16 To 30 Apr 2015 – Newsletter

સ્વામિશ્રીજી

કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬/૪/૧૫ થી ૩૦/૪/૧૫ દરમ્યાન જ્યોત-જ્યોતશાખામાં યોજાયેલ સમૈયાની સ્મૃતિ દર્શન માણીશું.

GKP 8563

 

 

(૧) ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી અનુસંધાને હાલ ઠેરઠેર કીર્તન ભજનના કાર્યક્ર્મ ચાલે છે.

વિદ્યાનગર જ્યોતમાં પણ દરરોજ રાત્રિ સભા ૯.૦૦ થી ૧૦.૦૦ માં બહેનો ભજન-કીર્તન કરી આરાધના કરી રહ્યાં છે.

અઠવાડિક સભા મંગળવારે વિદ્યાનગર મંડળના ભાભીઓની હોય છે. તે સભાના ભાભીઓ પણ ઘર મંદિરે દર ત્રણ દિવસે ૧ દિવસ કીર્તનનો કાર્યક્ર્મ કરે છે. જેમાં જ્યોતના થોડા બહેનો પણ જોડાય છે. ને કીર્તનનો બ્રહ્માનંદ માણે છે.

 

 

(૨) તા.૨૬/૪/૧૫ સ્વામીસ્વરૂપ પૂ.ડૉ.નિલમબેનનો સ્વરૂપાનુભૂતિદિન

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ ની સભામાં સ્વામી સ્વરૂપ પૂ.ડૉ.નિલમબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં માહાત્મ્યગાનથી ઉજવ્યો હતો.

 

 

પૂ.ડૉ.નિલમબેનનું માહાત્મ્યગાન પૂ.ભારતીબેન સંઘવીએ અને પૂ.જ્યોતિભાભી ઠક્કરે કર્યું હતું. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતાં. પૂ.ડૉ.નિલમબેન ૩૦ વર્ષ પ.પૂ.પપ્પાજીની સેવામાં રહ્યાં.

 

 

{gallery}images_in_articles//newsletter/2015/Apr/26-04-15 Dr.Nilamben Divine Day/{/gallery}

 

 

નાની ઉંમરે ફીજીશીયન થઈ ગયા. ડૉક્ટર થયાનું અભિમાન નહીં. ડૉક્ટર્સ ગ્રુપના બહેનોને નાનપણથી જ સેવા કરવાનું ધ્યેય હતું. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.નિલમબેનને અમદાવાદ હૉસ્પીટલ ખોલી આપવા કહ્યું.અહીં હૉસ્પીટલ હોય તો ગુરૂહરિ પપ્પાજીની સેવા થાય તે હેતુથી તેમણે ના પાડી. અહીં કરવાની તેમના પિતાજીએ ના પાડી. પૂ.નિલમબેન ગુરૂહરિ પપ્પાજીની સેવામાં ૭૮ની સાલમાં આવી ગયા. ગુરૂહરિ પપ્પાજીની બિમારી વખતે પૂ.ડૉ.નિલમબેન સાથે હોય તો બધા સ્વરૂપોને-ભક્તોને નિશ્ર્ચિંતતા હોય.

 

 

પૂ.નિલમબેનની પ્રતિભા બહુ નિરાળી છે. પૂ.નિલમબેને ભજન બનાવ્યુ હતું. ત્યારે દિલ્હી ગુરૂહરિ પપ્પાજી સાથે હતાં. “તારા દર્શન થયાને પ્રભુ…” ગુરૂહરિ પપ્પાજી ધ્યાનમાં હતાં. આ ભજન ગવાયું. ગુરૂહરિ પપ્પાજીનું મુખાર્વિંદ પરભાવમાં ! ત્રણ વખત ભજન ગવડાવ્યું. આ ભજન મારું છે. જોગી મહારાજની મારી કલ્પ્નાનું ભજન છે. આવા ભજન બનાવી શકે.

 

 

ગુરૂહરિ પપ્પાજીની સેવા, ફોટા, વિડીયો પાડવો. હરિભક્તોને કથાવાર્તા કરવી. પત્રલેખન વગેરે..સાત સમેલિયા, ઓલ રાઉન્ડર સેવક ગુરૂ પૂ.નિલમબેનને તેના ર્દષ્ટાદિને કોટિ વંદન અભિનંદન સાથે જય સ્વામિનારાયણ !

 

 

(૩) તા.૨૭/૪/૧૫ પૂ.કાંતાફોઈ અક્ષરધામગમન

 

ગુણાતીત જ્યોતના સાધક બેન પૂ.કાંતાફોઈ પટેલ ઉંમર વર્ષ-૭૨ આજ રોજ અક્ષરધામ નિવાસી થયા. નાનપણમાં પોલીયો થયેલ ! તેની અસર હાથપગમાં રહી ગયેલ. આમ, તેઓ વિકલાંગ (અપંગ) જેવો દેહ હતો. પરંતુ આત્મા પૂર્વનો ખૂબ મોટો હતો. વળી, જન્મથી સ્વામિનારાયણ. પૂ.ભાઈ શ્રી રમણભાઈ, પૂ.ભાઈશ્રી નંદુભાઈના ઘરે રહેતા. જ્યોતનો સમાગમ હતો. દયાળુ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેનની કૃપાથી ૧૯૭૬માં તેમનો જ્યોતમાં નંબર લાગી ગયો.

 

 

સદ્દગુરૂ પૂ.મણીબેન પટેલ, પૂ.દેવીબેન અને પૂ.ભારતીબેન સંઘવીની નિશ્રામાં રહી સાધના કરી. એક હાથે પણ થાય તે મંદિરની ચોક વાળવાની સેવા કરતા જ રહેતા. સ્વાધ્યાય, ભજન-ભક્તિથી ભર્યા રહી, નિર્દોષબુધ્ધિએયુક્ત જીવન જીવ્યા. નિર્મળ હ્રદય, આંખોમાં કૃત નિશ્ર્ચયતા, સ્વધર્મેયુક્ત વર્તી કોઈનીય સેવા લીધા વિના ખૂબ શાંતિથી અક્ષરધામ નિવાસી થયા.

 

 

તેમની અંતિમવિધિ, જ્યોતના બહેનો, પ્રકાશના ભાઈઓ, અનુપમમિશનના ભાઈઓ તેમના પૂર્વાશ્રમના ભાઈ-ભાભીઓ પૂ.નંદુભાઈ, પૂ.તારાભાભી વગેરેની હાજરીમાં જ્યોત પંચામૃત હૉલમાં થઈ હતી.

 

 

તા.૨૮,૨૯,૩૦ ઍપ્રિલ ત્રણ દિવસનું પારાયણ સાંજે જ્યોત મંદિરમાં વિદ્યાનગર મંડળના ભાભીએ અને બહેનોની સભામાં થયું. તા.૧/૫ના રોજ સાંજે ૪ થી ૬.૩૦ મહાપૂજા પૂ.કલ્પુબેને કરી હતી. તેમજ તા.૧/૫ના અસ્થિ વિસર્જન મહી સાગર નદી તટે કર્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2015/Apr/27-04-15 P.Kanta foi Akshar dham gaman/{/gallery}

 

 

આમ, ઉચ્ચ આત્માના જીવન કવનનું શ્રવણ કરી, શ્રી ઠાકોરજી મહારાજ ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સુમન ધરી અંજલિ અર્પી હતી. કહેવાય છે કે હીરાની ખાણ હોય ત્યાં એક હીરાની કિંમત ના હોય. તેમ પ્રત્યક્ષ પ્રભુનું આ ચૈતન્ય તેના તેજનું દર્શન આ પાંચ દિવસના પારાયણ દરમ્યાન તેમના ગુણગાનથી થયું. અને તે દ્વારા ગુરૂહરિના કાર્યની ગુરૂહરિશ્રીના મહિમાની વૃધ્ધિ અંતરમાં થઈ આ સ્થાનની ધન્યતા અનુભવી હતી.

 

 

(૪) તા.૨૮/૪/૧૫

શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે દર ૨૮મીએ રાત્રે ૮.૩૦ થી ૧૦ ભાઈઓ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા, ભજન, ધૂન્ય માટે જાય છે. તેમ આજે પણ જઈ ગુરૂહરિની ભક્તિ અદા કરી હતી.

 

 

 

(૫) તા.૨૯/૪/૧૫

ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેન અને અનેક અક્ષરમુક્તોની પ્રસાદીની ધરતી આફ્રિકાની ધર્મયાત્રાએ પ.પૂ.બેન સ્વરૂપ પૂ.નિમુબેન સાકરિયા, પૂ.લીલીબેન અને પૂ.પ્રવિણાબેન ડઢાણિયા ૧ મહિના માટે જવા પ્રયાણ કર્યું. પંચામૃત હૉલમાં બહેનોએ તેમને હ્રદયભાવથી પુષ્પ અર્પી શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી.

 

 

 

(૬) ગુરૂહરિપપ્પાજીની વિશેષસ્મૃતિ

પૂ.વાસંતીબેન તન્ના મુંબઈથી મોગરાનો હાર લઈને આવેલા. તે ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પહેરાવ્યો. અને તેઓએ સ્મૃતિની વાત કરી. જ્યારે જ્યારે ઉનાળામાં આવુ ત્યારે હું મોગરાનો હાર પપ્પાજી માટે લઈને આવીને ગુરૂહરિ પપ્પાજીને પહેરાવું. એક વખત રાત્રે કર્ણાવતી ટ્રેઈન મોડી પડી. મને ટ્રેનમાં ચિંતા થઈ કે દસ વાગ્યે પહોંચીશ ત્યારે તો ગુરૂહરિ પપ્પાજી પોઢી ગયા હશે. પણ હું જ્યારે વિદ્યાનગર પહોંચી તો ગુરૂહરિ પપ્પાજી પ્રભુકૃપામાં સોફામાં બિરાજમાન હતાં. સોફાની પાછળ ઉભા ઉભા હું થેલીમાંથી હાર કાઢતી હતી. ત્યાં તો ગુરૂહરિ પપ્પાજી બોલ્યા કે, ‘મોગરાના ફૂલની સુગંધ આવે છે.’ અને હું હાર લઈને સામે ગઈ તો મારા હાથમાંથી હાર લઈને ઝટપટ પહેરી લીધો. દર વખતે હું હાર પહેરાવતી હતી તેને બદલે આ નવી સ્મૃતિ આપી તો મને એકદમ યાદ રહી ગઈ ! ગુરૂહરિ પપ્પાજી હંમેશા દરેક ચૈતન્ય સાથે નવી જ કાંઈક રીતે વર્તીને વિશેષ સ્મૃતિ આપતા.

 

 

 

ગુરૂહરિ પપ્પાજીની નીત-નવીન સ્મૃતિ આપણા અંતરને ગરમીમાં પણ શીતળતા બક્ષે છે. એવા લાઈવ બ્રહ્માનંદી ગુરૂહરિ પપ્પાજીને કોટી વંદન સહ જય સ્વામિનારાયણ ! અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ .

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ