Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Aug 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ!

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧૮/૮/૧૮

 

આપણા સત્સંગીઓ સત્સંગ પ્રધાન જીવન જીવે છે. પ્રથમ પ્રભુ અને પછી પગલું સારા-માઠા પ્રસંગે જ્યોતમાં મહાપૂજા

કરાવી ગુરૂહરિ અને ગુરૂ સ્વરૂપોના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ કરે છે.

 

પૂ.શાંતાભાભી (મુલુંડ) એટલે જૂના જોગી. તેમના દીકરાના દીકરાના લગ્ન નિમિત્તે આજે પ્રભુકૃપામાં સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા રાખી હતી. લગ્ન તો પહેલાં થઈ ગયા હતાં. પણ આજે મહાપૂજા કરાવી પ.પૂ.દીદી, પૂ.શોભનાબેન અને સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા.

 

મહાપૂજા બાદ પૂ.શોભનાબેને આશીર્વાદ આપ્યા હતા. શાંતાભાભી ઉપર પૂ.રંજનબેન (પૂ.દેવ્યાનીબેનના પૂર્વાશ્રમનાં માતુશ્રી)ની બહુ નજર હતી. પૂ.રંજનબેન એકાંતિક હતાં. પ.પૂ.સોનાબાની દ્રષ્ટિવાળા હતાં. તે શાંતાભાભીને તારદેવ લઈ જાય. એકાંતિકનો સંગ હતો તો એ માર્ગે લઈ ગયા. પૂ.શાંતાભાભીને સત્સંગ પ્રધાન થઈ ગયો. તેમના દીકરાને દીકરીઓને પણ એ જ સત્સંગનો વારસો મળ્યો. આજે આ લગ્નની મહાપૂજા નિમિત્તે પૂ.શાંતાભાભીનું આખું ફેમિલી આવ્યું હતું. બધાને આ અલૌકિક મહાપૂજાનો લાભ મળ્યો. 

 

(૨) તા.૧૯/૮/૧૮ પ.પૂ.તરૂબેનના ૫૨મો સ્વરૂપાનુભૂતિદિન

 

મહિમા ને માહાત્મ્યની મૂર્તિને કોટિ કોટિ વંદન હો !

અનાદિ પૂર્વના મહામુક્ત ૧૫ ઑગસ્ટે પુણ્ય ઉદય થયાં ને સ્વાતંત્ર્યદિનને ઉજ્જવળ બનાવ્યો હતો. એક પ્રભુની ડાળી ને તરૂવર બન્યાં ને સહુ પંખીડાને આનંદ-કિલ્લોલ કરતાં કરી દીધાં. ગુરૂહરિ પપ્પાજી હંમેશાં કહેતાં, આવા ગુરૂઓ મેં તમને ભેટમાં આપ્યા. તેઓની પાસેથી તમે શું શીખ્યા ?

 

(૧) સેવા કરો ધોઈ ન નાખો. (૨) એકબીજા પાસે રાંકભાવે જીવો. (૩) હું કાંઈ જ નથી એવો સહજ ભાવ. (૪) પ્રભુના એ બધા જ મારા માની સુવાસ ફેલાવો. (૫) સંબંધવાળા મુક્તોની ‘હાશ’ લઈ લેવી.

 

આવા આપણાં પૂ.તરૂબેનનું જીવન વર્તીને શીખવે સહુને…મુક્તોના માહાત્મ્યમાં જ વિચરણ કરીએ. 

એવા પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.તરૂબેનના ૫૨ મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી

સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી.

પૂ.તરૂબેને પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. 

પૂ.તરૂબેનના માહાત્મ્યગાનમાં પૂ.મનીબેન, પૂ.દયાબેને અને પૂ.ક્રિશ્નાબેન શાહે લાભ આપ્યો હતો.

પૂ.પૂજલબેન ગાયકવાડ, પૂ.રાજેશ્વરીબેન, પૂ.પ્રિયંકાબેન, પૂ.હેમાબેન સોનીએ અનુભવ દર્શન કરાવ્યું હતું. 

 

ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ વહાવતાં કહ્યું કે, યોગીજીની અસાધારણ કૃપા. મોટેરાંના જન્મદિવસો ઉજવીએ તેમ જોગીનું માહાત્મ્ય સમજાય છે. જ્યોત એ વિજળી જેવા સંતો ઘડવાનું કાર્ય કરે છે. પૂ.તરૂબેને અહીં આવીને સેવા-સમાગમ અને સ્મૃતિ કર્યા કરી. ગરજુ થઈને, ખપ રાખીને સેવા કરી લીધી. સમર્પણનું ૧૦૦% સ્વરૂપ જોઈએ તો તરૂબેન છે. ભગવાન જ્યાં રાખે જેમ રાખે તેમ મારે જીવવું છે. સમર્પણની પરાકાષ્ટા તરૂબેનના જીવનમાં છે. અહીં સહેજે સહેજે સુખે સુખે એકાંતિક ધર્મ સિધ્ધ દશા પ્રાપ્ત થાય તેવો જોગ છે. 

 

પૂ.તરૂબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, ખૂબ આનંદ છે કે આવા સર્વોપરી પપ્પાજી મળ્યા. જ્યોત એ ખરેખર તીર્થધામ છે. અહીં બેસીને જે સંકલ્પ કરીએ તે પપ્પાજી પૂરા કરે છે. આપણે એવા પૂર્વના આત્માઓ છીએ. એટલે આ જોગમાં આવી ગયા. વચનામૃત મ.૬૩માં કહ્યું છે કે, પરમ પ્રાપ્તિ કરવા માટે સેવા એ શ્રેષ્ઠ સાધન છે. ગુરૂહરિ પપ્પાજીની કેટલી બધી સામર્થી છે એમને યાદ કરીએ એ જ પ્રાર્થના.

 

એક ભક્ત એના ગુરૂ પાસે રોજ જાય અને પ્રાર્થના કરે કે, હે ભગવાન ! આટલું આટલું મારું કામ કરવાનું છે. શિષ્યને થયું, ગુરૂ પણ ભગવાનને જ કહે છે. તો મારે કેમ ભગવાનને પ્રાર્થના ન કરવી ? આપણો ડાયરેક્ટ કૉલ ગુરૂહરિ પપ્પાજીને જ લગાડીએ ને પ્રાર્થના કરીએ. ગુરૂહરિ પપ્પાજી તત્કાળ સાંભળે જ છે. ગુરૂહરિ પપ્પાજી તમારું જેવું છે તેવું સ્વરૂપ ઓળખાવજો. તો ગુરૂહરિ પપ્પાજી વધુ ને વધુ આપણને ઓળખાવતા જશે. મૌનમાં બહુ શક્તિ છે. માટે મૌન જપયજ્ઞ કરીએ.

સભાના અંતમાં પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. 

{gallery}images_in_articles//newsletter/2018/Aug/18-08-18 P.TARUBEN DIVINE DAY{/gallery}

 

(૩) તા.૨૨/૮/૧૮ પવિત્રાં એકાદશી

 

આજે પવિત્રાં એકાદશી. ખૂબ મોટો દિવસ. શ્રાવણ મહિનો ચાલે છે. તેથી જ્યોતમાં રોજ પારાયણ થાય છે. તેમ આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ સવારની સભામાં પારાયણ રાખ્યું હતું. 

 

સભામાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આપણે ભગવાનના ભક્તોનાં દર્શન કરવા અહીં આવ્યા છીએ, તો આંખના પાપ ધોવાય છે. આપણું વર્તન ગુરૂહરિ પપ્પાજીની વાતો કરે છે. હું જ્યાં જઈશ ત્યાં કોઈ મને એમ નહીં પૂછે કે તમે કોના દીકરી છો ? એમ પૂછશે કે તમે કઈ સંસ્થામાંથી આવો છો ? આપણે તો ગુરૂહરિ પપ્પાજીની ઓળખ છીએ. આજે પ્રથમ.૭૧ વચનામૃત વાંચ્યું. તેમાં મહારાજ શું કહેવા માંગતા’તા. તમે સંતનો સમાગમ કરશો તો ભગવાનનું સ્વરૂપ ઓળખાશે. આપણી પાસે પાવર તો ઘણો છે. આપણા દર્શનથી સામા જીવની લખચોરાશી ઉડી જાય છે. હું હું નથી. હું એક પ્રતિનિધિત્વ છું. દુઃખ ક્ષિતિજમાંય ના દેખાય એવું અપરંપાર સુખ છે. 

આમ, ખૂબ સરસ આશીર્વાદ પ.પૂ.દીદીએ આપ્યા હતા.

 

(૪) તા.૨૨/૮/૧૮ પ.પૂ.જ્યોતિબેનનાં અસ્થિ પુષ્પવિસર્જન માણાવદર મંડળ દ્વારા

 

પ.પૂ.જ્યોતિબેનના દિવ્ય અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજા માણાવદર મંડળના મુક્તોએ ભાદરા (ગુણાતીત નગર) ઉંડ નદી તટે માણાવદર જ્યોતનાં બહેનો-ભાઈઓ, પૂ.ફુવા, પૂ.અતુલભાઈ, પૂ.પ્રતિક્ષાબેન અને બહેનો આયોજીત આ કાર્યક્ર્મ અદ્દભુત રીતે સંપન્ન થયો હતો.

 

સવારે ૫.૩૦ વાગ્યે મંડળના બધા મુક્તો જ્યોતમાં આવ્યા હતા. અને શ્રી ઠાકોરજી સમક્ષ અસ્થિ પુષ્પકુંભ પધરાવી પૂજન આરતી કર્યાં હતાં. તથા પુષ્પકુંભના સ્પર્શનો લાભ દરેકને પ્રાપ્ત થાય તેવા હેતુથી લાઈનમાં ઉભા રહી કુંભ હાથમાં લઈ એકબીજાને આપી એ રીતે કુંભ નીચે બસ સુધી આવ્યો. જેવી રીતે બધા ભક્તોને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેને પાનાફૂલામાં આગળ લીધા છે તેવી રીતે આજે ભક્તોએ પ.પૂ.જ્યોતિબેનના અંશ સ્વરૂપને વિદાય કર્યાં હતાં. ભાડાની મોટી બસ, ગાડીઓ દ્વારા અંદાજે ૭૦ મુક્તો, ૫૮ બહેનો, ૧૨ ભાઈઓ બધાએ મળીને ભજન-ભક્તિ સાથે ભાદરા ભણી પ્રયાણ કર્યું. વચ્ચે વંથલી, જૂનાગઢથી હરિભક્ત બહેનો-ભાઈઓને બસમાં લીધા અને આગળ ભાદરા ભણી ભજનો ગાઈને બસમાં બ્રહ્માનંદ કરતાં ભાદરા પહોંચી ગયા હતા. જો કે તે પહેલાં પૂ.ધર્મિષ્ઠાબેન અને સેવક બહેનો હાલ રાજકોટ પૂ.પ્રભાબેનના ઘરે સત્સંગ અર્થે રોકાયેલા. તેઓ રાજકોટથી ભાદરા પહોંચી ગયા હતા.

 

સર્વે મુક્તોએ ભાદરા ભવ્ય મંદિરે દર્શન કરી, હીંડોળા દર્શન કરી, મંદિરેથી ઉંડ નદી તટે ભજન-ધૂન સાથે પહોંચ્યા. મહારાજના પ્રસાદીના વિશાળ વડ વૃક્ષ નીચે સુંદર વાતાવરણમાં મહાપૂજાની શરૂઆત કરી. પૂ.ધર્મિષ્ઠાબેન, પૂ.ભારતીબેન રતનપરા અને બહેનોએ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. સંકલ્પ પૂ.વનીબેન ડઢાણીયાએ કરાવ્યો હતો. મહાપૂજામાં સહુ ભક્તોએ સંકલ્પ, પ્રાર્થના, ધૂન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના અને પ.પૂ.જ્યોતિબેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. તેમજ મોબાઈલ ફોન દ્વારા પ.પૂ.દીદીના પણ આશીર્વાદ લીધા હતા. આમ, ખૂબ ભક્તિભાવપૂર્વક દિવ્ય વાતાવરણમાં મહાપૂજા-સભા થઈ હતી. આજે તો કુદરત પણ જાણે લાભ લેવા થંભી ગઈ હતી.

 

બપોરના થાળની અમુક વાનગી પૂ.પ્રતિક્ષાબેન પાર્ટી માણાવદર જ્યોતમાંથી બનાવીને લાવેલાં. બાકી રાજકોટ જ્યોતમાંથી ગરમ તાજી રસોઈ બનાવી પૂ.વનીબેન અને બહેનો સેવામાં સંપ, સુહ્રદભાવ ભરી ભક્તિ કરવા પહોંચી ગયાં હતાં. જાણે પ.પૂ.જ્યોતિબેન-ગુરૂહરિ પપ્પાજી પધાર્યા હોય અને સેવામાં સહભાગી થાય તેવી જ સેવાના મહિમાભાવનું દર્શન કરાવ્યું હતું. 

 

નદી તટે શ્રી ઠાકોરજી સમક્ષ સર્વે મુક્તોએ મહાપ્રસાદ લીધો. ભાઈઓએ પ્રથમ અસ્થિ પુષ્પ વિસર્જન નદી મધ્યે કર્યું. અને મહાપ્રસાદ લીધો. પૂ.વનીબેને તો આવા મુક્તો માટે ઉકાળા-ચા-કૉફીની વ્યવસ્થા નદી તટે ચૂલો પેટાવીને કરી હતી.

 

આજના આ કાર્યક્ર્મમાં માણાવદર, જૂનાગઢ, વંથલી, સરદારગઢ, કોલકી, રાજકોટ, ધ્રોડ વગેરે ગામના અમુક હરિભક્તો સહિત કુલ ૯૦ મુક્તોએ લાભ લીધો હતો. 

 

સાંજે ૪.૦૦ વાગ્યે બધા ઉંડ નદીએથી વિદાય થયા. બસમાં ગોઠવાયા અને વાહન ઉપડ્યાં તે સાથે જ બે દિવસથી તોળાઈ રહેલો વરસાદ તૂટી પડ્યો. બે દિવસથી બાજુના ગામમાં ધ્રોળમાં વરસાદ ચાલુ જ હતો. ભાદરા ગામ સુધી ના આવ્યો. અને કોરૂં જ રાખ્યું. છતાંય સુંદર મોસમી વાતાવરણ રહ્યું હતું. તાપ પણ નહીં. આમ, સૂર્ય દેવ, ઈન્દ્ર દેવ બધા દેવોએ પણ અનુકૂળ રહી અંજલી અર્પણ કરી હતી. 

 

માણાવદર જતાં વચ્ચે ગોંડલ મંદિરે દર્શને ગયા હતા. આ ભક્તો માટે રાત્રી ભોજનનું ભાથું સાથે આપવાની વ્યવસ્થા રાજકોટ જ્યોતમાંથી પૂ.વનીબેને કરી હતી.

 

ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.જ્યોતિબેન અને મોટેરાં સ્વરૂપો પ્રસન્ન થાય તેવો માહાત્મ્યનો મહેરામણ સર્જાયો હતો. આ રીતે પ્રત્યક્ષ મુક્તાક્ષર પુરૂષોત્તમની જય સાચા અર્થમાં બોલાણી હતી.

બોલો…પ.પૂ.જ્યોતિબેન અમર રહો !….

{gallery}images_in_articles//newsletter/2018/Aug/22-08-18 P.P.JYOTIBA ASTHI PUSHPA VISHARJAN UND NADI RAJKOT MANDA{/gallery}

 

(૫) તા.૨૬/૮/૧૮ રક્ષાબંધન

 

રક્ષાબંધન એટલે મહામૂલો અમૂલો પર્વ ! પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય પ્રેમ અને જતનથી ગુણાતીત સમાજમાં આત્માની એકતાના અનુબંધનનો આ ઉત્સવ. બહેનોએ સૌના તન-મન-ધન-આત્માની રક્ષા થાય તે હેતુથી રક્ષા ગૂંથી ને મહાપૂજા કરી આપને અર્પણ કરી છે. આપણાં સૌની એક અભિલાષા..

 

એકમના થઈ પ્રભુનું કાર્ય પ્રભુની રીતે જ થાય એ સંપ.

નિર્દોષભાવ ખંડિત થાય ત્યાં પોતાનો જ દોષ માનીએ એ સુહ્રદભાવ.

હું પ્રભુનો ને સૌ પ્રભુના એ ભાવના અખંડ રહે તે એકતા.

આ પ્રાર્થના આપણા સહુના જીવનમાં સાકાર થાય એવી ગુરૂહરિ અને ગુરૂ સ્વરૂપોના ચરણોમાં આજના શુભ દિને યાચના.

{gallery}images_in_articles//newsletter/2018/Aug/26-08-18 RAKSHABANDHAN{/gallery}

 

(૬) તા.૨૮/૮/૧૮ હીંડોળા પૂર્ણાહુતિ

 

આજે હીંડોળા ઉત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં સભા કરી હતી. સભામાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પ્રથમ તો આ ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કે અમારા હૈયાના હીંડોળામાંથી ક્યારેય ઉતરતા નહીં. આપણા હૈયાના હીંડોળે બેઠા હોય તેને થોડા થોડા વખતે કહેવું પડે. ઘણા હીંડોળામાં કીચુડ કીચુડ અવાજ આવે ત્યારે તેલ પૂરવું પડે છે. તેમ આપણા હૈયાના હીંડોળામાં પણ એવું છે. ભગવાન એને ચોખ્ખું કરી રહ્યા છે. આપણા ભગવાન મનોહર છે. એમાં આપણું ચિત્ત ચોંટી ગયું છે. આજે આ હીંડોળામાંથી તો ઉતારશું, પણ હૈયાના હીંડોળામાં એવા ઝૂલાવવા છે કે ક્યારેય ઉતરે જ નહીં. આજે હીંડોળામાંથી હેતથી ઉતારીએ છીએ. પણ હૈયામાંથી નથી ઉતારવા એવી પ્રાર્થના કરીએ છીએ. આપણે એમને અનુકૂળ રહીએ. ભજન-પ્રાર્થના-માહાત્મ્યથી સેવા કરીએ. એવું ગુરૂહરિ પપ્પાજી આપણને બળ આપે જેથી હૈયામાંથી ક્યારેય ઉતરે જ નહીં. 

 

સભા બાદ હીંડોળા બનાવવાની સેવામાં જે જે બહેનોએ ભાગ લીધો હતો તે બહેનોને ગુરૂહરિ પપ્પાજીની હીંડોળાની મૂર્તિ (ફોટો) સ્મૃતિભેટ રૂપે પ.પૂ.દીદીએ આપ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2018/Aug/28-08-18 HINDOLA PURNAHUTI{/gallery}

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. પ.પૂ.દેવીબેન લંડનમાં વિધ વિધ ઉત્સવો કરી ત્યાંના હરિભક્તોને ખૂબ ખૂબ લાભ આપી તા.૫મીના વહેલી સવારે સુખરૂપ વિદ્યાનગર જ્યોતમાં પધારી ગયાં છે. તેમની તબિયત પણ સરસ છે. સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના નિરામય સ્વાસ્થ્ય માટે આપણે ભજન-પ્રાર્થના કરીએ. આપ સહુ પણ કરતાં જ હશો. રાજી રહેશો. ફરીથી મળીશું ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય સપ્ટેમ્બર મહિનાની સ્મૃતિ સાથે. આવજો…

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !