Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 28 Feb 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૮/૨/૧૮ પ.પૂ.તારાબેનનો ૬૬મો સ્વરૂપાનુભૂતિ દિન

 

ગુરૂહરિ પપ્પાજીએ જોગીબાપાને પૂછ્યું, ને બાપાએ કહ્યું, બહેનો ભગવાન ભજે તો શું ખોટું ? પ.પૂ.દીદીના બાપુજી ભગવતરાયભાઈએ

પૂછ્યું, બાપા કહે, એવું પૂછે છે જ કીયો ? ને બહેનો માટે અક્ષરવાટ ખોલી ને પહેલી પહેલી બંસીના સૂર રણક્યા. ગુરૂહરિ પપ્પાજીએ તારાબેનને કહ્યું કે, હું તને ગૃહમાતા બનાવીશ. ને આજે બે માંથી ચાર ને ચારમાંથી ૪૩૫ બહેનોનો યશ જાય છે, ગૃહમાતા તારાબેનને !

 

અતિ તેજસ્વી ઓજસ છતાંય નિર્માનીપણાની દિવ્ય આભા હેત, પ્રીતિ, ક્ષમાથી સર્વ ચૈતન્યનું જતન કર્યું ને વર્તનથી સહુને શીખવ્યું. ‘પ્રભુના સંબંધે સહુ ધામના ધગધગતા અંગારા છે.’ માટે રહેણી, કરણીના કે કાર્યના કાજી ન થતાં “પરાણેય દિવ્યભાવ પકડી રાખજો.” ને પ્રભુની સ્મૃતિ ને લીલાચરિત્રોમાં મહાલ્યા કરે તો અંગારાને અડવાનું મન ન થાય ને દઝાવાય નહીં. આવી સિધ્ધાંતિક પ્રસન્નતાની ધગશ રહે તો પપ્પાજીની કૃપા વરસ્યા વગર રહે નહીં ને…!

 

ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.તારાબેન આપણાથી દૂર રહે નહીં. એવી એમની જ્યોત ઝળહળતી રહે એવી આજ .પૂ.તારાબેન પર્વે અમારી પ્રાર્થના આપના ચરણે ધરીએ છીએ. કોટિ કોટિ વંદન હો !!!

 

એવાં .પૂ.તારાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં સવારે .૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન થઈ હતી. જેના વિડીયો દ્વારા દર્શન આપ સહુએ વેબસાઈટ પર વિશેષ રીતે કર્યા હશે. તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles//newsletter/2018/Feb/18-02-18 P.P.Taraben swarupanubhutidin{/gallery}

 

(૨) તા.૨૧/૨/૧૮

 

.નિ. પૂ.સુશીલાબેન સૂર્યકાંતભાઈ પટેલની પ્રથમ પુણ્યતીથિ નિમિત્તે લંડન રહેતા તેમના દીકરી પૂ.જૈમિનાબેન મહાપૂજા કરાવવા માટે લંડનથી પાંચ દિવસ માટે આવ્યા હતા. જ્યોતમાં મહાપૂજા કરાવવાની તથા બહેનોભાઈઓને જમાડવાની તેમની ભાવના હતી. તે પ્રમાણે પૂ.ઈલેશભાઈ, પૂ.યશભાઈ દવે અને ભાઈઓએ સરસ મહાપૂજા કરી હતી. 

 

પૂ.રમીબેન તૈલીએ પૂ.સુશીલાબેન વિશે ગોષ્ટિ લાભ આપ્યો હતો કે, પૂ.સુશીલાબેન અને પૂ.સૂર્યકાંતભાઈનું જીવન પહેલેથી પ્રભુ અર્થે હતું. માંઝાથી .પૂ.બેનનો સંબંધ થયો. .પૂ.બેને ગુરૂહરિ પપ્પાજી ઓળખાવ્યા. બંને ગુણાતીત સમાજના થઈને જીવ્યા. .પૂ.બેન જ્યાતે જ્યારે અમદાવાદ જાય ત્યારે .પૂ.બેનને પૂ.સુશીલાબેનને મળવા જવું હોય. પૂ.સુશીલાબેનનો ભાવ .પૂ.બેનને ખેંચી જતો. .પૂ.બેનને જમાડવાનો ખૂબ ભાવ ! એમનો ભાવ .પૂ.બેને ગ્રહણ કર્યો છે. પૂ.સુશીલાબેને બેઠી ભક્તિ કરી છે. તબિયત સારી નહોતી રહેતી. પોતે રમૂજી હતાં તેથી બિમારીમાં પણ આનંદમાં રહેતાં. પોતાની સ્વઈચ્છાથી ધામમાં ગયાં છે. બંનેનું જીવન ભક્તિમય હતું. તો સંતાનોમાં પણ સત્સંગ ભક્તિ ઉગી છે. પૂ.સૂર્યકાંતભાઈની તબિયત પણ સરસ રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણે ધરી હતી.

 

(૩) તા.૨૨/૨/૧૮

 

પૂ.ડૉ.રેણુબેન પટેલ (લંડન) ના સુપુત્ર પૂ.કૃણાલભાઈના લગ્ન થોડા વખત પહેલાં લંડનમાં થયા. તેઓની ભાવના હતી કે, વિદ્યાનગર શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બાબેનની સમક્ષ .પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરાવી અને થાળ જમાડવાની ભાવના હતી. મહાપૂજા માટે ખાસ પૂ.કૃણાલભાઈ અને પૂ.સોનિયાભાભી લંડનથી ત્રણ દિવસ માટે આવ્યા હતાં.

 

જ્યોત મંદિરમાં પૂ.ઈલેશભાઈ, પૂ.યશભાઈ દવે અને ભાઈઓએ ભક્તિભાવથી મહાપૂજા કરી અને .પૂ.દીદી અને મોટેરાં સ્વરૂપોએ આશીર્વાદ આપ્યાપૂ.રેણુબેને વાત કરી કે દીકરો પૂ.કૃણાલ અને પુત્રવધુ પૂ.સોનિયાને કહ્યું કે તમે બંને અહીં મહાપૂજામાં આશીર્વાદ લેવા આવ્યા તે બદલ અભિનંદન.

 

પૂ.દિલીપભાઈ ભોજાણી વાત કરતાં કહ્યું કે, પૂ.કૃણાલ ખૂબ સંસ્કારી છોકરો છે. અમારી સભાનો નિયમિત સભ્ય છે. સભામાં સમય પહેલાં આવી જઈ હૉલ તૈયાર કરે, ખુરશીઓ ગોઠવે. સભા પછી બધું વ્યવસ્થિત કરવું વગેરે ખૂબ સેવાભાવી છે. પૂર્વના મુક્તો અહીં આવે છે. પૂ.સોનિયા ઘરમાં આવી છે. સભામાં આવવામાં સત્સંગ કરવામાં પૂ.સોનિયા પૂ.કૃણાલને પૂરતો સાથ આપે છે. બંનેને અભિનંદન છે.

 

પૂ.ડૉ.નિલમબેને વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજી અનાદિ મુક્તોને લઈને પધાર્યા છે. ૧૯૮૬માં કૃણાલનો જન્મ થયો ત્યારથી ગુરૂહરિ પપ્પાજી દર વર્ષે લંડનમાં તેના બર્થ ડેના આશીર્વાદ આપવા ગીફ્ટ લઈને તેના ઘરે જાય. .પૂ.દીદીનો માનસપુત્ર છે. એને સંક્લ્પથી .પૂ.દીદીએ સેવ્યો છે. અને હજુય સેવે છે. પૂ.સોનિયા પૂર્વની મુમુક્ષુ છે. તો ઘરમાં આવે.

 

પૂ.ડૉ.વિણાબેને વાત કરતાં કહ્યું કે, રેણુબેન બહુ બુધ્ધિશાળી છે. બુધ્ધિ ભગવાન માટે વાપરી, બહુ ભણ્યાં. રીટાયર્ડ થયા પછી પણ પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો. અને કહે હવે પછીની બધી આવક જ્યોતની છે. સમર્પિત થઈને જીવે છે. સોનિયાનું કુટુંબ પંજાબી છે. પણ બહુ સંસ્કારી કુટુંબની દીકરી છે. સોનિયાનું અંતરથી સ્વાગત કરીએ છીએ, અમને બહુ આનંદ છે.

 

પૂ.કૃણાલભાઈએ આશિષ યાચના કરી કે, ગુરૂહરિ પપ્પાજી વગર કાંઈ થતું નથી. ગુરૂહરિ પપ્પાજીને લીધે .પૂ.દીદી મળ્યાં છે. .પૂ.દીદીએ મારું ખૂબ ધ્યાન આપ્યું છે. .પૂ.દીદીની આજ્ઞાથી લગ્ન કર્યાં. પૂ.દિલીપભાઈ અને પૂ.અરૂણાબેન મળી ગયાં.

 

પૂ.અરૂણાબેને વાત કરી કે, પૂ.કૃણાલને બહુ ઝીણી ઝીણી સૂઝ પડે છે. ચીવટાઈ છે. ગુરૂહરિ પપ્પાજીએ અમને આવા દીકરા આપ્યા છે. અમારે કોઈ વાતની ચિંતા કરવાની નથી. .પૂ.બેને મને કહ્યું કે તારે સંજીવની મંત્રનો ૪થો મુદ્દો યાદ કર્યા કરવાનો. ગુરૂહરિ પપ્પાજીને ખબર છે કે ક્યારે કોને શેની મદદની જરૂર છે. તેવી મદદ આપી દે છે. આજે બહુ આનંદ થાય છે. અમને અંતરથી હાશ થાય છે. જ્યારે જ્યાં જેની જેટલી જરૂર હશે તે ગુરૂહરિ પપ્પાજી આપી દે છે.

 

અંતમાં .પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, એક વખત હું લંડન ગઈ ત્યારે વર્ષના કૃણાલે મને કહ્યું કે, મારે તમારી સાથે વાત કરવી છે ? કેટલે નાનો ? ઉંમર કરતાં સમજણ વધારે. ગુરૂહરિ પપ્પાજી એને પ્રસાદ આપતા ત્યારે ખબર પડતી કે, ગુરૂહરિ પપ્પાજીને આની પાસે કંઈક કરાવવું છે. કૃણાલ મોટો થયો એને એવા સંતોનો જોગ આપી દીધો. સેવાની સાથે વચનનું માહાત્મ્ય હોવું જોઈએ. એના માટે સભા ઉત્તમ સ્થાન છે. ગુરૂહરિ પપ્પાજીનું મહત્ત્વ રાખીને ચાલે છે, તેથી સરસ થવાનું છે. જેને ખરેખર ભગવાનનું કાર્ય કરવું છે તેને ગૃહસ્થાશ્રમ નડતો નથી. પપ્પાજી ! તમારો છોકરો છે. તમારે તેની પાસે જે ભક્તિ કરાવવી છે તે કરાવજો. નિશ્ર્ચિંતતાથી ભક્તિમય જીવન જીવે એવી ગુરૂહરિ પપ્પાજી તમે કૃપા કરજો. આમ, ખૂબ સરસ આશીર્વાદ લઈ આજની મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી.

 

(૪) તા.૨૭/૨/૧૮

 

આજે સાંજે .૦૦ થી .૦૦ પપ્પાજી હૉલમાં સભા કરી હતી. તેમાં .પૂ.દીદીએ તા./૧૨/૮૫માં ગુરૂહરિ પપ્પાજીએ લખેલો વારસદાર બનવાનો લેખ સમજાવ્યો હતો. અને એક વાર્તા કરી હતી તે જોઈએ.

 

વાર્તાએક માણસ હતો. તે જંગલમાં લાકડાં કાપવા જતો. તેને વાઘ સાથે દોસ્તી થઈ ગઈ. તેને એક વાર થયું કે હું વાઘ સાથે રહું છું તો મારૂં ઘર બતાવું. તે વાઘને ઘર બતાવવા લઈ ગયો. વાઘ તો ઘર જોઈને ખુશ થઈ ગયો. તેની પત્નીને વાઘની બીક લાગતીતી. મારા પતિનો મિત્ર છે. તેથી મળવા ગઈ. તેની પત્નીની વાણી સારી નહોતી. વાઘની પાસે ગઈ અને કહે અરે ! આનું તો મોઢું ગંધાય છે. વાઘને અપમાન લાગ્યું. પણ કાંઈ બોલ્યો નહીં. પાછા બંને બહાર આવ્યા. આવ્યા ત્યારે વાઘ આનંદમાં હતો. પછી ઉદાસ થઈ ગયો. મિત્રે પૂછ્યું, તો પછી કહે, મારા માથા પર કુહાડી માર. ના પાડી પણ પરાણે મારી ને પૂછ્યું કેમ મારી પાસે આવું કરાવ્યું. તો કહે, મને કુહાડીનો માર નથી લાગતો. પણ તારી પત્નીએ કહ્યું કે, તારૂં મોઢું ગંધાય છે. હું જીંદગીભર નહીં ભૂલું.

 

આપણે વિચારીએ કે આપણી વાણી કેવી છે ? આપણી વાણી આપણા સંસ્કાર બતાવે છે. આપણી વાણી સારી રાખવી. ગુરૂહરિ પપ્પાજીને ગમે તેવાં ભક્તિરૂપ વિચાર, વાણી અને વર્તન કરવાં. કોઈ વાતના મોળાઅવળા વિચાર કરવા નહીં. પ્રાપ્તિની દોટ મૂકવી છે. પોતે પોતાનું કરી લેવાનું છે. આપણે બહુ નસીબદાર છીએ.

 

(૫) તા.૨૮/૨/૧૮ પ.પૂ.મમ્મીજી દિવ્ય અનુભૂતિ પર્વ

 

અમ સહુનાં વહાલાં વહાલાં .પૂ.મમ્મીજી દિવ્ય અનુભૂતિ પર્વ !

 

આત્માપરમાત્માનું અતૂટ બંધન સ્નેહ મિલન એટલે પૂ.મમ્મીજી !

 

પ્રભુ પપ્પાજી વિશે ભગવાનપણાનો અનેરો સંબંધ એટલે પૂ.મમ્મીજી !

 

મૌન સમર્પણ હક્કને સમર્પણ કરી ફરજને જીવન બનાવ્યું પૂ.મમ્મીજી !

 

ગુણાતીત જ્યોતને ગુણાતીત સમાજના સુહ્રદ આત્મીય એટલે પૂ.મમ્મીજી !

 

પૂર્ણ વફાદારી, સ્વધર્મેયુક્ત વર્તન, સ્પષ્ટ વક્તા એટલે પૂ.મમ્મીજી !

 

સાધકના ચડઉતરતા પ્રગતિના પંથના ભીતરના ભેરૂ એટલે પૂ.મમ્મીજી !

 

બળ્યા ઝળ્યા સુખી દુઃખી થતાં ચૈતન્યોના પક્ષે રહી વકીલ બનતાં એવા પૂ.મમ્મીજી !

 

કોટિ કોટિ વંદન હો ! હે મમ્મીજી આપની જેમ મૌન ભક્તિ કરવા આશિષ અર્પો.

 

અનંત કોટિ કોટિ વંદન હો ! દિવ્ય મમ્મીજીપપ્પાજીને સંબંધે સુહ્રદ બનવા આશિષ અર્પો.

 

આમ, પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !