16 to 31 Mar 2016 – Newsletter

                         સ્વામિશ્રીજી                   

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું.

 

() તા.૧૯ થી ૨૩માર્ચ .પૂ.સાહેબજીનો ૭૫મો પ્રાગટ્યપર્વ

 

ઓહોવેમાર ગામની ભાગ્યશાળી ભૂમિ ! કે જે ભૂમિ પર અઠવાડિયું જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય !

તેથીય વિશેષ સાક્ષાત્ અક્ષરધામ ખડું થયું હતું. જુદી ધરતી પર તા.૧૯/ થી ૨૩/ સંત ભગવંત સાહેબજીનો ૭૫મો પ્રાગટ્યદિન ! અમૃત મહોત્સવ ઉજવાયો. વળી, કાયમી સ્થાવર મંદિરનું નિર્માણ થયું. તેમાં શ્રી ઠાકોરજી, મુક્તાક્ષર પુરૂષોત્તમ મહારાજ બિરાજમાન થયા. તે નિમિત્તે વિધવિધ કાર્યક્ર્મો સંપન્ન થયા.

 

દેશ પરદેશથી હરિભક્તો પધાર્યા. અખિલ ગુણાતીત સમાજ અહીં એકત્રિત થયો. જુદા જુદા મંદિરોમાંથી મહાનુભાવો અને સ્વરૂપો પધાર્યા. તેઓશ્રીએ પણ આશિષ લાભ આપ્યો હતો.

 

અનુપમ મિશનના વ્રતધારી ભાઈઓના નેતૃત્વ હેઠળ અનુપમ પરિવારના ભક્તોએ ખૂબ જહેમત ઉઠાવીને જંગલને મંગલ બનાવી દીધું. એટલું નહીં પાંચેય દિવસના વિધવિધ કાર્યક્રમોમાં .પૂ.સાહેબજીના જીવન અને કાર્યને વણી લઈને આનંદ આવે તે રીતે રજૂઆત થઈ. રીતે સમર્પિત ભાવે સહુએ .પૂ.સાહેબજી પ્રત્યેની ભક્તિ અદા કરી હતી. જેવી રીતે .પૂ.સાહેબજીએ જીંદગી પળેપળ યોગીજી અર્થે જીવી જાણ્યું. પર્વ ઉજવવા દેવા પાછળ પણ એવી કોઈક પરાભક્તિનો ભાવ હતો. ભક્તોમાં ભગવાન જોઈને ભક્તો પ્રત્યેની એક પ્રીતિ હતી. એટલે કે પ્રભુ પ્રિત્યર્થે આજે ભક્તિ સ્વીકારી સહુને સાહેબજીએ ધન્ય કર્યા.

 

.પૂ.સાહેબજી એટલે ગુરૂહરિ પપ્પાજીના શબ્દોમાં માહાત્મ્ય સમ્રાટ ! વળી, ઉકરડામાંથી ગુણ લે તે .પૂ.સાહેબજી ! નાનું વચન મોટું કરીને માને તે .પૂ.સાહેબજી ! વચને વિધિ અને વચને નિષેધ એટલે .પૂ.સાહેબજી ! સેવાનું સ્વરૂપ ! ભજનનું સ્વરૂપ ! આનંદ સ્વરૂપ ! .પૂ.સાહેબજીના આવા ઉમદા ગુણોને ઝીણવટથી આજે સ્ટેજ પર માઈક દ્વારા, કાર્યક્રમ દ્વારા, ભજનો દ્વારા વિધ વિધ રીતે રજૂ કર્યા હતા. આધુનિક ટેકનોલોજીનો પૂર્ણપણે ઉપયોગ કરીને એકોએક આશ્રિત ભક્તોએ પોતાની આવડતને સેવામાં લગાડીને ટીમવર્કથી કાર્ય કરી મિનીટે મિનીટનો ઉપયોગ કરી લઈને પાંચ દિવસમાં ૧૫ દિવસ જેટલું ભાથું સહુને બાંધી આપ્યું હતું. સેવામાં હોમાયેલા ભક્તોએ સેવા દ્વારા પુણ્યનું ભાથું બાંધી લીધું હતું.

 

.પૂ.અશ્વિનભાઈ, .પૂ.શાંતિભાઈની પ્રેરણા મુજબ તેઓની આંખ ફરે અને ભક્તોના મનદેહ ફરે ! .પૂ.સાહેબજીનું ખરું કાર્ય ! તેનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતીપાંચ દિવસ સુધી ઉજવાયેલ ઉત્સવમાં ગુણાતીત જ્યોતમાંથી સ્વરૂપો તથા મુક્તો પધાર્યા હતા. તા.૨૩ના રોજ મુખ્ય સમૈયામાં ૭૫ બહેનો અને ગૃહસ્થ હરિભક્તોએ લાભ લીધો હતો. સમૈયાનું લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર માણ્યું હશે. તેથી અહીં વિરમું છું.

 

() તા.૨૪//૧૬ ધૂળેટી

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં ધૂળેટી નિમિત્તે સભા થઈ હતી. જેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્દાન લીધા હતા.

 

ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા ત્રણેય ગુણાતીતાનંદ સ્વામીને સેવીને મૂર્તિધારક થઈ ગયા.

ભગતજી મહારાજ પ્રીતિના અંગવાળા હતા.પ્રેમેયુક્ત સંબંધવાળાને બ્રહ્મની મૂર્તિ માની વર્ત્યા. કોઈપણ સંબંધવાળાના પ્રકૃતિ પુરૂષ સુધીના દોષ જોવાના નહીં અને સેવા કરી લેવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી મનમાંથી કાઢી નાંખવાના.

 

ભગતજી મહારાજે કોઈની કરણી ના જોઈ અને બધા સંબંધવાળાની માહાત્મ્યેયુક્ત સેવા કરી લીધી. અહીં તો કેટલા બધા એક ધ્યેયી ભેગા થયા છીએ. મોજ આપી છે. પરમ ભાગવત સંત કદી મૂંઝાય નહીં. ગમ ખાય તે ગુણાતીત થાય. પ્રસંગો ઉભા થાય. પણ બ્રહ્માનંદી મસ્તી રાખવી. ગુરૂ કહે ધર્મ બાકીનું બધું નિષેધ. ગુરૂને ભગવાનનું સ્વરૂપ માનીને સેવો તો કરવાનું કાંઈ નથી. આત્મારૂપે વર્તવું છે. મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં જવું નથી. એવું વર્તન કરી પરમ ભાગવત સંત બને અંતરની પ્રાર્થના ને આશીર્વાદ.”

 

ત્યારબાદ .પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. .પૂ.દીદીએ વાત કરી કે, આજે બહુ મોટો દિવસ છે. હોળીધૂળેટી ભીંજાવાનું અને ભીંજાયેલા રહેવાનુંએક ગૃહસ્થ ભાભી કેસૂડાનાં ફૂલ લાવ્યાં હતાં. તેને પલાળીને રંગ બનાવ્યો. અને તે જળથી નીલકંઠવર્ણીની મૂર્તિને સ્નાન કરાવ્યું અને પછી ઉષ્ણ જળથી સ્નાન કરાવ્યું. .પૂ.દીદીએ હોળીના આધ્યાત્મિક ફગવાની વાત કરી.

 

પહેલેથી ગુજરાતની ધરતી ફળદ્રુપ અને સૌરાષ્ટ્રની ધરતી વેરાન રહેતી. મહારાજ સૌરાષ્ટ્રના ડાંગરવા ગામે વારંવાર પધારતા. ડાંગરવા ગામમાં જતનબેન કરીને એક બેન રહે. એના ઘરે શ્રીજી મહારાજ પધારતા. વખતે ઘણો વખત મહારાજ જતનબેનના ઘરે રહ્યા. હવે તો જતનબેનના ઘરમાં અનાજ પૂરું થવા આવ્યું. એટલે જતનબેનના બાપુજીએ તેમને કહ્યું, જતન હવે કોઠીમાં અનાજ બહુ નથી રહ્યું, મહારાજ જવાનું કહે તો તેમને જવા દેજે. મહારાજે વાત સાંભળી લીધી. તેથી મહારાજે જતનબેનને કહ્યું. તમારા બાપુજીએ શું કહ્યું ? જતનબેને કહ્યું, એમણે એવું કહ્યું કે મહારાજ જવાનું કહે તો પણ ના જવા દઈશ, રોકાવાનું કહેજે. અને મહારાજે કોઠી પર હાથ મૂક્યો ને કોઠી અનાજથી ભરાઈ ગઈ.

 

જતનબેનને મહારાજ સાથે સખાભાવ. એક વખત એમણે મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજે જતનબેન સાથે શરત લગાવી કે, આજે તારું બનાવેલું બધું ખલાસ કરી દેવું છે. જતનબેન કહે, ભલે મહારાજ ! ભક્ત અને ભગવાનની રમત ચાલી. જતનબેને દૂધ, દહીં મેળવીને ઓરડામાં રાખેલાં. અને મહારાજે પીરસ્યુ અને ઢોળવામાં બાકી ના રાખ્યું. બધું વાપરી નાંખ્યું અને કહે, જતન તું હારી ગઈ. જતનબેને તો બીજો ઓરડો ખોલી નાખ્યો. તેમાં દેગડા દૂધ, દહીંના ભરેલા હતા. સાચો ભક્ત ભગવાનને ઓળખી જાય. મહારાજે હાર કબૂલ કરી. આજનો દિવસ. મહારાજ કહે ! જતન તું માગ જે માગે તે આપું. હું હાર્યો એટલે મારે તને કંઈક આપવું છે.

 

જતનબેને શું માંગ્યું ? ભક્તચિંતામણીનું ૬૪મું પ્રકરણમહાબળવંત માયા તમારી….” માંગ્યું. ત્યારબાદના ફગવાયોગી તારા ગાવામાં ગુણગાન…” અને ગુરૂહરિ પપ્પાજીએ અત્યારના આધુનિક ફગવા આપ્યા. “અંતરથી અંતર ટળે નિરંતર…” ભજન ગાઈને આજની સભાની પૂર્ણાહુતિ કરી.

 

સાંજે .૩૦ થી .૩૦ પપ્પાજી હૉલમાં સભા થઈ હતી. તેમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેન, .પૂ.જસુબેન અને પૂ.દયાબેનના આશીર્વાદ લીધા હતા. આશીર્વાદ બાદ નીલકંઠવર્ણીને જે કેસૂડાંના જળનો સવારે અભિષેક કર્યો હતો. તે જળનો છંટકાવ સર્વે સ્વરૂપોએ સર્વે મુક્તો પર કર્યો હતો. અને સહુને સ્મૃતિમાં ભીંજવ્યા હતા.

 

() તા.૨૯//૧૬ રાજકોટ મંડળના મુક્તો પંચતીર્થી યાત્રા કરવા પધાર્યા.

 

વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ છે. અગાઉના પરિપત્રમાં જણાવ્યા મુજબ શતાબ્દી અભિયાનના ભાગરૂપે વર્ષે મંડળના હરિભક્તોએ ભેગા થઈને કોઈ એક વદ પંચતીર્થી યાત્રા કરવા વિદ્યાનગર આવવું. તે મુજબ રાજકોટ મંડળના નાનામોટા બધા થઈને કુલ ૧૦૦ હરિભક્તોને લઈને પૂ.વનીબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન ઠક્કર અને પૂ.લીપ્સાબેન ટીલવા તા.૨૯/ (વદ)ના રોજ વિદ્યાનગર પધાર્યા હતા.

 

રાજકોટથી રાત્રે નીકળી સવારે .૦૦ વાગ્યે વિદ્યાનગર પધાર્યા. થોડા મુક્તો ચાલતા અને થોડા મુક્તો બસમાં પપ્પાજી તીર્થ પર ધૂન, પ્રદક્ષિણા કરવા માટે ગયા હતા. ત્યારબાદ જ્યોતમાં આવી મંદિરમાં આરતી કરી. પ્રભુકૃપા, ગુણાતીત ધામ, બ્રહ્મવિહારે અક્ષર કુટિરના દર્શન કરી સભા માટે પપ્પાજી હૉલમાં પધાર્યા હતા.

 

સભામાં સૌ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પૂ.મધુબેન સી. સ્વામિનારાયણ મહામંત્ર કેવો બળીયો છે. તેની એક વાર્તા કરી હતી. કાશીના રાજાને ઈડરની કુંવરી સાથે લગ્ન થયાં. તે સ્વામિનારાયણની સત્સંગી હતી. તે નિષ્ઠા લઈને સાસરે ગઈ. નિષ્ઠા પકડી રાખી અને કુટુંબને ઊંચું લાવી. તેમને એક દીકરી હતી. તે પણ એવી ર્દઢ નિષ્ઠાવાળી.

 

રાજા શિકારનો શોખીન હતો. તે જંગલમાં શિકાર કરવા ગયો.તેની સામે વિકરાળ વાઘ આવ્યો. રાજા વાઘથી એક ફૂટ દૂર હતા. વાઘ રાજા પર છલાંગ મારવા ગયો કે તરત રાજાના અંગરક્ષકે તેને મારી નાંખ્યો. રાજા બચી ગયો. રાજા તો અંગરક્ષક પર ખુશ ખુશ થઈ ગયો. અંગરક્ષકને કહે, તું માગ, જે માંગે તે આપીશ. અંગરક્ષકે કહ્યું, તમારી કુંવરીનાં મારી સાથે લગ્ન કરો. રાજા તો હેબતાઈ ગયો. ઘરે જઈને રાણીને અને કુંવરીને વાત કરી. કુંવરી કહે, પિતાજી તમે મારી ચિંતા ના કરશો. હું તેની સાથે લગ્ન કરીશ. પછી કુંવરીએ અંગરક્ષકને બોલાવ્યો અને કહે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. તે તમારે પાળવી પડશે. તો હું તમારી સાથે લગ્ન કરીશ. અંગરક્ષકને તો કુંવરી સાથે લગ્ન કરવાની લાલચ હતી. તેથી તેણે કહ્યું, હું તમારી શરત પાળીશ. કુંવરી કહે, એક ઓરડામાં ભગવાનની મૂર્તિ હશે. ત્યાં અખંડ દીવો હશે. તે મૂર્તિ સામે જોઈને મહિના સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાનો. પછી હું તમારી સાથે લગ્ન કરીશ. અંગરક્ષકને તો લગ્ન કરવાં હતાં. તેથી તેણે જાપ કરવા માંડ્યા.

 

ત્રણ મહિના અખંડ જાપ કર્યા ત્યાં તો તેની વૃત્તિ નિર્મૂળ થઈ ગઈ. અને રાજાને કહે, મારે લગ્ન નથી કરવાં. મારે તો સ્વામિનારાયણના સાધુ થવું છે. આવો સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. રાજારાણીકુંવરી બધા રાજી થયાં. અને રાજાને પણ ર્દઢ નિષ્ઠા થઈ ગઈ.

 

આપણે પણ ટાણે ટાણે સ્વામિનારાયણ મંત્રનો ઉપયોગ કરીએ. અનુભવ કરીએ.

ત્યારબાદ .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન અને પૂ.હંસાબેન ગુણાતીતે આશીર્વાદ આપ્યા હતા.       

 

હોળીધૂળેટીનો પર્વ લઈને આવેલું માર્ચ મહિનાનું બીજું પખવાડિયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. પપ્પાજી કહેતા, કે આપણને અભાવ લેવડાવે, મૂંઝવે એવા સ્વભાવની આપણે હોળી કરીએ. અને આપણામાં દિવ્ય માહાત્મ્ય સ્વરૂપ પ્રહલાદજીને ઉગાડીએ.

 

ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપણને એવું જીવવાનું ખૂબ ખૂબ બળ આપે. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ખૂબ ખૂબ ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો. !

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !