

 

 

બહેનોને ભાવાર્પણ અર્પણ થયા હતાં. અને બધાં બહેનોનું માહાત્મ્યદર્શન પૂ.હંસાબેન ગુણાતીતે કરાવ્યું હતું. ત્યારબાદ .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતાં.

સાંજે .૩૦ થી ૧૦.૦૦ પણ બીજા બહેનોની હીરક જયંતિનો સમૈયા ઉજવ્યો હતો.

 

 

પૂ.મંજુબેન ફળદુ, પૂ.ચેતુબેન દેસાઈ, પૂ.કલ્પુબેન મહેતા, પૂ.મીનાબેન દેસાઈ, પૂ.ચારૂબેન ભટ્ટ, પૂ.લત્તાબેન પટેલ, પૂ.કાશ્મીરાબેન, પૂ.રેવંતાબેન, પૂ.દયાબેન ચપલા

બહેનોને પણ ભાવાર્પણ અર્પણ થયા હતાં. અને પૂ.મનીબેન અને પૂ.માયાબેને બહેનોના માહાત્મ્યદર્શનમાં લાભ આપ્યો હતો. અને તેમની સેવાભક્તિને બિરદાવી હતી.

 

 

() તા.૨૮//૧૭

 

 

મહિનામાં ૨૮ દિવસ હોવાથી તા.૨૯મી નિમિત્તેની ધૂન આજે સાંજે .૦૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી.

દર ૨૮મી તારીખે ભાઈઓ જેમ પપ્પાજી તીર્થ પર ભજનપ્રદક્ષિણા માટે જાય છે તેમ આજે પણ ગયા હતા.

 

 

આમ, બે મહાન સંત વિભૂતિ .પૂ.જ્યોતિબેન પ્રાગટ્ય પર્વ અને .પૂ.તારાબેન સ્વરૂપાનુભૂતિદિનના ઉત્સવો લઈને આવેલું પખવાડિયું ખૂબ આનંદ સાથે ભક્તિમય પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !