16 to 31 Aug 2016 – Newsletter

            સ્વામિશ્રીજી                    

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

IMG 1536

 

() તા.૧૮//૧૬ રક્ષાબંધન

 

સવારે .૦૦ થી .૩૦ દરમ્યાન બહેનોએ પોતાના સદ્દગુરૂ સ્વરૂપોના હસ્તે રક્ષા બંધાવી આશિષ પ્રાપ્ત કર્યા.

૧૦.૩૦ થી ૧૧.૩૦ પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી અને .પૂ.જશુબેનના સાંનિધ્યે સભા કરી.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા.પૂ.દીદીએ એક ર્દષ્ટાંત દ્વારા રક્ષાબંધનના મહિમાની વાત કરી.{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-18-8-16 Raxabandhan{/gallery}

 

પહેલાં દેશી રજવાડા હતાં. દરેજ રાજ્યના રાજા લડાઈ કરીને એકબીજાના રાજ્ય લઈ લે. એમાં એક રાજ્યની રાણીએ જોયું કે બાજુના રાજ્યના બાદશાહની નજર મારા રાજ્ય પર છે. એટલે પછી એની નજર મારા પર પણ પડશે. એટલે મારું રાજ્ય પણ ના જાય અને મારા પર પણ તકલીફ ના થાય એનું મારે કંઈક કરવું છે. થોડા દિવસ પછી શ્રાવણી પૂનમ આવે છે. એટલે રાખડી મોકલાય. પહેલાંના રાજાઓ દિલના પ્રામાણિક હતા. રાણીએ એક રાખડી મોકલી અને કહ્યું કે તારી બેનની રાખડી છે. તારી રક્ષા થાય. તારું કામ રાજ્ય વધારવાનું છે. તેમાં તારી રક્ષા થાય એટલે રાખડી તને મોકલું છું. રાજાએ રાખડી સ્વીકારી અને કહેવડાવ્યું કે બેન ! જીવનભર નિશ્ર્ચિંત રહેજે. તારા રાજ્યને મારા તરફથી તો રક્ષા મળશે અને બીજો રાજા લડવા આવશે તો તમારી સાથે મદદમાં હોઈશ.

 

સાધકનું જીવન સદાય વફાદારી પૂર્વકનું હોય. આપણી રક્ષા માટે આપણે ગુરૂહરિ પપ્પાજી પાસે પ્રાર્થના કરવી કે હે પપ્પાજી ! મારી મારા થકી રક્ષા કરજો.

 

પ્રભુકૃપામાં પણ મોટેરા ભાઈઓએ પધારેલ હરિભક્તોને રક્ષા બાંધી હતી.

 

() તા.૨૨//૧૬

 

પરમ ભાગવત સંત સ્વરૂપ .પૂ.સવિબેન જી. રાત્રે ૧૧.૨૦ કલાકે અક્ષરધામ નિવાસી થયા. અંતિમ વિધિ તા.૨૩//૧૬ ના રોજ બપોરે .૦૦ થી .૦૦ માં થઈ. ત્યારબાદ મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે પ્રાર્થના સભા કરી.

 

તા.૨૪, ૨૫, ૨૬ ત્રણ દિવસ પૂ.સવિબેનના અક્ષરધામગમન નિમિત્તે સાંજે .૩૦ થી .૦૦ પપ્પાજી હૉલમાં પારાયણ હતું.

સદ્દગુરૂ સ્વરૂપો અને સંબંધિત હરિભક્તોએ પૂ.સવિબેનના માહાત્મ્યદર્શન અને અનુભવની ખૂબ સરસ ઝાંખી કરાવી.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-22 to 27 P.Saviben Antimvidhi Parayan Mahapuja{/gallery}

 

() તા.૨૫//૧૬ જન્માષ્ટમી

 

જન્માષ્ટમી નિમિત્તે રાત્રે .૦૦ થી ૧૦.૦૦ સભા પપ્પાજી હૉલમાં થઈ. સભામાં પૂ.રમીબેને કૃપાલાભ આપતાં કહ્યું કે, પાંચ હજાર વર્ષ પહેલાંની ચેતના પૃથ્વી પર આવી અને .પૂ.બેનને એની અનુભૂતિ થઈ. કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર પૂ.બેનને થયો. અને પૂ.બેનના હાથમાં કૃષ્ણ ભગવાને રાસ રમી તાળી આપી. તેનો પંજો તેમના હાથમાં  હતો.

 

૧૯૯૮માં .પૂ.બેન સાથે હું અમેરિકા ગઈ હતી. ત્યાં હરે રામ હરે કૃષ્ણના એક  મંદિરમાં અમે ગયા હતા. આરતી થતી હતી. ત્યાં એક બેન ત્યાં આફ્રિકાના બેનના ગામના હતા. તેમને બેનના હાથમાં કૃષ્ણ ભગવાનનો પંજો છે તે ખબર હતી. તેણે ત્યાં મંદિરમાં વાત કરી તો બધા ભક્તો .પૂ.બેન પાસે પંજાનાં દર્શન કરવા આવ્યાં. અને .પૂ.બેનને કહે તમારો હાથ અમારા માથે મૂકો. .પૂ.બેન પછી પૂ.રમીબેનને કહે, આપણને તો અનંત કૃષ્ણના કૃષ્ણ એવા ગુરૂહરિ પપ્પાજીમાં ગેડ બેસી ગઈ.

 

આખી દુનિયામાં આજે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાતો હશે પણ એમાંથી પોતાના જીવન માટે શું લેશે ? જેને સ્વામિનારાયણ ભગવાનમાં શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજમાં નિષ્ઠા હતી. એવાં ઐશ્ર્વર્યવાન સ્વરૂપો .પૂ.સોનાબા,.પૂ.બેન, પૂ.કાશીબા, પૂ.માસીબા, પૂ.મણીબા મહેતા જેવાને ગુરૂહરિ પપ્પાજી અહીં લઈ આવ્યા ને સાચા સાધુ બનાવ્યા.

{gallery}images_in_articles/newsletter/2016/Aug/D-25-8-16 Janmashtmi{/gallery}

 

આપણે ભગવાન મેળવવા ક્યાં સાધન કર્યાંઅને જેને ભગવાન મળ્યા હોય તેના અંતરમાં કેવો પાવર હોય, કેફ હોય ? સ્વામિનારાયણ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. અહોહો ! ભગવાન તમે ન્યાલ કરી દીધા છે. હવે આપણે આખા તંત્રમાં એમને પ્રત્યક્ષ કરવા છે. પૂ.ભાવનાબેન શેઠે પણ કૃપાલાભ આપ્યો હતો.

 

() તા.૨૭//૧૬ .પૂ.સવિબેનના અક્ષર ધામગમનની મહાપૂજા

 

સવારે .૩૦ થી ૧૨.૦૦ પૂ.સવિબેન જી. ના અક્ષરધામ ગમનની મહાપૂજા સદ્દગુરૂ સ્વરૂપો અને મુક્તોની હાજરીમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે પપ્પાજી હૉલમાં થઈ. પૂ.કલ્પુબેન દવે ખૂબ સરસ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી.

 

મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂર્વના અનાદિ મહામુક્તોને મહારાજે જ્યોતમાં ભેગા કર્યા છે. એવા પૂ.સવિબેન જૂનાગઢથી અહીં ભગવાન ભજવા આવ્યા. હાર્ટની બિમારી હતી. ડૉક્ટર કહે આને સાચવીને રાખજો. ભગવાન અર્થે નીકળે તેની કાળજી ભગવાન રાખે છે. પૂ.સવિબેન બહુ સ્પષ્ટતા, ચોક્સાઈ ને ચીવટાઈથી રહેતાતા. એવું નાની બહેનોએ શીખવાડતા. ભગવાનનું ઘર છે. અને ભગવાનની રીતે બધું ચાલવું જોઈએ. પૂ.સવિબેને શીખવાડ્યું.

 

પૂ.સવિબેનના પણ ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા અને ત્યારબાદ .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા. પૂ.સવિબેનના માહાત્મ્યદર્શનમાં ગ્રુપના બહેનો અને સંબંધિત હરિભક્તોએ પણ લાભ આપ્યો હતો.

 

પૂ.સવિબેનના ગ્રુપના બહેનો વતી પૂ.કુસુમબેન ગોહિલે મહાપૂજામાં ખૂબ સરસ પ્રાર્થના ધરી હતી.

સ્વરૂપનિષ્ઠા, સંકલ્પનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, સાધુતાનું અણમોલું સર્જન

 

પ્રાર્થીએ આજ અમ ભાવ તુજ ચરણે કરી વંદન !

ઋણી અમ આતમ, અર્પે તવ ચરણ, અંજલિ ભાવભરી કરી નમન,

તારા વચન, વસે અમ અંતર, બની રહીએ તારા ગુણના વારસ,

તમે ગ્રહ્યાં દુઃખ ને દર્દ, આશ્રિતોનાં લઈ પ્રારબ્ધ, શીતલતા અર્પી હર હૈયે સદૈવ,

સામેના આકારે આકાર કરીને, નિરાકાર થઈને રહ્યાં છો,

વત્સલ, હેતલ, સાથ આપી તાપ ખૂબ ખમ્યા છો.

સંકલ્પે જતન પામી અમે ધન્ય થયા સહુએ,

હોપપ્પાનો સંકલ્પ ઝીલ્યો તેં, સહુ સાથે બ્રહ્મવિહારે જઈ,

પગે લાગી રાજી કરીએ પપ્પાને, અમે કળીઓ પંદર

તવ સમાજ પણ અંદર, ભક્તિમાં ખામી રહે, વર્તને વફાદારી રે.

હે ગુરૂ વત્સલ, હે ઋજુ હ્રદય, માફી દેજે દિલથી અમને,

જાણપણે અજાણે તારા આશ્રિતો દુઃખાયા,

હે ગુરૂ વત્સલ, હે ઋજુ હ્રદય, માફી દેજે અમને દિલથી સરલ.

 

 

() તા.૨૮//૧૬ .પૂ.બેનનો સ્વરૂપાનુભૂતિ દિન

 

સવારે .૩૦ થી .૦૦ .પૂ.બેનનો ૧૦૨મો પ્રાગટ્યપર્વ આજે જ્યોત પપ્પાજી હૉલમાં સદ્દગુરૂ સ્વરૂપો અને મુક્તોની સંનિધિમાં ખૂબ ભવ્યતાથી અને દિવ્ય રીતે ઉજવાયો.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/D-28-8-16 P.P.Ben sashatkar din{/gallery}

 

જેનું વિડીયો દર્શન આપ વિડીયો ક્લિપ્સ દ્વારા વેબસાઈટ પર માણી શકશો. તેથી અહીં વિરમું છું.

 

લંડન ગુણાતીત જ્યોતમાં પણ બે દિવસ ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાયો તેની ઝલક અહીં માણીએ.

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વ (લંડન)

 

() તા.૨૭//૧૬ શનિવાર .પૂ.બેન સાક્ષાત્કાર દિન

 

ઓહો ! આજે શતાબ્દી વંદનાનો ભવ્ય દિવસ હતો. શનિરવિ બે દિવસનો ખૂબ સુંદર કાર્યક્ર્મ લંડન જ્યોત અને લંડન સમાજના મુક્તોએ પૂર્વ આયોજીત તૈયાર કર્યો હતો.

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીનો આનંદ હૈયે સમાતો નહોતો. જ્યોતની લોનમાં ભવ્ય મંડપ બાંધ્યો હતો. આજે સવારે ૧૦ થી ૧૧ શોભાયાત્રા અને ત્યારબાદ .પૂ.બેનના સાક્ષાત્કારદિનની સભા હતી.

 

લંડન જ્યોત મંદિરમાં શોભાયાત્રાની ત્રણ મૂર્તિ () ગુરૂહરિ પપ્પાજી () .પૂ.સોનાબા () .પૂ.બેનની સ્ટેન્ડ પર તૈયાર કરી હતી. ત્યાં તેઓનું પૂજન .પૂ.દેવીબેન, પૂ.શોભનાબેન, પૂ.મનીબેન, પૂ.અરૂણાબેને કર્યું. ભાઈઓએ પાછળના દરવાજે લઈ જઈને ત્યાં આરતી કરી, ત્યાંથી ગાર્ડનમાંથી ફુવારાવાળા ચોકમાં આવી ગોળ ફરતે બધા મુક્તો ઉભા રહ્યાં. ભગવાધારી બહેનો સાથે, ભાભીઓ સાથે, ભાઈઓ સાથે ત્યાં ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ ત્રણ દંપતિએ કર્યા.

 

પૂ.દેવીબેનનો આજે સ્વરૂપાનુભૂતિદિન ૨૭મી ઑગષ્ટ ! તેથી તેમને પણ હાર અર્પણ નિમિત્તે કર્યા. ભાભીઓએ ગરબા ગાયા. આનંદ કર્યો. ત્યાંથી મૂર્તિઓને ખુલ્લી ગાડીમાં ગુરૂહરિ પપ્પાજીને ભાઈઓ સાથે બિરાજમાન કર્યા. .પૂ.બા.પૂ.બેનને જૂના જોગી (માસીઓ) સાથે ગૃહસ્થ બહેનો સાથે બગીમાં બિરાજમાન કર્યા. તેમાં આગળ .પૂ.દેવીબેનને બિરાજમાન થયા. નાચતાકૂદતા જ્યોતની પ્રદક્ષિણાની રીતે જમણી બાજુથી પાછળની લોનમાં સભાખંડમાં ગયા. રસ્તો બધો ધજાપતાકાથી અને બાળકોએ બનાવેલ ૧૦૦૧૦૦ તોરણથી સુશોભિત હતો. સભાખંડમાં ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બા, .પૂ.બેનનું સ્વાગત થયું. અને સ્ટેજ પર બિરાજમાન કરવામાં આવ્યા. સ્ટેજ પર .પૂ.દેવીબેન, પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ, પૂ.વિઠ્ઠલાણી સાહેબે પોતાનું આસન ગ્રહણ કર્યું. ત્યારબાદ કાર્યક્રમનો પ્રારંભ આહ્વાન શ્ર્લોક, ભજનથી થયો.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/P.P.Ben Divine Day Samaiyo-UK{/gallery}

 

 

.પૂ.બેનના સ્વરૂપાનુભૂતિદિન નિમિત્તે વક્તાઓએ જુદા જુદા પોઈન્ટ પર લાભ આપવાનો હતો. દા...પૂ.દેવીબેને તારદેવની .પૂ.બેનની સ્મૃતિ સાથે આશીર્વાદ આપવાના રાખેલા. આમ, પોઈન્ટ ટુ પોઈન્ટ .પૂ.બેનના જીવન કવન પર સુંદર માહાત્મ્યગાન થયું. બપોરના .૩૦ વાગી ગયા તેની ખબર પણ ના પડી.

 

આજે સાંજે .૦૦ થી .૦૦ કીર્તન આરાધનાનો વિશેષ કાર્યક્ર્મ હતો.

 

બપોરે મહાપ્રસાદ સભા બાદ આખા કેમ્પસમાં ભક્તિનો કાર્યક્ર્મ રાખ્યો હતો. નીલકંઠ વર્ણીનો અભિષેક, માળા, પ્રદક્ષિણા, પ્રાર્થના લખાણ, જપયજ્ઞ વગેરે તે બધું કરવા માટેનો બપોરનો સમય રાખ્યો હતો. બધા હરિભક્તોએ લાભ લીધો.

 

સાંજે  થી   કીર્તન આરાધના હતી તે પણ વિશેષ રીતની હતી. સ્ટેજ પર રાખી હતી. આહ્વાન શ્ર્લોકથી પ્રારંભ થયો. તેમાં પણ વિડીયો દ્વારા સ્ક્રીન પર નીલકંઠથી માંડીને બધા ભગવાનો અને ગુરૂહરિ પપ્પાજીની લંડનની હતી. તેમાંથી સ્મૃતિરૂપે કીર્તન ગાયકની સાથે સાથે ગુરૂહરિ પપ્પાજી દર્શનનું સુંદર આયોજન કર્યું હતું. સહુ પ્રથમ પૂ.દિલીપભાઈએ ધૂન ગવડાવીને પ્રારંભ કર્યો.

 

કીર્તનનો પ્રારંભ નાના ભૂલકાંઓના ભજનથી થયો હતો. ઓહો ! પૂર્વના ચૈતન્યો ! એકાંતિક માતપિતાને ત્યાં જ્ન્મ્યા. અને સત્સંગ પ્રધાન જીવન જીવ્યા. એવા માતપિતાના બાળકોએ આજે નવા (લેટેસ્ટ)  રાગ પર ભજન બનાવ્યું. એમને માતાપિતા અને બહેનોએ મદદ કરી. ભજન તૈયાર કર્યું. Black & white યુનિફોર્મમાં સ્ટેજ પર આવ્યા. બાળકોના ભજનથી કીર્તન આરાધનાનો પ્રારંભ થયો. બધા ખૂબ રાજી થયા. બાળકોને પ્રોત્સાહન આપ્યું. ભાઈઓએ ભજનો ગાયા. બેત્રણચારની સંખ્યામાં સ્ટેજ પર આવીને તૈયાર કરેલ ભજનો ખૂબ ઉત્સાહપૂર્વક રજૂ કર્યાં.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/Bhajan Sandhya-UK{/gallery}

 

ભાભીઓએ પણ રીતે બેએકની સંખ્યામાં સ્ટેજ પર આવી ભજન ગાયા.

જ્યોતના નાના (બીજા ગૃપના) ૧૩ બહેનોએ ભજનોની ટૂંકની સિરીઝ તૈયાર કરી હતી. પ્રેક્ટીસ નોનસ્ટોપ ભજનની કરેલી તે મુજબ ખૂબ સરસ રીતે ભજનો રજૂ કર્યા. દેવીઓ સ્ટેજ પર ઉભા હોય તેવું દર્શન થતું હતું.

 

અમેરિકાથી સ્પેશિયલ સમૈયો ઉજવવા માટે પૂ.આશાભાભી આવ્યા હતાં. તેમણે પણ છેલ્લે એક ભજન સ્ટેજ પર આવીને ગાયું હતું. અંતમાં .પૂ.દેવીબેનના આશીર્વાદ લઈને કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. મહાપ્રસાદ બાદ વિસર્જન થયું. ગુરૂહરિ પપ્પાજીએ આજે weather સરસ રાખી હતી.

Thanks to Guruhari Pappaji !

 

આજે તા.૨૭/ પૂ.શારદાબેન ઠાકોરભાઈ (લંડન) અક્ષરધામ નિવાસી થયા ! ગુરૂહરિ પપ્પાજી.પૂ.દેવીબેન સાથે અસાધારણ પ્રિતી. એમણે આજનો દિવસ .પૂ.દેવીબેનના ર્દષ્ટાદિનનો પ્રસંદ કર્યો.

 

() તા.૨૮//૧૬ ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વ

 

પૃથ્વી પરના અક્ષરધામ તુલ્ય લંડનના મંડળને ગુરૂહરિ પપ્પાજી કાયમ કહેતાં. એવા લંડન જ્યોતલૅડીવૉકમાં ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીની ઉજવણીનો સમૈયો રાખ્યો હતો. સવારે ૧૦.૦૦ થી બપોરના .૦૦ વાગ્યા સુધી સમૈયો ચાલ્યો હતો.

 

સભાખંડમાં ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત થયું. એક સરપ્રાઈઝ આજે બધા મુક્તો માટે હતી. એક મૂર્તિ ગુરૂહરિ પપ્પાજીની વિદ્યાનગર પ્રભુકૃપામાંથી મંગાવી હતી. ખૂબ મહેનત પછી આવેલી મૂર્તિના દર્શન સ્ટેજ પરનો પડદો ખૂલતા થયા. બધા મુક્તો ભાવવિભોર થઈ ગયા હતાં. સ્ટેજ પર ગુણાતીત સમાજના ચાર રંગના ડેકોરેશનમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં. ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત પૂ.શયનાના ભરતનાટ્યમના ડાન્સ દ્વારા પૂજનઅર્ચનઆરતીથી રાખ્યું હતું.

 

આહ્વાન શ્ર્લોકથી સભાનો પ્રારંભ જુદી રીતે થયો. વર્ણીવેશ, શ્ર્લોક સ્ક્રીન પર વર્ણીરાજ અને તે પછીના સ્વરૂપો પધારે અને થાય રીતે વિશેષ રાતે આહ્વાન થયું હતું. ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ સાથે સ્ટેજ પર યોગીબાપાની મૂર્તિ પધરાવી અને રીતે આખી સભા થઈ.

{gallery}images_in_articles//newsletter/2016/Aug/PPP Centenary samaiyo-UK{/gallery}

 

શતાબ્દી વંદના (માહાત્મ્યગાન)ની વારીની વચ્ચે વચ્ચે ડાન્સપુસ્તકનું ઉદ્દઘાટન વગેરે સાથેનો સુંદર કાર્યક્ર્મ હતો. સમય ક્યાં ગયો તેની ખબર ના પડી.

સભાના અંતમાં વિશેષ કાર્યક્ર્મ વખતે સ્ટેજ પર .પૂ.દેવીબેન, પૂ.અરૂણાબેન ભોજાણી, પૂ.દિલીપભાઈ ભોજાણી અને પૂ.વિઠ્ઠલાણી સાહેબને બેસાડી કાર્યક્ર્મ રજૂ કર્યો.

 

() પુસ્તક ઉદ્ઘાટન

    દિવ્યતા પ્રસારી દરિયાપાર ભાગ,

 

() ૧૦૦ ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિની બુક (આલ્બમ)નું ઉદ્દઘાટન (લક્કી નંબર)

 

() પાંચ કેકનું કર્તનચાર કેક ચાર પાંખાળા સમાજની હતી.

પૂ.વિઠ્ઠલાણી સાહેબસંતોની કેક

પૂ.દિલીપભાઈ ભોજાણીગુણાતીત પ્રકાશના ભાઈઓની કેક

– પૂ.અરૂણાબેન ભોજાણી – ગૃહસ્થોની કેક

 

પૂ.શોભનાબેન, પૂ.મનીબેન અને લંડન જ્યોતના મોટેરાં બહેનો – વ્રતધારી બહેનોની કેક

   આ રીતે કેક કર્તન થયું.

 

ત્યારબદ ધ્વજ વંદન વિસર્જન ગીત સાથે ખૂબ આનંદ ઉત્સાહથી આજના સમૈયાની સભાની પૂર્ણાહુતિ થઈ. આવેલ બધા મુક્તોના હાથમાં નાના શતાબ્દી ધ્વજ આપેલ હતાં. બાળકોએયુવકોએ સ્ટેજ પર આવી શતાબ્દી ગીતથી રંગત જમાવી હતી.

 

આમ, ઉત્સાહ સાથે .૦૦ વાગ્યે માંડમાંડ સભા પૂરી થઈ હતી. ત્યારબાદ લાડુ, દાળ, ભાત, શાક, ભજીયાની રસોઈ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે હતી તે મહાપ્રસાદ લઈ બધા વિસર્જીત થયા.

 

બે દિવસથી ઠોઈ રાખેલો વરસાદ પણ આજે બે ચાર વાર સમૈયો માણવા આવી ગયેલો. પણ કાંઈ તકલીફ પડી નહીં.

ગુરૂહરિ પપ્પાજીનો આભાર માની સેવા સાથે સમેટી સહુ સ્મૃતિના અહોભાવ સાથે ઘરે ગયા.

 

આમ, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવ લઈને આવેલું પખવાડીયું ખૂબ ભક્તિમય પસાર થયું હતું. ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના કે આપ સર્વની સર્વ પ્રકારે રક્ષા કરજો. અમારી અમારા થકી રક્ષા કરજો. સર્વને ખૂબ ખૂબ બળ, બુધ્ધિ અને પ્રેરણા આપજો.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત ખૂબ સરસ છે. સભામાં પધારી દર્શન, આશિષ લાભ આપે છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. ફરી મળીશું ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વની સ્મૃતિ સાથેરાજી રહેશો.

  જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.