16 to 30 Apr 2014 – Newsletter

                                  સ્વામિશ્રીજી                       

                              જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧૬//૧૪ થી તા.૩૦//૧૪ દરમ્યાન જ્યોત સમૈયા તથા ભક્તિની સ્મૃતિ માણીશું.

() હાલ મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. ..૧૯૬૪ની સાલમાં તા.//૬૪ના રોજ તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ પ્રત્યક્ષની મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો.

GKP 1065

નિષ્કામભાવની  મહાપૂજાને ૪૯ વર્ષ થયા. આ ૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. તથા શાસ્ત્રીજી મહારાજની સાર્ધ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. તે અનુસંધાને મહાપૂજા અભિયાન જ્યોતજ્યોતશાખાઓ તથા જ્યોત મંડળોમાં ચાલી રહ્યું છે. સહુ અવનવી રીતે મહાપૂજાઓ કરી રહ્યાં છે. એમાં ગ્રીષ્મ વેકેશન આવ્યું.

ઉનાળા વેકેશનમાં બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર હોય છે. જ્યોતજ્યોત શાખાઓમાં અને તેઓ દ્વારા મંડળોમાં શિબિરનું આયોજન ગયા વર્ષની જેમ કર્યું છે. માતાઓને પણ વેકેશનમાં નવરાશ હોય તેથી મહિલા મંડળની શિબિર પણ રાખી છે.વિશેષમાં મહાપૂજા કરવાની પણ શિબિરના ભાગરૂપે આવરી લીધેલ છે. આમ, જે મંડળના જેવા સમયસંજોગ પ્રમાણે એપ્રિલ મહિનામાં શિબિરનો પ્રારંભ થયો છે. જેની વિગત ટૂંકમાં જાણીએ.

{gallery}images_in_articles//newsletter/2014/Apr/mahapooja/{/gallery}

() તા.//૧૪ રવિવારના રોજ લીંગડા મહાપૂજા + સભા .પૂ.દેવીબેનપૂ.ધર્મિષ્ઠાબેન, પૂ.ઉર્મિબેન અને પૂ.પમીબેને કરી હતી.

() તા.૧૩//૧૪ રવિવાર ના રોજ વણસોલ મહાપૂજા + સભા પૂ.કનુભાઈના ઘર મંદિરે પૂ.ધર્મિષ્ઠાબેન, પૂ.ઉર્મિબેન, પૂ.કલ્પુબેન દવે અને પૂ.પમીબેને કરી હતી.

() તા.૧૩//૧૪ રવિવારના રોજ લાંભવેલ પૂ.ઘનશ્યામભાઈના ઘર મંદિરે પૂ.દેવીબેન, પૂ.ભારતીબેન સંઘવી, પૂ.દક્ષાબેન પટેલે મહાપૂજા અને સભા કરી હતી.

() તા.૧૫, ૧૬, ૧૭ મંગળ, બુધ, ગુરૂ સુરતજ્યોત ગુણાતીત ધામે ત્રણ દિવસત્રણ વિભાગમાં ખૂબ ભવ્ય શિબિરનું આયોજન થયું હતું. અદ્દભૂત શિબિર થઈ હતી.

તા.૧૫મી વડિલ મહિલાઓની શિબિર તથા મહાપૂજા કરી હતી.

તા.૧૬મી જુનિયર મહિલાઓની (ભાભીઓની) શિબિર તથા મહાપૂજા કરી હતી.

તા.૧૭મી બાલિકાકિશોરીયુવતી મંડળની શિબિર તથા મહાપૂજા કરી હતી.

પૂ.તરૂબેન, પૂ.રમીબેન તૈલી, પૂ.મીનાબેન દોશી, તથા પૂ.બકુબેને શિબિર કરાવી હતી.

() તા.૧૮//૧૪ શુક્રવાર ના રોજ વલસાડ પૂ.કંચનબેન ગીરધરભાઈના ઘર મંદિરે મહાપૂજા અને શિબિર સભા માટે પૂ.તરૂબેન, પૂ.મીનાબેન દોશીપૂ.બકુબેન વગેરે બહેનો ગયા હતાં અને ત્યાંથી

() તા.૧૯//૧૪ શનિવારના રોજ નવસારી પૂ.ભક્તિબેનના ઘર મંદિરે મહાપૂજા અને શિબિર સભા રાખી હતી.

() તા.૧૯//૧૪ ના રોજ કુંજરાવ મહાપૂજા + સભા પૂ.મણીબેન, પૂ.ધર્મિષ્ઠાબેનપૂ.પમીબેન અને પૂ.હર્ષદાબેન કે. કરી હતી.

() તા.૨૨//૧૪ મંગળવાર ના રોજ મહાપૂજા + સભા પૂ.મણીબાપૂ.ધર્મિષ્ઠાબેન, પૂ.પમીબેન અને હર્ષદાબેન કે કરી હતી.

() તા.૨૩//૧૪ બુધવાર ના રોજ ભરૂચ પૂ.કિર્તિદાબેન પરેશભાઈ ઠક્કરના એપાર્ટમેન્ટના હૉલમાં મહાપૂજા + સભા પૂ.મધુબેન સી., પૂ.મનીબેનપૂ.બેનીબેન, પૂ.વસંતબેન અને બહેનોએ કરી હતી. આનંદબ્રહ્મ, ગમ્મત સાથે જ્ઞાન આપ્યું હતું.

(૧૦) તા.૨૫//૧૪ શુક્રવારના રોજ પલાણા મહાપૂજા + સભા પૂ.મણીબેનપૂ.પમીબેન અને બહેનોએ કરી હતી.

(૧૧) તા.૨૭//૧૪ રવિવાર ના રોજ લાંભવેલ પૂ.ભૂપેન્દ્રભાઈના ઘર મંદિરે મહાપૂજા + સભા પૂ.મણીબા, પૂ.ભાવનાબેન ડી. અને પૂ.પમીબેને કરી હતી.

 (૧૨) તા.૨૭//૧૪ રવિવારના રોજ દહેમી શિબિર સભા માટે પૂ.માયાબેન, પૂ.નલિનીબેન, પૂ.જશવંતીબેન, પૂ.ભારતીબેન રતન્પરા અને પૂ.શકુબેન વગેરે બહેનો ગયા હતા અને સરસ રસમય સભા કરી હતી.

(૧૩) તા.૨૭//૧૪ અને તા૨૮//૧૪ ના રોજ અમદાવાદ જ્યોતમાં બે દિવસ બે વિભાગમાં શિબિર થઈ હતી.

તા.૨૭/ ના રોજ મહિલા મંડળની શિબિર અને

તા.૨૮/૪ના રોજ બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર પૂ.ઈન્દુબા, પૂ.મધુબેન સી., પૂ.નીમુબેન દાડિયા અને પૂ.રાજુબેન ભટ્ટ વગેરે બહેનોની નિશ્રામાં સરસ શિબિર થઈ હતી.

(૧૪) તા.૨૪/૨૫ એપ્રિલ વિદ્યાનગરના મહિલા મંડળની શિબિર જ્યોત મંદિરમાં થઈ હતી. પૂ.મધુબેન સી., પૂ.લીલાબેન, પૂ.મનીબેન, પૂ.જાગૃતિબેન ઠક્કરે કરાવી હતી.

(૧૫) તા.૨૭, ૨૮, ૨૯મેના વિદ્યાનગર ઝોનના યુવતી, કિશોરી, બાલિકા મંડળની શિબિર જ્યોત મંદિરમાં થઈ હતી. પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીતપૂ.સુમાબેન, પૂ.હંસાબેન મોદી, પૂ.ઈલાબેન મારડીયા અને પૂ.ભાનુબેન ડઢાણિયા વગેરે બહેનોએગુણાતીત સંસ્કાર સિંચન શિબિરયથાયોગ્ય રીતે કરી હતી. અને નવા ખીલતા પુષ્પોમાં સારા સંસ્કારના બીજ રોપ્યાં હતાંપપ્પાજી તીર્થ પર લઈ જઈને આનંદ બ્રહ્મ કરાવી, આનંદ સ્મૃતિનું પાન કરાવ્યું હતું. રીતે અત્યારના યુગમાં ભક્તો આવી શિબિર ઈચ્છે છેહૈયામાં મુમુક્ષુતા થનગને છે. નાના બાળકો પણ એકાગ્રતાથી શિબિરનો લાભ લે છે અને શિબિરમાંથી સારૂં શીખીને પોતાની નોટબુકમાં લખી પણ લે છેભજનો, સ્વામિની વાતુ, શ્ર્લોક વગેરેનો મુખપાઠ કરી ગુણાતીત જ્ઞાનનું સિંચન પામે છે અને વેકેશનને ધન્ય બનાવી રહ્યાં છે.

{gallery}images_in_articles//newsletter/2014/Apr/Shibir Photos/{/gallery}

શિબિરનું નામગુણાતીત સંસ્કાર સિંચન શિબિર મુજબ શિબિરમાં લાભ આપનાર વક્તાઓએ

. તન, મન, આત્માના આરોગ્ય ઉપર પ્રેક્ટીકલ દાખલાઓ સાથે વાતો કરી હતી તથા,

. ઘર અને દેહ મંદિર કેવી રીતે બનાવવું તે વિષે વાર્તાઓ કરી સાર કહ્યાં હતાંઆમ, જે રીતે યાદ રહી જાય, સમજણની ર્દઢતા થાય એવી સરસ વિધવિધ રીતે મોટેરાં બહેનોએ કથાવાર્તા કરી હતી.

. સંપ, સુહ્રદભાવ અને એકતા પપ્પાજીનું સિધ્ધાંતિક સૂત્ર છે. જે જ્યાં છીએ ત્યાં અંદરો અંદર કેવી રીતે ગુરૂહરિ પપ્પાજીના સૂત્ર પ્રમાણે જીવન જીવીને ગુરૂહરિ પપ્પાજીને રાજી કરી શકીએ. વિષે પણ સરસ વાતો ઉદાહરણ સાથે કરી હતી.

દરેક વક્તાઓએ જુદા જુદા વિષય વાત કરવા માટેના અગાઉથી આપી દેવામાં આવ્યા હતાં. જેથી વિષયાંતર થાય અને થોડા સમયમાં વધારે સારું ભાથું, સારો ખોરાક આત્માને પીરસી શકાય.

. ‘ગમ્મત સાથે જ્ઞાનદરેક શિબિર દરમ્યાન થોડોક આનંદ બ્રહ્મનો પણ કાર્યક્ર્મ હતો. નાની હરિફાઈઓ પણ હતી. જેમાં આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન વણી લેવામાં આવ્યું હતુંદા.. આઠ આઠ મુક્તોને ચાંદલો ચોંટાડી જય સ્વામિનારાયણ કહેવાના. તે રમતનું નામપૂજનરાખ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીએ યોગીબાપાની આજ્ઞાથી આગલા દિવસે અપમાન કરનારા મુક્તોનું પૂજન કર્યું હતું. સ્મૃતિ હતી તથાસામે આવનારને જીવન મુક્ત માનવા જીવનમંત્ર પ્રમાણે જીવવાની ભાવના રમતમાં સમાણી હતી. વિજેતા મુક્તોને સ્મૃતિભેટ પણ પ્રાપ્ત થઈ હતી. તથા,

દરેક શિબિરાર્થી મહિલાઓને બે મંત્રપોથી (મંત્ર લેખનની બુક) અને લાલપેન મળી હતી. અને ભણનારા વિદ્યાર્થી શિબિરાર્થીઓને લોંગબુક આપવામાં આવી હતી. સાવ નાના ભૂલકાંઓને નાનું પાઉચ પેન્સીલ, રબ્બર, નાની ફૂટ સાથે સ્મૃતિભેટ રૂપે મળ્યું હતુંદરેક જ્યોત શાખામાં શિબિરનું આયોજન એક સરખું છતાંય દોરી છૂટ કાંઈ નહીં. દરેક શાખાના સદ્દગુરૂઓ પોતાની રીતે આગળ લખ્યા મુજબ જ્ઞાન પીરસે. કાર્યક્ર્મ બનાવે, આનંદ બ્રહ્મનું ગોઠવેદા.. નડિયાદપ્રસાદ રજમંદિરે તા., મેના રોજ મહાપૂજા અને મહિલા મંડળની શિબિર સભા થઈ હતી. તેમાં આચાર સંહિતાના ચેપ્ટર નંબર , , અને , ૧૦ શિબિરના વિષય તરીકે રાખ્યા હતાં. જેમાં આગળ લખ્યા તે શિબિરના વિષય આવી જતાં હતાં તેમજ પ્રેક્ટીકલ ગુણાતીત સૌરભ મુક્તોએ કેવી રીતે જીવન જીવવું તેની સમજનો સમાવેશ ચેપ્ટરમાં ખૂબ સ્પષ્ટપણે સમાયેલ છે. આચાર સંહિતા એટલે ગુણાતીત સમાજ માટેની શિક્ષાપત્રી છે. .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી અને ગુણાતીત સ્વરૂપોએ જમાનાને અનુલક્ષીને જીવન જીવવાની નીતિ લખી છે

નડિયાદની શિબિર આચાર સંહિતા ઉપર થઈ હતી.

વિદ્યાનગર ઝોનની શિબિરમાં મોટેરાં સ્વરૂપોના આશીર્વદ પ્રાપ્ત થયા હતાં. આમ, વિધ વિધ રીતે શિબિર થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2014/Apr/BHAIO SHIBIR/{/gallery}

() તા.૨૨//૧૪નારોજપૂ.ડૉ.સનંદભાઈપટેલબ્રહ્મજ્યોતિમાંઆજરોજમંગલ પ્રભાતેઅક્ષરધામસીધાવ્યા.

લાંબા સમયથી ડાયાબિટીશમાં, ટૂંકાગાળાની બિમારીમાં દેહાતીત રહી, દર્શન, સેવાનો યોગ ભક્તોને આપ્યો. સાચા સંત કેવા હોય ! જે અસહ્ય બિમારીમાં પણ પ્રભુમય રહી, ગુણાતીત જ્ઞાનની વાતુ કરતાં હોય ! સુહ્રદભાવે મહાપૂજા, અહોનીશ અંતરમાં ચાલુ હોય એવા સંત શિરોમણી ડૉ.સનંદભાઈની અંતિમવિધિ બ્રહ્મજ્યોતિની દિવ્ય ભૂમિ પર તા.૨૩/૪ના રોજ સવારે અખિલ ગુણાતીત સમાજના મુક્ત વૃંદમાં સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.

.પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન અને સદ્દગુરૂઓ તથા બહેનોએ અંતિમ અંજલી અર્પણ કરી હતીરાત્રે પ્રાર્થના સભા હતી. તેમાં પણ .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને સદ્દગુરૂઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. .પૂ.સાહેબ, .પૂ.અશ્વિનભાઈ અને અનુપમ મિશનના વ્રતધારી ભાઈઓએ અશ્રુભીની આંખે, હૈયે ભાવાજંલી અર્પણ કરી હતી. તથા ઓહોહો ! ડૉક્ટર સાહેબના જીવનની વાતો પ્રસંગો સાથે કહીને સાચા ગુણાતીત સાધુનુ જીવનનું દર્શન કરાવ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/Apr/P.Dr.Sanandbhai/{/gallery}

 () તા.૨૭//૧૪સદ્દગુરૂસ્વરૂપપૂ.ડૉ.નીલમબેનનોસ્વરૂપાનુભૂતિદિન

સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ની સભામાં પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. પૂ.ડૉ.નીલમબેનના મહિમાગાનમાં પૂ.ઝરણાબેન દવે અને પૂ.મનીબેને લાભ આપ્યો હતો. પૂ.લાજુબેન સાવલાણીએ અનુભવ દર્શન કરાવ્યું હતું. .પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતાં તેમજ પૂ.ડૉ.નીલમબેને આશિષ યાચના અને લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજી ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીનો એવો તો રણકો હતો જાણે સાક્ષાત પધારી અત્યારે લાભ આપતા હોય તેવું અનુભવાતું હતુંપૂ.ડૉ.નીલમબેન એટલે ગુરૂહરિ પપ્પાજીના પર્સનલ ડૉક્ટર તથા સેવક. ખૂબ તેજસ્વી પ્રતિભા, ખૂબ હોંશિયાર ! જોતાની સાથે પૂ.ડૉ.નીલમબેન રોગ પારખી ને સારવારદવા આપ. ફક્ત ડૉક્ટર નહીં પણ ઓલરાઉન્ડર સેવક ! કથાવાર્તા કરી શકે, ભજન ગાઈ શકે, સંઘધ્યાન, મંત્ર લેખન, હરિભક્તો સાથે ગોષ્ટી, રેકોર્ડીંગ, વિડીયો, ફોટા વગેરે સેવા એકલા હાથે સંભાળી શકે.

પૂ.ડૉ.નીલમબેન દેખાય વાઘ પણ હૈયું સસલા જેવું. .પૂ.દીદી સાથે અસાધારણ પ્રિતી છતાંય સમજણે યુક્ત, જ્ઞાનેયુક્ત વર્તન. અચલ સ્વરૂપનિષ્ઠા છતાંય સર્વદેશીય જીવન. આમ, વિરોધાભાસ સદ્દગુણો પૂ.ડૉ.નીલમબેનમાં સમાયા છેતેઓએ ખૂબ સેવાભક્તિ કર્યા છે. એટલું નહીં પણ રાતદિવસ જોયા વગર સેવા કરી છે. અને સમાજની મૂર્તિ લૂંટી છે. ખરાબ દેખાઈને પણ સ્વધર્મ સાચવ્યો છે. એવા પૂ.ડૉ.નીલમબેનને સ્વરૂપાનુભૂતિદિને વંદન ! ગુરૂહરિ પપ્પાજીને કોટી વંદન !

ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ અંતરને શાતા મળી રહે એવી જ્યોત સમૈયાની તથા એપ્રિલ માસ દરમ્યાન થયેલ મહાપૂજા તથા શિબિર સ્મૃતિ માણી. હજુ પણ શિબિર ચાલુ છે જેની સ્મૃતિ હવે પછીના ન્યુઝલેટરમાં માણીશુંઆમ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો, મુક્તો વતી જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !