Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 To 31 Jul 2015 – Newsletter

IMG 1060

સ્વામિશ્રીજી 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

અહીં આપણે તા.૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોતમાંજ્યોતશાખા મંડળોમાં થયેલ સમૈયા ઉત્સવ કે ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ માણીશું.

() તા.૨૩//૧૫ .પૂ.સોનાબાનો ૧૧૧મોપ્રાગટ્યદિન

તારીખ મુજબ .પૂ.સોનાબાનો આજે પ્રાગટ્યદિન હતો. જ્યોતની મંગલ સભામાં  ધ્વનિમુદ્રિત .પૂ.બાના

આશીર્વાદ લીધા હતાં. તથા .પૂ.બાના મહાત્મ્યગાનમાં પૂ.ડૉ.નિલમબેને લાભ આપ્યો હતો. રાત્રિ સભામાં .પૂ.બાના મહાત્મ્યના ભજનો ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ગાયા હતાં. આમ, .પૂ.બાના મહિમામાં દિનભર રહ્યા હતાં. .પૂ.બાના પ્રાગટ્યદિનનો સમૈયો તા.૧૬//૧૫ શ્રાવણ સુદ૨ના રોજ છે તે ભેગા મળી ઉજવીશું.

() તા.૨૪//૧૫ પૂ.લલીતાબેન પોપટની અસ્થિવિસર્જનની મહાપૂજા

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત મંદિરમાં .નિ.પૂ.લલીતાબેન રતિભાઈ પોપટની અસ્થિ વિસર્જન નિમિત્તેની મહાપૂજા પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવથી કરી હતી.

પૂ.લલીતાબેનના સંતાનોમાં કુટુંબીજનો, સગાંસંબંધીએ પોપટ પરિવારના સર્વે અક્ષરમુક્તો આજની મહાપૂજામાં પધાર્યા હતાં. .પૂ.દીદી, .પૂ.જશુબેન અને સદ્દગુરૂ A ના સાંનિધ્યે પૂજનથાળઆરતીનો ભક્તિભાવ સાથેની મહાપૂજાનો લાભ સહુએ માણ્યો હતો.

.પૂ.દીદીએ પ્રાસંગિક માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપ્યા હતાં. જૂના જોગી એવા પોપટ પરિવારની શરૂઆતથી માંડીને પાયાની મહિમાગાનની વાતો કરી ગુરૂહરિ પપ્પાજી.પૂ.બેન અને સ્વરૂપોના કાર્યની સ્મૃતિ કરાવી હતી.

{gallery}images_in_articles//newsletter/2015/July/24-07-15 p.Lalita ba popat mahapooja/{/gallery}

૧૯૬૭ની સાલમાં આખું પોપટ કુટુંબ આફ્રિકાથી ભારત આવ્યું. એમનો સત્સંગ, સંસ્કાર અને સુહ્રદભાવ કુટુંબની વિશેષતા છે. આખી જીંદગી સત્સંગપ્રધાન જીવન જીવી પૂ.લલીતાબેન અક્ષરધામ નિવાસી થયા. તેઓના કલ્યાણમાં કોઈ ખામી નથી. સુખ, શાંતિ તેમને છે . પણ નજીકના સંબંધીઓને દુઃખ અવશ્ય લાગે. ભેગા મળી મહાપૂજા કરી અસ્થિ વિસર્જન કરશે. પૂ.લલીતાબેન રતિભાઈનો સત્સંગનો વારસો સવાયો રાખો. એવા બળ, બુધ્ધિ અને શક્તિ અર્પો એવી હે સ્વામિનારાયણ ભગવાન, ગુરૂહરિ પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.બા, .પૂ.બેન અને સહુ ગુણાતીત સ્વરૂપોના ચરણે પ્રાર્થના કરીએ છીએ.

આમ, .પૂ.દીદીએ સહુ વતી રૂડા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પોપટ કુટુંબને ગમતા ભજનો સાંભળવાની ઈચ્છા હતી. પરમ સૂરવૃંદના બહેનોએ ભજનો ગાયા. અંતમાં પૂ.ઈલેશભાઈએ પણ એક ભજન ગાયું હતું. આમ, ભજનભક્તિથી પૂ.લલીતાબેનને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

() તા.૨૪//૧૫ રાખડીની મહાપૂજા

આજે સાંજે .૩૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં રક્ષાશક્તિ પ્રસાદીની મહાપૂજા થઈ.

રક્ષાબંધન આવી રહી છે. ત્યાગી બહેનોએ જપયજ્ઞ કરતા કરતા ગુણાતીત સમાજના સર્વે મુક્તો માટે જાતે રાખડી બનાવી તૈયાર કરેલી. તે આજે શ્રી ઠાકોરજી સન્મુખ ગુરૂહરિ પપ્પાજી સન્મુખ પ્રસાદીની કરવા ધરી હતી. જાણે બરફના નાના ડુંગર હોય તેવું સુંદર દર્શન હતું. પૂ.કલ્પુબેન દવે અને બધા બહેનોએ .પૂ.દીદી, .પૂ.જશુબેન, .પૂ.પદુબેન અને સદ્દગુરૂ A ના સાંનિધ્યે મહાપૂજા કરી હતી. ત્યારબાદ રક્ષા સંદર્ભે રાખડીની ગુરૂહરિ પપ્પાજીની જૂની સ્મૃતિ સાથે આશીર્વાદ .પૂ.જશુબેને, .પૂ.પદુબેન અને અંતમાં .પૂ.દીદીએ આપ્યા હતાં. તેમાં બે સ્મૃતિની વાત કરી.

૧૯૬૬ની સાલમાં તારદેવ રક્ષાબંધનના દિવસે સવારે પૂ.મહેન્દ્રભાઈ ગાંધી આવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ તેઓને પૂછ્યું, કેમ આજે તમારી બેનના ઘરે નથી ગયા ?

પૂ.મહેન્દ્રભાઈ કહે, “અમે જૈનમાંથી સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો છે. એટલે મારી બહેનોએ કહી દીધું કે તમે સ્વામિનારાયણ થયા છો એટલે અમે તમને રાખડી નહીં બાંધીએ. એટલે અહીં આવ્યો ત્યારથી ગુરૂહરિ પપ્પાજીએ આવા દિવ્ય ભાઈઓને રાખડી બંધાવવાનું શરૂ કરી દીધું. અને સેવા તારદેવમાં અમારા ભાગે આવી. પછી અહીં વિદ્યાનગર આવ્યા.

{gallery}images_in_articles//newsletter/2015/July/24-07-15 rakshabandhan mahapooja/{/gallery}

 

૧૯૬૬માં પૂ.હરિભાઈ અને .પૂ.સાહેબજી યોગીજી મહારાજ પાસે પૂછવા ગયેલા. કે પાર્ટીશન થયું છે તો હવે અમારે ક્યાં રહેવાનું છે ? યોગીજી મહારાજ કહે, “બાબુભાઈદાદુભાઈ પાસે રહો.” ત્યારથી સાહેબ અને ભાઈઓનું મંડળ બહેનોના પક્ષે રહ્યું છે. ગુરૂહરિ પપ્પાજી કહે, ભાઈઓએ આપણાં માટે ઝૂકાવ્યું છે તો એમને માટે રાખડી બનાવો. અને વર્ષોવર્ષ રાખડી બનાવવાની બહેનોની સેવા ચાલુ થઈ ગઈ. એવા ગૃહસ્થ ભાઈઓને કુટુંબી સહિત ત્યારથી રાખડી બનાવી મોકલીએ છીએ.

ગુરૂહરિ પપ્પાજીનું વચન છે. સંપ, સુહ્રદભાવ, એકતા રાખીને જીવાય.

હે પ્રભુ ! તમે સદાય પ્રત્યક્ષ છો. તમારું વચન અમારું જીવન બને. તમને પ્રસન્ન કરવા માટે અમે તમારા વચન પ્રમાણે જીવીએ. એમાં હંમેશા સફળ થઈએ. એવી તમે અમારા પર કૃપા કરજો. આમ, આપણા સહુ વતી .પૂ.દીદીએ ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બધી રાખડીઓને મોટેરાં સ્વરૂપોએ ધૂન કરતાં કરતાં ગુરૂહરિ પપ્પાજીના હસ્ત પ્રસાદીના ગુચ્છાઓથી સ્પર્શ આપીને પ્રસાદીની કરી હતી.

() ૨૫થી૨૭ જુલાઈ રાજકોટમોરબી કીર્તન આરાધના

ગુરૂહરિ પપ્પાજીના શતાબ્દી વર્ષના અનુસંધાને વર્ષ દરમ્યાન કીર્તન ભક્તિના કાર્યક્ર્મો રાખેલ છે. મોરબી મંડળે ૧૦૦ કીર્તન આરાધના કરવાની નક્કી કરેલ છે.

તા.૨૬, ૨૭ જુલાઈ દરમ્યાન વિદ્યાનગરથી ગાયકવાદ્યવૃંદના બહેનો (પરમ સૂર વૃંદ) મોરબી અને રાજકોટ કીર્તન ભક્તિ માટે .પૂ.જશુબેનના સાંનિધ્યે પધાર્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/July/25 to 27 rajkot morbi kirtan aardhna/{/gallery}

A.  તા.૨૫/૮ના રાત્રે મોરબી પૂ.લક્ષ્મણબાપા અને મંડળના હરિભક્તોએ પ્રસંગ હૉલ રાખી સુંદર આયોજન કર્યું હતું. .પૂ.જશુબેન, પૂ.ડૉ.નીલાબેન, પૂ.વનીબેન ડઢાણિયાના સાંનિધ્યે પરમ સૂર વૃંદના બહેનોએ ગુરૂહરિ પપ્પાજીમાં મગ્ન રહીને, ભજનો ગાઈને સહુને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતાં. છેલ્લે .પૂ.જશુબેનના આશીર્વાદ તથા રાસગરબા કરી ખૂબ આનંદ વિભોર થયાં. ૧૦૦ કીર્તન આરાધનાની આજે પૂર્ણાહુતિ થઈ.

B.  રાજકોટ મંડળે પણ ૧૦૦ કીર્તન આરાધના કરવાની નક્કી કરી હતી. તેમાં રાજકોટ મંડળે ૮૦ કીર્તન આરાધના કરી હતી અને ૮૧મી કીર્તન આરાધના તા.૨૭//૧૫ રાત્રે .૦૦ થી ૧૧.૦૦ સત્યમ પાર્ટી પ્લોટ રાખી સુંદર આયોજન આખા મંડળને સહકુટુંબ લાભ મળે તેવું પૂ.વનીબેને કર્યું હતું. રાજકોટ મુકામે વિદ્યાનગરથી બહેનો ઓરકેસ્ટ્રા સાથે પધાર્યા ને .પૂ.જશુબેનના સાંનિધ્યે દિવ્ય અને ભવ્ય કીર્તન આરાધના થઈ. વાતાવરણ ખૂબ દિવ્ય લાગતું હતું. ને હરિભક્તોએ ભજન તથા .પૂ.જશુબેનના આશીર્વાદ તથા છેલ્લે રાસગરબા કરી ખૂબ આનંદવિભોર થયા.

() ૨૩ થી ૨૬ જુલાઈ લંડનમાં ભાઈઓની શિબિર

                                       PAPPAJI CENTENNIAL CELEBRATIONS SEMINAR

PENRYN CORNWALL UK 23-26 JULY 2015

Twenty one years ago a Seminar for the male fraternity was held in Cornwall,  UK in the presence of Guru Hari Pappaji Maharaj and Param Pujya Ben.

It has been Pujya Dilipbhai’s aim and sankalp to hold a similar Seminar for bhaiyos to celebrate Guru Hari Pappaji’s Centennial Celebrations and to provide a much needed boost to all hari bhaktos who attended the Seminar.

So with a lot of groundwork and with help of Jignesh in finding a suitable place, Dilipbhai organised this Seminar in Cornwall. Pujya Virenbai and Pujya Piyushbhai  were specially invited for this occasion. 48 bhaiyos attended the Seminar and it was a huge success thanks to the efforts of Dilipbhai and all the volunteers.

The participants started off the journey early in the morning  from Gunatit Jyot with blessings of Param Pujya Jyotiben. The members were comfortably seated in three minibuses and one car and arrived at our destination at about 4.30pm.

The accommodation was on a University Campus and all hari bhaktos had their own individual rooms with en-suite shower and toilet facilities. Seven hari bhaktos shared a block with one kitchen. A conference room was hired to facilitate the seminar. Pujya Jayantbhai Gandesha had volunteered to cook the food for the entire duration.

On the evening of our first day, Thursday 23 July, we preformed the opening ceremony of the Seminar by lighting a candle. Raj and Jignesh performed this under guidance of Dilipbhai. Dilipbhai gave a welcome speech and provided details for the next three days.

The aim of the Seminar for P Dilipbhai P Virenbhai and P Piyushbhai was very simple. We all live in our comfort zone and have become complacent in our SADHNA and are happy in our own little world. We must step out of our comfort zone, re-energise and make an effort to take on more active role in our Satsang to create and maintain peace and harmony. It is the Centennial Year of our beloved Guru Hari Pappaji and it is our opportunity to fulfil his aspirations and live according to his principles that he had always conveyed to his hari bhaktos.

Main topics of the Seminar covered the meaning of Seva, Suharadbhav, Mahatmya and Swadharma at each session. All three (Dilipbhai, Virenbhai and Piyushbhai) provided an in depth knowledge of these with real day to day examples and Piyushbhai’s heart poured out to make us aware of our short comings.

The Seminar ended on a high note by celebrating Dilipbhai’s 70th Birthday, which was a  surprise to him. A  Pappaji’s murti the  was presented to Raj by Dilipbhai for his unconditional seva throughout the Seminar. Dilipbhai showed his appreciation to all our younger volunteers  who had taken over the responsibility of all the ‘seva‘ that had generated throughout the seminar and  at the same time, thanked  all other members for taking part and listening to the various Seminar sessions.

In order to ensure that we all take a positive step forward with a promise, Piyushbhai provided us with Seminar Sankalp the points of which are based on Pappaji’s teachings. It is now our responsibility to live accordingly so that we can please our Guruhari and thereby celebrate Pappaji’s Centennial Year with vigour and happiness.

We arrived back at Jyot safely on Sunday at 9pm. Param Pujya Jyotiben welcomed us warmly which was followed by dinner prepared by Jyot sisters. All parted to go to their destinations , with their hearts full of joy and enthusiasm.

Jay Swaminarayan

{gallery}images_in_articles//newsletter/2015/July/23 to 26 cornwell shibir/{/gallery}

લંડન સમાજના ભાઈઓની શિબિર ખૂબ સરસ પૂ.દિલીપભાઈ, પૂ.વિરેનભાઈપૂ.પિયૂષભાઈના સાંનિધ્યે થઈ હતી. જેમાં છેલ્લા દિવસે સ્વામી સ્વરૂપ પૂ.દિલીપભાઈ ભોજાણીના પ્રાગટ્યદિનની ઉજવણી પણ ખૂબ ભાવપૂર્વક ભાઈઓએ કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે શિબિર થાય તેવી શિબિર ગુરૂહરિ પપ્પાજીના દેહત્યાગ પછી પ્રથમવાર થઈ હતી. બધા ભાઈઓ ખૂબ રાજી થયા. ગુરૂહરિ પપ્પાજી અખંડ સાથે હોય તેવી અનુભૂતિ થઈ હતી.

() તા.૩૧//૧૫ ગુરૂપૂર્ણિમા

હિન્દુ ધર્મમાં ગુરૂપૂનમનું ખૂબ મહત્ત્વ છે. ગુરૂઓનો બહુ મહિમા છે. એકલવ્ય જમણા હાથનો અંગૂઠો ગુરૂદક્ષિણામાં આપ્યો. જીવનમાં અગત્યનો બાણવિદ્યામાં જમણા હાથનો અંગૂઠો હતો. તે ગુરૂએ માંગી લીધો. શિષ્યે તરત આપી દીધો. આધુનિક યુગમાં ગૃહસ્થો માટે ધન અંગૂઠા તુલ્ય છે. તેથી તો આજના દિને ભક્તો ગુરૂને પગે લાગી ગુરૂદક્ષિણા અર્પે છે.

{gallery}images_in_articles//newsletter/2015/July/31-07-15 gurupurnima bhaio/{/gallery}

ગુરૂહરિ પપ્પાજીની વ્યાખ્યાઅંગૂઠો એટલે અહંતા અને મમતા. જે અહંકારને આધારે રહ્યાં છે. તે તમો ગુરૂદક્ષિણામાં આપી દઈને અહમ શૂન્ય બની જાવ. ગુરૂહરિ પપ્પાજીએ આપણને આત્માના સુખે સુખિયા કરવા છે. જન્મોજન્મના અંતરસુખિયા કરવા છે. તેથી આપણી ગુરૂપૂનમ અંદરબાહ્ય ઉજવણી રીતની હોય.

ગુણાતીત જ્યોતમાં આજે સવારે .૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન બહેનો પંચામૃત હૉલમાં .પૂ.દીદી, .પૂ.જશુબેન, .પૂ.પદુબેનના સાંનિધ્યે ગુરૂપૂનમનો સમૈયો કર્યો હતો. અને ભાઈઓએ જ્યોત મંદિરમાં ગુરૂપૂનમની સભા ગુરૂહરિ પપ્પાજી રાજી થાય તે રીતે કરી હતી. .પૂ.દીદી આશીર્વાદ આપવા મંદિરમાં પધાર્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2015/July/31-07-15gurupurnima samiyo behn5/{/gallery}

આજની બહેનોભાઈઓની બંને સભાનું વિડિયો દર્શન આપણે વેબસાઈટ પર માણીશું. તેથી અહીં વિરમું છું.

() લંડનમાં ગુરૂપૂનમના સમૈયાની ઉજવણી

તા./૮ના રોજ લંડનમાં ગુરૂપૂનમનો સમૈયો Vyners school માં રાખ્યો હતો. .પૂ.જ્યોતિબેન, પૂ.શોભનાબેન, પૂ.અરૂણાબેન ભોજાણી, પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈના સાંનિધ્યે ખૂબ સરસ સભા થઈ હતી.

પૂ.વર્ષાબેન વિસાણીએ વાત કરી કે, આપણે ખૂબ નસીબદાર છીએ. આવા ગુરૂઓ આપણને મળી ગયા. દુનિયામાં ૫૦૦૦ ગુરૂઓ છે. અને એમાંથી ૨૦૦ અહંકાર રહિત વર્તે છે. અને ફક્ત ગુરૂઓ પૂરેપૂરા અહંકાર રહિત છે. આપણા ગુરૂહરિ પપ્પાજી તો ૧૦૦% એવા છે. ગુરૂહરિ પપ્પાજીએ એના ગુરૂ યોગીબાપા ૧૦૦% સેવા અને આજ્ઞા પાડી કે બહેનોની સેવા કરો.

પૂ.વર્ષાબેને ઈન્ટરનેટ પરથી આવેલો એક સરસ લેખ વાંચ્યો. જેનું ટાઈટલ હતું. “Difference between Guru and Teacher” એમાં આવ્યું કે Teacher શીખવાડે અહંકાર Inflate થાય. અને સાચા ગુરૂ અહંકાર મૂકાવે. તો આજે પૂ.જ્યોતિબેનને પ્રાર્થના કે અમારામાં જે કાંઈ અહંકાર રહ્યો હોય કૃપા કરી કાઢી નાંખજો. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું હતું કે ૩૦ સદ્દગુરૂઓ છે મારૂં Foundation છે. મારૂં કાર્ય છે.

પૂ.શોભનાબેને આશિષ લાભ વહાવતાં કહ્યું કે, પ્રભુ ૧૯૧૫માં પૃથ્વી પર પધાર્યા. તો ૨૦૧૫માં શતાબ્દી પર્વ આવે છે. અને આપણી ગુરૂપૂનમ છે. ગુરૂહરિ પપ્પાજીએ પોતાના વારસ સ્વરૂપો આપી દીધા. ગુરૂહરિ પપ્પાજી ૧૯૫૨માં મુંબઈ પધાર્યા અને તરત પૂ.જ્યોતિબેન અને પૂ.તારાબેનને અંતરથી ઓળખી લીધા. આપણા અહીંયા પૂ.માસી, પૂ.અરૂણાબેન, પૂ.શીલાબેન, પૂ.નયનાબેનને જોઈએ તો લોકો પણ પ્રભુનું કર્યા કરે છે અને તૈયાર થઈ ગયા. બધાને પૂ.માસીની મહાપૂજામાં શ્રધ્ધા છે. તો જન્મ નિર્વાસનિક થઈ જવું છે. મૂંઝવણ આવે ત્યારે ભજન કરવું. આપણને બીજાના ગુરૂ થતા વાર નથી લાગતી. પણ આપણે આપણા ગુરૂ બનવું છે. અને એવી દાસત્વભક્તિ સદાય રહે એવી પ્રાર્થના.

પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા કે, આપણે ગુરૂહરિ પપ્પાજીને ગમે એવું કરવું છે. કોઈપણ વ્યક્તિ આવે તો મહિમા મહિમા હોય. ખટપટ નહી .

પૂ.જ્યોતિબેને સરસ વાત કરી કે, પૂ.શોભનાબેનના મમ્મીપપ્પા કોઈની કારમાં જતા હતા. અને મુક્તએ ખટપટની વાત ચાલુ કરી તો પૂ.વસુબા કહે, મારે ઉતરી જવું છે. મારે સાંભળવી નથી. આપણે પણ સિધ્ધાંત પાડીએ. આપણે બધા બિલાડીના બચ્ચા છીએ. રાંક રહેવું અને ગરજુ થઈને સેવા કરવી. અહીંયા બહેનોને લેડીવૉક ઘર અપાયું તે સરસ છે. બહેનો પણ સરસ સાધના કરે છે. મહાપૂજા કરે. મંડળ ચલાવે. સેવા કરે અને ગુરૂહરિ પપ્પાજીને રાજી કરવા નીકળ્યા છે તો આપણે પણ પપ્પાજીને રાજી કરી લેવા છે

{gallery}images_in_articles//newsletter/2015/July/2 Aug 2015-Gurupoonam Samaiyo-UK/{/gallery}

વિદેશમાં કેનેડા, અમેરિકામાં .પૂ.દેવીબેન, લંડનમાં .પૂ.જ્યોતિબેન વિચરણ કરી પખવાડીયું ભક્તોને દર્શન, વાતુ, ગોષ્ટિનો લાભ આપ્યો હતો.

દેશમાં જ્યોત શાખાઓમાં મંડળોમાં સ્વરૂપો, સદ્દગુરૂ A દ્વારા ભજનકીર્તનના કાર્યક્ર્મો ચાલુ રહ્યાં છે.

આખું પખવાડિયું ગુરૂહરિ પપ્પાજીના અંતર સાંનિધ્યે રહીને દરેક આશ્રિત ભક્તોનું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ