16 to 30 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો!

 

જય સ્વામિનારાયણ!

 

અહીં આપણે તા.૧૬ થી ૩ ૦એપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૭/૪/૧૯

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત

આશીર્વાદ મૂકાય છે. આજના પ્રવચનમાં ગુરૂહરિ પપ્પાજીએ વાત કરી કે, ખરેખર દુનિયામાં આપણા જેવું ભાગ્યશાળી કોઈ નથી. દિવસે દિવસે એનો અનુભવ જોગી મહારાજ કરાવતા જાય છે. જોગીએ ગુણાતીત સમાજ સ્થાપ્યો. જ્યાં જેની જેવી જરૂરિયાત એવા સ્વરૂપો ભેટમાં આપ્યા અને એની સાથે આત્મબુધ્ધિ ને પ્રીતિ કરાવી દીધી. 

 

જગાડ્યા, ઉઠાડ્યા, દોડાવ્યા બધું એમણે કર્યું. જેને જેવી જરૂરિયાત એવી મૂર્તિ આપી છે. જોગીનું ઋણ અદા કરવા બધા મંડ્યા છે. મહારાજે મ.૪૫ માં સ્પષ્ટ કહી દીધું તમે મારા કહેવાઓ છો. પણ મારા થઈને જીવતા નથી. ઉત્તરોઉત્તર તેમણે જ બધું કર્યું છે. અને કરી રહ્યા છે. સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવવા મંડી પડીએ.

 

આજે આપણને એના થઈને જીવતા કરી રહ્યા છે. સાધુનો પ્રસંગ કરી લઈએ. ગુરૂએ આપણને ગ્રહણ કર્યા છે, એનું મનન-ચિંતવન કર્યા કરીએ. અંદરની ભાવના કામ કરે છે. સુખ, શાંતિ, આનંદથી વચ.છે.૧૧ પ્રમાણે જીવીએ. ભગવાનની પ્રસન્નતાર્થે જીવીએ. અંદરની ભાવના રાખીને બધા મંડ્યા છીએ. સ્મૃતિ, સેવા ને સમાગમ કર્યા કરીએ. આપણે ભૂલતા જઈએ છીએ ને એ આપણને સ્મૃતિ આપ્યા કરે છે. મલ્યા છે તે પૂર્ણ છે ને પૂર્ણ કરીને મૂકવાના છે. આનંદમાં રહીએ ને સ્વરૂપોની સ્મૃતિ કર્યા કરીએ એ જ પ્રાર્થના ને આશીર્વાદ. 

 

ત્યારબાદ પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ કૃપાલાભ આપતાં વાત કરી કે, આવા ગુરૂહરિ પપ્પાજી મળ્યા ! કેટલા બધા સમર્થ ! ગુરૂહરિ પપ્પાજી જેવા સત્પુરૂષે જે કાર્ય કર્યું તે પછી ગરીબ હોય કે તવંગર હોય, નાનું હોય કે મોટું હોય કોઈપણ જાતની કેટેગરી પાડ્યા વગર કેવળ ચૈતન્ય જોઈને કામ કર્યું છે. આપણે શાંતિથી વિચારને પામીએ. આપણા વિચાર, વાણી, વર્તનમાં કેવા ફેરફાર લાવ્યા છે. આપણી અંદર કેવું રૂપાંતર કર્યું છે. ગુરૂહરિ પપ્પાજી તમે કેવા સર્વોપરી અમને મળી ગયા છો. શ્રીજી મહારાજે ૪૯ વર્ષે દેહત્યાગ કર્યો. અને ગુરૂહરિ પપ્પાજીએ ૫૦ વર્ષે જોગીનું કાર્ય શરૂ કર્યું. આપણે  એમને યાદ કરીએ તો અંતરમાં સૂઝ પાડીને કાર્ય કરાવતા જાય છે. ગુરૂહરિ પપ્પાજી આપણી સાથે જ છે. સાથે રહેવાના છે. આપણે એમને સાથે રાખતા થઈ જઈએ. એવી પ્રાપ્તિને પામી જઈએ. 

 

(૨) તા.૧૯/૪/૧૯

 

આ વર્ષ સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. એ સ્મૃતિ સાથે દર મહિનાની ૧૯મી તારીખે સવારે ૫.૩૦ થી ૬.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા (માનસી પૂજા) થાય છે. શ્ર્લોક, ૧૦ મિનિટ ધ્યાન, ૨૧ મુદ્દા, ગુરૂહરિ પપ્પાજીનું પ્રવચન અને છેલ્લે ૫ મિનિટ ધૂન થાય છે.

 

આજે ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વહાવતાં ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, આપણા કેવા ભાગ્ય કે ૨૦૦ વર્ષ ઉપર સાકાર બ્રહ્મનું અવતરણ થયું. જે સામે આવ્યા તેને બ્રહ્મરૂપ કરવા માટે કથા-વાર્તા કરી. સ્વામીની વતના ૭મા પ્રકરણમાં આવ્યું કે, જીવ કરતાં ઈશ્વર મોટો, અવતાર મોટા. અક્ષર મુક્તના એક સોપારી જેવા ભાગમાં જે તેજ રહ્યું છે તે અનંતકોટિ બ્રહ્માંડને બાળીને નાંખી દે તેવું છે.

 

આપણને સદ્દગુરૂ A મળ્યા છે. ગુણાતીત સ્વરૂપ છે. એના એક સોપારી જેવડા ભાગમાં અનંતકોટિ બ્રહ્માંડનું તેજ રહેલું છે. એનો અર્થ એટલો કે જોગીનો એક ચાંદલો. ચાંદલાનું ધ્યાન કરો, મનન-ચિંતન કરો તો દેહભાવ ટાળી બ્રહ્મભાવ ભરી દે. બેનને આખી મૂર્તિ ધારતાં આવડે. મૂર્તિમાં ચડ-ઉતર કર્યા કરે. અત્યારે સ્વરહિત બની ગયા. બા સમજણેયુક્ત પ્રીતિ. શાસ્ત્રીજી મહારાજના થઈને જીવ્યા. કંઈ પણ હોય તો શાસ્ત્રીજી મહારાજને ઉપાયભૂત કરી માનતા માને.

 

સત્પુરૂષ ગુણાતીત સ્વરૂપ મળ્યું હોય એવા વચને કરીને કરીએ તો બ્રહ્મરૂપ  થઈ જવાય. ધ્યાન કરીએ ત્યારે ચાંદલો-નાક સંભાર્યા કરવું. એનું ધ્યાન કર્યા કરવું. ચિત્તની શુધ્ધિ કરી નાંખે. બધાય મહાસાગર જોયા. કેવળ પ્રકૃતિને ભજે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આપણને કેવી પ્રાપ્તિ થઈ છે? અવશ્ય હોય તેટલું કરવું પડે. પણ ભગવાન ભજવા નીકળ્યા. ખાવા માટે જોઈએ તેટલું ભેગું કરવું. અવશ્ય છે એટલું કરવું છે. પછી ભગવાન ભજી લેવા. 

 

સાંજે ૫.૩૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની શિબિર સભા કરી હતી. તેમાં પ.પૂ.દેવીબેને વચ. છે.૩૫ ‘પ્રકૃતિ મરોડ્યા’ નું સમજાવ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. પ.પૂ.દીદીના પણ આશીર્વાદ લીધા હતા. 

 

(૩) તા.૨૪/૪/૧૯ પૂ.ડૉ.નિલમબેનના સ્વરૂપાનુભૂતિ દિનની ઉજવણી

 

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પૂ.ડૉ.નિલમબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી હતી. પૂ.નિલમબેનના માહાત્મ્યગાનમાં પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ લાભ આપ્યો હતો. પૂ.હંસાબેન સુખડીયા, પૂ.નીરવાબેન અને પૂ.લાભુબેને અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. 

 

પૂ.ડૉ.નિલમબેને કૃપાલાભ આપતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીનું પળેપળનું જીવન જોયું. એમની પાસે જે હતું તે એમણે આપ્યું છે. એમને પોતાને જે આપવું હતું તે બ્રહ્મપણાનો આનંદ. એમણે આપેલું સુખ, સ્મૃતિ સનાતન છે. ગુરૂહરિ પપ્પાજી પાસે આટલું બધું રહી તો શું શીખી? ગુરૂહરિ પપ્પાજીએ તો બધાને સુખિયા જ કર્યા છે. હરેક કસોટીમાંથી પાસ થવા માટે ગુરૂહરિ પપ્પાજીએ શક્તિ આપી છે. ગુરૂહરિ પપ્પાજીને પ્ર.૭૧ જોગીબાપાએ સમજાવ્યું. તે પ્રમાણે ગુરૂહરિ પપ્પાજી પળેપળ જીવ્યા છે. ભગવાન અને સંત બેઉ આપણને મલ્યા છે. આપણને સ્વીકાર્યા ને ધન્ય કર્યા. એમને સંભારીને જીવવું. ગુરૂહરિ પપ્પાજીએ ગરજ રાખીને મને એમને સેવા માટે પસંદ કરી. ગુરૂહરિ પપ્પાજીના મારા પર અનંત ઉપકાર છે. 

 

ત્યારબાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પપ્પાજી અક્ષર સ્વરૂપે પુસ્તકનો પહેલો જ લેખ છે. ૧૯૫૭ની સાલનો છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય આ સમામાં આપણો જન્મ થયો છે. ધામ, ધામી, મુક્તો ઓળખાઈ ગયા છે. માહાત્મ્યેયુક્ત સેવા કર્યા વગર જીવને અનુવૃત્યા સ્વરૂપમાં જવા નથી મળતું. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.નિલમબેનને ડૉક્ટરની લાઈન લેવડાવી અને તેને ફીઝીશીયન બનાવી. અને પછી ગુરૂહરિ પપ્પાજીની સેવામાં આવી ગયા. ૨૦૦૬ સુધી એકધારી ગુરૂહરિ પપ્પાજીની સેવા કરી છે અને પછી ભગવાનના ભક્તોની સેવા કરી. પૂ.નિલમબેન ગુણાતીત જ્યોતની પત્રિકામાં લેખ લખે છે. પૂ.નિલમબેનની તબિયત ગુરૂહરિ પપ્પાજી સારી રાખે તે જ તેમના ચરણોમાં પ્રાર્થના.

 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, નિલમ ૨૪ કલાક મારું ચિંતવન કરે છે. આખા સમાજની મૂર્તિ લૂંટે છે. ધન્યવાદ છે. પોતે એવી સંકલ્પસિધ્ધ છે. એકદમ હોશિંયાર, ફર્સ્ટ ક્લાસ કેરીયર, તેમાં અહંકાર મૂકી ઝીરો થઈ જવું અઘરું છે. પણ સામી છાતીના લીધા ને પ.પૂ.દીદીના ગુણ પ્રાપ્ત કર્યા. પ.પૂ.દીદીએ સંકલ્પથી દેહભાવથી પર કરી બ્રહ્મભાવમાં રહેતી કરી. ચૈતન્યો તરફ ર્દષ્ટિ છે. ર્દષ્ટિથી કામ કરે છે. દુઃખી થઈને પણ મારા માટે ભજન કરે છે.

 

(૪) ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’

 

બુકમાંથી જ્યોતના બોર્ડ પર દરરોજ જે બ્રહ્મસૂત્રો મૂકાય છે તે માણીએ. ગયા અંકમાં આપણે ૮૭ બ્રહ્મસૂત્રો માણ્યાં હતાં. હવે આગળ…

 

(૮૮) સંબંધવાળા બધાના નિયંતા, પ્રેરક, પ્રવર્તક પ્રત્યક્ષ સ્વરૂપ છે તેમ માનવું.

 

(૮૯) અલ્પ સંબંધવાળાની પ્રકૃતિ કે સ્વભાવ દોષ મન પર લીધા વગર કેવળ સંબંધ જોઈ તેના 

 

       દાસ બની તેની સેવા આ પળે કરી લ્યો.

 

(૯૦) પ્રભુ જેમ ગોઠવે તેમ સાનુકૂળ થઈ તે પ્રમાણે વર્તવું જેથી નિષ્કામ કરતા સ્વ-રહિત થઈ જ 

 

       જવાશે.

 

(૯૧) આજે આ પળથી જ બધા જ નિરંતર એકબીજાના માહાત્મ્યમાં જ રહીએ.

 

(૯૨) ગુરૂહરિ યોગીજી મહારાજને પ્રાર્થના કે હે પ્રભુ ! આખાય ગુણાતીત સમાજને તન, મન, ધન 

 

       અને આત્માના સુખે સદાય સુખિયો રાખવા કૃપા કરશોજી.

 

(૯૩) અખંડ અમને ગુરૂના પ્રકાશરૂપ માની બ્રહ્માનંદની મસ્તી જ રાખીશું. આત્માનો ગુણ આનંદ કર્યા 

 

       કરીશું.

 

(૯૪) દેહભાવ કે મૂંઝવણ, વિક્ષેપ કે અભાવના વિચાર કે ઉદાસીનતાના વિચાર ઉઠતાં જ અમે ટાળી 

 

       દઈશું.

 

(૯૫) ગુરૂ તમારા અહમ્ ને ટાળવા માટે જ વાસના રહિત કરવા માટે જ કાળજી રાખી આજ્ઞા 

 

       આપશે.

 

(૯૬) તમને મળ્યા તે સ્વરૂપને યાદ કરી તીવ્રતાથી જે સુખ જોઈએ તે તેની પાસે માંગો, લય થઈને 

 

       સાંભળે તેટલી હદે તેને યાદ કરી “માગો તે મળશે” ને આનંદ થશે. 

 

(૯૭) પ્રભુની ભક્તિરૂપ છે ? તેની સ્પષ્ટ હા પડે તો જ તે વિચારને, ભાવને વાણી કે વર્તનમાં 

 

       ૧૦૦% લય થઈને આવવા દેવો.

 

(૯૮) લય થયા વિના સેવા કે પૂજા કે ભજન કરીએ તેથી કોઈ પ્રાપ્તિ થતી નથી. 

 

(૯૯) પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા આ સેવા કરું છું તેવી ભાવના રાખી ક્રિયા કરવી. 

 

(૧૦૦) “દ્રોહ કરે, ટીકા કરે, કટાક્ષ કરે, અપમાન કરે, હડે ને હડકારે – તેનોય જે ગુણ લે ને 

 

        સ્વધર્મેયુક્ત સ્મિત સહ વરત્યા કરે તે આપણા પ્રભુનો સિધ્ધાંત.”

 

હે ગુરૂહરિ પપ્પાજી ! હે સદ્દગુરૂ સ્વરૂપો ! ‘પપ્પાજી અક્ષર સ્વરૂપે’ ના પ.પૂ.દીદીએ તારવેલા ૧૦૦ સૂત્રો અમારું જીવન બને એ જ તમારા ચરણોમાં પ્રાર્થના. 

 

આમ, આ પખવાડીયા દરમ્યાન સભાની સાથે સાથે પૂ.ધર્મિષ્ઠાબેન અમીન માટે સુહ્રદ જપયજ્ઞ પણ કર્યો હતો. જપયજ્ઞથી ભર્યા રહી આખું પખવાડીયું પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !