16 to 30 Nov 2015 – Newsletter

                                   સ્વામિશ્રીજી                     

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોશતાબ્દી જય સ્વામિનારાયણ !

GKP 6068

 

આજે અહીં આપણે નવેમ્બર મહિનાના બીજા પખવાડીયા દરમ્યાન જ્યોતમાં થયેલ સભામહાપૂજા વગેરેની સ્મૃતિ માણીશું.

 

() તા.૧૯/૧૧/૧૫ ગુરૂવાર સંકલ્પસ્મૃતિ દિન

 

દિવસ આપણો એક આધ્યાત્મિક ઐતિહાસિક દિવસ છે. ગુરૂહરિ પપ્પાજીએ દિવસનેસંકલ્પ સ્મૃતિદિનતરીકે બિરદાવ્યો છે. યોગી આજ્ઞાએ બહેનોને ભગવાન ભજાવવાની શરૂઆત તો થઈ ચૂકી હતી. જે જીવોને ર્દષ્ટિમાં લીધા હતાં,

તે સર્વે ગૃહી ત્યાગી મુક્તો લઈને ..૧૯૬૩ના નવેમ્બરમાં મુંબઈ નજીક આવેલ ગણેશપુરી નદી કિનારાના આશ્રમ સ્થળે ગુરૂહરિ પપ્પાજી શિબિર કરવા ગયા હતાં. ૧૯મી નવેમ્બરના દિને મંગલપ્રભાતે ચિદાકાશી પપ્પાજીએ પરભાવે આંતરિક જબરજસ્ત સંકલ્પ કર્યો અને શિબિરાર્થી સહુને ભગવાન ભજવા અને ભજાવવાનો સંકલ્પ કરાવ્યો. સંકલ્પ વસ્તુ આધ્યાત્મિક રીતે કોઈક વિશેષ છે. જે કરનારા જાણે છે અને આશ્રિત માણે છે. સંકલ્પ તેટલા મુક્તો પૂરતો નહોતો. સંબંધમાં જે જે આવ્યા અને આવશે તેને માટે જન્મોજન્મનો હતો. અને પૂર્વના ચૈતન્યો જે સંબંધમાં ખેંચાઈને આવ્યા એનામાં સંકલ્પ કામ કરતો રહ્યો. અને યાવતચંદ્રદિવાકરૌ તેમજ જન્મોજન્મ કામ કરતો રહેવાનો એવી કૃપા વણ માગ્યે કરી.

{gallery}images_in_articles//newsletter/2015/Nov/19-11-15 sanklap smruti din/{/gallery}

 

ગણેશપુરી શિબિરમાં .પૂ.યોગીજી મહારાજે પાંચ વચનામૃત આપેલા તે વચનામૃત ઉપર શિબિર રાખી હતી. ૧૪/૧૦/૬૩ની દિવાળીમાં બહેનોએ યોગીજી મહારાજને કાર્ડ લખી મોકલેલું તેમાં બહેનોને આશીર્વાદમાં પાંચ વચનામૃત સિધ્ધ થશે. એકાંતિક ધર્મ સિધ્ધ થશે. તેવા આશીર્વાદ લખી કાર્ડ પરત કરેલું. વચ..પ્ર.૨૩, .૩૦, ૪૫ અમદા., પાંચ વચનામૃતની સમજૂતી અને ૧૯/૧૧/૬૩ના દિવસે ગણેશપુરી ગુરૂહરિ પપ્પાજીએ પરભાવે ત્યાગીગૃહીઓને ભગવાન ભજવા અને ભજાવવાનો સંકલ્પ કરાવી વ્રત આપી ન્યાલ કર્યા. સૂત્ર બંધન, પુષ્પપ્રસાદી અર્પી તે માધ્યમ દ્વારા સંકલ્પની સાંકળમાં નાનામોટા સહુ મુક્તોને (પૂર્વના ચૈતન્યોને) ગૂંથી લીધા. આમ, ૧૯ નવેમ્બરે સંકલ્પ સ્મૃતિદિન એટલે ગંગોત્રીનો પ્રવાહ વહ્યો તે દિન ! તે એકધારો વહેતો રહ્યો છે અને વહેતો રહેશે.

 

બ્રહ્મનિયંત્રિત બ્રહ્મસમાજ વાક્યનું મૂળ છે. સંકલ્પ આધ્યાત્મિક ઉચ્ચ કોટિની P.hd. લેવલની આધ્યાત્મિક વાતને ગુણાતીત સમાજના અનુભવી મુક્તો સિવાય કોઈ સમજી શકે તેમ નથી. આવા સંકલ્પ સ્મૃતિદિનની ઉજવણી નિમિત્તેની સંયુક્ત સભા જ્યોત પંચામૃત હૉલમાં આજે સવારે ૧૦ થી ૧૨.૩૦ થઈ હતી. જેમાં સભા સંચાલક પૂ.ઝરણાબેને સંકલ્પ સ્મૃતિદિન વિષે માહિતી આપી હતી. ત્યારબાદ .પૂ.દીદીના સૂચન મુજબ પૂ.દિલીપભાઈ ભોજાણીનું પ્રવચન સહુ પ્રથમ રાખેલું. તેઓએ સાચા અર્થમાં સંકલ્પ સ્મૃતિદિનની સમજૂતી સાથે ટૂંકમાં પણ ગુરૂહરિ પપ્પાજીના અદ્દભૂત મહિમાગાન સાથે લાભ આપ્યો હતો.

 

આજે પૂ.જયંતિભાઈ દોશીનો પણ ર્દષ્ટાદિન હતો. તેઓને પણ સભામાં લાવી તેમના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી હતી. અને ૧૯૬૩ના ગણેશપુરી શિબિરમાં સાક્ષી સ્વરૂપો .પૂ.દીદી, .પૂ.જ્યોતિબેન અને .પૂ.જશુબેનની પરાવાણીનો લાભ લીધો હતો. પૂ.જયંતિભાઈ વિષે તથા ૧૯ નવે.ના દિનની સ્મૃતિ સાથે પપ્પાજી સ્વરૂપની પિછાણવાતો કરી ધન્ય કર્યા હતાં.

આમ, આજે ખૂબ શાંતિ પૂર્વક છતાંય આધ્યાત્મિક રીતે દિનની ઉજવણી થઈ હતી.

 

() તા.૨૦/૧૧/૧૫ શુક્રવાર પૂ.રશ્મિભાઈ રૂપારેલીયાની ત્રયોદશીની મહાપૂજા

 

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં પૂ.રશ્મિભાઈ રૂપારેલીયા (લંડન) ની ત્રયોદશી નિમિત્તે તથા અસ્થિ વિસર્જન નિમિત્તેની મહાપૂજા થઈ હતી.

લંડન ધૂન મંડળના સભ્યો પૂ.નયનાબેન અને પૂ.રશ્મિભાઈ રૂપારેલીયા. દિવાળીના સમૈયા પહેલાં પૂ.રશ્મિભાઈ અમેરિકા ગયેલા ત્યાં ટૂંકા સમયની બિમારીમાં અવસાન થયેલું. અંતિમ સંસ્કારવિધિ વગેરે લંડન મંડળના મુક્તોએ પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.અરૂણાબેન ભોજાણી અને લંડન જ્યોતના બહેનોની હાજરીનિશ્રામાં થયા બાદ સહુ હરિભક્તો સાથે પૂ.નયનાભાભી સમૈયામાં વિદ્યાનગર આવ્યા.

{gallery}images_in_articles//newsletter/2015/Nov/20-11-15 P.Rashmibhai ruparelia/{/gallery} 

 

સમૈયા બાદ મહાપૂજા રાખી ! પૂ.નયનાભાભી પૂજામાં બેઠા હતાં. પૂ.કલ્પુબેન દવેએ શ્રી ઠાકોરજી તથા ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી. પ્રાસંગિક લાભ પૂ.દેવીબેન, પૂ.રમીબેન તૈલી તથા પૂ.દિલીપભાઈ ભોજાણીએ આપ્યો હતો. પૂ.રશ્મિભાઈનું જીવન આદર્શ ભક્ત તરીકેનું હતું. પૂ.રશ્મિભાઈને પ્રત્યક્ષની નિષ્ઠા થઈ ત્યારથી પૂ.નયનાબેનને સત્સંગમાં સાથ આપ્યો. બંને સત્સંગમાં ઓતપ્રોત થઈ ગયા. પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ ભોજાણીની સભાના ધૂન મંડળના સમર્પિત સભ્યો પૈકી હતાં. ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બેનની નિષ્ઠા અને પ્રસન્નતાના પાત્ર એવા પૂ.રશ્મિભાઈનું જીવન એકદમ નિયમિત હતું. ભજનનીમહાપૂજાની સહજ ટેવ હતી. લંડન જ્યોતની સેવા તથા મંડળની સેવામાં ભજનભક્તિમાં બંને આદર્શ સંતાનોને પણ સત્સંગના સંસ્કાર અને વારસો આપ્યો છે. એવા પૂ.રશ્મિભાઈની ખોટ કુટુંબના મુક્તોને સગાવ્હાલા અને મંડળના મુક્તોને જરૂરથી લાગે. તે જીરવવાનું તથા તેઓના પગલે ડગ ભરવાનું બળ, બુધ્ધિયોગ ગુરૂહરિ પપ્પાજી બક્ષે તેવી પ્રાર્થના કરી સહુએ ધૂન કરી હતી. શોક ખંખેરી નિષ્ઠાની ખુમારી બળ જેણે રાખ્યું છે એવા પૂ.નયનાભાભીએ પણ સમૈયામાં આવી, મહાપૂજા કરાવીને આદર્શ ભકતનું દર્શન કરાવ્યું હતું. ધન્ય છે એમને તથા કોટિ વંદન ગુરૂહરિ પપ્પાજીને, .પૂ.બેનને તથા વારસ સંતસ્વરૂપો પૂ.રમીબેન તૈલી, પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ લંડન જ્યોત, લંડન મંડળના સ્વરૂપોને ! શતાબ્દી વંદન સહ જય સ્વામિનારાયણ !

 

 

() તા.૨૧/૧૧/૧૫ શનિવાર ગુણાતીત જ્યોતના સંત બહેન પૂ.કનકબેન ઉદાણીનું અક્ષરધામ ગમન

 

દેહ નબળો આત્મા બળિયોએવા પૂ.કનકબેનનો દેહ પ્રભુ પપ્પાજીએ આજે જાણે જેમ આપણે સ્નાનાદિક ક્રિયા વખતે કપડાં બદલીએ છીએ તેમ સહજમાં બદલી નાખ્યો.

 

પૂર્વના મુક્ત ! નાનપણથી સંસ્કાર, મુંબઈમાં પૂ.કુસુમબેન દવેનો સમાગમ અને તેમની માનસપુત્રી છઠ્ઠી દિકરી પૂ.કનક હતી.જેને ભગવાન ભજવામાં માતુશ્રી પૂ.રમાબેનનો તો સાથ હતો. પણ પિતાશ્રી પૂ.મનસુખભાઈને એકની એક દિકરી પૂ.કનકને પરણાવવાનો હરખ હતો. તેઓ જ્યોતિષમાં બહુ માનતા. તેમને જ્યોતિષે કહ્યું કે, દિકરીના લગ્નનો ક્યાંય યોગ નથી. તેથી પિતાએ પણ રાજીખુશીથી ભજવાની હા પાડી. અને ..૧૯૯૧માં વ્રત લઈ ગુણાતીત જ્યોતના સભ્ય બન્યા. આનંદી સ્વભાવ, ગુરૂહરિ પપ્પાજી, ગુરૂ .પૂ.દેવીબેનની અનન્ય નિષ્ઠા. અને પૂ.દક્ષાબેન સાથેની પ્રિતીએ સહિતની મૈત્રીથી જ્યોતમાં ઓતપ્રોત થઈ સેવા, ભજન કરતાં. દેહની બિમારીઓ આવી તેમાં હસતા રહી, થાય તે સેવા કરી. કોઈનેય ઓશીયાળા કર્યા નહીં. તેમના ભાઈઓભાભીઓભત્રીજા વગેરેને પણ ગુરૂહરિ પપ્પાજી .પૂ.દેવીબેનની નિષ્ઠા કરાવી. નિર્દોષબુધ્ધિ, દિવ્યભાવ અને પ્રભુનો આશરો ભજનથી લેવાની રીત શીખવી હતી. તે બધી વાતો તો તેમના ગયા પછી તેઓના ભાભીઓભાઈઓના શ્રધ્ધાંજલિ પ્રવચનમાંથી જાણી. એવા સાચા સંત કે જેમને પોતાની ભક્તિનોય દેખાડો નથી. અહંકારના ભાવો ટાળી પરમ ભાગવત સંત બનાવનાર ગુરૂહરિ પપ્પાજીને કોટિ શતાબ્દી વંદન સાથે પૂ.કનકબેનની અંતિમવિધિ અને ત્રણ દિવસની પારાયણ જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ સરસ રીતે જાણે શિબિરના રૂપમાં થઈ હતી. મહાપૂજા પણ પૂ.કલ્પુબેન દવેએ ભક્તિભાવે કરી અને બધી બહેનોને હરિભક્તોએ અને સગાં સંબંધીઓએ પધારી ભક્તિ સેવા કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવી હતી. પૂર્વના ચૈતન્યો અહીં આવે છે એનું દર્શન કરાવ્યું. ગુરૂહરિ પપ્પાજીએ પ્રગટાવેલો દીપ બુઝાતો નથી. જગ્યા બદલી તે દીપ યાવતચંદ્રદિવાકરૌ જલતો રાખનાર ગુરૂહરિ પપ્પાજીને કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ.

 

() તા.૨૮/૧૧/૧૫ શનિવાર પૂ.મુક્તાબેન જોબનપુત્રા અક્ષરધામ નિવાસી થયા

 

પૂ.સુધાબેન તન્ના લંડન મંડળના નિષ્ઠાવાન સભ્ય છે તેના માતુશ્રી પૂ.મુક્તાબેન જોબનપુત્રા લંડન અક્ષરધામ નિવાસી થયા. તેના અસ્થિ વિસર્જનની મહાપૂજા અહીં જ્યોત મંદિરમાં કરાવી શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બેન અને સ્વરૂપોમુક્તોને થાળ જમાડી પુણ્યની કમાણી કરી. પૂ.સુધાબેને ધન્યતા અનુભવી હતી.

 

આજે જ્યોત મંદિરમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂ.કલ્પુબેન દવેએ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. અને .પૂ.જશુબેન, પૂ.રમીબેન તૈલીએ પ્રાસંગિક લાભ આપ્યો હતો. આમ, પૂ.સુધાબેન જેવા પ્રત્યક્ષની નિષ્ઠાવાળા ભક્તો પોતાના સ્વજનોવડીલોની મહાપૂજા કરાવી, શ્રધ્ધાંજલિ અર્પી સ્વરૂપોબહેનોભક્તોને જમાડી પુણ્યની કમાણી કરે છે તેવા મુક્તોને પણ ધન્યવાદ છે.

 

આમ, દિવાળીના સમૈયાઓ પછી જ્યોતમાં રીતે ભજનભક્તિમહાપૂજા સભાના કાર્યક્ર્મ થતાં રહ્યા છે. જેની સ્મૃતિ આપની સમક્ષ કરી ધન્યતા અનુભવીએ છીએ. અત્રે સર્વે કુશળ છીએ. આપ પણ મઝામાં હશો.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !