સ્વામિશ્રીજી
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ એપ્રિલ દરમ્યાન જ્યોત અને જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૨૪/૪/૧૬ રવિવાર સ્વામીસ્વરૂપ પૂ.ડૉ.નિલમબેનનો સ્વરૂપાનુભૂતિ દિન
સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં સ્વામી સ્વરૂપ પૂ.ડૉ.નિલમબેનનો
સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો હતો. મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સ્થાનિક મંડળના ભાભીઓ સભામાં લાભ લેવા પધાર્યાં હતાં. અને મહિમાગાનની વારી આપી અનુભવદર્શન પણ કરાવ્યું હતું.
સભાની શરૂઆતમાં આવાહ્નન શ્ર્લોક, ભજન, પૂજન વગેરે બાદ સહુ પ્રથમ પૂ.ડૉ.નિલમબેનનો લાભ લીધો હતો. ગુરૂહરિ પપ્પાજી હંમેશાં કહેતા કે, જે સદ્દગુરૂનો ર્દષ્ટાદિન ઉજવીએ ત્યારે તેને કઈ સમજણથી સાધના કરી તેની નવા–જૂના ભક્તોને ખબર પડે તે માટે તે સદ્દગુરૂનો લાભ લેવો.
અને પછી તે સદ્દગુરૂના જીવનનો અનુભવ જેમને થયો હોય તેઓના મુખે અનુભવની વાતો સાંભળવી. આમ, સમૂહ ગોષ્ટિના રૂપમાં સભા–સમૈયો થાય એ ગુરૂહરિ પપ્પાજીને ખૂબ ગમે. ક્યારે જન્મ્યા ? રમ્યા, ભણ્યા એ વાત જગતના લોકો કરે. એટલે તો ગુરૂહરિ પપ્પાજી જન્મદિવસ ઉજવવાની ના કહે છે.ર્દષ્ટાદિન એટલે દ્વીજ. પ્રભુના થઈને જીવવાનો પ્રારંભ કર્યો તે દિવસે આપણો નવો જન્મ થયો. અને ત્યારથી માંડીને આજ સુધીની અનુભવની વાત એ જ સાચો ર્દષ્ટાદિન.
પૂ.ડૉ.નિલમબેને પણ આજે ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ મહિમા ગાયો. સ્મૃતિ કરાવી તેનું આચમન અહીં કરીએ.
ગુરૂહરિ પપ્પાજી બહુ છૂપા. પોતાની સામર્થી છૂપાવીને વર્ત્યા છે. જ્યાં જેવી જરૂર પડી ત્યાં પોતાનું ઐશ્વર્ય વાપર્યું છે. ગુરૂહરિ પપ્પાજીનું અંર્તયામીપણું પળેપળ નિહાળ્યું છે. આ પૃથ્વી પર અને આ સ્થાનમાં ગુરૂહરિ પપ્પાજીએ બહુ જ કામ કર્યું છે. તેના સાક્ષી બનવાનો ચાન્સ મને મળ્યો છે.
મારું વર્ષોનું સ્વપ્ન હતું. મોટા ડૉક્ટર થવું. મોટી હૉસ્પીટલ ખોલવી. રીસર્ચ કરવું અને નામના મેળવવી. તે બધું એક જ મિનીટમાં કડડભૂસ કરતું ક્યાંય અલોપ થઈ ગયું. એ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દીદીની કૃપાથી હું સ્વસ્થ રહી શકી. મારી મહત્ત્વકાંક્ષાને ગુરૂહરિ પપ્પાજીએ બદલી. ગુરૂહરિ પપ્પાજીનો પ્રેમ, વિશ્વાસ ને શ્રધ્ધાએ મારા જીવનમાં કામ કર્યું છે. મારું ગયા જન્મનું જે કંઈ બાકી હતું તે ગુરૂહરિ પપ્પાજીએ એમના સાંનિધ્યમાં રાખી એમની સેવા આપીને પૂરું કરી આપ્યું છે.
જ્યારે જ્યારે ગુરૂહરિ પપ્પાજીને ધ્યાન કરતા જોયા છે ત્યારે મને થાય કે આ દિવ્ય અલૌકિક વિભૂતિ છે. ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય શક્તિનાં વાઈબ્રેશન મને સતત મળ્યાં કરતાં. ગુરૂહરિ પપ્પાજીનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે, સમજાતો જાય છે.
પૂ.ડૉ.નિલમબેનના મહિમાગાનમાં અને અનુભવદર્શનમાં વારી પૂ.શીલાબેન.એચ. પટેલ, પૂ.ડહીબા શર્મા, પૂ.જ્યોતિભાભી ઠકરાર, સેવક સાથી મિત્ર પૂ.સુસ્મીબેને આપી હતી. પૂ.ડૉ.નિલમબેનના જીવનની ખૂબ સરસ પ્રેક્ટિકલ વાતો કરી હતી. તેનો સાર અહીં માણીએ.
{gallery}images_in_articles//newsletter/2016/April/24-04-16 Dr.nilamben divine day/{/gallery}
(૧) પૂ.શીલાબેન એચ.પટેલ
પૂ.ડૉ.નિલમબેનમાં જે ચીવટાઈ–ચોક્સાઈના ગુણ છે તે અમને શીખવાડે છે. બધી વાતે હોંશિયાર અને ઓલરાઉન્ડર છે. ખોટું ચલાવી ના લે. બહાર વિચરણમાં જાય તો હરિભક્તોની તબિયત માટે લાગણી રાખે. કાળજી રાખી બધું ચેકીંગ કરે. એમના આધ્યાત્મિક ગુણો અમે પ્રાપ્ત કરીએ એ જ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.
(૨) ડહીબા શર્મા
૨૦૦૨માં પંચગીનીમાં ગુરૂહરિ પપ્પાજી સરસ સંઘધ્યાન કરતા’તા. ત્યાં નિલમબેન આવ્યાં ત્યારે ૨૪/૪ તારીખ હતી. એમનો ર્દષ્ટાદિન એટલે ગુરૂહરિ પપ્પાજીને પગે લાગ્યા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપ્યા કે, “નિલમ આજથી તને પરમ ભાગવત સંત ડીકલેર કરું છું. હું તો ખૂબ ખૂબ ભાગ્યશાળી ! ગુરૂહરિ પપ્પાજી મળ્યા ! આવાં પ.પૂ.દીદીબા મળ્યાં ! નિલમબેન મળ્યાં ! હવે બસ એમના થઈને જીવાય એ જ પ્રાર્થના.
(૩) પૂ.જ્યોતિભાભી ઠકરાર
૧૯૮૬માં અમે સત્સંગમાં આવ્યા ત્યારે ગુરૂહરિ પપ્પાજી લંડન પધાર્યા હતા. પહેલી જ વાર પૂ.ડૉ.નિલમબેનને જોયાં. પૂ.ડૉ.નિલમબેન ગુરૂહરિ પપ્પાજીની સેવામાં હતાં. ગુરૂહરિ પપ્પાજીને સમયસર સભામાં મૂકી જતા હતા. પછી પોતે પોતાનું પરવારે. અને જ્યારે સભા પૂરી થાય એટલે હાજર થઈ જ જાય. અખંડ ધ્યાન ગુરૂહરિ પપ્પાજીમાં જ હોય. મનન–ચિંતવન ગુરૂહરિ પપ્પાજીનું જ હોય. એટલે ગુરૂહરિ પપ્પાજીના ગુણ આવી જ જાય ને !
(૪) પૂ.સુસ્મીબેન પટેલ
પૂ.ડૉ.નિલમબેન મારી મોટી બેન છે. ગુરૂહરિ પપ્પાજીની સેવામાં અમે ઘણા વર્ષો સુધી સાથે ને સાથે હતા. પ્રસંગો તો બને પણ અમારી અંતરની એકતા રહેતી’તી. ગુરૂહરિ પપ્પાજી પરીક્ષા પણ લેતા. એકવાર ગુરૂહરિ પપ્પાજી કહે, તમે આવી ને આવી એકતાથી રહેજો. અક્ષરધામનું સુખ આવ્યા કરશે.
પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીએ અદ્દભૂત આશીર્વાદ આપ્યા હતા તેનો સાર અહીં માણીએ.
¯ પ.પૂ.જ્યોતિબેન
પૂ.ડૉ.નિલમબેન પૂર્વેના ભગવાનના ભક્ત હતાં. પૂ.દીદીએ પ્રાર્થના કરી અને લેડી–ડૉક્ટરો અહીં આવ્યાં. ઈ.સ.૧૯૭૮થી પૂ.નિલમબેન પોતાની કેરિયર મૂકીને ગુરૂહરિ પપ્પાજીની સેવામાં રહ્યાં અને અમને બધાને હાશ થઈ ગઈ. પૂ.નિલમબેનનો નિર્ણય એક્દમ પ્રોપર જ હોય.
નાનપણથી ભણતા’તા ત્યારથી જનસેવા એ પ્રભુસેવા એવું માનતાં’તાં ને જીવતાં’તાં તો પ્રત્યક્ષ પ્રભુ પોતે મળ્યા અને પ્રભુની અને પ્રભુના ભક્તોની સેવા મળી. આવડા મોટા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે. પણ નાનામાં નાની સેવા કરવામાં પણ એમને નાનપ નથી. અને કાયમ પ્રાર્થનાનો જ ઉપાય લીધો. આપણી પાસે આટલા બધા ડૉક્ટરો છે એનો આપણને બહુ જ ફાયદો છે. બધા જ ડૉક્ટરોની તબિયત ગુરૂહરિ પપ્પાજી સરસ રાખે એ જ પ્રાર્થના.
¯ પ.પૂ.દીદી
પૂ.નિલમબેન, પૂ.નીરૂબેન, પૂ.વિણાબેન, પૂ.ભાવનાબેન શેઠ, પૂ.પંકજબેન, પૂ.અંજુબેન આ છએ ડૉકટરોએ શંકરભગવાનના મંદિરમાં બેસીને જનસેવા કરવાનું નક્કી કર્યું. અને આ પ્રત્યક્ષના જોગમાં આવી ગયા. એક વખત પૂ.ડૉ.પંકજબેન ગુરૂહરિ પપ્પાજી પાસે એક મોટી હૉસ્પીટલનો પ્લાન લઈને આવ્યા. આપણી પાસે આટલા બધા ડૉક્ટરો છે. નર્સો છે તો એક હૉસ્પીટલ ખોલીએ. ગુરૂહરિ પપ્પાજીએ એ પ્લાનનો ડુચો વાળી દીધો અને કહે આપણે એકાંતિક ધર્મ સિધ્ધ કરવા આવ્યા છીએ.
પૂ.નિલમબેને ગુરૂહરિ પપ્પાજીની બહુ જ સેવા કરી છે. જેવી ગુરૂહરિ પપ્પાજીની સેવામાં તાકાત હતી. તેવી સંકલ્પમાં પણ તાકાત છે. તો હવે બધી બહેનો પરમ ભાગવત સંત બની જાય તેવી પ્રાર્થના કરજો.
આમ, આજની સભા પપ્પાજી ! પપ્પાજી ! પપ્પાજી ! ની સ્મૃતિસભર થઈ હતી. જાણે શતાબ્દી પર્વનું સોપાન ઉજવાયું હોય તેવો દિવ્યતાનો આનંદ આવ્યો.
(૨) તા.૨૯/૪/૧૬ સુરત મંડળના મુક્તો પંચતીર્થી યાત્રાકરવા પધાર્યા.
આ વર્ષ એ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ છે. અગાઉના પરિપત્રમાં જણાવ્યા મુજબ શતાબ્દી અભિયાનના ભાગરૂપે આ વર્ષે મંડળના હરિભક્તોએ ભેગા થઈને કોઈ એક વદ–૬ એ પંચતીર્થી યાત્રા કરવા વિદ્યાનગર આવવું. તે મુજબ આજે સુરત મંડળના નાના–મોટા બધા થઈને કુલ ૧૫૦ હરિભક્તોને લઈને પૂ.મીનાબેન દોશી, પૂ.પારૂલબેન પટેલ અને બહેનો તા.૨૯/૩ (વદ–૬) ના રોજ વિદ્યાનગર પધાર્યાં હતાં.
વહેલી સવારે ૪.૦૦ વાગ્યે સુરતથી નીકળી ૧૦.૦૦ વાગ્યે વિદ્યાનગર પધાર્યા. અલ્પાહાર લઈ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા અને ધૂન કરવા માટે ગયા. ત્યાં પ.પૂ.જશુબેન અને પૂ.ડૉ.નિલાબેન નાણાવટીના સાંનિધ્યે સભા કરી અને પૂ.જશુબેનના આશીર્વાદ લીધા. બપોરે ૧૨.૩૦ વાગ્યે જ્યોતમાં પધાર્યા. પ્રભુકૃપા, ગુણાતીત તીર્થ, બ્રહ્મવિહારની અક્ષર કુટિરનાં દર્શન કરી જ્યોત મંદિરમાં પધાર્યા. ત્યાં આરતી–પ્રદક્ષિણા–ધૂન કરી. ત્યારબાદ પપ્પાજી હૉલમાં સભા માટે પધાર્યા. ત્યાં, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા.
(૩) તા.૨૫/૪
જ્યોતમાં રોજ સવાર–સાંજ બે ટાઈમ કથા–વાર્તા થાય છે. સવારની સભામાં પૂ.મધુબેન.સી એ કરેલી વાર્તાને સાર રૂપે માણીએ.
એક વખત ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતાં કરતાં વચ્ચે ગાના ગામમાં રોકાયા. સાથે કાઠી દરબારો હતા. બપોરનો સમય હતો. ગામના હરિભક્તોએ મહારાજને કહ્યું, મહારાજ ! અત્યારે અમારે ત્યાં થાળ કરીને પછી આગળ જાવ. તો મહારાજ કહે, ના અમને મોડું થાય છે. તમારા ઘરમાં જે તૈયાર હોય તે લાવો. પહેલાં ત્યાં ચીણાના રોટલા બનાવતા’તા. તે ગરમ ખાઈ શકાય. ઠંડા થાય તો ખેંચવા પડે. ઘરમાં તેવા રોટલા તૈયાર હતા. તે રોટલો ને દહીં થાળમાં આપ્યા. બે કાઠીઓને મહારાજ કહે, તમે આ રોટલો ને દહીં પહેલાં જમો. તમને બહુ ભૂખ લાગી છે ને ? પછી મહારાજ જમ્યા. પછી મહારાજે પૂછ્યું, આ શેના રોટલા છે ? હરિભક્ત કહે, મહારાજ, આ ચીણાના ધાનના રોટલા છે. અહીં કોઈ દેવનો પ્રકોપ થયો છે કે આ ચીણાનું ધાન જ અહીં થાય છે. ને આવા કડક ને ન ચવાય તેવા રોટલા અમારે ખાવા પડે છે.
બીજું ધાન અહીં થતું જ નથી. એવી અહીંની જમીન છે. મહારાજ કહે, હવેથી અહીં જાર–બાજરી વાવજો. ને એના રોટલા ખાજો. જમીનનો ગુણધર્મ બદલાઈ જશે. ત્યારથી ત્યાં જાર–બાજરીનું વાવેતર શરૂ કર્યું. અને તે રોટલા હરિભક્તોને સુલભ થયા. મહારાજના આશીર્વાદથી જમીનમાં ફળદ્રુપતા આવી ગઈ. ભક્તવત્સલ ભગવાન છે. ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. આપણા ગુરૂહરિ પપ્પાજી પણ આવા ભક્તવત્સલ છે અને આપણને પણ એ જ શીખવ્યું છે કે ભક્તોના સુખે સુખી અને દુઃખે દુઃખી થઈ સુહ્રદ પ્રાર્થના કરવી. જોઈતી મદદ કરવી.
આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !