16 to 31 Jul 2016 – Newsletter

                                  સ્વામિશ્રીજી                        

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખાઓમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

() તા.૧૭//૧૬ રક્ષાની મહાપૂજા

 

ગુણાતીત સમાજના ભક્તો માટે બહેનોએ જપયજ્ઞ કરતાં કરતાં ૭૦ હજાર રાખડી બનાવી. તે શ્રી ઠાકોરજી સમક્ષ મૂકી

અને ૫૦ બહેનોએ તે નિમિત્તે મહાપૂજા કરી. વખતે મહાપૂજામાં જેમના જુલાઈ મહિનામાં ર્દષ્ટાદિન આવતા હોય તે બહેનો અને સોના ગ્રુપ, પ્રસન્ન ગ્રુપ અને સેવિકા ગ્રુપના બહેનોએ મહાપૂજા કરી હતી.ગુરૂ સ્વરૂપોએ તેમાં દૈવત મૂક્યું. મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી અને .પૂ.જશુબેનના પણ આશીર્વાદ લીધા હતા.

{gallery}images_in_articles//newsletter/2016/July/D-17-7-16 Rashani Mahapooja{/gallery}

 

() તા.૧૯//૧૬ ગુરૂપૂનમ

 

સવારે .૩૦ ૧૨ પપ્પાજી હૉલમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.જશુબેનના સાંનિધ્યે ગુરૂપૂનમનો ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/July/D-19-7-16 Gurupoonam{/gallery}

 

 

સાંજે થી .૩૦ .પૂ.સોનાબાનો ૧૧૦મો પ્રાગટ્ય પર્વ પણ પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો.

બંને સમૈયાનું વિડીયો ક્લીપ્સ દ્વારા વેબસાઈટ પર દર્શન કર્યું હશે તેથી અહીં વિરમું છું.

{gallery}images_in_articles/newsletter/2016/July/D-19-7-16 P.P.Sonaba Pragtyadin{/gallery}

 

 

() તા.૨૧//૧૬ હીંડોળાપ્રારંભ

 

આજથી શ્રી ઠાકોરજીને હીંડોળે ઝૂલાવાય છે. જ્યોતમાં પણ બહેનો વિધવિધ કલાત્મક હીંડોળા બનાવે છે. અને શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને પણ હીંડોળે ઝૂલાવે છે.

 

સાંજે .૦૦ વાગ્યે પંચામૃત હૉલમાં હીંડોળાની આરતી કરી પ્રારંભ કર્યો હતો. પ્રભુકૃપામાં પૂ.જીતુભાઈ ચિતલીયા અને ભાઈઓએ પણ ત્યાં હીંડોળા બનાવી તેની આરતી કરી હતી.

પૂ.દિવ્યાબેન પટેલે પણ અક્ષર કુટિરમાં ગુરૂહરિ પપ્પાજીને વિધ વિધ પ્રકારના ફળોના હીંડોળા બનાવી ગુરૂહરિ પપ્પાજીને ઝૂલાવ્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2016/July/D-21-7-16 Hindola Prarambha{/gallery}

 

() તા.૨૫//૧૬ નરોડા મંડળના મુક્તો પધાર્યા

 

આજે વદ નિમિત્તે નરોડા મંડળના મુક્તો પધાર્યા હતા. પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન અને પ્રદક્ષિણા કર્યા બાદ ત્યાં .પૂ.જ્યોતિબેનનો લાભ લીધો હતો. ત્યાં અલ્પાહાર લઈને જ્યોત મંદિરમાં આવી આરતી કરી હતી. ત્યારબાદ પપ્પાજી હૉલમાં .પૂ.દીદી અને .પૂ.જશુબેનના સાંનિધ્યે સભા કરી હતી. ભાઈઓએ પરમ પ્રકાશમાં પૂ.ઈલેશભાઈનો લાભ લીધો હતો.

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વનું વર્ષ છે. બધા સુખી થાય, ભક્તિમય અને આનંદપૂર્વક જીવન જીવે એવા હેતુથી આપણા સ્વરૂપોએ આયોજન કર્યું છે. સર્વે સ્વરૂપો અને મુક્તોને અનંત ધન્યવાદ !

{gallery}images_in_articles//newsletter/2016/July/D-25-7-16 Naroda Mandal vad-6{/gallery}

 

() જ્યોતમાં રોજ સવારે મંગલ દર્શનની સભા થાય છે.

 

રાત્રિ સભામાં .પૂ.જ્યોતિબેનની આજ્ઞાથી અડધો કલાક ધૂન બધી બહેનો પંચામૃત હૉલમાં કરે છે. ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ છે. તેથી ૧૦૦ કલાકની ધૂનનું અર્ધ્ય ગુરૂહરિ પપ્પાજીના ચરણે અર્પણ કરીએ તેવા હેતુથી ધૂનનું આયોજન કર્યું છે. સભામાં ધૂન ના થાય તો દરેક મુક્ત પોતાના ટાઈમે અડધો કલાક ધૂન કરે એવી .પૂ.જ્યોતિબેનની આજ્ઞા છે. હેતુથી રાત્રિ સભામાં ધૂન થાય છે.

 

મંગલ દર્શનની સભામાં રોજ સદ્દગુરૂ સ્વરૂપનો કૃપાલાભ અને ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લેવાય છે. તેમાં તા.૨૯//૧૬ ના રોજ મૂકાયેલ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદમાં ગુરૂહરિ પપ્પાજીએ એક વાર્તા કરી હતી, તે અહીં જોઈએ.

 

એક વાઘરણની છોકરી હતી. તે રોજ ઝઘડ્યા કરે. એમાં એને એક બ્રાહ્મણના છોકરા સાથે પ્રેમ થયો. એને પરણી. એટલે બ્રાહ્મણની નાતમાં હોહો થઈ ગયું. બ્રાહ્મણને નાત બહાર કાઢ્યો. ગામમાં તો ઘર કોણ આપે ? એટલે ઢેઢવાડે ઘર રાખીને રહ્યો. પેલી છોકરીનો સ્વભાવ આખો બદલાઈ ગયો. ઘર આંગણે તુલસી ક્યારો કર્યો. ભજનભક્તિ કરે. આજુબાજુવાળા કહે, તારો અવાજ કેમ નથી આવતો ? કેમ શાંત થઈ ગઈ. તો કહે, બેન ! એણે મારા માટે જાત અભડાવી, તો મારાથી સ્વભાવ ના મૂકાય ? આમ, ગુણાતીત સત્પુરૂષ એમની ઉંચી ભૂમિકામાંથી નીચે ઢેઢવાડે આવીને રહ્યા. જગત તો એમને માટે ઢેઢવાડા જેવું છે ને !

 

શ્રીજી મહારાજ ઈશ્વરકોટિ, અવતારકોટિમાં ક્યાંયના રહ્યા. અને કાઠી કોળી જેવા સાથે આવીને રહ્યા. આપણા સ્વભાવ એવા કાઠી કોળી જેવા છે. એવા આપણને ગુણાતીત સત્પુરૂષે ગ્રહણ કર્યા. હવે આપણે કોઈની કુથલી ના કરીએ. સંપ, સુહ્રદભાવ, એકતાથી જીવીએ. કોઈનીય પ્રકૃતિ ના જોઈએ. સંબંધવાળાને પ્રભુનું સ્વરૂપ માનીને જીવીશું તો આપણે પ્રભુનું સ્વરૂપ બની જઈશું.

 

આમ, ગુરૂપૂનમનો ઉત્સવ લઈને આવેલું પખવાડીયું ભક્તિ સાથે આનંદમય પસાર થયું હતું. ગુરૂ એટલે શિષ્યની ખામીને ખૂબીમાં પરિવર્તિત કરે તે સાચા ગુરૂ. એવા ગુરૂહરિ આપણને મળ્યા છે. આપણાં સ્વભાવ, પ્રકૃતિ, દોષ જોયા વગર આપણને એમના ચરણમાં સ્થાન આપ્યું છે. હવે આપણી ફરજ છે, સાચા શિષ્ય બનવાની. સાચા શિષ્ય એટલે ગુરૂ કહે તેમ કરવાનું, એમની આજ્ઞામાં ટૂક ટૂક વર્તવાનું એવું ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપો આપણને ખૂબ ખૂબ બળ આપે એજ એમના ચરણોમાં પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેજો.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !