Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 To 30 Sept 2019 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય તિથિ ભાદરવા વદ-૬ લઈને આવેલું છે. તો એ આનંદમાં ભજનની કડી ગાઈને

આ પખવાડીયાના ન્યુઝલેટરની શરૂઆત કરું છું સાથે સાથે જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની પણ સ્મૃતિ માણીશું.

               

                      ભક્તજનને ખૂબ ભાવેલી, આવી દિવાળી કેમ વહેલી…

                               

                                મેલ્યો આસોને વિસારી, આવી ભાદરવે થઈ ઘેલી…

                                         

                                          ભક્ત જનને ખૂબ ભાવેલી….

 

 

(૧) તા.૧૯/૯/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન નિમિત્તે સભા

 

સંકલ્પ સ્મૃતિ દિન નિમિત્તે સવારે ૫.૩૦ થી ૬.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા કરી હતી. પ્રભાતિયું, ૧૦ મિનિટ ધ્યાન, ૨૧ મુદ્દાનું વાંચન, ઉગતી પ્રભાતે ભજન ગાયા બાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા.

 

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપતાં કહ્યું કે, પ્રત્યક્ષ ગુરૂહરિ અને ગુરૂને અંર્તયામી માનીને જીવીએ તો આપણે પણ પ્રકૃતિ પુરૂષથી પર જતા રહીએ. પ્રકૃતિ પુરૂષ સુધીનું કાંઈ જોશો જ નહીં. એક ગુરૂ તરફ ર્દષ્ટિ રાખી માહાત્મ્યેયુક્ત જીવીએ. હરેક પ્રસંગે પ્રભુ તરફ જ ર્દષ્ટિ જાય. કેમ આ પ્રસંગ બન્યો ? ભજન જ કરો. અક્ષરધામ સાકાર છે. નિરંતર અક્ષરધામરૂપ રહીએ. પળેપળ જાગ્રત જ રહેવું છે. ઈન્દ્રિયો અંતઃકરણથી એક પ્રભુ રાજી થાય તેમ જીવવું છે. અંતર્યામી માની રાંક રહી આજ્ઞા પાળીએ. એવું પળેપળ જીવતા થઈ જાવ એ જ અંતરની પ્રાર્થના ને આશીર્વાદ.

 

(૨) તા.૨૦/૯/૧૯ ભાદરવા વદ-૬

 

આજે ભાદરવા વદ-૬ તિથિ પ્રમાણે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન. આજના શુભ દિને સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ..

 

હે પ્રત્યક્ષ શાશ્વત ગુરૂહરિ પપ્પાજી મહારાજ !

આપના શ્રી ચરણોમાં અનંત પાયલાગણ વંદન સહ જય સ્વામિનારાયણ ! જેમ રાજા તેના જન્મ દિવસે જેલને દૂધે ધોઈ, બધા કેદીઓના ગુનાઓ માફ કરીને મુક્ત કરી દે છે. તેમ આપ અમારા પ્રાણ સ્વરૂપ પ્રત્યક્ષ પ્રભુ જીવનદોરી સમાન છો. તો આપના આ પ્રાગટ્ય પર્વે ભાદરવા વદ-૬ના મંગલ દિને આપના ચરણોમાં અમારી ભાવભરી પ્રાર્થના છે, વિનંતી છે…

 

આજ દિન સુધી અમારાથી જાણે-અજાણે જે કાંઈ ગુનાઓ થયા હોય, આપની રીતે ન વર્તાયું હોય, આપ રાજી ન થાવ તેવું વર્તન થયું હોય કે આપના ગુરૂ સ્વરૂપોને વિશે ઓરો ભાવ કે માયિક ભાવ આવી ગયો હોય, આપના સંબંધવાળા મુક્તોને અમારા વિચાર, વાણી, વર્તનથી જે કાંઈ દુઃખ પહોંચ્યું હોય તે સર્વ આજે આપ ઉદાર દિલે માફ કરીને, અમને તે બધા સંચિત પ્રારબ્ધ અને કર્મમાંથી મુક્તિ આપજો. 

 

ફરી વખત આજથી નવા જન્મે આપની રીતે, આપના ગમતામાં જીવન જીવીએ તેવી અખંડ સુરૂચિ રહે, જાગ્રતતા રહે તેવી બળ, શક્તિ, પ્રેરણા આપ જ દેજો. તેવી આપના શ્રી ચરણોમાં ફરીથી અંતરથી કાકલૂદી ભરી પ્રાર્થના સહ સૌ ભક્તજનોના જય શ્રી સ્વામિનારાયણ!

 

* તા.//૨૦૦૧ ના રોજ ભાદરવા વદ૬ હતીગુરૂહરિ પપ્પાજી સભામાં પધાર્યાપૂ.લીલાબેન દેસાઈએ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યોત્યાર બાદ સદ્દગુરૂ સ્વરૂપોએ આરતી કરીગુરૂહરિ પપ્પાજીએ લીલાબેન પાસેથી આરતી માગી અને ઠાકોરજીની આરતી કરીઅને પછી પૂ.ઝૂલીબેન અને આનંદબ્રહ્મ કમિટિને બોલાવીને કહ્યું કે, “યાવત ચંદ્ર દિવા કરો રહેત્યાં સુધીઅનંત કાળ સુધી ભાદરવા વદ૬ ઉજવજો.” ત્યારથી આનંદબ્રહ્મ કમિટિ ભાદરવા વદનું આયોજન કરે છેઅને બહેનોને આનંદ કરાવે છેએ વાતને આ વર્ષે ૧૮ વર્ષ પૂર્ણ થયાં અને ૧૯મું વર્ષ બેઠું

 

૧૯મું વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિવર્ષ અને ૯ એટલે પ્રભુ પ્રાગટ્ય એટલે શુભ આંક ૧૯નો સમન્વય કરી ભાદરવા વદ-6 ની ઉજવણી સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનોની સભામાં કરી હતીસહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ પૂ.લીલાબેન દેસાઈપૂ.જયુબેન દેસાઈ અને પૂ સ્મૃતિબેન દવેએ કર્યો હતોઆજ ની સભામાં વક્તા ઓને ખૂબ સરસ વિષય આપ્યા હતા

 

* પપ્પાજી અને ગણિત વિષય ઉપર પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ લાભ આપ્યો હતોગુરૂહરિ પપ્પાજી બહુ જ સાદા વેશમાં રહ્યાજેથી કોઈ અંજાઈ ન આવેએવાં ચૈતન્યો કે જે કેવળ ભગવાન જ ધારવા આવેજેને કેવળ ભગવાનનો જ ખપ હોયકોઈ પણ ગુરૂ હોય એને પોતાના વિદ્ર્યાર્થીઓ કેમ કરીને પોતાનું ધ્યેય સિધ્ધ કરે એવું હોય ? ગણિતમાં એક ને એક બે જ હોય. તમે ગમે તેવા હોવ પણ આ વસ્તુ એકસરખી જ હોય. આપણા ગુરૂહરિ પપ્પાજી ચૈતન્યદર્શી છે. તે ચૈતન્ય કેમ કરીને ભગવાન ભજતો થાય એવી જ એમની ઈચ્છા હોય.

 

ગુરૂહરિ પપ્પાજીનું ગણિત અદ્દભૂત, અકળ અને અલૌકિક છે. ચૈતન્યને અનુલક્ષીને ગુરૂહરિ પપ્પાજી પોતાના સિધ્ધાંતમાં ફેરફાર કરે છે. જેટલાં ચૈતન્યો એટલી એમની રીત છે. ૧+૧ = ૨ થાય. મારો સિધ્ધાંત સ્વીકારીને જીવશો તો તમે ધ્યેય સિધ્ધ કરી શકશો. તમે આવ્યા? મારુ શરણું સ્વીકાર્યું. તો બે હાથ જોડી કહે તેમ કરો તો તમારો બેડો પાર. ચૈતન્યને અનુલક્ષીને એનું શાસ્ત્ર ઘડાય છે. ગુરૂહરિ પપ્પાજીએ આપણને અનુપમ ૫-૬-૭, પરમના પથિકને જેવાં શાસ્ત્રો આપ્યાં છે. તેમાં જે લખ્યું છે તે કોઈપણ શાસ્ત્રમાં નથી. ગુરૂહરિ પપ્પાજીના ગણિતને સ્વીકારી એ પ્રમાણે આપણું જીવન બનાવીએ તે જ ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.

 

* પપ્પાજી અને ઈતિહાસ વિષય ઉપર પૂ.ડૉ.નિલમબેને લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીનો જન્મ ઈ.સ.૧૯૧૫માં થયો. તે વખતે પ્રથમ વિશ્વયુધ્ધ ચાલતું હતું. તેવા સંજોગોમાં ભગવાનના સ્વરૂપનું પ્રાગટ્ય જરૂરી હતું. ગુરૂહરિ પપ્પાજી અનોખો ઈતિહાસ સર્જે છે. ૧લી સપ્ટેમ્બર એ ‘વિશ્વ શાંતિ દિન’ છે. ગુરૂહરિ પપ્પાજી એક વખત અમેરિકામાં યુ.નો. ની મિટીંગમાં ગયા હતા. ગુરૂહરિ પપ્પાજીને ત્યાં પ્રવચન માટે ઉભા કર્યાં.

 

ત્યાંથી આવીને પપ્પાજીએ કાગળ લખ્યો. ત્રીજી વિશ્વ યુધ્ધ ના થાય તે માટે શું કરી શકાય? તે કાગળ યુ.નો. ના સેક્રેટરીને મોકલાવ્યો. તેમણે ગુરૂહરિ પપ્પાજીને thanaks નો લેટર લખ્યો. અને વિશ્વ યુધ્ધ ના થાય તે માટેના નિયમો લખ્યા. પપ્પાજીએ દરેક ચૈતન્યોનો એવો ઈતિહાસ સર્જ્યો છે. જે સ્થિતપ્રજ્ઞ છે. એવા ગુરૂહરિ પપ્પાજીની આપણને પ્રાપ્તિ થઈ છે. ૧૯૪૫માં પ.પૂ.કાકાશ્રીએ એક પત્ર લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, આવા પપ્પાજી જેવા પુરૂષ આવે તે ઈતિહાસ સર્જે છે. તેમણે દરેકના જીવનના ઈતિહાસ બદલ્યા છે. નાની નાની બાબતોમાં ગુરૂહરિ પપ્પાજીએ નવો ઈતિહાસ રચ્યો છે. તમે આત્મીયતાથી દરેકને જુઓ તો તમારા મનનો ઈતિહાસ રચાશે. 

 

ગુરૂહરિ પપ્પાજી પહેલી વખત ઈંગ્લેન્ડના વિઝા લેવા માટે ગયા. ગુરૂહરિ પપ્પાજીને પૂછ્યું, તમને બધા ભગવાન માને છે? પપ્પાજી કહે, હું મને ભગવાન નથી માનતો. હું તો યોગીજી મહારાજના સેવક તરીકે જીવું છું. ગુરૂહરિ પપ્પાજીને વિઝા મળી ગયા. એમની સાથે જે બીજા ભાઈઓ-બહેનો હતા તેમને પણ વિઝા મળી ગયા. ઈન્ટરવ્યુ પણ ના લીધો. આ ઈતિહાસ પપ્પાજીએ સર્જ્યો. કળીયુગમાં સતયુગ લાવી શકે એવું ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય છે. 

 

* પપ્પાજી અને વિજ્ઞાન વિષય ઉપર પૂ.ડૉ.વીણાબેને લાભ આપ્યો હતો. પપ્પાજી પોતે જ એક વિજ્ઞાન છે. પપ્પાજીની બહુ જ કૃપા કે બધા જ મુક્તો વિશિષ્ટ જ્ઞાન લઈને અહીં આવ્યા છે. પપ્પાજીએ બધાને સ્વીકાર્યા. જેની જે આવડત હતી તેને ઉપયોગમાં લીધી અને તેની શુધ્ધિ કરી. ગુરૂહરિ પપ્પાજીએ પરાભક્તિની સૌરભમાં જે બધા સિધ્ધાંતો-પ્રસંગો લખ્યા છે. તે એક વિજ્ઞાન જ છે. પોતાની જીવનયાત્રાને આધ્યાત્મિક પ્રયોગ તરીકે લખી છે. ગુરૂહરિ પપ્પાજી તો વિજ્ઞાનથી પરના છે. માનવમાંથી મહામાનવ કેવી રીતે બનાવી શકાય તેની શોધ કરી છે.

 

પરમ ઉપયોગી સિધ્ધાંતો આપ્યા છે. ગુરૂહરિ પપ્પાજીએ આત્માલક્ષી વિજ્ઞાન શીખવ્યું છે. આખી જ્યોત પપ્પાજીની પ્રયોગશાળા છે. દરેક ડીપાર્ટમેન્ટમાં ગયા છે. દરેક ડીપાર્ટમેન્ટ કેવી રીતે ચલાવવા તે પણ શીખવ્યું છે. ગુરૂહરિ પપ્પાજી જેવો કોઈ વૈજ્ઞાનિક હજી સુધી દુનિયામાં કોઈ પાક્યો નથી. ગુરૂહરિ પપ્પાજીનું વિજ્ઞાન આપણામાં એપ્લાય કરીએ. એમની રૂચિ, આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવીએ. એમનો શ્રમ એળે ન જાય. 

 

* સાંજે .૦૦ વાગ્યે પ્રભુકૃપામાં પ્રભુ પ્રાગટ્યની આરતી કરી હતીત્યાર બાદ સ્મૃતિ મંદિરમાં આરતી અને ત્યાં નાનક્ડું સ્મૃતિ દર્શન વિડીયો દ્વારા માણ્યું હતું.

 

* આ વખતે બ્રહ્મવિહારની અક્ષરડેરીએ પૂ.દિવ્યાબેને ભાદરવા વદ-૬ નિમિત્તે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીના જન્મ દિન નિમિત્તે બહેનોએ  જાતે કેક બનાવીને સાંજે ૫.૦૦ વાગ્યે અક્ષર ડેરીમાં ગુરૂહરિ પપ્પાજીને અર્પણ કરવાની હતી. અને ત્યાં કેક કર્તન કરવાનું હતું. આ કેક ઉત્સવમાં કુલ ૮૫ બહેનોએ ભાગ લીધો હતો. અને વારાફરતી ૧૦-૧૦ બહેનોએ કેક કર્તન કર્યું હતું. બહેનોએ ચોકલેટ કેક, અનાજના લોટની કેક, ખજૂરની કેક, સીંગની કેક, શાકભાજી, બ્રેડ અને ભાતની કેક, બિસ્કીટ અને કોપરાની કેક આવી વિધ વિધ જાતની કેક બનાવીને ગુરૂહરિના ચરણે પોતાનો ભાવ ધર્યો હતો. આમ, ખૂબ જ આનંદ અને ભક્તિ સાથે આજના આ ઉત્સવની સમાપ્તિ કરી હતી. 

 

(૩) તા.૨૪/૯/૧૯ પોથીયાત્રાની પૂજા

 

આજે વિદ્યાનગર અને આણંદ મંડળના ભાભીઓએ વચનામૃત દ્વિશતાબ્દી નિમિત્તે પોથીયાત્રા કરી હતી. દર મંગળવારે વિદ્યાનગર અને આણંદના ભાભીઓની સભા જ્યોતમાં થાય છે. તે બધા ભાભીઓએ આ પોથીયાત્રાનો લાભ લીધો હતો. બપોરે ૩.૩૦ વાગ્યે ગુણાતીત ધામેથી પોથી માથે લઈને પંચામૃત હૉલમાં ઠાકોરજીને પાયલાગણ કરી પપ્પાજી હૉલમાં આવ્યાં હતાં. ત્યાં સ્વરૂપોએ પુષ્પ વધામણાં કર્યા.

 

ત્યારબાદ મહારાજની જનમંગલ નામાવલિ બોલી ‘વચનામૃત’ની પૂજા કરી અને ગુરૂહરિ પપ્પાજીના મહિમા સ્ત્રોતનું ગાન કરી ‘પરામૃત’ની પૂજા કરી. ત્યારબાદ આરતી કરી હતી. અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. પ.પૂ.જશુબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ગમે તે આધિ-વ્યાધિ-ઉપાધિ આવે તો પ્રભુને પ્રાર્થના કરો. ભગવાન તમને સહાય કરશે જ. ડગલે ને પગલે પ્રાર્થનાની ટેવ પાડી દઈએ. આપણે ઘરે રહીને ગુરૂહરિ પપ્પાજી અને આપણા ગુરૂને વફાદાર રહીએ. ઘરમાં ધણી-છોકરાં બધામાં મહારાજ જોતા થઈ જઈએ. અક્ષરધામનું સુખ આવશે. કંઈપણ હોય તો પ્રભુ પાસે કામ કરાવતા થઈ જાવ. એવું જીવન આપણા બધાનું થઈ જાય એ જ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન અને સર્વે સદ્દગુરૂઓને પ્રાર્થના. 

 

(૪) તા.૨૯/૯/૧૯

 

જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. તેમાં આજે પૂ.હંસાબેન ગુણાતીતે લાભ આપ્યો હતો. તેમણે એક નાનકડું ર્દષ્ટાંત આપ્યું હતું. એક ગુરૂ પાસે એક શિષ્ય હતો. એ ગુરૂની બધી દિનચર્યા નોંધતો. એક વખત શિષ્યે ગુરૂને પૂછ્યું. તમે ભગવાનને ક્યારે સંભારો છો? ગુરૂ કહે, હું ભગવાનને ભૂલતો જ નથી. એટલે મારે એમને સંભારવાના રહેતા જ નથી. આપણે પણ ભગવાનને ભૂલ્યા વગર અખંડ એમનામાં રહેવું છે? આપણને અખંડ પપ્પાજીના ધારક સ્વરૂપો મળ્યા છે. એ ગુરૂહરિ પપ્પાજીની રૂચિ પ્રમાણે જ જીવે છે. આપણે પણ એમના વચન પ્રમાણે જીવીએ. આપણે જાગ્રત અને સભાન રહીએ. આપણે સાધુ છીએ. ગણવેશ તો આપણી પાસે છે. પણ ગુણવેશ પ્રાપ્ત કરવા છે. પ્રભુનુ નિમિત્ત બનીને પ્રભુનુ કાર્ય કરવા જ્યોતમાં આવ્યા છીએ.

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું, અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ!