સ્વામિશ્રીજી
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય
ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહોત્સવની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૧૬/૬/૧૬ થી ૩૦/૬/૧૬ દરમ્યાનની જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષના આયોજન મુજબ જ્યોતમાં–જ્યોતશાખામાં અને જ્યોત સમાજમાં
ભજન, સ્વાધ્યાય, ભક્તિના વિધ વિધ કાર્યક્ર્મ ચાલી રહ્યા છે. સહુના અંતરે એક જ ધખણા છે કે ગુરૂહરિ પપ્પાજીમય બનવું છે, ગુરૂહરિ પપ્પાજીને રાજી કરવા છે, ગુરૂહરિ પપ્પાજીનું યતકિંચિંત ૠણ અદા કરવું છે. તે માટે હાં હાં ગડથલ કરી રહ્યા છીએ. તેના ભાગરૂપે
(૧) જ્યોતમાં બહેનોમાં આ પખવાડિયા દરમ્યાન ભજન સભાનું આયોજન સભા વિભાગ તરફથી હતું. જ્યોતના મકાનવાઈઝનાં બહેનોએ પાંચ ભજન ગાવાના અને સર્વેને જાતે બનાવેલ પ્રસાદ આપવાનો. ઓહોહો ! આ બહેનોએ તો આ આયોજનને વિધ વિધ રીતે રજૂ કર્યું હતું. સ્થળ – જ્યોતિ ભવન (ઉપરના હૉલમાં) રોજ રાત્રે પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.જશુબેનના સાંનિધ્યે બહેનોએ પાંચ ભજન જુદી જુદી રીતે રજૂ કર્યાં હતાં.
સહુ પ્રથમ સ્વાગત ગુરૂહરિ પપ્પાજીનું, પ.પૂ.જ્યોતિબેનનું અને પ.પૂ.જશુબેનનું દરેક ગ્રુપે જુદી જુદી રીતે કર્યું હતું. તેમજ હાર–કલગી અર્પણ પણ જુદી જુદી રીતે થયા હતાં.
{gallery}images_in_articles//newsletter/2016/June/20-07-16 kirtan aardhna jyoiti hall{/gallery}
પાંચ ભજન દરેક માળના બિલ્ડીંગમાં ગ્રુપ મળીને નક્કી કરતાં હતાં. વળી, ભજન પહેલાં કોમેન્ટ્રી નક્કી કરી ભજન પહેલાં કોમેન્ટ્રી રૂપે પ્રાર્થના–મહિમા રજૂ થાય અને પછી ભજન ગવાય. ખૂબ દિવ્ય આનંદ આવ્યો. કોઈએ એક એક ભજનની ટૂક રજૂ કરી તો કોઈએ ૬ સ્વરૂપોના જીવન કવનને લગતું ભજન નક્કી કરી તેની કોમેન્ટ્રી પરથી શોધવાનું કે આ કોના જીવન પરથી ભજન છે ? આમ, વિધ વિધ રીતે આ પ્ખવાડીયામાં તા.૧૬ થી ૨૩ જ્યોતનાં બહેનો દ્વારા કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ થયો હતો. આ દિવસો દરમ્યાન તા.૨૩/૬/૧૬ ના પ.પૂ.દીદીનો પત્ર U.S.A થી આવેલો તેનું વાંચન થયું. જેમાં ત્યાં ઉજવાયેલ કાકાજી–પપ્પાજી બંધુબેલડી સમૈયાનું વર્ણન, સ્મૃતિ અને રાજીપો દર્શાવેલ. તે પત્ર પૂ.મધુબેન સી. એ વાંચી જ્ઞાન–ગોષ્ટિનો લાભ આપ્યો હતો. જેમાં ર્દષ્ટાંતરૂપે વાર્તા કરી હતી.
એક ગામમાં રૂડીબાઈ નામે એક બાઈ પરણીને સાસરે આવી. સાસરીમાં સત્સંગ હતો. પણ તે રૂડીબાઈને ગમે નહીં. તે રૂડીબાઈને સત્સંગી કરવા મહારાજ પોતે તે ગામમાં પધાર્યા. અને શ્રીજી મહારાજ સાથે સંતો–ભક્તોનો રસાલો હતો. રૂડીબાઈના પતિએ એના ઘરે શ્રીજી મહારાજની પધરામણી કરાવી. પતિએ રૂડીબાઈને કહ્યું, સ્વામિનારાયણ ભગવાન સંબંધે કલ્યાણ કરે તેવા છે. તે આપણા ઘરે પધાર્યા છે. સાથે સંતો–ભક્તો પણ પધાર્યા છે. લાપસીના આંધણ મૂકો. રૂડીબાઈ તો ગુસ્સે થઈ ગઈ અને ના પાડી દીધી. તેના પતિ તો શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહે, મહારાજ ! ઘરવાળી કલાંઠ છે. શ્રીજી મહારાજ કહે, હવે મારૂં કામ છે. અંદર રૂડીબાઈ રીસાઈને બેઠેલાં. ત્યાં જઈને મહારાજ કહે, “આ તો કેશવ પટેલની અમારી દીકરી છે.” તેના ઘરનાના બધાં નામ બોલ્યા. મહારાજનો આવો પ્રેમભાવ જોઈને રૂડીબાઈ તો ખુશ ખુશ થઈ ગઈ અને પછી મહારાજને–સંતોને જમાડ્યા. પછી કહે, આજે અહીં રોકાઈ જાવ. મહારાજે નક્કી કર્યું હતું કે, આ બાઈનું મારે કલ્યાણ કરવું છે તો ત્યાં રોકાઈ ગયા.
આપણાં ઈન્દ્રિયો અંતઃકરણના દેવતા ગમે તેવા કલાંઠ હશે. પણ આવા પપ્પાજી અને સદ્દગુરૂ સ્વરૂપોનો આપણને ર્દઢ આશરો ને નિષ્ઠા છે તો આપણી બાજી જીતાઈ જાય છે. ગુરૂહરિ પપ્પાજીએ આપણને આવાં સ્વરૂપોની ભેટ આપી છે, તેનો લાભ લઈએ.
(૨) તા.૨૧મી જૂને જ્યોતનો ખાતમૂહુર્તદિન મંગળવારે હતો. તેથી વિદ્યાનગર મંડળના અઠવાડિક સભાના ભાભીઓએ રાત્રે જુદી જ રીતે દીવડા પેટાવી સ્વાગત કર્યું. અને સ્વાધ્યાયની ચોપડીમાંથી વાંચન કરીને ભજનો ગાયાં અને છેલ્લે નાચી–કૂદી ખૂબ આનંદ કર્યો.
દરરોજ ભજનના કાર્યક્રમમાં છેલ્લે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેનની પરાવાણી–આશિષ લાભ પણ પ્રાપ્ત થતો. દરરોજ પાંચ ભજન દરેક ગ્રુપે સિલેક્ટ કરી ગાવાના. પરંતુ ૧ ભજન દરરોજ છેલ્લે બધાએ ગાવાનું. ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી કાર્યક્ર્મ હોવાથી ભજન – “સહુ આનંદો પપ્પાજીનો..મહાપર્વ છે શતાબ્દીનો…” આ ભજનના આનંદ સાથે સભાની પૂર્ણાહુતિ થતી.
{gallery}images_in_articles/newsletter/2016/June/21-07-16 kirtan aardhna vidhyanagar mandal{/gallery}
(૩) પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ પણ શતાબ્દી નિમિત્તે ફરતી સભા કરવા હરિભક્તોના આમંત્રણ મુજબ જાય છે. અને નક્કી કરેલા ત્રણ પુસ્તકોમાંથી સ્વાધ્યાય વાંચન કરી, ભજનની રમઝટ વાજીંત્રો સાથે બોલાવી બ્રહ્મની મસ્તીનો આનંદ કરી અને કરાવે છે. ભાઈઓ સાથે સંતો પણ ક્યારેક જોડાય છે.
(૪) જ્યોતશાખામાં પણ સ્વાધ્યાય ભજન સભા ઠેર ઠેર બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ કરી–કરાવી રહ્યા છે. આમ, શતાબ્દી અનુસંધાને કીર્તન–ભક્તિ થઈ રહ્યાં છે.
(૫) તા.૨૮/૬ના વદ–૬ રવિવારે સવારે વિદ્યાનગર પંચતિર્થી કરવા હાલોલ અને વડોદરા મંડળના હરિભક્તો (ભાભીઓ–ભાઈઓ) આવ્યા હતા. પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે દર્શન–પ્રદક્ષિણા, અલ્પાહાર(ફરાળ) લઈને જ્યોત પર પ્રભુકૃપા, સ્મૃતિ મંદિર, ગુણાતીત ધામના દર્શન કરી જ્યોત મંદિરમાં ભાઈઓએ પૂ.ઈલેશભાઈ અને વડીલ ભાઈઓના સાંનિધ્યે સભા કરી. ભાભીઓએ જ્યોત મંદિરમાં છઠ્ઠ ભરી અને સદ્દગુરૂના સાંનિધ્યે પપ્પાજી હૉલમાં સભા અને ત્યારબાદ મહાપ્રસાદ ત્યાં લઈને બપોર પછી વડતાલ, નડિયાદ દર્શને જઈને ત્યાંથી સીધા વડોદરા–હાલોલ ગયા હતા.
{gallery}images_in_articles//newsletter/2016/June/26-07-16 varoda halol mandal vad 6 in jyot{/gallery}
આમ, લગભગ બધી જ જ્યોતશાખાના મુક્તો આ વર્ષની કોઈ એક વદ–૬ ભરવા જ્યોતમાં વારાફરતી આવી રહ્યા છે. આ રીતે અંતરની ભાવના વદ–૬ એટલે કે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથીના અનુસંધાને પળેપળ સનાતન બનાવવા હાં હાં ગડથલ થઈ રહી છે.
(૬) તા.૨૮/૬ ના રાત્રે ૮ થી ૯.૩૦ પ્રભુકૃપા મંડળના ભાઈઓ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રાર્થના–પ્રદક્ષિણા કરી રાત્રી સભા ત્યાં કરી હતી. દર મહિનાની ૨૮મીની જેમ (રાબેતા મુજબ)નો આ કાર્યક્ર્મ હતો.
(૭) અમેરિકા ‘કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ’ માં અત્રેથી પૂ.આચાર્ય સ્વામી અને પૂ.ગુરૂજી(સાંકરદા), દિલ્હીથી પ.પૂ.ગુરૂજી અને સંતો–ભક્તો સાથે ગયા હતા. તે બંને દિલ્હીથી આણંદ પધાર્યા અને પ્રભુકૃપામાં દર્શને આવ્યા. ત્યાં પ્રભુકૃપા મંડળના ભાઈઓ, વિજ્ઞાન સ્વામી અને સંતોએ હૈયાના ભાવથી સ્વાગત કર્યું. ભેગા મળી પરમપ્રકાશમાં મહાપ્રસાદ લીધો અને સાંજે સાંકરદા મંદિરેથી પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજીએ શણગારેલી ગાડી મોકલી. તેમાં આ બે સંતો તથા અત્રેના સંતો સર્વેને સાંકરદા બોલાવ્યા અને ત્યાં ભવ્ય સ્વાગત સભા કરીને શતાબ્દીનો ઉમંગ તીવ્ર બનાવ્યો. માહાત્મ્ય સ્વરૂપ અક્ષરવિહારી સ્વામીજીનો જય હો !
શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે તો ધૂન–ભજન કરાવ્યા વગર પણ પ્રભુને કેમ ચાલે ? જ્યોતના સદ્દગુરૂ પૂ.સવિબેન જી, પૂ.કોઠારી સ્વામી(હરિધામ), પૂ.અર્જુનભાઈ (બ્રહ્મજ્યોતિ)ની બીમારી નિમિત્તે, નિરામય સ્વાસ્થ્ય માટે તથા પરદેશના ભક્તો પૂ.કૈલાસબેન, પૂ.સુરૂભાઈ ઠક્ક્ર (અક્ષરધામ ગમન) વગેરે સમાચારથી સુહ્રદ ધૂન, ભજન પણ કર્યાં હતાં.
આમ, આખું પખવાડીયું ભક્તિમય ચારેય પાંખાળા સત્સંગમાં સહુ ભક્તોનું પસાર થયું હતું.
અત્રે સહુ સ્વરૂપોની તબિયત સારી છે. સહુ મુક્તો મઝામાં છે. અહીંના સહુ સ્વરૂપો મુક્તોના આપ સર્વને જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !