સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
અહીં આપણે તા.૧૬/૭/૧૪ થી તા.૩૧/૭/૧૪ દરમ્યાન જ્યોતમાં તથા જ્યોતશાખા મંદિરોમાં થયેલ ઉત્સવ ભક્તિની સ્મૃતિ માણીશું.
(૧) તા.૧૬/૭/૧૪ થી
જ્યોતમાં બહેનોની મંગલ સભામાં સાધક બહેનોએ બનાવેલા ભજનોની સમજૂતીરૂપે પ્રવચનનું આયોજન પ.પૂ.દેવીબેનની પ્રેરણાથી શરૂ થયું. ઓહોહો ! તેમાં ખૂબ જ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હતો. પ્રત્યક્ષના ઉપાસક એવા ર્દષ્ટાવાળા કવિત્રીનાં અંતરમાંથી નીકળેલું ભજન સામાન્ય નથી હોતું પણ સાધના દરમ્યાનના હ્રદયેશ્વર ઉપર લગાડેલ ભાવ, મહિમા કે પ્રાર્થના વહી હોય અને ભજન બન્યું હોય છે તે ભજનની સમજૂતીનો સાર આપણે આ પખવાડિયાની જ્યોતની જ્ઞાન ગોષ્ટિરૂપે અહીં જોઈએ.
તા.૧૬/૭ ની મંગલ સભામાં પૂ.હર્ષાબેન પટેલે સ્વરચિત ભજન સમજાવ્યું હતું. “આવ્યા જીવનમાં પ્રાણ પ્યારા હે પરમ…”
એમની વાણીનો સાર – આપણે બધા અહીં કૃપામાં આવ્યા છીએ. મને તો મા–બાપના સંકલ્પથી ગુરૂહરિ પપ્પાજી અને આ ગુરૂઓની પ્રાપ્તિ થઈ છે. ગુરૂહરિ પપ્પાજીએ મને આજ્ઞા આપી કે, “જ્યારે જ્યારે હું જ્યોતમાં આવું ત્યારે ભજન ગાવા માટે આવી જવાનું.” એ ભજન ગાવાથી ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી હઠ, માન, ઈર્ષામાંથી બહાર આવી ગયા. ખરેખર એમની કૃપામાં ફાવી ગયા. સાચો આત્માનો આનંદ આપ્યો. આપણા અંગે મૂર્તિનું ચિંતવન કરીએ તેવું કરી આપ્યું છે. આપણાં બધા મનોરથ (હિતમાં હોય તેવા મનોરથ) ગુરૂહરિ પપ્પાજીએ પૂરાં કર્યા છે. તમે ધીરજ રાખો. ભગવાનના ચરણે મૂકો. ભગવાન તમારા મનોરથ પૂરાં કરશે જ.
ગુરૂહરિ પપ્પાજીએ પ્લે વે મેથડમાં જ્ઞાન આપ્યું છે. તેમાંથી એક પણ શબ્દ તણખો થઈ જાય તો મારી સાધનામાં સુખે સુખે પ્રગતિ થાય છે. ગુરૂહરિ પપ્પાજીના મૌનમાં પણ દિવ્ય આંદોલનો સ્પર્શે છે. અને મૂર્તિથી સભર કરે છે. ગુરૂહરિ પપ્પાજીના સ્મરણથી આપણે આપણાપણું મૂકી શકીએ છીએ. આપણે ગુરૂના વચન પ્રમાણે જીવવું છે. ગુરૂહરિ પપ્પાજી આપણા માટે પ્રત્યક્ષ જ છે. અખંડ ગુરૂહરિ પપ્પાજીમાં જ જોડાયેલા રહીએ એવું જતન ગુરૂઓ કરે છે. આપણે ગુરૂનો વિશ્વાસ સંપાદન કરવો છે. ગુરૂ આપણા પર શાસન કરી શકે. આપણને કહી શકવા જોઈએ. અખંડ દિવ્યભાવમાં રહીએ. મૂર્તિમાં રહીએ. સ્મૃતિના ચોપડા(અંતરના) ખોલીએ. જ્યાંથી મહિમા મળે ત્યાંથી લઈએ. એકોએક મુક્તના ગુણ વિચારીએ. આમ, સુખ, શાંતિથી ભગવાન ભજીને તમારામાં રહીએ. આપનું કાર્ય બની રહીએ તેવી પ્રાર્થના ધરી હતી.
તા.૧૭/૭/૧૪ ના રોજ મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધાં. ત્યારબાદ પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયાએ સ્વરચિત ભજન સમજાવ્યું હતું. “અમે મન ભરીને
નીરખ્યા…” પ્રત્યક્ષની નિષ્ઠાવાળું આખું કુટુંબ અને તેમાં ઉછરેલ પૂ.પ્રતિક્ષાબેન કે જેમને નાનપણથી જ્યોતનો જોગ હતો. એવા પૂ.પ્રતિક્ષાબેનનું ભજન જ પ્રત્યક્ષ ઉપરનું હતું. સબીજ અનુભવજ્ઞાનવાળી વાત ભજનમાં અને ભજન સમજૂતીમાં હતી.
તા.૧૮/૭/૧૪ ના રોજ મંગલસભામાં અને ૧૯/૭ના રાત્રિ સભામાં પૂ.ડૉ.નીલમબેને સ્વરચિત ભજન “આ કેવી અનોખી પ્રીતિ” સમજાવ્યું હતું. હ્રદયમાંથી નીકળેલા અનુભવના
ઉદ્દગારો આ ભાવુક, સાહિત્યકાર છતાંય ડૉક્ટર, ભક્તહ્રદયના એવા પૂ.ડૉ.નીલમબેનનું ભજન અને વાતુમાંથી નીતરતા નીકળતા હતાં.
તા.૧૮/૭ ના મંગલ સભામાં પૂ.પુષ્પાબેન આર. પટેલે “આજ આવ્યો આંગણિયે…” પ.પૂ.બેન ઉપર ભજન બનાવેલું તે સમજાવ્યું હતું. પ.પૂ.બેનની ર્દષ્ટિમાં આવેલ વરણાગી
ચૈતન્યને પ.પૂ.બેને કેવી રીતે આગળ લીધું તે અનુભવની વાત તેમની વાણીમાં હતી.
તા.૧૯/૭ના મંગલ સભામાં પૂ.નલિનીબેન જોલાપરાએ સ્વરચિત ભજન “અંતરતલમાં વસનારા વ્હાલા વિભૂની આ છે વાત” સમજાવ્યું હતું. જો કે એ ભજન જ સમજાય તેવું હતું.
જેમાં પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીની સર્વોચ્ચ નિષ્ઠાનો મહિમા ઉપસી આવે છે. એવું આદર્શ ભજન છૂપા રત્ન એવા તારક સ્વરૂપ પૂ.નલિનીબેને સમજાવ્યું હતું. તેમાં ગુરૂહરિ પપ્પાજી
પૂ.તારાબેનની જૂની સ્મૃતિઓ પણ આવરી લીધી હતી.
તા.૨૧/૭ ના મંગલ સભામાં પૂ.નીમુબેન દાડિયાએ સ્વરચિત ભજન “સંત સ્વરૂપે મળ્યા..” એ સમજાવ્યું હતું. આફ્રિકાથી પ.પૂ.બેનની સાથે ૧૯૬૫માં ભગવાન ભજવા આવેલા આ
જૂના જોગી પૂ.નીમુબેને જૂની સ્મૃતિની વાતો સાથે ભજનની સમજૂતી આપી હતી. પ.પૂ.દીદીની પ્રેરણા આજ્ઞાથી ગદ્યને પદ્યમાં ઢાળ્યું હતું.
તા.૨૨/૭ના મંગલ સભામાં પૂ.જાગૃતિબેને સ્વરચિત ભજન મીઠા સ્વરે ગાયું હતું. સમજાવ્યું હતું. “પલ પલ પલકે આંખડી…” એ ભજન ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિને ૪૦ કવિએ
ભજન બનાવેલ ત્યારે આ ભજન પ્રત્યક્ષની અનુભૂતિનું પૂ.જાગૃતિબેને બનાવેલું તે આજે સમજાવ્યું હતું.
તા.૨૩/૭ ના મંગલ સભામાં પ.પૂ.દીદીના વારસ કવિત્રી પૂ.હરણાબેન દવે એ “મૂર્તિ ભરી છે દિલમાં…” એ ભજન બનાવેલું. તે આજે ખૂબ સરસ સ્મૃતિગાન સાથે સમજાવ્યું હતું.
તા.૨૪/૭ ના મંગલ સભામાંપ.પૂ.દીદીના વારસ કવિત્રી પૂ.ઝરણાબેન (પૂ.સ્મૃતિબેન) દવે એ સ્વરચિત ભજન “જોઈ મદમસ્ત ચાલ તમારી…” એ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે
સમજાવ્યું હતું. પૂ.ઝરણાબેને ઘણા ભજનો બનાવ્યા છે. તેમાંય નંદ કવિઓના ભજનોના જૂના રાગ પરથી પ્રત્યક્ષની સ્મૃતિ, પ્રત્યક્ષની નાની નાની ક્રિયા, અંગ ઉપાંગની સ્મૃતિ ખડી કરી દેતાં ભજનો “અનુરાગના સંગીત” નામની આખી સીરીઝ (C.D) તૈયાર કરેલ છે. તેમાંનુ આ ભજન આજે સમજાવ્યું હતું. ગુરૂહરિ પપ્પાજી ચાલતા સદેહે પધારી રહ્યાં છે. તે સ્મૃતિ ખૂબ ગૂઢ રીતે તાર્દશ્ય આ ભજન દ્વારા કરી હતી.
તા.૨૫/૭ ના રોજ રાત્રિ સભામાં પૂ.દીનાબેન શાહે સ્વરચિત ભજન “તારું છે જીવન યોગી અર્થે..” ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય પર્વે ૪૦ કવિત્રીઓ એ બનાવેલ આ ભજન પ્રત્યક્ષ પર બનાવેલ તે આજે પૂ.દીનાબેને સમજાવ્યું હતું. લંડનના બુધ્ધિશાળી પૂ.દીનાબેન. આ જ્યોતમાં આવી કેવળ નિર્દોષબુધ્ધિ રાખી કોઈનુંય જોયા વગર પડી રહે તેને ગુરૂહરિ પપ્પાજી પ્રાપ્તિ કરાવે છે. તેનું સાકાર ર્દષ્ટાંત આ પૂ.દીનાબેન છે.
આમ, આ પખવાડીયામાં ૧૦ ભજનો બહેનોએ સમજાવ્યા હતાં.જેની વિગતે સમજૂતી લખવી અહીં શક્ય નથી. તેથી ટૂંકમાં સ્મૃતિ સ્વીકારશોજી. આ બધી બહેનોએ જે ભજન સમજાવ્યા તે બધી બહેનોની પ્રાપ્તિ બોલતી હતી. તે બહેનોમાં રહીને ગુરૂહરિ પપ્પાજી વાત કરતાં હતાં. તે અનુસંધાને પૂ.પુષ્પાબેનના ભજન સમજાવ્યા બાદ પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં કે, “ગુરૂહરિ પપ્પાજીએ તો કાંઈ કાર્ય કર્યું છે. ! કાર્ય કર્યું છે ! કેવા કેવા મહામુક્તોને અહીં લાવીને મૂકી દીધા છે. ઓહોહો ! આ પ્રાપ્તિ થઈ છે. મહિમાના જ વિચારો કર્યા કરવા. પ્રાપ્તિનો આનંદ કર્યા કરીએ. તે જોઈ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન ખૂબ રાજી થાય. ધ્યેય સિધ્ધ થાય ! હે ગુરૂહરિ પપ્પાજી ! હે પ.પૂ.બા ! હે પ.પૂ.બેન ! હે સર્વે સ્વરૂપો અમને એવું જીવવા ખૂબ બળ આપજો.” આમ, પ્રાર્થનારૂપે પ્રાપ્તિના મહિમાની વાતો કરીને સહુને ધન્ય કર્યા હતાં. આશીર્વાદ આપ્યા હતાં.
(૨) તા.૧૯/૭/૧૪ આજે મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા બાદ ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીને અનુરૂપ પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા હતા. અને એક નાની વાર્તા કરીને ગુણાતીત જ્ઞાન પીરસ્યું હતું. તે વાર્તા અને સાર અહીં માણીએ.
વાર્તા – એક આશ્રમમાં એક ગુરૂ પાસે શિષ્યો ભણવા જતા’તા. એમાં ત્રણ શિષ્યોનો અભ્યાસ પૂરો થયો. એટલે ગુરૂની આજ્ઞા લઈ ઘરે જવા નીકળતા હતાં. ગુરૂ કહે, કાલે જજો.
બીજા દિવસે ત્રણેય શિષ્યો ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કંટક માર્ગ આવ્યો. કાંટાની વાડ આવી. બહુ કાંટા હતાં. એક શિષ્ય કૂદકો મારીને નીકળી ગયો. બીજા શિષ્યે કાંટા આઘાપાછા કરી–ખસેડીને નીકળી ગયો. ત્રીજા શિષ્યને થયું આ કાંટા બધાને જતાં આવતાં વાગશે. એટલે ત્યાંથી સાફસૂફી કરીને પછી નીકળ્યો. ત્યાં ગુરૂ સામે આવીને ઉભા રહ્યાં હતાં. ત્રીજા શિષ્યને પૂછ્યું તું કેમ મોડો આવ્યો ? તો એ કહે કે, “હું રસ્તામાં કાંટા આવ્યા તે સાફ કરીને રસ્તો ચોખ્ખો કરીને આવ્યો તેથી મોડું થઈ ગયું. ગુરૂ એના પર રાજી થઈ ગયા. અને કહ્યું, આણે મારું જ્ઞાન પચાવ્યું છે. એને ઘરે જવા દીધો અને બીજા શિષ્યોને કહે, તમે બે પાછા મારી સાથે ચાલો.
એમ આપણે ગુરૂના વચન પ્રમાણે મુક્તોનું માહાત્મ્ય સમજીએ. સંબંધવાળાને ભગવાનનું સ્વરૂપ માની એને શી જરૂર છે ? એ રીતે સેવા કરી લઈએ. આપણે ભગવાનમાં રહી બીજાને ભગવાન આપી શકીએ. એવી પ્રસન્નતાના પાત્ર બની રહીએ. એ જ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેનના ચરણોમાં પ્રાર્થના.
(૩) તા.૨૦/૭/૧૪ રવિવાર
જ્યોતના બહેનોની શિબિર સભા બે વિભાગમાં થઈ હતી. સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ પરમ આનંદ ગ્રુપના બહેનોની તથા રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ આનંદ ગ્રુપની સભા જ્યોત મંદિરમાં થઈ હતી. જેમાં પ.પૂ.જશુબેને તથા પૂ.મનીબેને જ્ઞાન ગોષ્ટીમાં લાભ આપ્યો હતો.
(૪) તા.૨૩/૭/૧૪ બુધવાર પ.પૂ.સોનાબાનો (તારીખ પ્રમાણે) ૧૦૮મો પ્રાગટ્યદિન
પ.પૂ.જ્યોતિબેને આજે સૌરાષ્ટ્રમાં વિચરણમાં હતાં. ત્યાંથી આદેશ આપ્યો કે, “આજે પ.પૂ.બાનો પ્રાગટ્યદિન છે તો ૧૦૮ દીવાની આરતી બહેનો કરે.” પ.પૂ.જ્યોતિબેન આજે સવારે અજાબ આવેલા. ત્યાં ૮ દીવાથી પ.પૂ.બા સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનનું સ્વાગત પૂ.ડહીબા રતનપરાના કુટુંબના મુક્તોએ કરી ધન્યતા અનુભવી હતી. તથા પ.પૂ.જ્યોતિબેન બપોર પછી જૂનાગઢ બુધવારની સભામાં પધાર્યા અને પ.પૂ.બા ના મહિમાની જૂની જૂની ઘણી સ્મૃતિ મહિમાની વાતો કરી હતી. અને તે મંડળના મુક્તોએ ૧૦૮ દીવાની આરતી ઉતારી હતી. પ.પૂ.બાના પ્રાગટ્યદિનનો પ્રત્યક્ષ આનંદ માણ્યો હતો.
વિદ્યાનગર જ્યોતમાં પૂ.દયાબેનના આયોજન મુજબ ૧૦૮ વિધવિધ સુશોભિત આરતી દ્વારા બહેનોએ સંધ્યા આરતીનો લાભ લીધો હતો. તથા પ.પૂ.બાની આજ્ઞા મુજબ OII કલાક સમૂહ ધૂન કરી હતી. તથા રાત્રિ સભામાં પ.પૂ.બાના માહાત્મ્યના ભજનો બહેનોએ સમૂહમાં ગાયા હતાં. પૂ.કલ્પુબેન દવે એ પ.પૂ.બાના મહિમાગાનમાં લાભ આપ્યો હતો. આ રીતે આજે પ.પૂ.બાના પ્રાગટ્યદિનની ઉજવણી સ્થાનિક સભામાં કરીને બ્રહ્માનંદનુ સુખ અનુભવ્યુ હતું.
{gallery}images_in_articles//newsletter/2014/July/23-07-14 p.p.sonaba pragtyadin aarti/{/gallery}
(૫) તા.૨૯/૭/૧૪ શ્રાવણ સુદ–૨ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.સોનાબાની ૧૦૮મી જયંતિની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં બહેનો–ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય રીતે દિવ્ય રીતે થઈ હતી. ઓહોહો ! બા એટલે બા ! એવા ભવ્ય ઉદ્દગારો–ભાવો આપમેળે સહુનાય અંતરમાંથી વહેતા રહ્યાં હતાં.
‘બા’ શબ્દનું સુશોભન ૧૦૮ નંગ ફૂલોથી કર્યું હતું. વળી, તેમાં ઠાકોરજીના હીંડોળા પણ બિરાજમાન હતાં. આહ્વાન, સ્વાગત, ભજન બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદથી સભાનો પ્રારંભ થયો હતો. જેમાં પ.પૂ.બાના જીવન દર્શન અને મહિમાની ખૂબ સરસ વાતો કરી હતી.
પ.પૂ.જસુબેન, પ.પૂ.જ્યોતિબેન, પૂ.ડૉ.નીલમબેને પણ પ.પૂ.બાના જીવનની પ્રેક્ટીકલ દાખલાઓ સાથે સરસ માહાત્મ્યનો લાભ આપ્યો હતો.
આજની સભામાં વિશેષ ‘બા’ શબ્દ હતો. સભા સંચાલકે ગુરૂહરિ પપ્પાજીનો એક હસ્ત લેખિત લેખ કે જેમાં ‘બા’ શબ્દ વારંવાર હતો. તે લેખમાંથી થોડું થોડું વાંચન કરી, પ.પૂ.બાના ભજનોમાંથી એક પંક્તિ ગાઈને નવા વક્તાની વારી ડીકલેર કરતા હતાં. આમ, ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બાની સિધ્ધાંતિક સ્મૃતિ થતી રહેતી હતી.
અંતમાં પ.પૂ.બાના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ સભાનું સમાપન થયું હતું. આજના આ સમૈયાના પ્રેક્ટીકલ દર્શન આપ સહુએ વેબસાઈટ પર માણ્યા હશે. જેથી તે અંગે વિગતે વધારે નથી લખ્યું.
{gallery}images_in_articles//newsletter/2014/July/29-07-14 p.p.sonaba pragtyadin sabha/{/gallery}
(૬) હીંડોળા દર્શન
હાલ ઠાકોરજીના હીંડોળા ચાલે છે. અઠવાડિયે બે વાર અવનવા હીંડોળાના દર્શન થાય છે. આમ, નવા શણગારમાં શ્રી ઠાકોરજી–ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરી પ્રાર્થનાના ભાવો પણ ઉમેરે છે. પ્રભુકૃપામાં પણ સર્વે સ્વરૂપો સાથેના હીંડોળા દર્શન પણ સુલભ છે. આપને પણ અવારનવાર તે સર્વે દર્શન “પ્રભુકૃપા દર્શન” વેબસાઈટ પર થતા હશે. તે હીંડોળા દર્શન સમૂહમાં અહીં પણ માણીશું.
{gallery}images_in_articles//newsletter/2014/July/hindola/{/gallery}
(૭) આપણે જાણીએ છીએ તેમ મહાપૂજાના સુવર્ણપર્વ નિમિત્તે મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. તેની પૂર્ણાહુતિ નિમિત્તે જ્યોત તથા જ્યોતશાખાઓ, મંડળોમાં સમૂહ મહાપૂજા કરાવવા જાય છે. અને ભાઈઓમાં પૂ.ઈલેશભાઈ અને મોટેરા ભાઈઓ મહાપૂજા કરાવવા જાય છે.
–જ્યોતમાં સાધક બહેનોની આધ્યાત્મિક ગ્રુપવાઈઝ મહાપૂજાનં આયોજન આ પખવાડિયા દરમ્યાન થયું તે સ્મૃતિ માણીએ.
૧. તા.૨૭/૭/૧૪ રવિવાર ‘અમૃત ગ્રુપ’ ની બહેનો તથા ‘પૂર્ણિમા ગ્રુપ’ના કર્મયોગી બહેનોએ પ.પૂ.જ્યોતિબેન, પૂ.મધુબેન સી., પૂ.લીલાબેન દેસાઈના યજમાન પદ હેઠળ મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે ભવ્ય રીતે પંચામૃત હૉલમાં સમૂહ મહાપૂજા થઈ હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.મધુબેન સી. એ આશિષ લાભ આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/July/27-07-14 Amrutgroup mahapooja/{/gallery}
૨. તા.૨૮/૭/૧૪ સોમવાર આજે પૂર્ણિમા ગ્રુપના બહેનોએ પ.પૂ.દેવીબેન, પૂ.દયાબેનના યજમાન પદે મહાપૂજા કરી હતી. પ.પૂ.દેવીબેન, પૂ.દયાબેન અને પૂ.ડૉ.નીલમબેને આશિષ લાભ આપ્યો હતો.
(૩) તા.૩૦/૭/૧૪ બુધવાર
આજે B4 ગ્રુપના બહેનો મહાપૂજા પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે તથા પૂ.રમીબેનના યજમાન પદે થઈ હતી. અને પૂ.રમીબેન તથા પૂ.મણીબેને આશીષ લાભ આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/July/30-07-14 B4 Group mahapooja/{/gallery}
(૪) તા.૩૧/૭/૧૪ ગુરૂવાર
આજે B2 ગ્રુપના બહેનોએ પ.પૂ.જશુબેન, પૂ.મનીબેનના યજમાન પદે તથા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે મહાપૂજા કરી હતી અને પ.પૂ.જશુબેન અને પ.પૂ.મનીબેને આશીષ લાભ આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/July/31-07-14 B2 group mahapooja/{/gallery}
આ પખવાડીયામાં ચાર વિભાગમાં સાધક બહેનોની મહાપૂજાનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. અને બાકીના ગ્રુપની મહાપૂજાના દર્શન આવતા પખવાડીયે કરીશું.
જ્યોત શાખાઓમાં ગૃહસ્થ બહેનોએ મહાપૂજા મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે કરી હતી. તે સ્મૃતિ દર્શન ટૂંકમાં માણીએ.
૧. તા.૨૨/૭/૧૪ એકાદશીના શુભદિને અમદાવાદ જ્યોતના મહીલા મંડળની સભાના મુક્તોએ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.ઈન્દુબા, પૂ.મનીબેન, પૂ.રમીબેન, પૂ.નીમુબેન દાડિયાના સાંનિધ્યે ખૂબ ભવ્ય રીતે મહાપૂજા કરી હતી. અને તે સદ્દગુરૂ સ્વરૂપોએ સરસ આશિષ લાભ આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/July/22-07-14mahapooja photo a’bad/{/gallery}
૨. તા.૨૬/૭/૧૪ વડોદરા મંડળના મુક્તોએ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ માં બે વિભાગમાં મહાપૂજા કરી હતી. વિદ્યાનગરથી સદ્દગુરૂઓ તથા પૂ.ઈલેશભાઈ અને મોટેરા ભાઈઓ વડોદરા મહાપૂજા કરાવવા ગયા હતાં.
– ભાઈઓમાં પૂ.ઈલેશભાઈ, પૂ.દવે સાહેબે મહાપૂજા કરી લાભ આપ્યો હતો. બહેનોમાં પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પૂ.નીલમબેન, પૂ.નીનાબેન, પૂ.કલ્પુબેન મહાપૂજા માટે ગયા હતાં અને સરસ લાભ પણ આપ્યો હતો.
૩. તા.૨૮/૭/૧૪ શાખા મંદિર નરોડા જ્યોતમાં બહેનોની મહાપૂજા સાંજે ૪.૦૦ થી ૭.૦૦ માં પૂ.મંદાબેનના સરસ આયોજન મુજબ થઈ હતી. વિદ્યાનગરથી પૂ.તરૂબેન, પૂ.નીમુબેન દાડિયા અને બહેનો નરોડા જ્યોતમાં મહાપૂજાના કાર્યક્ર્મમાં ગયા હતાં અને કથા ગોષ્ટિનો પણ સરસ લાભ આપ્યો હતો.
૪. તા.૨૯/૭/૧૪ શાખા મંદિર નડિયાદ જ્યોતમાં સાંજે ૪.૦૦ થી ૭.૦૦ પૂ.હંસાબેન પાવાગઢીના સુંદર આયોજન મુજબ મહાપૂજા ‘પ્રસાદ રજ’ મંદિરમાં કરી હતી. વિદ્યાનગરથી પૂ.મનીબેન, પૂ.ઉર્મિબેન પટેલ અને બહેનો મહાપૂજાના કાર્યક્ર્મ નિમિત્તે નડિયાદ ગયા હતાં અને કથા ગોષ્ટિનો પણ સરસ લાભ આપ્યો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/July/29-07-14 NADIYAD JYOT MAHAPOOJA BEHNO/{/gallery}
(૩) ગુણાતીત પ્રકાશના મોટેરા ભાઈઓએ જ્યોત શાખા મંદિરે તથા મંડળોમાં જઈ મહાપૂજા અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે ભાઈઓના વિભાગમાં મહાપૂજા કરી હતી અને કથા–ગોષ્ટિનો પણ સરસ લાભ આપ્યો હતો.
૧. તા.૧૯/૭/૧૪ નડિયાદ જ્યોતમાં ભાઈઓએ સાંજે મહાપૂજા કરી હતી. વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવે અને ભાઈઓ મહાપૂજા માટે નડિયાદ ગયા હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/July/19-07-14 NADIYAD MAHAPOOJA BHAIO/{/gallery}
૨. તા.૨૭/૭/૧૪ ના નરોડા મંડળના ભાઈઓની મહાપૂજા કરાવવા અત્રેથી પૂ.આચાર્ય સ્વામી અને સંતો પધાર્યા હતાં અને સરસ મહાપૂજા અને સભા થઈ હતી.
{gallery}images_in_articles//newsletter/2014/July/27-07-14 naroda mahapooja bhaio/{/gallery}
૩. તા.૨૯/૭/૧૪ ના રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ સુરત મંડળના યુવક મંડળની મહાપૂજાનું આયોજન ‘ગુણાતીત ધામ’ ના હૉલમાં થયું હતું. સુરતના ગુણાતીત પ્રકાશના મોટેરાં ભાઈઓ પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈ હાલ લંડન પધાર્યા હોવા છતાંય વારસ પૂ.નિલેશભાઈ, પૂ.ચેતનભાઈ વગેરે ભાઈઓના સાંનિધ્યે ખૂબ સરસ મહાપૂજા ભાઈઓએ કરી હતી.
{gallery}images_in_articles//newsletter/2014/July/29-07-14surat mahapooja/{/gallery}
૪. તા.૩૦/૭/૧૪ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ રાજકોટ જ્યોતમાં ભાઈઓની મહાપૂજાનું આયોજન થયું હતું. વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ અને પૂ.દવે સાહેબ અને ભાઈઓએ રાજકોટ ગયા હતાં અને ત્યાંથી બીજા દિવસે માણાવદર ગયા હતાં.
{gallery}images_in_articles//newsletter/2014/July/30-07-14 RAJKOT Mahapuja BHAIO/{/gallery}
૫. તા.૩૧/૭/૧૪ ના સાંજે ૪.૦૦ થી ૭.૦૦ માં માણાવદર જ્યોતમાં ભાઈઓની મહાપૂજાનું આયોજન પૂ.ફુવા, પૂ.અતુલભાઈ અને બહેનોએ મળીને કર્યું હતું.
{gallery}images_in_articles//newsletter/2014/July/31-07-14 MANAVADAR MAHAPOOJA BHAIO/{/gallery}
આમ, મહાપૂજા અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તેની મહાપૂજાઓ ઠેર ઠેર થઈ હતી. હજુ પણ ચાલુ છે. જે ફરીના પખવાડિયાની સ્મૃતિમાં જોઈશું. દરેક મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતાં. તથા મોટેરાં ભાઈઓએ પ્રાસંગિક ગુણાતીત જ્ઞાન ગોષ્ટિનો લાભ આપી સહુનેય ધન્ય કર્યા હતાં. વિધ વિધ રીતે છતાંય એક સ્વરૂપલક્ષી રહી આધ્યાત્મિક પ્રશાંત ઉત્સવો થઈ રહ્યાં છે. છેલ્લે મહાપ્રસાદ સાથે રહી લઈને વિખૂટા પડ્યા હતાં.
આ રીતે આખું પખવાડિયું સર્વે મુક્તો ભક્તિભાવથી ભીંજાતા રહ્યાં હતાં. વળી, વરસાદ પણ ખૂબ વરસ્યો. તેથી ભીંજાતા, હરખાતા, શ્રાવણી આહલાદક ખુશનુમાં વાતાવરણને માણતા હતાં. અત્રે સહુ સ્વરૂપો મુક્તોની તબિયત સરસ છે. આપ સહુને અહીંથી સર્વના ઘણાં હેતપૂર્વક જય સ્વામિનારાયણ.
એજ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !