Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 28 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

વચનામૃતદ્વિશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬ થી ૨૮ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૬/૨/૧૯ પંચામૃત પ્રાગટ્યદિન

 

આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની બહેનોની સભા થઈ હતી. તેમાં આજે પૂ.શોભનાબેનનો લાભ

લીધો હતો. પૂ.શોભનાબેને વાત કરતાં કહ્યું કે, આજે ગુરૂહરિ પપ્પાજીએ આપણને આપેલા ‘પંચામૃત’ નો પ્રાગટ્યદિન છે. તો આપણે પાંચ મુદ્દા બોલીએ. સામાન્ય શબ્દોમાં ગુરૂહરિ પપ્પાજીએ આપણને ગુણાતીત ભાવ કેવી રીતે પમાય તેની વાત આ પાંચ મુદ્દામાં કરી છે.

 

ગુણાતીત ભાવ પામવામાં અંતરની માયા આડી આવે છે. તે ટળવી જ જોઈએ. તેને માટે ગુરૂહરિ પપ્પાજીએ આપણને પંચામૃત આપ્યું છે. આપણે આપણા અંતરની માયા ટાળવી છે. ગુરૂહરિ પપ્પાજીએ આપણા પર અનહદ કૃપા વરસાવી છે. આપણને એમના પોતાના ઘરે અક્ષરધામમાં બેસાડી દીધા છે. હવે આપણે સંપ, સુહ્દભાવ અને એકતા રાખીએ. આ વર્ષ આપણું સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ગુરૂહરિ પપ્પાજીને ના ગમે એવું આપણાથી કેમ થાય? મુક્તો પાસે નમવાનું ને આપણા મન સાથે લડવાનું ? સામાન્ય ગુણાતીત જ્ઞાન ગુરૂહરિ પપ્પાજીએ આપણને આ પાંચ મુદ્દામાં આપી દીધું છે. આપણે આપણા અંતરમાં ૨૪ કલાક રાખીએ. મુક્તોનું માહાત્મ્ય દિન પ્રતિદિન વધતું જાય. ગુરૂહરિ પપ્પાજી કહે છે તેવું નિર્ભેળ સુખ અક્ષરધામનું સુખ ભોગવતા થઈ જઈએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. 

 

(૨) તા.૧૯/૨/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન

 

દર મહિનાની ૧૯મી તારીખે સંકલ્પ સ્મૃતિ દિન નિમિત્તે સભા થાય છે. સવારે બહેનોની મંગલદર્શનની સભામાં પૂ.મધુબેન સી. એ એક વાર્તા કરી હતી તે જોઈએ. 

 

એક ગામમાં એવો રિવાજ હતો કે દર પાંચ વર્ષે ત્યાંનો રાજા બદલાય. પાંચ વર્ષ પછી એ રાજાને દોરડાથી બાંધીને નદીને પેલે પાર જંગલમાં છોડી દે. ત્યાં હિંસક પશુઓ હોય તે ખાઈ જાય. એક વખત એક બુધ્ધિશાળી માણસ રાજા બન્યો. તેણે જંગલ સાફ કરાવી ત્યાં સરસ મહેલ બંધાવ્યો. પાંચ વર્ષ પૂરાં થયા એટલે તેને દોરડાથી બાંધીને નાવમાં બેસાડ્યો. નાવિકને નવાઈ લાગી કે બધા તો રડારોડ કરે. બચાવો બચાવોની બૂમો પાડે. અને આ તો હસે છે, આનંદ કરે છે. એણે પૂછ્યું કે તમે કેમ શાંત છો ? તો તેણે કહ્યું, મેં રાજા તરીકેની મારી ફરજ બરાબર બજાવી છે. ત્યાં બધા જે લોકો છે તે મારું નગારા વગાડી સ્વાગત કરે છે. જે પાંચ વર્ષનો મને સમય મળ્યો તેનો મેં ઉપયોગ કર્યો. 

 

પ.પૂ.જશુબેન પણ સાધનામાં આવી શૂરવીરતા રાખી જીવ્યા તો રડવાની વારી ના આવી. આપણે અત્યારે સાધનાની જાગ્રતતા રાખીએ. ગુરૂહરિ પપ્પાજીએ આપણને બધી સુખ સગવડતા આપી છે. તો હવે માહાત્મ્યથી સેવા કરીએ તો ગુરૂહરિ પપ્પાજી બળ આપવા બેઠા જ છે. આવું ઉત્તમ સ્થાન ક્યાંય નથી. જાગ્રતતાથી જીવવાનું ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપો બળ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/19-02-19 SANKLAP SMRUTIDIN{/gallery}

 

(૩) જેમનું જીવન જ જ્યોત અને ગુરૂહરિ પપ્પાજી છે એવા હરિભક્તો સારા-માઠા પ્રસંગે જ્યોતમાં મહાપૂજા કરાવી શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને બહેનોને થાળ ધરાવતા હોય છે. એવી બે મહાપૂજા આ પખવાડીયામાં થઈ. 

 

* તા.૨૦/૨/૧૯ પૂ.રષેશભાઈના લગ્ન નિમિત્તેની મહાપૂજા

 

અમદાવાદના નિષ્ઠાવાન હરિભક્ત પૂ.અમીતભાઈના દીકરા પૂ.રષેશભાઈના લગ્ન નિમિત્તે આજે મંદિરમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ગુરૂહરિ પપ્પાજી અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવ પૂર્વક કરી હતી. મહાપૂજા બાદ સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. 

 

પૂ.અમીતભાઈએ અનુભવ દર્શન કરાવતાં કહ્યું કે, આ મહાપૂજાઆં એવી અનુભૂતિ થઈ કે ગુરૂહરિ પપ્પાજી સાક્ષાત્ બિરાજમાન છે. પાંચ-સાત મિનિટ એવો ખોવાઈ ગયો કે ગુરૂહરિ પપ્પાજી આ નવદંપતિને આશીર્વાદ આપવા પધાર્યા છે. એવું કહી ગયા કે અહીંયા જ બિરાજમાન છું. એવી પ્રતિતિ કરાવી. પ.પૂ.દીદી અહીં મા સ્વરૂપે બિરાજમાન છે. વચનામૃત અને સ્વામીની વાતોનું પહેલું પાનું અને છેલ્લું પાનું તે ગુરૂહરિ પપ્પાજી છે. કાયમ આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રભુ ચરણે પ્રાર્થના.

 

પૂ.નિલમબેને લાભ આપતાં કહ્યું કે, જે સ્થાનકમાં આ મહાપૂજા થઈ રહી છે તે સ્થાનનો મહિમા બહુ છે. આ સ્થાનમાં પાંચ ટાણાંની કથાવાર્તા, મહાપૂજા, ધૂન થતા. આ મંદિરમાં બધાને સુખી કરવાની જ સ્વરૂપોને ભાવના છે. પૂ.સી.ટી દવે સાહેબ અને પૂ.જ્યોત્સના આન્ટીએ કુટુંબમાં બધાને ભગવાન આપ્યા. એ જ કુટુંબના પૂ.રષેશભાઈ છે એમણે આ મહાપૂજા કરાવી. ગુરૂહરિ પપ્પાજી એમને દિવ્યતાનો અનુભવ કરાવે એવો આ મહાપૂજાનો પ્રતાપ છે. જે કરવાનું છે તે જ કરીએ અને જે ના કરવાનું હોય તે ના જ કરી શકીએ. એવી આ મહાપૂજાનું ફળ છે. જેમાં આત્માની પ્રગતિ છે. આ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય છે. જ્યાં જઈએ ત્યાં આ સ્થાનકની સ્મૃતિ કર્યા કરીએ, એ જીવમાં મનાઈ ગયું છે. ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પ છે કે ઘર અને દેહને મંદિર બનાવો. એવું આ ઘર મંદિર છે. ગુરૂહરિ પપ્પાજીની શક્તિનો ઉપયોગ કરીએ. ભગવાન મળ્યા છે તે વાપરો અને બધાને આપો. દિવ્ય શક્તિને વાપરીએ ને અક્ષરધામનું સુખ ભોગવીએ.

 

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, મંદિરમાં તો ભક્તિ જ હોય. મહાપૂજા જ હોય. જ્યોત્સના આન્ટી અને સી.ટી.દવે સાહેબ રતનપુર આરામ કરવા જાય ત્યારે ભજન-મહાપૂજા કર્યા કરે. રશેશ નાનો હતો ત્યારે અહીં આવ્યો હતો. પ્રથમ પ્રભુ પછી પગલું જીવનમાં રહે તેવી જ્યોત્સના આન્ટીની ભાવના. આપણે સાસુ-વહુ તરીકે નહીં પણ મા-દીકરી ની જેમ રહેવાનું. મોટું કુટુંબ છે પણ અપેક્ષા કોઈને નથી. છતીદેહે સુખ, શાંતિ આનંદથી રહેવું છે. ઘરની બહાર નીકળો તો જય સ્વામિનારાયણ કહીને જવું. નવ દંપતિ ખૂબ સુખી થાય એવા આશીર્વાદ પ.પૂ.દીદીએ આપ્યા હતાં. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/20-02-19 RASHESH MAHAPOOJA{/gallery}

 

* તા.૨૮/૨/૧૯ પૂ.કમળાબા ઠક્કરની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા

 

વિદ્યાનગરના નિષ્ઠાવાન પરમ એકાંતિક પૂ.કમળાબેન બળદેવભાઈ ઠક્કરની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા તા.૨૮/૨/૨૦૧૯ના સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં પૂ.ઈલેશભાઈ, પૂ.અનુપભાઈ અને ભાઈઓએ ખૂબ ભક્તિભાવથી કરી હતી. 

 

ગૃહસ્થ સાધુ પૂ.હરિશભાઈ ઠક્કરને આપણે સહુ ઓળખીએ છીએ. તેમના માતુશ્રી પૂ.કમળાબેન તા.૧૯/૨/૧૯ના મહા સુદ પૂનમના મહાશુભદિને મંગળવારે ઘર મંદિરમાં ઘરના સહુ સભ્યોની હાજરીમાં ખૂબ શાંતિથી અક્ષરધામ સિધાવ્યાં.

 

પૂ.કમળાબેનનો પિયરથી સ્વામિનારાયણ ધર્મ-પ્રત્યક્ષ યોગીજી મહારાજનો આશરો નિષ્ઠા ર્દઢ હતાં. કુટુંબમાં સત્સંગ કરાવ્યો. બંને દીકરા પૂ.હરિશભાઈ અને પૂ.સુહાસભાઈને સારા ભણતરની સાથે સંસ્કાર અને સત્સંગનો સવાયો વારસો આપ્યો. ૧૯૭૭થી ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.દીદીનો સંબંધ થયો. આખા કુટુંબની નિષ્ઠા ર્દઢ થતી ગઈ. પૂ.કમળાબાની તીવ્ર ઈચ્છા હતી કે ગુણાતીત જ્યોતની નજીકમાં જ રહેવાનું ગોઠવાય. પ.પૂ.દીદીબી કૃપાથી તે શક્ય બન્યું. છેલ્લા ૯ વર્ષથી તેઓ જ્યોતની નજીક, સ્વરૂપોની નિશ્રામાં રહી બહેનોની સેવા-સમાગમનો લાભ લઈ રહ્યાં છે.

 

પૂ.હરિશભાઈને આપણે જોઈએ જ છીએ. ગૃહસ્થ છતાંય સાધુ જેવું સમર્પિત અને ભક્તિમય-સેવામય અપેક્ષા રહિતનું આધ્યાત્મિક ઉચ્ચ પ્રકારનું આદર્શ જીવન જીવી રહ્યા છે. ગુરૂ આચાર્ય સ્વામીનું સિંચન ! પૂ.ઈલેશભાઈ અને ગુણાતીત પ્રકાશ ભાઈઓને ખભેખભો મિલાવી સેવા-ભક્તિ કરી રહ્યા છે. આ કુટુંબે તો સંપ, સુહ્રદભાવ અને એકતાનો આદર્શ પૂરો પાડ્યો છે. 

 

પૂ.કમળાબેન અને પુત્રવધુ પૂ.હર્ષાબેન મા-દીકરીની જેમ સાથે જ્યોતની સભાઓ, મહાપૂજા, સેવા-ભક્તિમાં નિર્પેક્ષ રહી ભાગ લીધો છે. મંત્રલેખનના કાર્યક્ર્મ વખતે પૂ.કમળાબાએ ૧૦૦ નોટ મંત્ર લખ્યા હતા. સાદું, સરળ, પ્રભુ પર નિર્ભર  સંસ્કારી જીવન, દિવ્યભાવ અને નિર્દોષબુધ્ધિએ યુક્ત, મુખ પર સ્મિત હંમેશા રેલાતું એવા અનેક ગુણો હતાં. પરમ ભાગવત સંત તરીકેનું જીવન જીવ્યાં. ટૂંકી બિમારીમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ રટણ કરતાં કરતાં સાવ જ ટૂંકી બિમારીમાં અક્ષરનિવાસી થયાં. શ્રી ઠાકોરજીના, ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણે બિરાજી ગયા. 

 

પ.પૂ.દીદીએ પૂ.કમળાબાની જે જે મનોકામના હતી તે પૂર્ણ કરી છે. જેમકે, તેમના પુત્રો પૂ.હરિશભાઈ અને પૂ.સુહાસભાઈનો ઉચ્ચ અભ્યાસ, સરસ નોકરી, પૌત્ર-પૌત્રીના ઉચ્ચ અભ્યાસ, પરદેશ ગમન વગેરે.

 

મહાપૂજા બાદ પ્રાર્થના સુમન પૂ.સુહાસભાઈ અને પૂ.હરિશભાઈએ ધર્યા. તેમાં પૂ.કમળાબાનું જીવન વૃત્તાંતનું વર્ણન કર્યું. તથા પ.પૂ.દીદી સ્વરૂપ પૂ.ડૉ.નિલમબેને આશીર્વાદ આપ્યા. તેના સારરૂપ ઉપરોક્ત પૂ.કમળાબાના ગુણોનું શ્રવણ કરી સર્વે બહેનો, ભાઈઓ અને હરિભક્તોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/28-02-19 KAMLABEN THAKKAR TRAYODASHI MAHAPOOJA{/gallery}

 

(૪) તા.૨૮/૨/૧૯ પ.પૂ.મમ્મીજીનો સ્વરૂપાનિભૂતિદિન

 

કોટિ કોટિ વંદન હો… પ.પૂ.મમ્મીજીના ચરણોમાં…

 

પ.પૂ.મમ્મીજી એટલે માહાત્મ્ય-સ્વધર્મનો સમન્વય

 

પ.પૂ.મમ્મીજી એટલે સુહ્રદભાવનો સમંદર

 

પ.પૂ.મમ્મીજી એટલે સ્નેહનો ધોધ

 

પ.પૂ.મમ્મીજી એટલે કેવળ પ્રભુની જ ભક્તિ

 

પ.પૂ.મમ્મીજી એટલે એટલે પતિવ્રતાની ભક્તિ ને વફાદારી

 

પ.પૂ.મમ્મીજી એટલે ગુરૂહરિ પપ્પાજીની રૂચિ, રહસ્ય ને અભિપ્રાયનું જ જીવન

 

વધુ કહીએ તો પ.પૂ.મમ્મીજી એટલે ચૈતન્યોનું જતન ને રાજી રાખે તે.

 

એવા પ.પૂ.મમ્મીજીના સ્વરૂપાનુભૂતિદિન નિમિત્તેની સભા રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી. 

 

સભામાં પ્રથમ પ.પૂ.મમ્મીજીએ આશીર્વાદ આપ્યા કે, અત્યાર સુધી આપણે કાંઈ કર્યું નથી. બધું જ ગુરૂહરિ પપ્પાજીએ કર્યું છે. મૂંઝવણ તો આવે પણ ભજનનો આશરો લેવાનો. કોઈને પૂછવા કરવાનું નહીં ને આપણને સૂઝે તે સેવા કર્યા કરવાની. હવે એમને જે બાકી લાગે તે પૂરું કરાવી આપે એ જ પ્રાર્થના.

 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. બાપાએ જે કામ શરૂ કર્યું તે પૂરૂં થયું એનો આનંદ છે. અત્યારે સુખ લેવાનો વખત આવ્યો છે. મમ્મીજીએ ખૂબ સરસ સાથ આપ્યો છે. બેઠી મૂર્તિ બાબુભાઈ પટેલે ઘડી છે. મમ્મી એક પત્ની તરીકે હતાં. ૧૧ વર્ષે કાંઈ ખબર જ નહોતી કે શું કરીશું ? આદર્શ તો હોય કે જગતમાં એક સારામાં સારા વ્યક્તિ તરીકે જીવીએ. અત્યારે એવી આધ્યાત્મિકતા આવી. મમ્મીજીએ કાકાને, મને ને બાને સાથ આપ્યો. હક તો પહેલેથી હતો જ નહીં. પણ બહેનોની પ્રાર્થનાથી સાચવણી સરસ કરી. ગુણાતીત સમાજના સુહ્રદ બનીને જીવે છે. બધાને આશીર્વાદ આપવાનો વખત આવ્યો છે. શરીર સારામાં સારું રાખે. ત્યારબાદ પૂ.ડૉ.વીણાબેને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. 

{gallery}images_in_articles//newsletter/2019/Feb/28-02-19 P.P.MUMMAJI PRAGTYADIN{/gallery}

 

(૫) પપ્પાજી અક્ષર સ્વરૂપે બુકમાંથી જ્યોતના બોર્ડ પર દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે

 

તે માણીએ. ગયા અંકમાં આપણે ૩૦ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૩૧) તા.૨૧/૬/૮૭ જપયજ્ઞ કર્યા જ કરો.

 

(૩૨) તા.૨૧/૬/૮૭ સંબંધવાળાની થાય તે માહાત્મ્યેયુક્ત સેવા કર્યા જ કરવી. 

 

(૩૩) તા.૨૧/૬/૮૭ અખંડ હરેક પ્રસંગે ગમે તેવો બને તો ય સ્મિતથી જ આવકારવો.

 

(૩૪) તા.૨૧/૬/૮૭ આધ્યાત્મિક સમતાભરી નિર્દોષબુધ્ધિ સૌમાં રાખવી.

 

(૩૫) તા.૨૧/૬/૮૭ સંબંધવાળા ગમે તેવા હોય તો ય તેનો મહિમા જ વિચારવો, ગાવો.

 

(૩૬) તા.૨૧/૬/૮૭ સંબંધવાળાનો મહિમા મનમાં ન ઊગે તો મૌન રાખી ભજન કરવું.

 

(૩૭) તા.૧૨/૫/૮૮ ગરજુ થઈ સેવા કર્યા જ કરો. અને દિવ્યભાવ રાખી ખમ્યા જ કરો.

 

(૩૮) તા.૧૨/૫/૮૮ ગમે તેવા પ્રસંગમાં ય હું ખમું છું તેમ લાગે છે ત્યાં સુધી કર્તાહર્તા 

                      પ્રભુને માન્યા નથી.

 

(૩૯) તા.૧૬/૭/૮૮ કોઈનેય માપવા કદી જશો નહીં, પણ તમે તેનામાંથી પામવા જરૂર 

                      પ્રયત્ન કરશો.

 

(૪૦) તા.૧૬/૭/૮૮ દરેકમાં કંઈક ને કંઈક ગુણ હોય જ છે. તે જરૂર પામી જવો.

 

(૪૧) વિરોધ, વ્યથા ને કસણીના ખાતરમાં જ મહાપુરૂષો જન્મે છે ને ઘડાય છે.

 

(૪૨) સંપ, સુહ્રદભાવ, એકતા માટે ખમવું, નમવું પડે તો તે મહારાજની પરાભક્તિ છે.

 

(૪૩) યથાર્થ સ્વરૂપનિષ્ઠારૂપી દીવડા ઝગમગ્યા કરે તેવી પ્રાર્થના ને દિવાળીના દીકરાના 

       આશીર્વાદ.

 

(૪૪) કાળ, કર્મ, માયાને નાથો, તે તમારા દાસ બને તેમ મહારાજની કૃપાથી કરો.

 

(૪૫) કોઈનાય સ્વ-પ્રકૃતિ જોઈ વર્તવા કરતાં સંબંધ જોઈ સેવા કરી લઈએ. 

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો-મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !