સ્વામિશ્રીજી
ગુરૂહરિપપ્પાજીનીજય
કાકાજી-પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા. ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧૬/૯/૧૮ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુ ભૂતિ દિન
પ.પૂ.દેવીબેન એટલે બુધ્ધિ અને ચાતુર્યથી અણોળખ્યાને ઓળખ્યા,
દાસ બનીને રહેવું અહીં એ શબ્દ તે મનમાં લખ્યા,
જાણે પણ જણાવે નહીં, લીધેલું એ મૂકે નહીં,
કૈંક તુમુલ બાહ્ય-ભીતર થયા તો યે હાર્યા નહીં,
માયા કેરા વાસમાં, વિશ્વાસમાં સાથે હરિ,
બાકી હતું તે તન તોડ્યું પ્રભુએ નિધડક થઈ,
અનંતને ઘેલા કર્યા, સમર્થ થકા ઝરણાં કરી,
અનંતના પ્રાણાધાર બની, પ્રભુનું માહાત્મ્ય રેલાવ્યું તમે.
પ્રભુ પરાભક્તિ કરે, કહે, “તમને પરમ ભાગવત સંત બનાવ્યા વગર અમે જવાના નથી.” એવા ભક્તિ સ્વરૂપ પ.પૂ.દેવીબેનના ચરણે આજ કરીએ કોટિ વંદન !
એવા પ.પૂ.દેવીબેનના ૫૯મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય રીતે થઈ હતી.
આ સભાના લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ ઉપર માણ્યા હશે. તેથી અહીં વિરમું છું.
{gallery}images_in_articles/newsletter/2018/Sept/16-08-18 P.P.DEVIBEN SWARUPANUBHUTIDIN{/gallery}
(૨) તા.૧૬/૯/૧૮ રવિવાર બોરીવલી મંડળ દ્વારા પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ કળશની મહાપૂજા અને વિસર્જન
પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ કુંભ બધા જ શાખા મંદિરમાં ત્યાંની નદીઓમાં પધરાવવા માટે આપેલ છે. દરેક શાખા મંડળના જ્યોતના બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ તે ઝોનના મંડળોના મુક્તો સાથેનો કાર્યક્ર્મ ગોઠવે છે. તેમ બોરીવલી જ્યોતના પૂ.ભારતીબેન મોદી અને બહેનો, પૂ.સુરેશભાઈ, પૂ.નંદુભાઈ અને ગુણાતીત પ્રકાશના ભાઈઓએ ત્યાંના મંડળોના મુક્તોનું સંયુક્ત આયોજન કર્યું હતું.
સ્થળ – ગણેશપુરી સંકલ્પ સ્મૃતિની મહાપ્રસાદીના સ્થળની નજીક વ્રજેશ્વરી આનંદ આશ્રમ જલારામ ધામ પસંદ કર્યું હતું. પ.પૂ.જ્યોતિબેન છેલ્લે આ સ્થળે જ્યોતના નાના સાધકોને (આનંદ ગ્રુપને) લઈને તા.૨૯/૧/૧૬ થી તા.૪/૨/૧૬ સુધી શિબિર કરવા પધારેલા. તેવા પ્રસાદીના ધામે આજે બોરીવલી મંડળના મુક્તો પ.પૂ.જ્યોતિબેનના પુષ્પ કળશને લઈને મંગલ પ્રભાતે પ્રયાણ કર્યું. ત્યાં મંદિરના હૉલમાં મહાપૂજા કરી. પૂ.નંદુભાઈ, પૂ.સુરેશભાઈ, પૂ.રમુભાઈ માવાણીએ મહાપૂજા અને સભાનું સુકાન સંભાળ્યું હતું.
પ.પૂ.જ્યોતિબેનનો કેન્દ્ર નંબર ૭ છે. એ સ્મૃતિ સાથે મહાપૂજામાં ૭ દંપતીને બેસાડેલા. તેમાં ૧૪ મુક્તોએ લાભ લીધો. પ.પૂ.જ્યોતિબેન ૧૪ તારીખે સ્વધામ સિધાવ્યા અને એ પણ મુંબઈ ધામે. તેથી આ રીતે ૭ અને ૧૪ના આંકની સ્મૃતિ હતી. બોરીવલી ઉપરાંત કાંદીવલી, થાણા, વિરાર, પૂના, મલાડ, મુલુન્ડ, જોગેશ્વરી વગેરે મુંબઈના અને સૌરભના હરિભક્તો ભેગા મળી ૧૮૫ મુક્તોએ ભાગ લીધો હતો. ખૂબ જ દિવ્યતા સભર ભક્તિભાવથી આ મહાપૂજા થઈ હતી.
મહાપૂજા બાદ અહીંની ‘તામસા નદી’ માં પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જન ભાઈઓએ કર્યું હતું. અને બહેનોએ પુષ્પના કોડીયા અને દીપ જળમાં વહેતા મૂકીને દરેક મુક્તોએ સ્વહસ્તે પ.પૂ.જ્યોતિબેનને હ્ર્દયાંજલિ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. પૂ.ભારતીબેન મોદી અને પૂ.રસીલાબેન ડઢાણીયાએ બધા જ મહિલા મંડળ ઉપર જળવર્ષા કરીને ગદ્દગદ્દીત ભાવે પ.પૂ.જ્યોતિબેનનું સ્મરણ કર્યું હતું.
મુંબઈ-બોરીવલી મંડળ એટલે પ.પૂ.જ્યોતિબેનનું લાડકું-માનીતું મંડળ. જેના પાયામાં ચૈતન્ય માધ્યમ પૂ.વિમળાબેન મોદી અને પૂ.રમણિક અદા છે.
જોગાનુજોગ આજે તા.૧૬ સપ્ટેમ્બરે એટલે પૂ.રમણિક અદાની પુણ્યતિથિ પણ હતી. રવિવારનો અનુકૂળ દિવસ. વળી સ્મૃતિતિથિ ભાદરવા સુદ-૭ હતી. (ભાદરવો મહીનો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય માસ અને ૭ એટલે તો પ.પૂ.જ્યોતિબેનની સનાતન સ્મૃતિ નંબર છે જ.)
આમ, બધી રીતે સ્મૃતિનો યોગ સધાયો હતો. અને વાતાવરણ પણ અનુકૂળ રહ્યું હતું. ગુરૂહરિ પપ્પાજી દિવ્ય સ્વરૂપે સાથે જ હોય તેવી દિવ્યતાની અનુભૂતિ સહુને થતી રહી હતી.
પ.પૂ.જ્યોતિબેન અમર રહો !….
{gallery}images_in_articles//newsletter/2018/Sept/16-08-18 p.p.jyotiba ashthi puphpa visharjan mumbai mandal{/gallery}
(૩) તા.૨૦/૯/૧૮ જળઝીલણી એકાદશી
આજે ખૂબ પવિત્ર જળઝીલણી એકાદશી. વર્ષાઋતુ બાદ નળી, તળાવ, સરોવર નવા પાણીથી છલકાઈ ગયાં હોય. ભક્તો ભગવાનને જળવિહાર કરાવે.
આજે ગુણાતીત જ્યોતમાં પણ આ ઉત્સવની ઉજવણી દિવ્ય રીતે થઈ હતી. બ્રહ્મવિહારમાં નાનક્ડું તળાવ બનાવી, તેમાં નાની સ્ટીમરમાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ મૂકી ભગવાનને જળ વિહાર કરાવ્યો હતો. ત્યાં નીલકંઠ વર્ણીની મૂર્તિ મૂકી હતી. તેના પર ભક્તોએ અભિષેક કરવાનો હતો. દર્શનાર્થે પધારેલ સહુ મુક્તોએ દર્શન અને જલાભિષેક્નો લાભ લીધો હતો. ત્યારબાદ પ.પૂ.દેવીબેને આરતી કરી હતી.
નડિયાદ જ્યોતશાખામાં પણ હરિભક્તોને જળઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ભવ્ય રીતે કર્યો હતો. ભગવાનને જળ વિહાર કરાવી પ્રાર્થના ધરી હતી.
મીઠા પાણી સમ બ્રહ્મમાં, ખારા પાણી અને જળચર પ્રાણીઓથી ખદબદતા સમુદ્રમાં ઝંપલાવી દીધું છે. આવા ખારા સમુદ્રમાં પણ મીઠી વીરડી સમાન આપનો જોગ થઈ ગયો છે. અમ સહુની નાવના જીવન સુકાની બનીને રહેજો. આ ખારા સમુદ્રમાંથી રક્ષા કરી, હેમખેમ પાર ઉતારી, આપના અક્ષરધામ સમા સત્સંગ સમુદ્રમાં ડૂબેલા રાખજો. એવા આજના જળઝીલણી એકાદશીના દિને જળવિહારની યાત્રા સમયે પ્રાર્થના કરી છે. તે રાજી થકા સ્વીકરાશોજી.
અમદાવાદ મંડળના મુક્તોએ અમદાવાદ જ્યોતમાં પ.પૂ.પદુબેનના સાંનિધ્યે ભગવાનને અભિષેક કરી આ ઉત્સવની ઉજવણી કરી હતી.
રાજકોટ જ્યોતમાં મહિલા મંડળે પૂ.વનીબેન, પૂ.ઈલાબેન અને બહેનોના સાંનિધ્યે જળઝીલણી ઉત્સવ મનાવી દિવ્યતાનો આનંદ માણ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2018/Sept/20-09-18JALJIRNI EKADSHI{/gallery}
(૪) તા.૨૮/૯/૧૮ પ.પૂ.મમ્મીજીનો ૧૦૨ મો પ્રાગટ્યદિન
પ.પૂ.મમ્મીજીના પ્રાગટ્યદિનની ઉજવણી જ્યોતમાં પપ્પાજી હૉલમાં બહેનોની સવારની સભામાં થઈ હતી.
પ.પૂ.પપ્પાજીને તથા પ.પૂ.મમ્મીજીને પુષ્પહાર અને બુકે અર્પણ કર્યા. પ.પૂ.દીદીએ પ.પૂ.મમ્મીજી વિષે નવું ભજન બનાવ્યું હતું. તે ગવાયું. પ.પૂ.મમ્મીજીનું આખું ‘સમર્પિત’ ઉમદા જીવન સ્મૃતિ પટ પર આવી ગયું.
જ્યોતના સાધક બેન પૂ.જયાબેન ઝાલાવાડિયાએ પ.પૂ.મમ્મીજીની સ્મૃતિ સાથે માહાત્મ્યગાન કરાવ્યું. ગુરૂહરિ પપ્પાજી કેવી રીતે રાજી થાય. માહાત્મ્યેયુક્ત સેવા કેવી રીતે કરાય ? ચોક્સાઈ, ચિવટાઈથી કાર્ય કરતાં નાનાં બહેનોને પ.પૂ.મમ્મીજી મમતાથી શીખવતાં એવા પૂ.મમ્મીજીના ઉમદા ગુણગાન સાથે પૂ.જયાબેને પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દીદીએ તો પ.પૂ.પપ્પાજી-પ.પૂ.મમ્મીજીના ૧૧ વર્ષની વયથી છેક સુધીનું જીવન ચરિત્ર મહિમાગાન સાથે કરાવ્યું હતું.
ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય જ યોગી સંકલ્પનું સ્વામિનારાયણ ભગવાનનું ક્રાંતિકારી કાર્ય માટે હતું. તે માટે ગૃહસ્થાશ્રમમાં રહીને આ યુગમાં કરવું જરૂરી હતું. તેમાં પ.પૂ.મમ્મીજી જેવાં ધર્મપત્નીનો સાથ ગુરૂહરિ પપ્પાજીને મળ્યો. પૂ.મમ્મીજી ખૂબ ખાનદાન, શાંત, પ્રશાંત, દીર્ઘર્દષ્ટિવાળા અનુરૂપ સ્ત્રી પાત્ર હતાં. સમર્પણનું આદર્શ સ્વરૂપ એટલે પૂ.મમ્મીજી. જેવી રીતે ગાંધીજીના કાર્યમાં કસ્તૂરબાએ સાથ આપેલો તેવો જ ગુરૂહરિ પપ્પાજીના કાર્યમાં પૂ.મમ્મીજીએ સાથ આપ્યો. બહેનોને મહિમા ગાઈને, સેવાનું માહાત્મ્ય ગાઈને આનંદ કરાવે, જમાડે તેવું જ ભાઈઓ-સંતોની પણ ખૂબ સંભાળ રાખતાં.
પૂ.મમ્મીજીની સુહ્રદભાવની ભક્તિની અનુભૂતિની વાત કરતાં પૂ.હરણાબેન દવેએ હર્ષાશ્રુ વહાવ્યાં હતાં.
પ.પૂ.પપ્પાજીએ પૂ.મમ્મીજીએ કહેલું કે, મુંબઈના ચૈતન્ય માધ્યમો પૂ.જશુબેન, પૂ.કુસુમબેન, પૂ.વસુબેન, પૂ.સવિતાબેન વગેરેની જે નાની દીકરીઓ છે તેને માટે તમારે ભજન કરવાનું છે. મારે તેઓને ભગવાન ભજાવવા છે. તેઓના માતાઓનો આ સંકલ્પ છે. પૂ.મમ્મીજી રોજ તે આજ્ઞા મુજબ ભજન કરતાં. અને ખરેખર તે દીકરીઓએ ભગવાન ભજ્યા. આ વાતની જાણ તો બહુ વખત પછી થઈ. આ કેવાં મમ્મીજી કે જેમણે કોઈ હક્ક ના રાખ્યો અને પ.પૂ.પપ્પાજીને સાથ આપ્યો.
સભાના અંતમાં પૂ.મમ્મીજી અને ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2018/Sept/28-09-18 P.P.MUMMIJI PRAGTYADIN{/gallery}
(૫) તા.૩૦/૯/૧૮ ભાદરવા વદ-૬
આપણા માટે આજે ખૂબ ભવ્ય દિવસ. ગુરૂહરિ પપ્પાજીનો આજે તિથિ પ્રમાણે પ્રાગટ્યદિન. ઈ.સ.૨૦૦૧ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ પૂ.સ્મૃતિબેન દવેને બોલાવીને કહ્યું હતું કે, આ જ્યોત રહે ત્યાં સુધી ભાદરવા વદ-૬ ઉજવજો. ત્યારથી આજ દિન સુધી આ દિવસે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર નિતનવાં આયોજન આનંદબ્રહ્મ કમિટિનાં બહેનો કરી ભાદરવા વદ-૬ની ઉજવણી ગુરૂહરિની આજ્ઞા પ્રમાણે બધાને સ્મૃતિ સભર રાખીને કરે છે.
આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ઉજવણી કરી હતી. ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત “સંપ, સુહ્રદભાવ, એકતા રાખો.” એ પ્રમાણે આજે સભાનું આયોજન કર્યું હતું, સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. આજની સભામાં કથાવાર્તા નહીં, પણ ભજનની કડી ગાઈને આશિષ યાચના અને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ પણ ભજન દ્વારા કરી હતી.
સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા.
ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો સમય સાંજે ૫.૦૦ વાગ્યે છે. એટલે જ્યોતના ત્રણ જુદા જુદા તીર્થ સ્થાને એક સાથે આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. સહુ પ્રથમ સ્મૃતિ મંદિરમાં રાજોપચાર વિધિથી ગુરૂહરિ પપ્પાજીની આરતી દરેક ટુકડીના એક બહેને વારાફરતી દ્રવ્ય-પદાર્થ અર્પણ કરીને કરી હતી.
નીચે પ્રભુકૃપામાં પણ નાનકડો એવો અન્નકૂટ અને આરતી કર્યાં હતાં. તથા પ્રભુકૃપાના પ્રાંગણમાં ખૂબ સુંદર રંગોળી કરી હતી. આગળના વરંડામાં અક્ષરડેરી બનાવી તેમાં મહારાજની મૂર્તિ કરી હતી. અને તેની ઉપર “પ્રભુકૃપા” લખ્યું હતું.
પ્રભુકૃપાની બહાર જમણી બાજુએ “Welcome” લખ્યું હતું. અને ડાબી બાજુએ “કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ” લખ્યું હતું. તેની એક બાજુએ જ્યોતનો સિમ્બોલ અને બીજી બાજુએ ગુરૂહરિ પપ્પાજીનો ‘સંબંધવાળામાં મહારાજ જુઓ’ એ સિમ્બોલ મૂક્યો હતો.
બ્રહ્મવિહારની અક્ષર કુટિરમાં ગુરૂહરિ પપ્પાજી પાસે બહેનોએ જાતે બનાવેલી કેક કર્તન કરી હતી. અને આરતી કરી હતી.
{gallery}images_in_articles/newsletter/2018/Sept/30-06-18 BHADRAVA VAD 6 GUNATIT JYOT VVNAGAR{/gallery}
આમ, આ ત્રણેય તીર્થ સ્થાને ખૂબ ભવ્ય રીતે ભક્તિ સભર હર્ષોલ્લાસ સાથે પ્રાગટ્યના સમયને વધાવ્યો હતો.
નડિયાદ જ્યોત મંડળના મુક્તોએ પૂ.શોભનાબેન અને પૂ.લીલાબેનના સાંનિધ્યે ભાદરવા વદ-૬ની ઉજવણી કરી હતી. ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ સમક્ષ અન્નકોટ ધરાવ્યો હતો, કેક કર્તન કર્યું હતું અને આરતી કરી હતી. ત્યારબાદ સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા.
{gallery}images_in_articles//newsletter/2018/Sept/30-09-18 bhadrva vad-6 nadiad{/gallery}
માણાવદર મંડળમાં લગભગ ૧૦૦ જેટલા મુક્તોએ પણ ભાદરવા વદ-૬ની ઉજવણી પૂ.પ્રતિક્ષાબેન અને બહેનોના સાંનિધ્યે ખૂબ ભવ્ય રીતે આનંદ બ્રહ્મ સાથે કરી હતી.
(૬) તા.૩૦/૯/૧૮ રવિવાર પૂ.વિરેનભાઈ પટેલ (ગુણાતીત પ્રકાશ-સુરત)ની સુવર્ણ જયંતિ ઉત્સવ
“પ્રથમ પ્રભુ પછી પગલું” ના સિધ્ધાંતે આ સમૈયાનું આયોજન ત્રિવેણી સમન્વય મહોત્સવની રીતે પૂ.પિયૂષભાઈ અને સુરત ગુણાતીત પ્રકાશના ભાઈઓએ કર્યું હતું.
ભાદરવા વદ-૬ એટલે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથિ છે. તે તા.૩૦/૯/૧૮ના રવિવારે હતી.
ગુણાતીત પ્રકાશના ભાઈઓનો ૨૭મો વ્રતધારણ દિન સાથી મુક્તોને સાથે રાખીને અને કેવળ ગુરૂહરિ પપ્પાજીના કાર્ય તરીકે તેની ઉજવણી આજે રાખી હતી.
પૂ.વિરેનભાઈને આજે ગુરૂહરિ પપ્પાજીએ ‘ગુણાતીત પ્રકાશ’ના નેતા (પ્રમુખ-ઉત્તરદાયી) નીમ્યા છે. તેથી તેઓની સુવર્ણ જયંતિ ઉજવવી જોઈએ એવું સહુ સુરતના યુવકોના હૈયે હોંશ હતી.
આ ત્રિવેણી સંગમના હેતુ સાથેના સમૈયાનું આમંત્રણ કાર્ડ બનાવ્યાં. બધે મોકલી આપ્યાં. આ સમૈયો ફક્ત ભાઈઓ માટેનો હતો.
એક જ સભા તા.૩૦/૯/૧૮ના સાંજે ૩.૩૦ થી ૭.૦૦ની હતી. આ માટે સુરતમાં રીંગરોડ સહારા બજાર પાસે કૃષિ બજાર ૩જા માળે ઓક્શન હૉલ A.C રાખ્યો હતો. તેમાં સભા અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન હતું. ગુણાતીત પ્રકાશ, ગુણાતીત સૌરભ ભાઈઓને મંડળોમાં કાર્ડ બધાને મોકલી આપ્યા. જોતજોતામાં આ દિવસ નજીક આવ્યો. યુવકોએ ખૂબ સુંદર તૈયારીઓ કરી.
ગુરૂહરિ પપ્પાજીના આધ્યાત્મિક વારસ એવા પૂ.દિલીપભાઈ ભોજાણી લંડનથી ફક્ત પાંચ દિવસ માટે સ્પેશ્યલ સુરત પૂ.વિરેનભાઈની સુવર્ણ જયંતિ ઉજવવા માટે પધાર્યા હતા અને ગુરૂહરિ પપ્પાજીની તથા ગુણાતીત પ્રકાશના ભાઈઑની વધારે ઓળખાણ આનંદ સાથે મહિમાગાન સમાજમાં કરી કરાવી રહ્યા છે. એવા પૂ.દિલીપભાઈ ભોજાણીને અનંત અભિનંદન !
મુંબઈ-ગુજરાતના મંડળોમાંથી ગુણાતીત પ્રકાશ-સૌરભ ભાઈઓ પધાર્યા હતા. વિદ્યાનગરથી ૩૫ ભાઈઓ “પરમ શતાબ્દી” મીની બસ દ્વારા સુરત જઈ સમૈયામાં ભાગ લીધો હતો.
સમૈયામાં શું કર્યું તેનું વર્ણન કે વાતો અહીં લખવાની નથી રહેતી. પ્રભુએ આધુનિક ટેકનોલોજી એટલી સરસ સુલભ બનાવી છે કે, આ સમૈયાનું દર્શન આબેહૂબ આપણને યુટ્યુબ પર કરાવશે. તેથી અહીં વિરમું છું.
પૂ.વિરેનભાઈનો ટૂંકમાં પરિચય
પૂ.મગનબાપા અને પૂ.અનિલાબેન પટેલ કે જેમને પ.પૂ.જશુબેનના સમાગમે સમર્પિત થવાની મુમુક્ષુતા જાગ્રત થઈ. ગુરૂહરિ પપ્પાજીએ તેઓની ભક્તિ સ્વીકારીને આખા કુટુંબને નિશ્રામાં લીધું. પૂ.અનિલાબેન પૂ.મગનબાપાએ પોતાનું ઘર જ્યોત બનાવવા માટે સમર્પિત કર્યું. બંને મોટી બહેનો પૂ.પારૂલબેન અને પૂ.શીલાબેન જ્યોતમાં ભગવાન ભજવા આવ્યાં. ચૈતન્યદર્શી ગુરૂહરિ પપ્પાજીએ પૂ.વિરેનભાઈનું નૂર પારખ્યું. પૂ.પિયૂષભાઈ જેવા મિત્રનો જોગ આપ્યો. પૂ.વિરેનભાઈ ઈલેક્ટ્રીક એન્જીનીયર તરીકે સારી પોસ્ટ પર Essar company (હજીરા) માં કર્મયોગ કરતા હતા. એક દિવસ ભારે ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો. કોઈ બચી જ ના શકે. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.વિરેનભાઈને દર્શન દઈ જીવતદાન આપ્યું. નવો જન્મ આપી ‘ગુણાતીત પ્રકાશ’ ના ઉત્તરદાયી નીમ્યા. પૂ.વિરેનભાઈ ખૂબ સરળ, તેજસ્વી, પોઝીટીવ વલણ, સ્વરૂપ લક્ષી, નિયમ પાલક, સુહ્રદ સાધુ સ્વરૂપ છે. નિર્માની, નિર્લોભી, નિઃસ્વાદી, નિષ્કામી, નિસ્નેહી એવા પૂ.વિરેનભાઈનો ૫૦મો પ્રાગટ્યદિન કે ૬૦ મો છે ? એવું ઘણાય પૂછતા હતા. એટલે કે પૂ.વિરેનભાઈની સમજણ ખૂબ ઉમદા છે.
સમૈયો ખરેખર ખૂબ સરસ ઉજવાયો. જે જે ભાઈઓ સમૈયામાં ગયા હતા. તેઓમાંથી વણપૂછ્યે ઉદ્દગારો સરી પડતા હતા કે અદ્દભુત ઉજવણી થઈ. એટલે કે ગુરૂહરિ પપ્પાજી સમૈયામાં અખંડ બિરાજમાન રહી આયોજક ભાઈઓની ભક્તિ સ્વીકારી સહુનેય ધન્ય કર્યા હતા. આમંત્રણ સ્વીકારી પધારેલ સર્વે ગુણાતીત પ્રકાશના સૌરભ સેવક યુવકો પર ગુરૂહરિ પપ્પાજી રાજી થતા હતાં.
{gallery}images_in_articles//newsletter/2018/Sept/30-09-18 P.VIRENBHAI 50TH BIRTHDAY{/gallery}
ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું નવું કાર્ય વ્રતધારી બહેનો છે. તેના જ ભાગરૂપ વ્રતધારી ‘ગુણાતીત પ્રકાશ’ના ભાઈઓ છે. જેઓ ગુરૂહરિ પપ્પાજીના અઘરા-ઉમદા કાર્યના સેવાના અદના સેવકો છે. દેશ પરદેશમાં, શાખા મંદિરોમાં છૂટા છવાયા છતાંય પ્રભુનાતે એક રહી ગુરૂહરિ પપ્પાજી મહારાજના યુગકાર્યમાં સેવાનો શિરસ્તો ધારણ કરી ગુરૂહરિ પપ્પાજીનો પ્રકાશ રેલાવતા ‘ગુણાતીત પ્રકાશના’ વ્રતધારી ભાઈઓને પણ તેઓના ૨૭મા વ્રતધારણ દિનના અભિનંદન સહ જય સ્વામિનારાયણ !
ગુરૂહરિ પપ્પાજીના યુગકાર્યના નિમિત્ત એવા ‘ગુણાતીત પ્રકાશ’ના ભાઈઓની જય !
ગુણાતીત પ્રકાશના લીડર પૂ.વિરેનભાઈની સુવર્ણ જયંતિની જય !!
ગુરૂહરિ શ્રી પપ્પાજી મહારાજના પ્રાગટ્યદિનની-યુગકાર્યની જય જય જય !!!
(૭) તા.૩૦/૯/૧૮ અમેરિકામાં પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પ વિસર્જન
ભાદરવા વદ-૬ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યતિથિના શુભ દિને ન્યુજર્સીમાં ગુરૂહરિ પપ્પાજીના ભક્તોએ ભેગા મળી મહાપૂજા કરી. ગુણાતીત પ્રકાશના પૂ.અરવિંદભાઈ ડી. પટેલે ભક્તિભાવથી મહાપૂજા કરી હતી.
અમેરિકામાં મુઠ્ઠીભર ભક્તો છે. પરંતુ જેમ યોગીજી મહારાજ કહેતા કે, એક રૂ્ચિ વાળા, એક ધ્યેયી પાંચ ભેગા મળે ત્યાં પાંચ લાખની સભા થઈ માનવી. એમ આજે એક ઘર મંદિરમાં ભેગા મળી મહાપૂજા અને ઠાકોરજીને થાળ ધરાવી, ભક્તો ભેગા મળી એકમેકમાં પ્રભુનું દર્શન કરી સાચો બ્રહ્મનો આનંદ કરી એટલાન્ટિક મહાસાગરની કેન્સબર્ગ ખાડી ખાતે આ પુષ્પ વિસર્જનનો કાર્યક્ર્મ સંપન્ન કર્યો. એવા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન !
{gallery}images_in_articles//newsletter/2018/Sept/30-09-18P.jyotiben asthi visjarn America{/gallery}
આમ, ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથિ લઈને આવેલું આ પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્યારે સ્વાઈન ફ્લુ અને ડેન્ગ્યુની બિમારી વધારે પ્રમાણમાં છે. હે પપ્પાજી મહારાજ ! હે ગુરૂ સ્વરૂપો સર્વે ત્યાગી, ગૃહી, સંતો, યુવકો સર્વેની સર્વ પ્રકારે રક્ષા કરજો. ગમે તે પરિસ્થિતિ ઉભી કરનાર એક પ્રભુ જ છે. ગમે તે રીતે રસ્તો કાઢનાર એક પ્રભુ જ છે. આપણે સહુ ભજન-માળા-જપયજ્ઞથી ભર્યા રહીએ. પ્રભુ પપ્પાજી એમનું કામ કરે. આપણે આપણું કામ કરીએ. સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેજો.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !