16 to 31 Aug 2015 – Newsletter

સ્વામિશ્રીજી

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬/૮ થી ૩૧/૮ દરમ્યાન જ્યોત-જ્યોતશાખામાં ઉજવાયેલા સમૈયા અને ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ માણીશું.

 

 

 

(૧) તા.૧૬/૮/૧૫ શ્રાવણસુદ-૨ ગુણાતીતસ્વરૂપ પ.પૂ.સોનાબાની ૧૧૧મી જન્મજયંતી

 

સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ ગુણાતીત સ્વરૂપ પ.પૂ.સોનાબાની ૧૧૧મી જન્મજયંતીની ઉજવણી પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં થઈ હતી.

 

બા એટલે આખા ગુણાતીત સમાજની દિવ્ય ‘મા’. ચૈતન્ય જનની ! આપણે પ.પૂ.બા ના ખૂબ ઋણી છીએ. એમણે વ્યક્તિગત જ નહીં પણ સામુદાયિક જતન કર્યું છે, જેની આપણને ખબર ના હોય. ગુરૂહરિ પપ્પાજીના સ્વમુખે પ.પૂ.બાના ખૂબ ગુણ સાંભળ્યા છે. ગુરૂહરિ પપ્પાજી જાણે પ.પૂ.બાની વાત કરતાં ધરાતા જ નહોતા. એવી જનની કે શાસ્ત્રમાં કહ્યું છે કે “એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રે…”

 

 

 

આજની પ.પૂ.બાના પ્રાગટ્યદિનની સભા પણ સ્વામીની પ્રક.૧લાની ૧લી વાત પ્રમાણે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીથી સભાની શરૂઆત થઈ હતી. પ.પૂ.બાના માહાત્મ્યગાનની સરવાણી પ્રસંગોની સ્મૃતિ સાથે પૂ.ડૉ.પંકજબેન, પૂ.ડૉ.નિલમબેન, પૂ.લક્ષ્મીકાંતભાઈ અગ્રવાલ, પૂ.વિરેનભાઈ પટેલ (સુરત) પ.પૂ.જશુબેન, પ.પૂ.દીદી વગેરેએ વહાવી હતી. અંતમાં પ.પૂ.બાના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. આખી સભા એકીટશે પ.પૂ.બાનો મહિમા સાંભળી મનથી મહિમામાં ડૂબી ગયા હતાં. અને અંતરમાં પ્રાર્થનાના સ્ત્રોત વહી રહ્યાં હતાં.

 

 

 

આખા સમૈયાનું વિડિયો દર્શન આપે વેબસાઈટ પર કર્યું જ હશે અથવા કરશો. જેથી વધારે વર્ણન અહીં નથી કર્યું. રાજી રહેશો.

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/16-08-15 P.P.sonaba pragtyadin/{/gallery}

 

(૨) તા.૨૧/૮/૧૫ પ.પૂ.જ્યોતિબેન પરદેશની ધર્મયાત્રાએથી પધાર્યાં.

 

 

 

આજે સવારે ૫.૩૦ વાગ્યે પ.પૂ.જ્યોતિબેન અને સેવક પૂ.રસીલાબેન, પૂ.ભાવનાબેન ગજ્જર લંડનની ધર્મયાત્રાએથી જ્યોતમાં પધાર્યાં. પંચામૃત હૉલમાં તેઓનું સ્વાગત કર્યું.

 

 

 

પ.પૂ.જ્યોતિબેને પણ બધાને હર્ષ સાથે જય સ્વામિનારાયણ કર્યા. અને ટૂંકમાં આશીર્વાદ આપ્યા… “જ્યાં જઈએ ત્યાં માહાત્મ્યની ખેંચાખેંચ છે. ઈંગ્લેન્ડમાં એવા મહાત્મ્યસભર મુક્તોના દર્શન કર્યાં. બધાએ આપ સર્વને પણ જય સ્વામિનારાયણ કહ્યા છે. બધા આનંદ કિલ્લોલ કરે છે.”

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/21-08-15 P.Jyotiben welcome to india/{/gallery}

 

(૩) તા.૨૫/૯/૧૫ પ.પૂ.દેવીબેન પરદેશની ધર્મયાત્રાએથી પધાર્યાં.

 

 

 

આજે રાત્રે ૧૦.૦૦ વાગ્યે પ.પૂ.દેવીબેન અને સેવક પૂ.ગીરાબેન અમેરિકા-લંડનની ધર્મયાત્રા કરીને સુખરૂપ પધારી ગયાં. બહેનોએ તેઓનું હ્રદયભાવથી પંચામૃત હૉલમાં સ્વાગત કર્યું. પ.પૂ.દેવીબેને પણ બધાને એક પળમાં નીરખી લઈને એક એક્ને જય સ્વામિનારાયણ કહ્યા તથા કહ્યું કે, “અમેરિકા મંડળના મુક્તોએ, ટોરેન્ટો મંડળના મુક્તોએ, ઈંગ્લેન્ડ મંડળના મુક્તોએ તમને બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ કહ્યા છે. મારા પણ બધાને જય સ્વામિનારાયણ. આમ, ટૂંકમાં મળી આરામમાં પધાર્યાં.

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/25-08-15 P.Deviben welcome india/{/gallery}

 

(૪) તા.૨૭/૮/૧૫ પરમભાગવત સંતસ્વરૂપ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન

 

 

 

આજે પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન હતો. પ.પૂ.દેવીબેન નીચે સભામાં નથી પધારી શક્યાં. તેઓનો સમૈયો પછીથી ઉજવીશું. પરંતુ આજે બહેનોની મંગલસભા મંદિરમાં થઈ ! તેમાં પ.પૂ.દેવીબેનના માહાત્મ્યગાન સાથે આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીના ધનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ.પૂ.દેવીબેનની સખી એવાં પ.પૂ.દીદીએ મહિમાના પ્રસંગ સાથે આખી જીવન સાધના આવરી લઈને વાતો કરી હતી.

 

 

 

૨૭ ઑગસ્ટે જન્માષ્ટમી હતી. ગુરૂવારનો દિવસ હતો. પણ અમને રજા હતી. એ તારદેવ ઘરે હતાં. ગુરૂહરિ પપ્પાજીએ તે દિવસે જે કથાવાર્તા કરી તે જ વાતો જોગી મહારાજે અટલાદરાથી પત્ર લખ્યો તેમાં હતી. તે પત્ર આ જ દિવસે તારદેવ આવ્યો. કાગળ ગુરૂહરિ પપ્પાજીના નામે આવે. કવર બંધ હતું. અંર્તયામી પણે ગુરૂહરિ પપ્પાજી કહે, ‘લે લખડી તારો કાગળ.’ પત્ર ખોલીને વાંચ્યો. અંતરમાં ર્દઢ પ્રતિતિ થઈ ગઈ. પ.પૂ.દેવીબેને તારદેવ આવી પોતાની ડાયરીમાં પહેલું વાક્ય લખ્યું કે, ‘હું આ ઘરની દાસી છું.’ ગુરૂહરિ પપ્પાજી કહે, ‘આ દેવીએ મને ઓશિયાળો નથી કર્યો.’ આમ, પ.પૂ.દેવીબેનના જીવનની વાત કરતાં પ.પૂ.દીદીએ ર્દષ્ટાંત (નાની વાર્તા) કહી અને ગર્વરહિત જીવવાની પ્રેરણા આપી હતી.

 

 

 

એક દિવસ ભગવાને તેના ભક્તને કહ્યું કે “આજે મારો જન્મદિવસ છે. મને ભેટ આપો ને !

 

ભક્ત કહે, ‘ભગવાન તમારા જન્મ દિવસે હું તમને શું આપું ?’

 

ભગવાન કહે, આમ, ‘તો તું મારું તને આપેલું છે તે જ મને પાછું આપે છે, પણ આજે મેં ન આપેલું જે તારી પાસે છે તે આપ.’

 

ભક્તો કહે, ‘તે શું ભગવાન ?’

 

ભગવાન કહે, “ગર્વ” તે ગર્વ છે તે મને આપ.

 

મહારાજે વચનામૃતમાં કહ્યું છે મને ગર્વ નથી ગમતો.

 

 

 

ગુરૂહરિ પપ્પાજીને પણ હંમેશાં આવી જ ભેટ આપણી પાસેથી જોઈતી હોય છે. આમ, જોઈએ તો આપણી પાસે એવું શું છે કે આપણે આપી શકીએ ? આપણને અહમ્ હોય. તો તેને ટાળવા ગરજુ બની માહાત્મ્યેયુક્ત સેવા તેમના ભક્તોની પ્રભુના ભાવે કર્યા કરીએ. તો ગુરૂહરિ પપ્પાજી પ્રસન્ન થઈ ગર્વ ઓગાળી સાચી ભક્તિ કરતા કરી દેશે.

 

 

 

(૫) તા.૨૯/૮/૧૫ રક્ષાબંધન

 

રક્ષાબંધનનો સમૈયો સ્થાનિક હોય છે. બહેનોએ અગાઉથી રાખડી બનાવી, તેની મહાપૂજા કરી, તેમાં પ્રાર્થના-ધૂનથી શક્તિ પૂરી અને સંબંધિત હરિભક્તોને ઘરે ઘરે, ઘરના દરેક સભ્યની રાખડી પોસ્ટથી પહોંચાડી દીધી હોય છે.

 

 

 

આજના શુભદિને મંગલ પ્રભાતે દરેક ભાઈ પોતાની બહેનની રાખડી બાંધતાં પહેલાં આ જ્યોતમાંથી આવેલી રાખડી બંધાવતા હોય છે. તથા તન, મન અને આત્માની રક્ષાની તો સહુનેય જરૂર છે. તેથી ઘરના આબાલ-વૃધ્ધ દરેક સભ્ય આ રાખડી બંધાવે છે.

 

 

 

વિદ્યાનગરના સ્થાનિક મુક્તો આજે મંગલ પ્રભાતે જ્યોતમાં આવ્યા હતા. ભાઈઓએ સંઘધ્યાનમાં પ્રભુકૃપામાં પધારી આજે પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે ખૂબ શ્રધ્ધાથી રક્ષા ધારણ કરી હતી. ભાભીઓએ-બાળકોએ પોતાના ગુરૂના હસ્તે રક્ષા બંધાવી ધન્યતા અનુભવી હતી. બહેનોએ પણ પોતાના સદ્દગુરૂના હસ્તે પ્રાર્થના સાથે રક્ષા બાંધી હતી. “ઈન્દ્રિયો અંતઃકરણ, મન-બુધ્ધિ-અહમથી રક્ષા થાય. કેવળ પપ્પાઅજીના ગમતામાં જ રહી, વર્તનથી ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી પર્વ ઉજવીએ.”

 

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં બહેનોની સભા રક્ષાબંધન નિમિત્તેની હતી. જેમાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આપ્યા હતા. જેમાં આ રક્ષાબંધના પર્વની સમજૂતી, યોગીબાપાની સ્મૃતિ તથા આખું ગુણાતીત જ્ઞાન આવરી લેતી કથાવાર્તા સાથે ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપ્યા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/29-08-15 rakshabandhan/{/gallery}

 

(૬) તા.૩૦/૮/૧૫ રવિવાર

 

૧લી સપ્ટેમ્બર એટલે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ! આ ૧લી સપ્ટેમ્બરે ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યદિન છે. ૯૯ વર્ષ પૂરાં થઈ શતાબ્દી પ્રારંભ થઈ રહ્યો છે. તેની ઉજવણીની શરૂઆત આજથી થઈ હતી. ત્રણ દિવસ ખૂબ ભવ્ય ઉજવણી થઈ હતી.

 

 

 

૧. પ્રભુકૃપામાં મંગલ પ્રભાતે સુંદર સુશોભનમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતા. મેઘધનુષ્ય અને રંગબેરંગી ફુગ્ગાઓના આ સુશોભનમાં આપણે સહુ ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત ભક્તોનું પ્રતીક હતું. ફુગ્ગા પર ૧૦૦ લખેલું હતું. શતાબ્દીનો પ્રારંભ હોંશભેર આપણે કરી રહ્યા છીએ. તેવો ઉલ્લાસ હતો. પ્રભુકૃપાના પ્રાંગણમાં રંગોળી ‘સંપ, સુહ્રદભાવ, એકતાના’ ગુરૂહરિ પપ્પાજીના સૂત્ર સાથે મૂકી હતી. વહેલી સવારથી બહેનોએ અને પછી ભાઈઓએ ગૃહસ્થ પરિવારે ક્રમશઃ પ્રભુકૃપામાં દર્શન લાભ પામી સહુ ધન્ય થયા.

 

 

 

૨. આજે રવિવાર હોવાથી ૧લી સપ્ટેમ્બરનો જાહેર સમૈયો હરિભક્તોને તથા કર્મયોગી સાધકોને લક્ષમાં રાખીને રાખ્યો હતો. સવારે ૯.૦૦ થી ૧.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૦મો પ્રાગટ્યપર્વ માહાત્મ્યગાન સાથે આનંદથી ઉજવાયો.

 

ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું પ્રાગટ્ય થયું. એ સ્મૃતિ સહ ‘ભૂમિ અને ઈલા’ નામ ધારી બહેનોએ ગુરૂહરિ પપ્પાજીને પુષ્પમાળા અને મોટેરાં સ્વરૂપોને પુષ્પકલગી અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. જાણે એ પળથી ગુરૂહરિ પપ્પાજી પધારી ગયા હોય તેવી અનુભૂતિ સર્વે હાજર ભક્તોના અંતરમાં થઈ હતી.

 

આજની વિશેષતામાં ગુરૂહરિ પપ્પાજીના પ્રસાદીના ધામની સ્મૃતિ (ગામ પ્રમાણે) ત્યાં કર્મયોગ કર્યો હોય તેવા મુક્તોમાંથી કરાવે તેવું સુંદર આયોજન સભા સમિતિએ કર્યું હતું. તેમાં

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/30-08-15 P,P.pappajis birthday celebration/{/gallery}

 

 

 

¯ ગુરૂહરિ પપ્પાજી ‘બોરસદતીર્થધામે’ પ્રગટ્યા તેનાં સ્મૃતિ સંભારણાં પૂ.ડૉ.વિણાબેને આપ્યાં.

 

   અમદાવાદ તીર્થધામ કે જ્યાં ગુરૂહરિ પપ્પાજીએ અભ્યાસ કર્યો હતો. તે સ્મૃતિ પણ આવરી

 

   લીધી હતી.

 

 

 

¯ નડિયાદ ગુરૂહરિ પપ્પાજીનું મોસાળ કે જ્યાં ગુરૂહરિ પપ્પાજીનું બાળપણ વિત્યું તેવી

 

   તીર્થધામની સ્મૃતિ પૂ.માયાબેન દેસાઈએ કરાવી હતી.

 

 

 

¯ ધર્મજતીર્થધામ કે જે ગુરૂહરિ પપ્પાજીનું સાસરું પૂ.કમળાબેન (મમ્મીજીનું) પિયર હતું. ૧૧

 

   વર્ષની નાની ઉંમરે ગુરૂહરિ પપ્પાજીના લગ્ન થયેલાં. વરરાજા બની ધર્મજ પધારેલા. એવા

 

   ધર્મજની સ્મૃતિ પૂ.મીનાબેન ગોએન્કાએ કરાવી હતી.

 

 

 

¯ કરમસદતીર્થભૂમિ કે જે ગુરૂહરિ પપ્પાજીનું ગામ ! જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વીર

 

   પાક્યા. તે કુટુંબના ભાઈઓ પ.પૂ.પપ્પાજી-પ.પૂ.કાકાજી છે. જેમને પૃથ્વી પર પધારી યુગકાર્ય

 

   કર્યું છે. તે કરમસદ ધામની સ્મૃતિ પણ આવરી લીધી હતી.

 

 

 

¯ વડોદરાતીર્થધામે ગુરૂહરિ પપ્પાજીના અભ્યાસની સ્મૃતિ. મેટ્રિકની પરિક્ષા આપવા વડોદરા-

 

   સયાજીગંજ ગયા હતા. તથા ૧૯૭૬ની બિમારી વખતની સ્મૃતિ તથા નાનપણમાં વડોદરા

 

   કોઈક સગાને ત્યાં રાત રોકાયા અને સોનાનાં બટન ચોરાઈ ગયા વગેરે પ્રસંગની કરૂણ સ્મૃતિનું

 

   ધામ વડોદરા છે. તે ધામની સ્મૃતિ પૂ.બેચરભાઈ પટેલે કરાવી હતી. તેમાં નડિયાદ-આણંદની

 

   ટ્રેનનો કરૂણ પ્રસંગની સ્મૃતિ આવરી લીધી હતી.

 

 

 

¯ સુરતતીર્થધામે ગુરૂહરિ પપ્પાજીએ અભ્યાસ કર્યો. તથા જ્યોતની સ્થાપના કરી ત્યાં સુધી ખૂબ

 

    પ્રસાદીનું ધામ છે. તેની સ્મૃતિગાન પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ કરાવ્યું હતું.

 

 

 

¯ મોમ્બાસાતીર્થધામ કે જ્યાં ગુરૂહરિ પપ્પાજીએ શિક્ષક તરીકે કર્મયોગ કર્યો. સમાજ સેવા કરી.

 

   એવા આ ધામની સ્મૃતિનું ગાન પૂ.તરૂબેન પટેલે કરાવ્યું હતું.

 

 

 

¯ તારદેવતીર્થધામની સ્મૃતિ ભગવાન ભજવા માટેનું શરૂ થયેલું. તેમાં ૨૫ બહેનો ત્યાં તૈયાર

 

    થયાં. તેમાંના પૂ.દયાબેને તારદેવ તીર્થધામની સ્મૃતિ કરાવી. તારદેવ તો ગુણાતીત સમાજની

 

    ગંગોત્રી સમાન તીર્થધામ છે.

 

 

 

¯ વિદ્યાનગરતીર્થધામ કે જે ગુરૂહરિ પપ્પાજીના યુગકાર્યની કર્મભૂમિ છે કે જ્યાં ૪૦ વર્ષ ગુરૂહરિ

 

   પપ્પાજી રહ્યા છે. તેવા તીર્થધામની સ્મૃતિ પૂ.ઈલેશભાઈએ કરાવી હતી.

 

 

 

આમ, અવનવી રીતે આજના સમૈયાની વાતો સાંભળી, આખું જીવન ચરિત્ર ગુરૂહરિ પપ્પાજીનું આવરી લેવાયું. ખૂબ આનંદ આવ્યો. બધાએ ટૂંકમાં રજૂ કરવાનું હતું. ઈતિહાસના સાક્ષીઓ શ્રોતા હતા. તે ધામની જ્યારે વાત નીકળે ત્યારે વક્તાઓની સાથે શ્રોતાઓના મનની સ્મૃતિ કિતાબ પણ ખુલવા લાગે. અને મૌન રહી તેઓ પણ બોલતા હોય તેવો સુમેળ આજે વિશેષ હતો.

 

 

 

આજની સભામાં પૂ.ડૉ.વાદીસાહેબ સિનીયર સર્જન છે જે આજે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવવા અમદાવાદથી પધાર્યા હતા. જેમને ગુરૂહરિ પપ્પાજીના ડૉક્ટર તરીકે ખૂબ સેવા કરી છે. તેમાંથી અંગૂઠાની બિમારી વખતે તો ખાસ સેવા પૂ.ડૉ.વાદી સાહેબે કે ગુરૂહરિ પપ્પાજીના ભક્ત તરીકે ગુરૂહરિ પપ્પાજીની અનુભૂતિ પામીને જે ધન્યતા અનુભવી હતી. તેની ગૂઢ ઉચ્ચ કક્ષાની વાતની સ્મૃતિ કહી હતી. અને આજના પ્રસંગનો કળશ ચડાવી દીધો હોય તેવું સહુનેય અનુભવાયું હતું.

 

 

 

આજની સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લઈ, પ.પૂ.દીદીના આશિષ બુંદ ઝીલીને સભાની સમાપ્તિ કરી હતી. આજની સભાનું દર્શન આજે વેબસાઈટ પર માણ્યું જ હશે. તેથી વક્તાઓનો વાણી પ્રસાદ આપને પીરસ્યો નથી. રાજી રહેશો.

 

 

 

(૭) તા.૩૦/૮/૧૫ પ.પૂ.બેનનો ૫૨મો સ્વરૂપાનુભૂતિદિન

 

એવું જ આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પ.પૂ.બેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો સંયુક્ત સભામાં જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. તેનું દર્શન પણ આપે વેબસાઈટ પર કર્યું હશે, કરી શકશો. તેથી અહીં વિરમું છું. રાજી રહેશો.

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug/30-08-15 P.P.Ben swarupnubhutidin/{/gallery}

 

 

 

(૮) તા.૩૧/૮/૧૫ સોમવાર

 

સ્થાનિક મુક્તોએ તો આજે પણ ગુરૂહરિ પપ્પાજીના ૧૦૦મા પ્રાગટ્યદિનના સમૈયાનો આનંદ માણ્યો હતો.

 

 

 

૧. પ.પૂ.દીદીની પ્રેરણા મુજબ જ્યોત બહેનો માટેનો નીલકંઠ અભિષેકનો વિશેષ કાર્યક્ર્મ આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ બહેનોની સભામાં હતો. ખૂબ ભક્તિભાવથી પ.પૂ.દીદીના આદેશ મુજબ સભા સંચાલક ત્યાં મંદિરની ટુકડીના બહેનોએ આયોજન કર્યું હતું. પ્રથમ સદ્દગુરૂ A દ્વારા અભિષેક થયો. સદ્દગુરૂના હસ્તે પૂજન-અર્ચન-આરતી થયાં. ત્યારબાદ આધ્યાત્મિક ગ્રુપના બહેનોમાંથી ૧-૧ બહેને ગ્રુપના બધા બહેનો વતી અભિષેક કર્યો હતો.

 

આમ, ભક્તિસભર અભિષેકનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/Aug2/31-08-15-nilkanth/{/gallery}

 

 

૨.આજે સાંજે ૫.૩૦ થી ૮.૩૦ દરમ્યાન પપ્પાજી તીર્થ પરનો જ્યોતનાં બહેનોનો કાર્યક્ર્મ હતો. શાશ્વતધામની સંભાળ કરનાર પૂ.ડૉ.વિણાબેન અને મુક્તોએ શાશ્વત ધામે સુંદર પુષ્પોથી ભક્તિ સભર સુશોભન કર્યું હતું. લગભગ ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત ભક્તો બધા જ જાણે પુષ્પ બનીને ગુરૂહરિ પપ્પાજીને અર્પણ થયા હોય. તેટલા બધા રંગબેરંગી બહુધા પુષ્પોને વણી લઈ, ગૂંથી લઈ સમાધિના પીલર પર અને ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિની પાછળ નીચે તથા સમાધિ પર રંગોળીના રૂપમાં દર્શાવવામાં આવ્યાં હતાં. જાણે હાજર ગેરહાજર બધા ભક્તો પધારી ગયા હોય તેવું અનુભવાતું હતું. સંધ્યા આરતી બધા જ વ્રતધારી બહેનોએ પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેનના સાંનિધ્યે શાશ્વત ધામે કરી હતી. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિનો પાપડીના લોટનો પ્રસાદ લીધો હતો.

 

 

 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પ્રભુકૃપા મંડળના ભાઈઓએ ઉપર મુજબ પ્રદક્ષિણા-ભજન અને પ્રસાદ લીધો હતો.

 

બીજા દિવસે પણ શાશ્વત ધામનો માહોલ દર્શનાર્થી ભક્તોથી ભર્યો ભર્યો રહ્યો હતો. સાંજે બ્રહ્મજ્યોતિ પરથી પ.પૂ.સાહેબજી સ્વરૂપ પ.પૂ.અશ્વિનભાઈ, પ.પૂ.રતિકાકા અને અનુપમ મિશનના સાધક ભાઈઓ શાશ્વત ધામે પધાર્યા હતાં. ખૂબ ઉમદા ભક્તિભાવથી દર્શન, પુષ્પાર્પણ, પ્રદક્ષિણા કરી અને સ્મૃતિ પ્રસાદ લીધો હતો.

 

 

 

પેરીસમાં૧લીસપ્ટેમ્બરનાસમૈયાનીખૂબભવ્યઅનેદિવ્યરીતેઉજવણી

 

 

 

ગુરૂહરિપપ્પાજી મહારાજના પુનિત ચરણો પરદેશમાં (પેરીસમાં)

 

૧૯૯૧ ની સાલમાં ચૈતન્યદર્શી પ.પૂ.પપ્પાજી મહારાજ એકાદ-બે મુક્તોની પ્રાર્થનાથી પૂ.દિલીપભાઈ, પૂ.અરૂણાબેન તથા પૂ.ડૉ.વિણાબેન સાથે પેરીસ પધાર્યા અને પૂ.મગનભાઈ તેમનાં સંપર્કમાં આવ્યા. હૉટેલ પરથી તેઓ પ.પૂ.પપ્પાજીને તેમને ઘેર રહેવા બોલાવ્યા. નાનપણમાં પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બાને તેમના પડોશીને ત્યાં પધરામણીએ આવતા ત્યારે તેઓ બારીમાંથી દર્શન કરતા. તે પ્રભુ તેમના આમંત્રણને માન આપી તેમને બારણે આવીને ઉભા રહ્યા. ગુરૂહરિ તેમને ત્યાં ત્રણ દિવસ રોકાયા અને તેમના જીવમાં સ્થાન લઈ લીધું. તેમના અંતરમાં પ.પૂ.પપ્પાજીનો સ્વીકાર થયો અને પ.પૂ.પપ્પાજીએ પૂ.દિલીપભાઈ અને પૂ.અરૂણાબેનને નિયમિત પેરીસ આવવાની આજ્ઞા કરી.

 

{gallery}images_in_articles//newsletter/2015/Aug2/31-08-15 paris 1 sep celebration/{/gallery}

 

૨૪ વર્ષોથી તેઓ અઠવાડિક સભા કરે છે અને દર મહિને ૧લી તારીખે ધૂન, ભજન કીર્તન આરાધના કરે છે. અને ૪૦-૪૫ મુક્તોને જમાડે છે. જેમાં પૂ.પ્રવિણભાઈ લાડ અને પ.પૂ.કાકાશ્રી મંડળ પણ સામેલ થાય છે. ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય ચાલુ રાખી તેઓ તેમનું ખૂબ શોભાડી રહ્યા છે. તેમની બન્ને દીકરીઓ અને દીકરા-વહુનો ખૂબ જ સહકાર છે. ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીને પૂ.દિલીપભાઈ ૭ વખત પેરીસ લાવ્યા. જેના ફળ સ્વરૂપે અહીંના મુક્તો ધન્ય થયા. અને તેમના થઈને વધુને વધુ જીવાય તે માટે ખૂબ સંપ, સુહ્રદભાવ અને એકતા રાખી જીવે છે.

 

 

 

તા.૧લી સપ્ટેમ્બરે  ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિને તેમના નિવાસ સ્થાને ખૂબ સુંદર સમૈયાનું આયોજન કર્યું હતું. પૂ.સુરેશભાઈ, પૂ.ધુમીબેન, પૂ.શંભુભાઈ, પૂ.શકુબેન, પૂ.ગુણવંતભાઈ, પૂ.બીનાબેન, પૂ.નીતેષભાઈ, પૂ.ઉમાબેન વગેરે મુક્તોએ તથા સર્વે મોટેરાં મુક્તોએ ગુરૂહરિનું માહાત્મ્યદર્શન કરાવ્યું હતું. કેક કર્તન કરી મહાપ્રસાદમાં ગુરૂહરિને પ્રિય એવું ભોજન લાડુ, દાળ, ભાત, શાક, પૂરી વગેરે જમ્યા હતા. પેરીસના મુક્તોએ પ.પૂ.પપ્પાજી મહારાજને જીવંત રાખ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ!!

 

 

 

તા.૧લી સપ્ટેમ્બરના શુભ પ્રભાતથી માંડીને દિનભરની જ્યોત સ્મૃતિનું દર્શન આવતા પખવાડીયે માણીશું. આવજો. સર્વને ૧લી સપ્ટેમ્બરના ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પ્રારંભ દિનના હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

 

 

 

રાજી રહેશો. અત્રે સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના, મુક્તોના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

 

 

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !