Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 30 Sep 2015 – Newsletter

                                   સ્વામિશ્રીજી                   

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

શતાબ્દી પર્વના જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે સપ્ટેમ્બરના બીજા પખવાડીયાની એટલે કે તા.૧૬//૧૫ થી ૩૦//૧૫ દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખાઓમાં ઉજવાયેલ ઉત્સવની સ્મૃતિ માણીએ!

 

() તા.૨૪//૧૫ ગુરૂવાર જળઝીલણી એકાદશી

 

આજે જ્યોતમાં જળઝીલણી ઉત્સવ પંચામૃત હૉલમાં સાંજે વાગ્યે હતો. ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી

પર્વનો ઉત્સવ બોટ અને હિંડોળાની સ્મૃતિ સાથેનો હતો.

 IMG-20150929-WA0001

 

 

બોટમાં બિરાજમાન શ્રી ઠાકોરજી સહિત ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોને બહેનો હાથમાં હાર લઈને શતાબ્દી વંદના કરી રહ્યાં છે ! તો તે બોટ જળમાં વિહાર કરી રહી છે. જળમાં મગર, માછલીઓ, કાચબા, બતક અને અનંત જીવોને સંબંધ આપી, દર્શન આપી ન્યાલ કરી રહ્યાં છે. બોટની ઉપરની બાજુએ શતાબ્દી ઝૂલણામાં ગુરૂહરિ પપ્પાજીને ઝૂલાવી બ્રહ્માનંદી દર્શન કર્યા હતાં. સાથે સંપ, સુહ્રદભાવ અને એકતાથી જીવન જીવી ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતા લેવાની યાચના હતી. આપણા સહુ વતી પ્રથમ બહેનોએ દર્શન કર્યા હતાં. ત્યારબાદ ભાઈઓએ દર્શન કર્યાં હતા.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/24-09-15 jaljirni ekadashi/{/gallery}

 

() તા.૨૫//૧૫ શુક્રવાર નડિયાદ જ્યોત પ્રસાદરજ મંદિરે કીર્તનઆરાધના

 

વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પર્વનું વર્ષ છે. હરિભક્તો ઠેર ઠેર કીર્તન આરાધના કરી હાં હાં ગડથલ કરી રહ્યાં છે. દરેક જ્યોત શાખામાં જ્યોતના ગાયકવાદ્યવૃંદ(પરમ સૂર વૃંદના) બહેનો વખત કીર્તન આરાધના માટે જાય એવું રાખ્યું હતું. નડિયાદ જ્યોતના મહંત પૂ.હંસાબેન પાવાગઢીએ આજે સાંજે મહિલા મંડળની સભામાં બહેનોને વિદ્યાનગરથી બોલાવી કીર્તન આરાધનાનો કાર્યક્ર્મપ્રસાદરજમંદિરમાં રાખ્યો હતો.

 

પૂ.હંસાબેનની ઈચ્છા મુજબ પ્રાગટ્યના ભજનો તથા સભાના ભાભીઓની ઈચ્છા મુજબના ભજનો ખૂબ સરસ રીતે વાજીંત્રો સાથે બહેનોએ ગાયા હતાં. ત્યારબાદ પૂ.મનીબેને ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વે આપણે અંતરનું શું સમર્પણ કરીશું ? શતાબ્દી પર્વે આપણું યોગદાન શું ? તો અહંના ભાવોનું સમર્પણ કરવાની રીત શીખવીને અંતર ભાવનાને જાગૃત કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/25-09-15 nadiyad jyot prasad raj kirtan aardhna/{/gallery} 

 

() તા.૨૭//૧૫ રવિવાર .પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન

 

પરમ ભાગવત સંત સ્વરૂપ .પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. .પૂ.દેવીબેનની નાદુરસ્ત તબિયતને લીધે ઑગષ્ટમાં લંડનથી પરત પધાર્યા. ૨૭ ઑગષ્ટના તેમનો સ્વરૂપાનુભૂતિદિન છે. પરંતુ ૨૭ સપ્ટેમ્બરે સરસ તબિયત સાથે દર્શન લાભ આપ્યો. હતો. સ્થાનિક હરિભક્તો પધાર્યા હતા. અને ખરેખર .પૂ.દેવીબેનના જીવન દર્શનની સાથે સાથે ગુરૂહરિ પપ્પાજીના જે સિધ્ધાંતો તે આવરી લઈને સરસ કથાવાર્તા થઈ હતી. જાણે શિબિર થઈ હોય તેવું અંતરમાં સર્વને અનુભવાયુ હતુ. આજની સભામાં પૂ.ડૉ.મેનકાબેન, પૂ.ડૉ.વીણાબેન, પૂ.કનુભાઈ પટેલ, પૂ.કિશોરકાકા વગેરે વક્તાઓએ .પૂ.દેવીબેનના જીવન વિષે અનુભવની વાતો કરી આનંદ કરાવ્યો હતો. .પૂ.દીદી, .પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. આજની સભાના દર્શન અને પરાવાણીનો લાભ આપે વેબસાઈટ પર માણ્યો હશે. તેથી તે મહિમાગાન કથાવાર્તા અહીં લખી નથી. અસ્તુ ! જય સ્વામિનારાયણ !

{gallery}images_in_articles//newsletter/2015/Sep/27-09-15 P.deviben swarpanubhutidin/{/gallery}

 

() તા.૨૮//૧૫ સોમવાર .પૂ.મમ્મીજીનો ૧૦૦મો પ્રાગટ્યદિન

                             (પૂ.કમળાબેનબી. પટેલ)

 

A .આજે મંગલ પ્રભાતે પૂ.દિવ્યાબેન અને બહેનોએ બ્રહ્મવિહારની કુટિરમાં .પૂ.પપ્પાજી.પૂ.મમ્મીજીના વિશેષ દર્શન કરાવ્યા હતાં. વળી, મમ્મીજીની સ્પેશિયલ નાસ્તાની આઈટમ ચેવડો અને પડવાળી બિસ્કીટ અને ચા. જે વારંવાર બહેનોને પ્રભુકૃપામાં બોલાવી નાસ્તો કરાવતાં. તે પ્રેક્ટીકલ સ્મૃતિ આજે કરાવી હતી.

 

B. જ્યોતમાં બહેનોની સભામાં .પૂ.મમ્મીજીના ૧૦૦મા પ્રાગટ્યદિન નિમિત્તે .પૂ.દીદી,  .પૂ.જશુબેને .પૂ.મમ્મીજીનું અનુભવ દર્શન, મહાત્મ્યગાન કરી આશીર્વાદ આપ્યા હતાં.

 

દુનિયામાં પૂજનીય એવા સ્ત્રી રત્નોમાં .પૂ.મમ્મીજી અજોડ છે. આપણે જોયું છે કે દુનિયામાં એવા મહાન સત્પુરૂષોને ઘરવાળા મદદ તો ના કરે પણ તકલીફ ઊભી કરતા હોય. .પૂ.મમ્મીજીનું પ્રતિવ્રતાપણું, ઉદારતા, ખાનદાની અજોડ હતી. તારદેવના એક ગૃહસ્થના ઘરમાં આટલી બધી બહેનો સાધના કરવા સમાઈ ગઈ. .પૂ.મમ્મીજી સાધક બહેનોની સાચી મા બનીને રહ્યાં. બહેનોને પક્ષે રહીને મમ્મીજી પપ્પાજીને પણ કહી શકતા. બહેનો સુખ, શાંતિ, આનંદથી સાધના કરે તેમાં .પૂ.મમ્મીજીએ ગુરૂહરિ પપ્પાજીને ખૂબ સાથ આપ્યો છે. .પૂ.મમ્મીજીનું ગુરૂહરિ પપ્પાજીએ કાંઈ સાચવવુ કે રાખવુ પડ્યું નથી. સાચા ધર્મપત્ની અને પડછાયો બનીને રહ્યાં. .પૂ.કાકાશ્રીનું પણ ખૂબ ધ્યાન .પૂ.મમ્મીજી રાખતાં. પ્રભુકૃપામાં .પૂ.કાકાશ્રી પધારે ત્યારે પણ ખૂબ ધ્યાન રાખતાં, સેવા સંભાળ કરતાં.

 

સર્વસ્વનું સમર્પણ .પૂ.મમ્મીજીનું હતુ. ગુરૂહરિ પપ્પાજી કહેતા, “પ્રેમ એટલે સમર્પણ સૂત્ર .પૂ.મમ્મીજીના જીવનમાં સાકાર હતું. હે ગુરૂહરિ પપ્પાજી ! હે કાકાજી !

હે બા ! હે બેન ! હે મમ્મીજી અમારા ઉપર એવી કૃપા કરો કે અમે તમારા પરિચયરૂપ બની શકીએ અને તમારો દાખડો સફળ કરીએ.

{gallery}images_in_articles//newsletter/2015/Sep/28-09-15 P.P.Mammiji stabdi parva/{/gallery}

 

C. જ્યોતની રાત્રી સભામાં માહાત્મ્યગાન દર્શન કરાવતો સાંસ્કૃતિક કાર્યક્ર્મ બહેનોએ કર્યો હતો. જ્યોતનાં બહેનો પ્રભુકૃપામાં સેવા કરતાં ત્યારે .પૂ.મમ્મીજી જે શીખ આપતાં, ટ્રેનીંગ આપતાં, સેવા કરાવીને રાજીપો બતાવતા વગેરે સ્મૃતિની, અનુભવની વાતો બહેનોએ કરી હતી. ત્યારબાદ .પૂ.પપ્પાજીના, .પૂ.મમ્મીજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. “આપણામાં ભગવાન બધું કરવાના છે. આપણે સ્મૃતિથી સમાગમથી મનને આનંદમાં રાખીએ. .પૂ.મમ્મીજીએ હૈયાની વરાળ બહાર કાઢી નહીં. ભજન કર્યા કર્યું. તેમ બધા કરતા થઈ જાય એજ અંતરની પ્રાર્થના ને આશીર્વાદ.

 

() તા.૩૦//૧૫ બુધવાર .નિ.આનંદીબેન વિનુભાઈ પટેલ (ધર્મજ)ની

                             ત્રયોદશીની મહાપૂજા

 

.નિ.આનંદીબેનની ત્રયોદશીની મહાપૂજા આજે જ્યોત મંદિરમાં થઈ હતી. કુટુંબમાં સ્વામિનારાયણ ધર્મ ! એમાં પૂ.આનંદીબેનની ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ .પૂ.દીદીની નિષ્ઠા ! નિષ્ઠાએ એકની એક દીકરી પૂ.નીનાબેનને વિદ્યાનગરમાં કોલેજ કરતા જ્યોતનો જોગ થયો. અને ભગવાનને માર્ગે વળ્યાં. તેમાં આનંદીબેનનો બેઠો સાથ અને ભજન હતું. પૂ.વિનુભાઈને પ્રમુખસ્વામી મહારાજની નિષ્ઠા હતી. પૂ.આનંદીબેનના સાસુબાને જૂના મંદિરની ભક્તિ હતી. એક મ્યાનમાં ત્રણ તલવાર ના રહે પણ ઘરમાં સ્વામિનારાયણ ધર્મના ત્રણ ગુરૂજનોનો સમન્વય. પૃથ્વી પરનું અક્ષરધામ હતું. એવા પૂ.આનંદીબેન જળઝીલણી એકાદશીના શુભદિને (..૮૬) અચાનક અક્ષરધામ નિવાસી થયા. હાર્ટની બિમારી થોડા વખતથી હતી. જીવનના સ્વધર્મ ખૂબ ઉત્તમ રીતે પૂરા કરીને તે મંગલ મૃત્યુ માટે તૈયાર હતાં. પ્રભુએ આવો જળઝીલણી એકાદશીનો દિવસ પસંદ કરી ધન્ય કર્યા.

 

{gallery}images_in_articles//newsletter/2015/Sep/30-09-15 P.Anandiben patel mahapooja/{/gallery}

આજે સંવત ૨૦૭૧ ભાદરવા વદ ત્રીજના શુભ દિને તેઓના કુટુંબીજનો સગા સંબંધીઓએ જ્યોત મંદિરમાં મહાપૂજા કરાવી હતી. સંત સ્વરૂપ પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવે મહાપૂજા કરી હતી. .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેનના સાંનિધ્યે મહાપૂજા થઈ અને પ્રાર્થના સુમન પૂ.હંસામાસી, પૂ.સ્મિતાબેન અને પૂ.મુકુલભાઈએ ધર્યાં હતાં. પૂ.ડૉ.નિલમબેને પૂ.આનંદીબેનના જીવનની ખૂબ વિગતે વાતો કરી, બળ પૂર્યું હતું. .પૂ.દીદીએ પણ પૂ.આનંદીબેનના જીવનની ખાનદાની, ચોકસાઈ, ચીવટાઈ અને એક નિષ્ઠાની વાતો પ્રસંગો સાથે કરી જીવન તાર્દશ્ય કર્યું હતું. અને આશીર્વાદ આપી બધાને ભર્યાભર્યા કરી દીધા હતા. તેઓના સગાં સંબંધીઓને સ્મૃતિભેટ રૂપે .પૂ.દીદીએ પોતાના વરદ્દ હસ્તે માળા અને સંજીવની મંત્ર ભેટ આપ્યાં હતાં.

 

આમ, આખું પખવાડીયું સારામાઠા પ્રસંગો સાથે પણ મંગલમય રીતે ઉજવાયુ હતું. અત્રે સર્વ વડીલ સ્વરૂપોની તબિયત સરસ છે. અહીંથી સર્વે સદ્દગુરૂ, સર્વે મુક્તો વતી આપ સર્વને ઘણા કરીને હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામસહ જય સ્વામિનારાયણ !