16 To 31 May 2015 – Newsletter

સ્વામિશ્રીજી 

કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ મે દરમ્યાન જ્યોત, જ્યોત શાખાઓ અને મંડળોમાં થયેક સમૈયા-ઉત્સવ વગેરેની વિશેષ સ્મૃતિ અહીં આપણે માણીશું. આ પખવાડીયું ખૂબ ખૂબ સ્મૃતિ લઈને આવેલું છે.

GKP 9649

 

 

(૧) તા.૨૩-૨૪મે  સદ્દગુરૂસ્વરૂપ પૂ.મધુબેનસી. પટેલનો અમૃતપર્વ તથા સુવર્ણસાક્ષાત્કારદિનની ઉજવણી

પૂ.મધુબેન સી. પટેલનો અમૃતપર્વ તથા સુવર્ણ સાક્ષાત્કારદિનની ઉજવણી નિમિત્તે તા.૨૩/૫/૧૪ના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મ “માધવનાં સંભારણાં” બહેનોએ રજૂ કર્યો હતો. જેમાં પૂ.મધુબેનનું આખું જીવનચરિત્ર અને ખાસ તેમની સાધનાનું દર્શન ખૂબ સુંદર રીતે પૂ.ઝરણાબેને રજૂ કર્યું હતું.

કાર્યક્ર્મ બાદ પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા કે, પૂ.મધુબેનના જીવનમાં આપણે જોયું કે પૂ.મધુબેન જપયજ્ઞના જોગી છે. એમણે જપયજ્ઞ કર્યો. તેમાં પોતાનાં અને બધાનાં કામ થયાં.

જપયજ્ઞ મોટો યજ્ઞ છે. બધી જાતના યજ્ઞ થાય છે. તે સમૂહમાં થાય છે. જ્યારે જપયજ્ઞ વ્યક્તિગત પણ કરી શકાય છે. એવો યજ્ઞ આપણે કરતાં રહી ગુરૂહરિ પપ્પાજીને પ્રસન્ન કરી લઈએ. ગુરૂહરિ પપ્પાજીએ પંચામૃતના પાંચ મુદ્દા આપ્યા. તેમાં પ્રથમ મુદ્દો જ આ છે. “અખંડ જપયજ્ઞ કર્યા કરો.”

તા.૨૪/૫ ના રવિવારે સવારે ૯.૦૦ થી ૧૨ની સંયુક્ત સભામાં ખૂબ દિવ્ય રીતે ઉજવાયો હતો. સભા સંચાલક પૂ.ઝરણાબેને પૂ.મધુબેનનો આધ્યાત્મિક ટૂંક પરિચય આપ્યો.

પૂ.મધુબેન પૂર્વનું ચૈતન્ય ! ભગવાન મુમુક્ષુને શોધતા. તેમ ચૈતન્યદર્શી પપ્પાજીએ પ્રભુનું ચૈતન્ય એવાં પૂ.મધુબેનને શોધી કાઢ્યાં.

પૂ.મધુબેનની પ્રકૃતિ નાના નિર્દોષ ભૂલકા જેવી છે. મને કાંઈ આવડે નહીં. એક ગર્વ રહિતનું જીવન છે. પરમના પથિકનું આજનું બ્રહ્મસૂત્ર છે. “બ્રહ્મ સ્વરૂપના દેહ કરતાં તેનું નામ, અને નામ કરતાં તેમનું વચન અનંતગણું કામ કરે છે.” આ બ્રહ્મસૂત્ર પૂ.મધુબેને એમના જીવનમાં સિધ્ધ કર્યું છે. પૂ.મધુબેને જપ અને યજ્ઞ બંને કર્યાં. પૂ.મધુબેન જપ તો કરે છે અને ગામડે ગામડે જઈને બધા ચૈતન્યોને સંબંધ આપી એમને પણ જીવનમાં જપયજ્ઞ આપી સુખીયા કર્યા છે.

 

{gallery}images_in_articles//newsletter/2015/May/24-01-15 P.Madhuben Amrutparva sabha/{/gallery}

 

પૂ.મધુબેનને સેવીને તૈયાર થયેલ પૂ.ભારતીબેન મોદીએ પૂ.મધુબેનનું મહિમાગાન કર્યું હતું.

“મધુરમ વાર્તામૃત” D.V.D નું અનાવરણ પ.પૂ.દીદીના હસ્તે થયું હતું. પૂ.મધુબેન કથા કરે તેમાં વાર્તાઓ અને ર્દષ્ટાંતો દ્વારા ખૂબ સરસ બોધ આપે છે. પૂ.મધુબેને કરેલી વાર્તાઓની D.V.D બહેનોએ તૈયાર કરી હતી. તે આજે ભક્તો સમક્ષ મૂકી હતી.

પૂ.મધુબેનના અંગત સેવક પૂ.શારદાબેન ડઢાણિયાએ પૂ.મધુબેનના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. નાનું ભૂલકું શાશ્વત કુમારે પણ અભ્યાસમાં પૂ.મધુબેનનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તે વિષે અંગ્રેજીમાં વાત કરી હતી. તેમનાં મમ્મી પૂ.કાજલભાભીએ પણ નાનામાં નાના થઈને પૂ.મધુબેન જેવા ભૂલકાં થઈને રહેવાની પ્રાર્થના કરી હતી.

પૂ.મધુબેને આશીર્વાદમાં ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્યગાન કરી ગુરૂહરિ પપ્પાજીની અનુભવની વાત કરીને કૃપાની કૃતકૃત્યતા વ્યક્ત કરી હતી.

પ.પૂ.દીદીએ ગુરૂહરિ પપ્પાજી, આ  સ્થાનનું અને પૂ.મધુબેન જેવા પરમ ભાગવત સંતનું મહિમા દર્શન કરાવી આશીર્વાદ આપ્યા હતા.

સભામાં વચ્ચે વચ્ચે ભાવાર્પણ થયાં હતાં. ખૂબ સરસ સભા થઈ હતી. ભક્તોને પ્રેરણાલાભ મળ્યો હતો.

 

 

{gallery}images_in_articles//newsletter/2015/May/23-01-15 P.Madhuben sanskrutik program/{/gallery}

 

 

 

 

 

 

(૨) તા.૨૮/૫/૧૫ ગુરૂહરિપપ્પાજીનો ૧૦મો શાશ્વતસ્મૃતિદિન

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની મહાપૂજા હતી અને પ્રભુકૃપામાં ભાઈઓની મહાપૂજા હતી.

૧૧.૦૦ વાગ્યે બંને મહાપૂજામાં મૌન, ગુરૂહરિ પપ્પાજીએ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો એ પળની ગહન સ્મૃતિમાં મૌન જપયજ્ઞથી અર્ધ્ય અર્પ્યો હતો.

પંચામૃત હૉલમાં પૂ.કલ્પુબેન દવેએ મહાપૂજા કરાવી હતી. અને પ.પૂ.દીદીએ મહાપૂજાનો સંકલ્પ કરાવ્યો હતો. આમ, બે કલાક સર્વે મુક્તોએ હ્રદયના ઉંડાણમાંથી પ્રાર્થનાભાવરૂપે અંજલિ અર્પી હતી.

પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા હતા. ભગવાન કદી પરોક્ષ થતા નથી. હંમેશાં પ્રત્યક્ષ રહે છે. એમને અખંડ આપણા હૈયામાં રાખીએ તો જેમ આપણું ચૈતન્ય આપણી સાથે ને સાથે છે તેમ ગુરૂહરિ પપ્પાજી પણ આપણી સાથે જ રહે છે. એ આપણા સંકલ્પો પૂરા કરે છે. આપણી સ્વરૂપનિષ્ઠામાં પોલ હોય તો જ ભગવાન આપણી પ્રાર્થના નથી સાંભળતા. ગુરૂહરિ પપ્પાજીને કાયમ આટલી પ્રાર્થના કર્યા કરીએ કે હે પપ્પાજી ! તમે મારી આગળ ચાલો ને હું તમારી પાછળ ચાલું તો એ આપણી સાથે જ રહેશે. એક વખત શાસ્રીજી મહારાજના દર્શને ડભાણ જવું હતું. રાત્રે નીકળ્યા. શાસ્ત્રીજી મહારાજ તમે સાથે ચાલો. એક તેજનો ગોળો આગળ આગળ ચાલે. તો છેક નડિયાદથી ડભાણ સુધી ચાલતા એ રીતે ગયા. દર્શન કરીને બીજા દિવસે પાછા આવી ગયા. દર્શનની એમની ધગશ કેવી હશે ? આપણે એવું માનીએ કે પળેપળ મારી સાથે ભગવાન છે. તો એ જરૂર આપણને સુખ, શાંતિ ને આનંદ આપશે. પ્રગટને પ્રત્યક્ષ આપણે પ્રાર્થનાથી કરવાના છે. ગુરૂહરિ પપ્પાજી છે જ એવો અનુભવ કરીએ. મુક્તોમાં ગુરૂહરિ પપ્પાજીને વ્યાપક સ્વરૂપે જોવાની વાત કરીને પ.પૂ.જશુબેને પણ એવા જ આશીર્વાદ આપ્યા હતા.

 

{gallery}images_in_articles//newsletter/2015/May/28-05-15 Guruhari 10 th shaswat din/{/gallery}

 

 

 

 

શાશ્વત ધામે પપ્પાજી તીર્થ પર આજે તા.૨૮મી મે નિમિત્તે પ.પૂ.સાહેબજી વ્રતધારી ભાઈઓ ને મુક્ત સમાજને લઈને કીર્તન ભક્તિ માટે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ પધાર્યા હતા.

આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સ્વધામગમન દિન હતો. ગુરૂહરિ પપ્પાજીનો ૧૦મો શાશ્વત સ્મૃતિ પર્વ હતો. અને પૂ.પ્રફુલ્લભાઈની અક્ષરધામગમનની પ્રથમ પુણ્યતિથિ હતી.

અનુપમ સૂરવૃંદના ભાઈઓએ વાજીંત્રો સાથે ખૂબ જ સરસ ભાવસભર ભજનો ગાયાં હતાં. પૂ.ઈલેશભાઈ અને પપ્પાજીગ્રુપના ભાઈઓની આજે કીર્તન સભા હોય છે. તેઓ પણ આમાં સામેલ થયા હતા. આખું વાતાવરણ દિવ્યતાસભર બન્યું હતું.

પ.પૂ.સાહેબદાદા અમેરીકામાં હાર્ટ સર્જરી કરાવીને આવ્યા બાદ અહીં પ્રથમવાર પધાર્યા હતા.

કીર્તનબાદ પૂ.શાંતિભાઈએ જૂની સ્મૃતિ સાથે, ગુરૂહરિ પપ્પાજીના બ્રહ્મસૂત્રોને તાજા કરાવતો સરસ પરાવાણીનો લાભ આપ્યો હતો. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.સાહેબદાદાએ પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા. અને ત્યારબાદ પપ્પાજી લોનમાં મહાપ્રસાદ લઈ સર્વે આનંદ સભર હૈયે છૂટા પડ્યા હતાં.

 

 

 

 

 

(૩) તા.૩૦/૫/૧૫ સ્વામીસ્વરૂ પપ.પૂ.જયુબેન દેસાઈનો સુવર્ણસ્વરૂપાનુભૂતિ દિન

સ્વામી સ્વરૂપ પૂ.જયુબેન દેસાઈના સુવર્ણ સાક્ષાત્કાર પર્વની ઉજવણી આજે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ની સભામાં પંચામૃત હૉલમાં ભવ્ય રીતે થઈ હતી. તથા રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ માં પૂ.જયુબેનના જીવનદર્શનનો પૂ.ઝરણાબેન રચિત સાંસ્કૃતિક કાર્યક્ર્મ બહેનોએ ખૂબ સરસ રીતે રજૂ કર્યો હતો.

ગુરૂહરિ પપ્પાજીનું કાર્યસ્વરૂપ એટલે પ.પૂ.દીદી અને પ.પૂ.દીદીનું મન, કર્મ, વચને યથાર્થ સેવન કરી પૂ.જયુબેન પણ ગુરૂહરિ પપ્પાજીનું કાર્યસ્વરૂપ બની ગયા.

પૂ.જયુબેન પૂર્વનું ચૈતન્ય ! નિષ્ઠાવાળા કુટુંબમાં નડિયાદ પૂ.કાંતાબેન વિઠ્ઠલભાઈ દેસાઈના ઘરે પ્રભુએ જન્મ આપ્યો. વળી, પૂ.કાશીબાનો જોગ મળ્યો. પૂ.કાશીબા એટલે પ.પૂ..પપ્પાજી-પ.પૂ.કાકાજીના દિવ્ય બહેન. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના અનન્ય ભક્ત હતા. પૂ.કાશીબાનું મંડળ એટલે સેવા મંડળ. ગોંડલ સમૈયામાં અને જ્યાં સમૈયો હોય ત્યાં પૂ.કાશીબાનું મંડળ સેવામાં હોય. તેમાં પૂ.જયુબેન હોય. પૂ.જયુબેનને પૂ.કાશીબાના સંકલ્પે ભગવાન ભજવાનું ઉગ્યું. પ.પૂ.દીદીનો જોગ થયો. પૂ.જયુબેને તારદેવ પત્ર લખ્યો કે “મારે બહેનો સાથે રહીને ભગવાન ભજવા છે. ગોટલાની જેમ મને ચૂસશો તો પણ ઉંહકારોય નહીં કરું. ગુરૂહરિ પપ્પાજીએ આ પત્ર વાંચ્યો અને તારદેવ બોલાવી લીધા. ત્યાં આવી સેવામાં મંડી પડ્યાં. ૧૯ વર્ષની ઉંમરે જયુબેન તારદેવ ભગવાન ભજવા આવ્યાં અને વિચાર, વાણી અને વર્તનથી ગુરૂહરિ પપ્પાજીને રાજી રાજી કરી લીધા. ગુરૂહરિ પપ્પાજીએ રાજી થઈને કહ્યું કે, આ જયુ તો હંસાનો “હનુમાન” છે. એનાથી આગળની સાધના ભગવાનધારક થયાં. તે જોઈ ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, “પૂ.જયુબેન હનુમાનમાંથી હનુરામ બની ગયાં.” આમ, આખું પૂ.જયુબેનનું સાધનાજીવન સાંસ્કૃતિક કાર્યક્ર્મ દ્વારા રજૂ થયું હતું. તથા સભામાં પણ પૂ.શોભનાબેન, પૂ.કાજુબેન, પૂ.દિલીપભાઈ દેસાઈએ પૂ.જયુબેનના જીવન વિષે વાતો કરીને સરસ પ્રેરણા આપી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2015/May/30-05-15 P.Jayuben divine day/{/gallery}

 

 

 

 

 

પૂ.સંગીતાબેન ભાવસાર, પૂ.પુષ્પાબેન પંચાલે યાચના સાથે ગુણગાન ગાયા હતા. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ તથા પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.

ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, આ દીદી પારસ જેવા છે. પ.પૂ.દીદીને સેવીને પૂ.જયુબેન પારસથી પારસ થયા. જોગી મહારાજનો સંકલ્પ સિધ્ધ થતો જાય છે. તેનો આનંદ છે.

જેના પર ગુરૂ શાસન કરી શકે એ સાચો શિષ્ય. એવા શિષ્ય પૂ.જયુબેન છે. ગુરૂના અંતરના આશિષ આપણને પ્રાપ્તિ કરાવે છે. પૂ.જયુબેન મૂંઝાયા વગર ગયાં છે. દાસત્વભક્તિ હોય તો મૂંઝાયા વગર પ્રાપ્તિ કરી શકે છે. આમ, જોગી મહારાજે એવાં ચૈતન્ય મંદિરો તૈયાર કર્યાં છે. હે પપ્પાજી ! આપનું કાર્ય અમ થકી ચાલુ રહે. એકાંતિક ધર્મનું કાર્ય સિધ્ધ કરી કરાવી શકીએ એવી પ્રાર્થના પ.પૂ.દીદીએ અંતમાં કરી હતી.

 

 

 

 

 

(૪) તા.૩૧/૫/૧૫રવિવાર

ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન અને શ્રી ગુણાતીત જ્યોતના ૫૦મા સ્થાપનાદિનની ઉજવણી આજે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2015/May/31-05-15 guruhari pappaji swarupanubhutidin/{/gallery}

 

 

 

 

પ.પૂ.દીદીના ૬૦મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી સાંજે ૬ થી ૮.૧૫ની સંયુક્ત સભામાં પંચામૃત હૉલમાં થઈ હતી.

આ બંને સભાનું વિડીયો દર્શન વેબસાઈટ પર આપે કર્યું હશે, જેથી વિરમું છે.

{gallery}images_in_articles//newsletter/2015/May/31-05-15 P.Pdidi divine day/{/gallery}

 

 

 

 

 

(૫) તા.૩૧/૫ના  જ્યોતશાખા મંડળોમાં પણ સ્થાનિક ઉજવણી થઈ.

 

 

 

 

 

(૧) ત્રિવેણીમહોત્સવ – સુરત

૧લી જૂન ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન. ગુણાતીત જ્યોત સુરત શાખાનો ૨૮મો સ્થાપનાદિન અને પ્રકાશ સ્વરૂપ પૂ.વિરેનભાઈનો ૪૭મો જન્મદિન. આ ત્રિવેણી મહોત્સવ ઉપક્રમે તા.૩૧/૫/૨૦૧૫ રવિવારના રોજ આખા દિવસનો ખૂબ દિવ્ય કાર્યક્ર્મ થયો.

અનિર્દેશ મુકામે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ યુવાન પરમહંસ ગૃપની એક શિબિર યોજાઈ. લગભગ ત્રીસેક જેટલા મુક્તોએ ભાગ લીધો. શિબિર પ્રારંભે પૂ.વિરેનભાઈએ એમની લાક્ષણિક રીતે સૌને ધ્યાન મગ્ન કર્યા. ધ્યાનમાં ગુરૂહરિ પપ્પાજીને જાણે પ્રગટ કર્યા. પ.પૂ.પપ્પાજીની મૂર્તિમાં સૌને ઝબકોળ્યા. શિબિર માટે જીવન માટે ખૂબ ભાવવાહી પ્રાર્થનાઓ વહાવી સૌને ધન્ય કર્યા. ત્યારબાદ પૂ.પિયૂષભાઈએ યુવાનીના અત્યારના નાજુક છતાંય મહામૂલા સમયને ઓળખવાની તથા આળસ-પ્રમાદ અને કુટેવોથી છૂટવાની અને દૂર રહેવાની ખૂબ સરસ વાતો કરી. નવું-નવું શીખવા-અપનાવવા પ્રભુનું બળ લઈ ખૂબ ઉચ્ચ અને આદર્શ જીવન બનાવવા પ્રેરણા આપી.

સાંજે ૫.૩૦ થી ૯.૩૦ના વિશિષ્ટ કાર્યક્ર્મ માટે લગભગ ૨૦૦ થી પણ વધુ મુક્તો પધાર્યા હતા. આ પ્રસંગે અમદાવાદથી ખાસ ભાગ લેવા પ્રકાશ સ્વરૂપ પૂ.હરેશભાઈ અને ૪ ભાઈઓ પધાર્યા હતા.

 

 

 

{gallery}images_in_articles//newsletter/2015/May/31-05-15 triveni mahotsav Surat jyot/{/gallery}

 

બરાબર ૫.૩૦ વાગ્યે કાર્યક્ર્મ શરૂ થયો. આવાહન, ધૂન અને ભજનથી શરૂઆત થઈ. ડાયસ પર મૂકેલા બે માઈક પર બે યુવાન મુક્તો પૂ.શૈલેષભાઈ તથા પૂ.ભરતભાઈએ વારાફરતી ખૂબ સરસ રીતે ત્રિવેણી ઉત્સવનું માહાત્મ્ય દર્શન કરાવ્યું. સાથે સાથે દિવ્યભૂમિ “અનિર્દેશ”ના મહિમાની વાત અને કીર્તન આરાધનાનું મહત્ત્વ પણ સમજાવ્યું. પૂ.અંકિતભાઈ, પૂ.માધવભાઈ અને સંગીત મંડળીએ ખૂબ સુંદર સતત ૪૦ મિનિટ જૂનાં અને નવાં ભજનોની રમઝટ બોલાવી. દરેક ભજનની એક એક કડી લઈને ઘણાં ભજનો આવરી લીધાં. ત્યારબાદ પ્રકાશ સ્વરૂપ પૂ.હરેશભાઈએ નવી બનાવડાવેલી ઠાકોરજી તથા ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિનાં પૂજન કર્યાં. પૂ.વિરેનભાઈએ તથા પૂ.પિયૂષભાઈએ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીની મૂર્તિનાં ચરણાર્વિંદનાં પૂજન કર્યાં. (૨૦૦૩માં ગુરૂહરિ પપ્પાજી અનિર્દેશ પધાર્યા હતા ત્યારે એ મૂર્તિનું સ્વયંમ્ પૂજન પગના અંગૂઠા તથા આંગળી પર કર્યું હતું. એ સ્મૃતિ રૂપે) ત્યારબાદ જ્યોત સ્થાપનાદિન નિમિત્તે ખૂબ ભાવવાહી માહાત્મ્ય દર્શન પૂ.રવજીભાઈએ કરાવ્યું. પ.પૂ.પપ્પાજી આ સંતો દ્વારા કાર્ય કરી રહ્યા છે. અને સૌની જે રીતે પ્રગતિ થઈ રહી છે તે અદ્દભૂત છે. એમ મહિમાની વાતો કરી. પૂ.પિયૂષભાઈએ પોતાના પ્રવચનમાં સુરત જ્યોતની સ્થાપના વિષે વાતો કરી. ગુરૂહરિ પપ્પાજીની અપાર કૃપા અને પ.પૂ.જશુબેનના અથાગ પરિશ્રમ અને પૂ.મગનબાપા તથા પૂ.અનિલાબેનના યાદગાર સમર્પણની માહાત્મ્યની વાતો કરી.

ત્યારબાદ પૂ.નરેન્દ્રભાઈ ધમરાડે ગુરૂહરિ પપ્પાજીને મોગરાનો સુંદર હાર પહેરાવ્યો. પૂ.પ્રિતભાઈ પનારાએ ખૂબ સુંદર અનુભવ દર્શન કરાવ્યું.

કાર્યક્ર્મની વચ્ચે સંચાલકો બદલાયા. પૂ.ડૉ.વિરેનભાઈ અને પૂ.કૃણાલભાઈ આવ્યા. સભા સંચાલન પણ સરસ થાય સૌને ખૂબ નવીન લાગે. તેઓ પણ સાથે સાથે કાર્યક્ર્મને અનુરૂપ મહિમાગાન અને સ્મૃતિગાન કરાવતા જાય. સુંદર પ્રાર્થનાઓ પણ કરતા જાય.

હવે સૌના આશ્ર્ચર્યની વચ્ચે આવ્યું નૃત્ય. ધમાકેદાર ડાન્સ જેમાં સાત યુવાનોએ મસ્તી અને મહિમાથી, ઉત્સાહ અને ઉમંગથી છલક્તો ડાન્સ કર્યો. ભજનના શબ્દો હતા. “દિલ ભર્યા ભર્યા આનંદતા..સહજાનંદ પપ્પાજીમાં રહ્યા…” હાજર રહેલા સૌ ડોલી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા. ખરેખર સુંદર ડાન્સ રજૂ કર્યો.

ડાન્સ બાદ પ્રકાશ સ્વરૂપ પૂ.વિરેનભાઈએ ૧લી જૂન ૧૯૫૨ની અદ્દભૂત સ્મૃતિ તાર્દશ કરાવી. તમામ મુક્તોને એ પ્રસંગમાં પ્રેક્ષક તરીકે ખડા કરી દીધા. એ સમય એ યોગીબાપા તારદેવનું મકાન, એ સોનાબા અને એ કાકાજી-પપ્પાજી. જાણે સમગ્ર ઘટના જાણે આપણી આંખ સામે જ બની રહી છે. તેવું સુંદર વર્ણન કરી પ.પૂ.પપ્પાજીનો ખૂબ મહિમા રેલાવ્યો.

ત્યારબાદ ગુરૂહરિ ચરણે પ્રાર્થના ધરવા સૌ પોતાના સ્થાને ઉભા થયા અને હાથ જોડી આંખ બંધ કરી સૌએ સમૂહમાં “પપ્પા તમે થઈ ગ્યા અમારા…” એ પ્રાર્થના ગાન કર્યું. આખું વાતાવરણ દિવ્ય ભાસતું હતું. ત્યાર પછી પોતાના સ્થાન પર બેસીને સૌએ પૂ.વિરેનભાઈના જન્મદિને ૪૭ તાળી સ્વામિનારાયણ મંત્ર સાથે સામૂહિક રીતે અર્પણ કરી. પૂ.વિરેનભાઈના વ્યક્તિત્વને અનુરૂપ પૂ.અંકિતભાઈએ સુંદર ભજનની કડી “સરળતાના સ્વરૂપ તમે સેવક થઈને વર્તી રહ્યા…” એ ગાઈ. ત્યારબાદ અમદાવાદથી પધારેલા સૌ ગુણાતીત પ્રકાશ ભાઈઓનું તથા પ્રકાશ સ્વરૂપો પૂ.વિરેનભાઈ, પૂ.હરેશભાઈ, પૂ.પિયૂષભાઈના પુષ્પ ગુચ્છથી સ્વાગત થયાં.

ત્યારબાદ બે નાના કિશોરમાંથી પૂ.દીપભાઈ ગજેરાએ એક સુંદર કાવ્ય પૂ.વિરેનભાઈના જન્મદિને રજૂ કર્યું. અને પૂ.ગૌરવ ગોધાણીએ કાર્ડ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરી. પૂ.નિલેષભાઈએ પૂ.વિરેનભાઈના જન્મદિન નિમિત્તે વિસ્તૃત છતાંય ખૂબ ઝીણવટ્ભર્યું માહાત્મ્ય દર્શન કરાવ્યું. પૂ.મૂકેશભાઈ વાજા તથા પૂ.મોહનભાઈએ કેક અર્પણ કરી અને પૂ.વિરેનભાઈ સહિત પૂ.હરેશભાઈ તથા પૂ.પિયૂષભાઈએ સાથે મળીને કેકકર્તન કર્યું. ત્યારબાદ વિડિયો દર્શન દ્વારા મોટા સ્ક્રીન પર પૂ.વિરેનભાઈનું માહાત્મ્યદર્શન કરાવતું ભજન “પપ્પાના પ્રકાશ તમે છો…” એ નિહાળ્યું. અને ગુરૂહરિના દર્શન સાથે આશિષ મેળવ્યા. અંતમાં પૂ.રાજુભાઈએ સમગ્ર મહોત્સવનું માહાત્મ્ય દર્શન કરાવ્યું. અને છેલ્લે ફરી એકવાર ડાન્સ રજૂ થયો. સૌને ખૂબ ખૂબ આનંદ થયો. છેલ્લે સૌ મહિમાભર્યો મહાપ્રસાદ લઈને માહાત્મ્યભર્યા હૈયે વિદાય થયા.

 

 

 

 

 

 

(૨) ૩૧/૫/૧૫ ગુરૂહરિપપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન તથા શાશ્વતસ્મૃતિદિનનો સમૈયો – મુંબઈ

૩૧ મે રવિવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ પૂ.સુરેશભાઈ, પૂ.ઈલેશભાઈ તથા પૂ.નંદુભાઈના સાંનિધ્યમાં ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કારદિન ૧લી જૂન તથા શાશ્વત સ્મૃતિદિને ભાઈઓ તથા બહેનોની સંયુક્ત સભા યોજાઈ હતી.

પૂ.ઈલેશભાઈના કીર્તન આરાધના ના લાભ સાથે એમના પ્રવચનમાં ખરા અર્થમાં શાબ્દી ઉજવવાની સૂઝ આપી.

સભામાં પૂ.સુરેશભાઈ અને પૂ.નંદુભાઈએ લાભ આપ્યો. અને વડીલ ગૃહસ્થ પૂ.વાસંતીબેન તન્ના તથા ચૈતન્ય માધ્યમ પૂ.કુસુમબેન માવાણી અને પૂ.નલિનીબેન ગજ્જર એ પણ અનુભવ દર્શન કરાવ્યું.

આમ, મુંબઈમાં ૧લી જૂનનો સમૈયો ખૂબ ભક્તિભાવપૂર્વક અને દિવ્યતાથી ઉજવાયો હતો.

{gallery}images_in_articles//newsletter/2015/May/31-05-15 Guruhari Divine day borivali jyot/{/gallery}

 

 

 

 

(૩) ૩૧/૫/૧૫ ગુરૂહરિપપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન તથા યોગીજયંતીનો સમૈયો (લંડન )

પૂ.વિનોદભાઈ પટેલે ખૂબ સરસ સભા સંચાલન કર્યું. એમણે કહ્યું કે, પહેલી જૂન આપણા નસીબનો દિન કહેવાય. ત્રિવેણી ઉત્સવ, ગુરૂહરિ પપ્પાજી મહારાજનો સાક્ષાત્કારદિન, ગુણાતીત જ્યોત તથા ગુણાતીત સમાજનો સ્થાપનાદિન. વળી, ઈંગ્લેન્ડ મંડળ ઉપર ગુરૂહરિ પપ્પાજીની અને પ.પૂ.બેનની અતિ કૃપા! વર્ષો વર્ષ પધાર્યા, સ્વરૂપો પધારે છે અને લાભ આપે છે.

પૂ.નિર્ભયભાઈ લાખાણી અને પૂ.સેજલભાભી લાખાણીએ ભાવથી ગુરૂહરિ પપ્પાજીનું હારથી પૂજન કર્યું, સ્વાગત કર્યું.

પૂજન અને સ્વાગત ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા, પ.પૂ.બેન, પ.પૂ.દેવીબેનનું પૂ.અલ્પાબેન પટેલ અને પૂ.જતીનભાઈ પટેલે કલગી અર્પણ કરી કર્યું.

પૂ.શોભનાબેન સુરેન્દ્રભાઈ શાહ અને તેમના Twin Sister પૂ.સરલાબેનનો ૧લી જૂનના રોજ ૬૫મો જન્મદિવસ હતો. તેથી તે બંને બહેનોએ ગુરૂહરિ પપ્પાજીનું તથા પૂ.દેવીબેનનું હારથી પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.

ખૂબ સરસ બધા ભક્તોએ ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્યદર્શન અને અનુભવની વાત કરી.

પૂ.ઈલાબેન વાઘેલાએ નિર્દોષબુધ્ધિ ઉપર વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજીને શું ગમે છે ? મુક્તોમાં ભાવફેર ના કરીએ અને ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ સ્મૃતિ આપી છે, કથા-વાર્તા, જ્ઞાન લેખ લખ્યા. પુસ્તકો આપ્યા છે. તો સ્વાધ્યાય કરીએ અને વર્તનમાં મૂકવાનું બળ માંગ્યું.

પૂ.કલુબેન વિસાણીએ વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજી-પૂ.બાપા સાથે કારમાં બેઠા અને જોગીબાપાએ કહ્યું કે, આ કાર કેની છે ? તે પહેલેથી જ ગુરૂહરિ પપ્પાજીને મનાઈ ગયું કે બાપા મારો આત્મા છે. એમ આપણને ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, હું તમારી તો આપણું કાંઈ પણ રાખ્યા વગર માન્યતા વગેરે સંપૂર્ણ સમર્પણ થઈ જાય એવું બળ માંગ્યું.

પૂ.મીરાંબેન ઠક્કરે વાત કરી કે ઓસ્ટ્રિયાથી પાછા આવતા પ્લેનમાં તેમને ગુરૂહરિ પપ્પાજી, પૂ.નિલમબેન અને પ.પૂ.બેનના સેવક તરીકે આવવાનો લાભ મળ્યો. ત્યારથી ગુરૂહરિ પપ્પાજી મહાન છે. ભગવાનનું સ્વરૂપ છે. એ પ.પૂ.બેનના સંકલ્પથી મનાઈ ગયું. હવે, બસ પપ્પા, પપ્પા જ થયા કરે છે. ભજન સાંભળી ગુરૂહરિ પપ્પાજીને જીવંત રાખ્યા છે. હરેક પ્રસંગે એમને ઉપાયભૂત કરે છે.

પૂ.સુનિલભાઈ ગાંધીએ અંગ્રેજીમાં વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજીની સાચી ભક્તિ કરતા થઈ જઈએ.

પૂ.વિઠ્ઠલાણી સાહેબે એક સરસ લેખ ગુરૂહરિ પપ્પાજીનો વાંચ્યો જે પ.પૂ.દીદીએ અહીં વાંચ્યો હતો.

પ.પૂ.દેવીબેન, પૂ.રમીબેન, પૂ.અરૂણાબેન તથા પૂ.દિલીપભાઈના આશીર્વાદ લીધા. ખૂબ સરસ સ્ટેજ ડેકોરેશન હતું. ગુરૂહરિ પપ્પાજી ચિદાકાશમાં સ્વરૂપો સાથે બિરાજમાન છે. બસ સર્વે મોટેરાંની પ્રાર્થના અને યાચના હતી કે, આખો સમાજ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી પર્વ સુધી એવી પરાભક્તિ કરતો થઈ જાય. સંપ, સુહ્રદભાવ, એકતા રાખીએ. સ્વાધ્યાય, મહાપૂજા અને કીર્તન આરાધના કરીએ છીએ તે ચાલુ રાખીએ. આમ, માહાત્મ્યભરી સ્મૃતિ, કથા-વાર્તાનો લાભ લઈ સૌ મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા.

 

 

 

 

 

(૬) આ પખવાડીયાદરમ્યાનજ્યોત-જ્યોતશાખાઓમાંગ્રીષ્મવેકેશનનીશિબિરો થઈહતી.

તા.૧૮,૧૯મેસુરતમહિલાસમાજનીશિબિર “ગુણાતીતધામે” થઈ હતી. જેમાં વિભાગ પાડી શિબિરનું આયોજન કર્યું હતું.

 

 

 

 

 

(૧) બાલિકાકિશોરી, યુવતીમંડળની શિબિર તા.૧૮/૫ના રોજ પૂ.દયાબેન, પૂ.તરૂબેન અને પૂ.મીનાબેન દોશીના સાંનિધ્યે થઈ હતી. દીપપ્રાગટ્યથી શિબિરનો પ્રારંભ થયો. લગભગ ૫૦ જેટલા મુક્તોએ આ સભામાં ભાગ લીધો હતો. ૮.૦૦ થી ૧૨.૩૦ સભા અને કથાવાર્તા, બપોરે મહાપ્રસાદ અને તાપના સમયમાં બાળકોને D.V.D બતાવી. જેના દ્વારા સંસ્કાર પ્રાપ્ત થાય. સાંજે એક ફાર્મ હાઉસ પર લઈ જઈ ત્યાં ગાર્ડન-સ્વીમીંગ પુલ છે. તેથી બાળકોએ ૪.૦૦ થી ૭.૦૦ ત્યાં મુક્તમને આનંદ કર્યો.

શિબિર સભામાં પૂ.દયાબેન, પૂ.તરૂબેન, પૂ.મીનાબેન દોશી તથા પૂ.સુમાબેન, પૂ.હંસાબેન મોદી તેમજ પૂ.સરોજબેન પટેલે લાભ આપ્યો હતો. તન, મન, આત્માના જતન અને પ્રગતિની વાતો વિધવિધ ઉદાહરણો દ્વારા તથા પાયાના સંસ્કાર આવરી લઈને કરી હતી. અત્યારના વિષયાનંદી બળતા જગતમાં ખિલતા પુષ્પ સમાન બાળકોનું જતન, રક્ષણ આવા સંતો દ્વારા જ શક્ય છે. આખી શિબિરના સારરૂપ એક કિશોરીએ લખેલ અહેવાલ વાંચી ઘણો આનંદ થયો. હાલનું તેજસ્વી જનરેશન અને મુમુક્ષુ આત્માઓ સત્સંગના સંસ્કાર ખૂબ સરસ ગ્રહણ પણ કરે છે.

 

 

 

 

 

 

(૨) તા.૧૯/૫ નારોજ સદ્દગુરૂ ઓના સાંનિધ્યે મહિલામંડળની શિબિર

 “ગુણાતીત ધામ”ના હૉલમાં હતી. લગભગ ૬૫ જેટલા મુક્તોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. છતાંય બે વિભાગમાં શિબિર કરી હતી.

સવારે ૭.૦૦ થી ૫.૩૦ મહિલા મંડળની શિબિર હતી. સાંજે ૫.૩૦ થી ૮.૦૦ જુનિયર ભાભીઓની સભા રાખી હતી.

પૂ.દયાબેન, પૂ.તરૂબેન, પૂ.મીનાબેન દોશીએ થોડામાં ઘણું જ્ઞાન પીરસી, સાથે મહાપ્રસાદ, ઠંડા પ્રસાદનો આનંદ આપી સહુનાય હૈયામાં શાંતિ અને આનંદથી ભર્યા ભર્યા કરી દીધાં હતાં.

આ વર્ષ કીર્તન-ભક્તિનું રાખેલ છે. તેથી આ શિબિર દરમ્યાન વચ્ચે વડીલ ભાભીઓએ અને જુનિયર ભાભીઓની સંયુક્ત સભામાં કીર્તન આરાધના પણ રાખી હતી. ઘર કેવી રીતે ચલાવવું. ગૃહસ્થાશ્રમમાં રહીને હૈયામાં ભગવાન કેવી રીતે રાખી શકાય. તેનું પ્રાથમિક જ્ઞાનથી માંડી ઘર અને દેહને મંદિર બનાવવા વિશે તથા ગુરૂહરિ પપ્પાજીના થઈને કેવી રીતે રહેવાય વગેરે જ્ઞાન આત્મીયતા સાથે આપવામાં આવ્યું હતું. જેનાથી બધાના હૈયા અને મોં હસતાં અને આનંદ કિલ્લોલ કરતાં ભર્યાં ભર્યાં થઈને પરાણે છૂટા પડ્યા હતાં.

 

 

 

 

 

(૩) તા.૧૬,૧૭ મે જીવનજાગૃતિ શિબિર મુંબઈ

ગુણાતીત જ્યોત મુંબઈ ખાતે ભાઈઓ માટે જીવન જાગૃતિ શિબિર તા.૧૬-૧૭ મે ૨૦૧૫ના રોજ સુંદર રીતે પ્રકાશના ભાઈઓના સાંનિધ્યમાં સંપન્ન થઈ.

આ શિબિરમાં ૬૦ થી ૭૦ મુક્તોએ લાભ લીધો.

જીવન જાગૃતિ શિબિરની શરૂઆત પ.પૂ.જ્યોતિબેન તેમજ પ્રકાશમ્ના ભાઈઓ તરફથી પૂ.સુરેશભાઈ, પૂ.નંદુભાઈ, પૂ.વિજયભાઈ અને પૂ.પ્રવિણભાઈએ સર્વને ઉપયોગી થાય તેવું સુંદર માર્ગદર્શન આપ્યું. પ.પૂ.જ્યોતિબેન તરફથી આશીર્વાદ રૂપે ખરા અર્થમાં જીવન જાગૃતિની સૂઝ આપી.

આ શિબિરમાં સુરતથી પૂ.વિરેનભાઈ તથા પૂ.નિલેશભાઈ પણ સર્વને લાભ આપવા અને ઉત્સાહમાં વધારો કરવા પધાર્યા હતાં. પૂ.વિરેનભાઈએ શિબિરમાં ખૂબ લાભ આપતા તેમના અનુભવ અને મુક્તોના પ્રસંગોના દર્શન કરાવીને ગુરૂહરિ પપ્પાજી અને ગુણાતીત સમાજ પ્રત્યે સર્વની નિષ્ઠા વધે. એવું માર્ગદર્શન કરાવ્યું. તથા અહીં સમાજને પૂ.પિયૂષભાઈ, પૂ.નિલેશભાઈ તથા સર્વે પ્રકાશના ભાઈઓનું સંતરૂપી કાર્યનું દર્શન કરાવ્યું. અમ શુના સ્થાનિક લીડર પૂ.સુરેશભાઈ ગાંધી પ્રત્યેની વફાદારી અને માહાત્મ્યની સૂઝ આપી.

પૂ.નિલેશભાઈએ લાભ આપતાં કહ્યું કે એમના જીવનમાં ગુરૂહરિ પપ્પાજીને પ્રત્યક્ષ માની, નાની ઉંમરે ખૂબ સમર્પિત ભાવે જીવી રહ્યાં છે. એ સમર્પણ જોઈને ખૂબ પ્રોત્સાહન મળ્યું.

મુંબઈ મંડળના અનુભવી મુક્તો પૂ.રમેશભાઈ વડગામા, પૂ.રાકેશભાઈ ઠક્કર અને પૂ.હિરેનભાઈ માવાણીના પ્રવચન ખૂબ પ્રેરણાદાયી રહ્યા.

પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ રૂપી પ્રાપ્તિનું મૂળ સમજાવી સત્સંગનું માહાત્મ્ય અને પ્રાધાન્ય સમજાવ્યું.

અંતમાં પૂ.ભગવાનજીભાઈ ગજ્જર એ આભારવિધી કરીને આ જીવન જાગૃતિ શિબિરની પૂર્ણાહુતિ કરી.

આમ, આખું પખવાડીયું સમૈયા, ઉત્સવોથી ભર્યું ભર્યું પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.