16 to 31 May 2016 – Newsletter

                         સ્વામિશ્રીજી                 

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોશતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬//૧૬ થી તા.૩૧//૧૬ દરમ્યાન જ્યોતજ્યોતશાખામાં થયેલ શિબિરસમૈયાબ્રહ્માનંદની સ્મૃતિ માણીશું.

 

() તા.૨૫//૧૬ .પૂ.પપ્પાજી– .પૂ.મમ્મીજીનો ૯૦મો દિવ્ય લગ્નદિવસ

ગુરૂહરિ પપ્પાજી દ્વારા બ્રહ્મપરબ્રહ્મ તત્ત્વ માનવદેહ ધારણ કરીને પૃથ્વી પર પ્રગટ્યું. જમાના મુજબ માનવદેહે ગુરૂહરિ પપ્પાજીની લીલા હોય! સ્મૃતિ હોય! તે આજે જ્યોતના ઉપરના હૉલમાં (જ્યોતિ હૉલમાં) .પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે બહેનોની સભા થઈ. યોગાનુયોગ બાલિકા,

કિશોરી અને યુવતી મંડળની શિબિર આવતીકાલથી શરૂ થવાની છે. તેનો પ્રારંભ .પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે આજે થઈ ગયો. પૂ.ડૉ.નિલમબેને ગુરૂહરિ પપ્પાજી.પૂ.મમ્મીજીના ૧૧ વર્ષની સ્મૃતિ અને સમજણની વાતો કરી હતી. ગુરૂહરિ પપ્પાજી ૧૧ વર્ષના હતાં પણ તેમની સમજણ ૧૦ વર્ષ મોટી હતી. લગ્ન કરીને ગુરૂહરિ પપ્પાજી નડિયાદ મોસાળમાં આવ્યા ત્યારે નાનીબાના ખોળામાં માથું મૂકી રડ્યા. રડવાનું કારણ બા પૂછ્યું તો કહે, “આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી મારા પર આવી. “ બા આશ્વાસન આપી શાંત કર્યા. કહે કે, “આપણે અત્યારથી કમળાને અહીં તેડાવવાની નથી.” પણ ૧૧ વર્ષના બાળકમાં જે જવાબદારીની આવી સભાનતા ખૂબ મોટા ગુણનું દર્શન છે.

 

.પૂ.જ્યોતિબેને ૧૧ વર્ષની કિશોરીઓને ઉભી કરી, સમીપ બોલાવીફોટા પડાવી, પ્રેક્ટીકલ સ્મૃતિ .પૂ.પપ્પાજી.પૂ.મમ્મીજીની કરાવી, બાળકોને સ્મૃતિ આનંદ કરાવી, પ્રસાદ આપી ધન્ય કર્યા. તે પછી .પૂ.જ્યોતિબેનની તબિયત એકાએક લથડી. સ્પાઈનની જૂની તકલીફે વેગ પકડ્યો અને પગ જકડાઈ જવાથી બેડરેસ્ટમાં છે. કાલે શું થવાનું છે તેનું દર્શન જેમને છે તેવા ગુરૂહરિ પપ્પાજીએ આજે સભા નીચે હૉલમાં ડેકોરેશન થતું હોવાથી ઉપર રખાવી અને .પૂ.જ્યોતિબેનનો પ્રત્યક્ષ દર્શનસાંનિધ્ય લાભ અપાવી દીધો.

 

() તા.૨૬, ૨૭ વિદ્યાનગર જ્યોતમાં બાલિકા, કિશોરી અને યુવતી મંડળની

                 શિબિર તથા બાલયુવક મંડળના ભાઈઓની શિબિર

 

વિદ્યાનગર જ્યોતમાં બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર તથા બાલ

યુવક મંડળના ભાઈઓની શિબિર પરમ પ્રકાશમાં રાખવામાં આવી હતી. પહેલાં બાલયુવક મંડળની શિબિર સુરત ખાતે થઈ હતી. આત્રણેય શિબિરનો અહેવાલ સ્મૃતિ અહીં આપણે આગળ છેલ્લે માણીશું.

{gallery}images_in_articles//newsletter/2016/May/26 to 27 behno shibir jyot mandit/{/gallery}

 

() શિબિરની સાથે સાથેએક પંથ દો કાજત્રિવેણી સંગમ ઉત્સવનું આયોજન આ પ્રમાણે હતું. તેની ઝલકસ્મૃતિ માણીશું.

 

તા.૨૮,૨૯ મે શનિરવિ વધારેમાં વધારે મુક્તોને લાભ મળી શકે હેતુથી

() ૧લી જૂનના સમૈયાની ઉજવણી સમાજલક્ષી શનિરવિમાં રાખી હતી. તેમાં

() તા.૨૮મી મે એટલે દશાબ્દી શાશ્વત સ્મૃતિ પર્વ હતો. વળી, સોનામાં

     સુગંધ ભળે તેમ..

() વદ તા.૨૮મી હતી.

{gallery}images_in_articles//newsletter/2016/May/26 to 27 bhaio shibir anoopam/{/gallery}

 

૨૦૧૬નું વર્ષ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીનું વર્ષ છે. વર્ષના વાર્ષિક આયોજનમાં છે કે વદ હરિભક્તોએ ભરવી. વર્ષની એક વદ૬ના વિદ્યાનગર પંચતીર્થી કરવા આવવું. તેમાં વદ૬ના મુંબઈ મંડળ, વલસાડ મંડળ, ભરૂચ મંડળ તથા માણાવદર મંડળનો કાર્યક્ર્મ તા.૨૮/ ના રોજ હતો. (આપ જાણો છો તે મુજબ ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ૧લી સપ્ટેમ્બર ૧૯૧૬ છે. પ્રાગટ્યતિથિ ભાદરવા વદ છે. પ્રાગટ્યતિથિની ઉજવણી જેમ આપણા સ્વામિનારાયણના ભક્તો પૂનમ ભરીએ છીએ તેમ વદ વર્ષની ભરવાની રાખી છે. રીતે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યની સ્મૃતિ માણી રહ્યાં છીએ.

 

તા.૨૮/ ના જ્યોત મંદિરમાં મંડળ વાઈઝ વલસાડ, મુંબઈ અને માણાવદર મંડળના મહિલાઓએ ઠાકોરજી સમક્ષ ભક્તિભાવથી અનાજનો સાથિયો કરી, તેના પર ફળપૈસા મૂકીને પ્રાર્થના કરીને સમૂહ આરતી કરી હતી.

 

¯ શાશ્વત ધામઆજે શાશ્વત ધામ મોગરા તથા પુષ્પોથી મહેંકી રહ્યું હતું. સુશોભિત દર્શનથી હ્રદયના ભાવો ઉમટ્યા હતા. તેવી રીતે કેટલાય મુક્તો પણ શાશ્વત ધામે સવારથી રાત સુધી ઉમટ્યા હતા. સવારે થી માં ભાઈઓ, થી ૯માં ભાભીઓ, ત્યાર પછી સંતો, ગૃહસ્થ કુટુંબીઓનું આગમન ચાલુ હતું. તે સાંજે .૩૦ થી .૦૦ માં અનુપમ મિશનના વ્રતધારી ભાઈઓ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પધાર્યા હતા, અને ભક્તિભાવે પ્રાર્થનાપ્રદક્ષિણા કર્યા હતાં. આમ, ગુરૂહરિ પપ્પાજીના પ્રત્યક્ષ પણાની અનુભૂતિ સવારથી રાત સુધી સર્વેએ કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2016/May/28-05-16 shaswat smrutidin pappaji tirrh dhun pardxina/{/gallery}

 

¯ પ્રભુકૃપાં દર્શનઓહોહો નિત નવાં દર્શન દરેક પર્વના દિવસે પ્રભુકૃપામાં પ્રભુકૃપાના મુક્તો પૂ.જીતુકાકા અને પાર્ટી દ્વારા સુલભ હોય છે. વખતે ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન એક સાથે અનેક પપ્પાજીનાં દર્શન મીરર ગોઠવણ દ્વારા થતા હતા. જેટલી ગોપીઓ તેટલા કૃષ્ણ એવો આભાસ થયો. આઈડિયા પાછળ પ્રાર્થના હતી

તારાં સ્વરૂપ છે અનેક, સહુમાં છે તુંહી, ગમવા તને ખમી, નમી બની રહીએ એક…”

રોમ રોમ ઝંખે રે મિલન તારાં, એક નહીં અનેકવાર દર્શન કરવા….”

કાચનું મંદિર બનાવ્યું હતું. “ચાલો સત્સંગ રૂપી કાચના મહેલમાં…” ભજન પ્રમાણેની પ્રાર્થના અને હેતુથી કાચનું મંદિર બનાવેલું. તથા ગુરૂહરિ પપ્પાજીની ૧૯૨  વિધ વિધ મૂર્તિઓ અને વડીલ સદ્દગુરૂ સ્વરૂપો  .પૂ.બા, .પૂ.બેન, .પૂ.તારાબેન, .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જશુબેન, .પૂ.પદુબેનની નાની નાની મૂર્તિઓ સ્વરૂપોની ૧૯૨+=૨૦૦ નાની મૂર્તિઓ ત્રણ ફરતા ચક્રમાં મૂકી હતી. આમ, પ્રભુકૃપાના સુશોભનમાંથી ગુરૂહરિના આશીર્વાદ વાઈબ્રેશન દર્શનાર્થી સહુ મુક્તોને મળ્યા હતાં. આપ સર્વેને યાદ કરીને ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન અમે કર્યાં છે. આમ આપ અહીં આવી ગયા જાણજો. જો કે લેટેસ્ટ ટેકનોલોજીએ દુનિયાને નજીક લાવી દીધી છે. તે દ્વારા આપના ઘર મંદિરમાં ગુરૂહરિ પપ્પાજી પધારી ગયા હશે.

 

() તા.૨૮/૨૯ ના રોજ ત્રે ઉજવાયેલ સમૈયાનું લાઈવ દર્શન આપે વેબસાઈટ દ્વારા માણ્યું હશે. તેથી અહીં વિગતે લખ્યું નથી.

 

{gallery}images_in_articles//newsletter/2016/May/28-05-16 shashwat mahapooja new pappaji hall/{/gallery}

તા.૨૮/૫ના સાંજે થી .૦૦ ગુરૂહરિ પપ્પાજીના સ્વરૂપાનુભૂતિદિન નિમિત્તે તથા જ્યોતની સુવર્ણ જયંતિ નિમિત્તેની સંયુક્ત સભા થઈ ! તેમાં જ્યોત ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય છે. ગુરૂહરિ પપ્પાજીએ જ્યોતનાં બહેનોને કર્મયોગ કરાવ્યો છે. કર્મયોગનો યુનિફોર્મ સફેદ સાદો, સુઘડ મર્યાદિત રાખેલ છે. કર્મયોગી બહેનો બહાર જાય છે. જ્યોતનાં થઈને ગુરૂહરિ પપ્પાજીના ગાઈડન્સ પ્રમાણે વર્તન કરે છે. કર્મયોગી બહેનો બહાર જઈને વર્તનથી જ્યોતની નામના વધારે છે. ગુરૂહરિ પપ્પાજીનું નામ રોશન કર્યું છે. તેની રજૂઆત અમુક કર્મયોગી બહેનો કે જેમને બાહ્ય રીતે જગત સમાજમાંથી એવોર્ડ મળ્યો છે. તે વાત રજૂ કરીનેશાન જ્યોતના નામે રજૂ કરેલ. જ્યોત પપ્પાજીની હીરાની ખાણ છે. એક એકથી એક ચડિયાતા ! અને અદ્વિતીય ચૈતન્યો છે. ગુરૂહરિ પપ્પાજીએ તો સંકલ્પથી પૂર્વનાં ચૈતન્યોને કૃપાએ પ્રગતિ કરાવવા અહીં લાવેલા છે. એટલે તો ઉચ્ચનીચના કે જ્ઞાતિની ભેદ નથી રાખ્યા. ચૈતન્ય સ્વરૂપે ઓળખ છે. એવાં સર્વે ચૈતન્યો પૈકી કર્મયોગી નારી રત્નોમાંથી જગતની રીતે વખાણ થયેલ રત્નોને ચાર સ્વરૂપેના હસ્તે પૂજન, પુષ્પ અર્પણ કરાવી જ્યોતના બહેનોનું બહુમાન કર્યું. જે અન્ય કર્મયોગીભક્તિયોગી બહેનોમાંથી તેમના રીપ્રેઝન્ટેટીવ રૂપે હતુંચાર દિવાલમાં વર્ષોથી સાથે રહી જાતના જાણપણા વગર નામનિશાન વગર જીવનાર! દુનિયામાં આવી વ્યક્તિઓ મળે નહીં. એવી જ્યોતના હીરાની ખાણના હીરામાંના હીરાની ઓળખ ગુરૂહરિ પપ્પાજીના કાર્ય તરીકે આપી હતી. રીતે જુદા ફોર્મમાં સભા થઈ હતી.

 {gallery}images_in_articles//newsletter/2016/May/28-05-16 pappaji mahatmya gan sabha jyot suvarna sabha/{/gallery}

 

() તા.૨૯/૫ સવારે થી૧૨.૩૦ ૧લી જૂનનો સમૈયો

 

બહુધા મુક્તો સમૈયાનો લાભ લઈ શકે અને ખરેખર હરિભક્તો ઉમટ્યા. આટલા નાના કેમ્પસમાં ૨૦૦૦ ઉપરાંત મુક્તોએ સમૈયાનો લાભ લીધો. ગરમી કહે મારું કામ. પપ્પાજી હૉલ A.C, પરંતુ બહારઉપર સખત તાપ ! પૂ.માયાબેને ચોકમાં, પંચામૃત હૉલમાં, જ્યોતિ હૉલમાં તથા પર્વ પ્લોટના મંડપમાં બધે પાણીનો છંતકાવ ફુવારાની ત્વરિતત ગોઠવણ કરાવી. જેથી ભક્તો સમૈયાનો સરસ લાભ લઈ શક્યા. મહાપ્રસાદ લઈ શક્યા. ધન્ય છે ! રસોડામાં ચૂલા પાસે સેવા કરનાર મુક્તોને ! તેઓને ખાસ ઠંડકની ઝાંખી મળી હતી. બીમાર થઈ જવાય તેવો તાપ હતો પણ ઠંડકને કારણે પ્રભુએ રક્ષા કરી.

{gallery}images_in_articles//newsletter/2016/May/29-05-16 pappaji shaskatkardin sabha 1st june/{/gallery}

 

૨૯મીએ સાંજે .પૂ.દીદીના હીરક સાક્ષાત્કારદિનની સભા હતી. પણ આપે વેબસાઈટ પર માણી હતી. સભા બાદ .પૂ.દીદી તરફથી આઈસ્ક્રીમની ઠંડક માણીને સહુ હરિભક્તો વિસર્જિત થયા.

આમ, બે દિવસમાં બાળકોની શિબિરના અને બે દિવસ સમૈયાના હતા. પણ બે દિવસમાં જાણે ૧૨૧૨ દિવસ જેટલો લાભ લઈ ધન્યતાનો આનંદ અનુભવ્યો હતો.

 

() જ્યોતની જ્ઞાનગોષ્ટિ

 

જ્યોતમાં નિત સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત પરાવાણીનો લાભ તથા એકાદ સદ્દગુરૂની ગોષ્ટિનો લાભ લઈએ છીએ. તેમાંથી તા.૨૨/ ના રોજ પૂ.તરૂબેને તેમની ગોષ્ટિમાં એક ઉદાહરણ દ્વારા બોધ આપ્યો હતો. ગુણાતીત જ્ઞાનની સમજ આપી હતી. તે અહીં આપણે જોઈએ.

એક મોટા ગુરૂ પાસે એક શિષ્ય રોજ સમાગમ માટે જાય અને ખપગરજ રાખીને સરસ લાભ લે. એક દિવસ શિષ્ય ગુરૂ પાસે જતોતો. ત્યાં તેને દૂરથી જોઈને ગુરૂએ ગુસ્સો ગ્રહણ કર્યો અને કહે, “વખત બે વખતજોતો નથી ને ચાલ્યો આવે છે. હવેથી મને મોઢું બતાવવા આવીશ નહીં. એમ કરી એક ઢેફું એની સામે નાખ્યું. શિષ્યે તો પોઝીટીવ લીધું અને ગામની બહાર એક ઝાડ નીચે આસન બનાવ્યું. અને તેના પર ઢેફું મૂક્યું. તેની રોજ પૂજા કરે અને મંત્ર બોલેવખત બે વખતના ભગવાન !” અને ત્યાં જે આવે તેને કહે કે આને સંભારજો. રીતે બધાના કામ થવા લાગ્યા.

 

તે ગામમાં રાજાનો દીકરો માંદો પડ્યો. એટલે પેલા મોટા ગુરૂને રાજાએ બોલાવ્યા. તે મોટા ગુરૂ રાજ દરબારમાં આવ્યા. રાજકુંવરને જળ છાંટ્યું, મંત્ર જાપ કર્યા, પણ કુંવર સાજા થયા. એટલે મંત્રીએ રાજાને કહ્યું, રાજાજી ! આપણા ગામની બહાર એક ગુરૂજી રહે છે તે ચમત્કારિક છે. તેના આશીર્વાદથી કુંવરજી સાજા થઈ જશે. રાજા કહે, એમને બોલાવી લાવો. તો આવ્યા. ગુરૂજી ત્યાંજ જતા હતા. તેને થયું કે પાછા કોણ નવા ગુરૂ આવ્યા છે ? જોયું તો પોતાનો શિષ્ય હતો. નવા ગુરૂએ મોટા ગુરૂએ આપેલ મંત્ર કુંવરના કાનમાં બોલ્યા. “ હે વખત બે વખતના ભગવાન કુંવરને સાજો કરી દ્યો. અને ઢેફું હતું તેની પાસે જળ ધરાવીને તે જળ કુંવરને આપ્યું. અને કુંવર તો સાજા થઈ ગયા. ગુરૂને આશ્ર્ચર્ય થયું. અને પૂછ્યું, તું મંત્ર ક્યાંથી શીખ્યો. શિષ્ય કહે, ગુરૂજી આપે મને મંત્ર આપ્યો છે. તમારા ભગવાન તો મને આપી દીધા છે. એટલે તમે કાર્ય કર્યું છે.

 

વાર્તામાં ઘણું સમાયું છે. વઢે છે તોય દિવ્યભાવ, પૂજ્યભાવ ના જવા દીધો અને પોઝીટીવ લીધું. અંદરથી દિવ્યભાવ છોડ્યો નહીં. ગુરૂને ધારીને એકલવ્યની જેમ જીવ્યો. તો દૈવત અંતરમાં આપ મેળે આવી ગયું. ગુરૂહરિ પપ્પાજી કહેતા કે, વાલીયા ભીલે રામ રામ બોલવાને બદલે મરા મરા ભૂલથી જાપ કર્યો તોય વાલ્મીકિ ઋષિ થઈ ગયા. સ્થિતિ થયા પછી દાસત્વભક્તિ, વિનમ્રતા ચૂક્યા વગર પ્રભુ ધારીને કાર્ય કરતો થઈ ગયો. સાચો ગુરૂનો વારસદાર બની ગયો !

 

કોણ કેવા ભાવથી જીવન જીવતું હોય તેનું દર્શન આપણને નથી. તેથી જોવા છતાંય આંખનું મૌન, મોઢાનું મૌન, કાનનું મૌન, વિચારનું મૌન રાખવાનું છે. પોઝીટીવ એપ્રોચ અને ગુરૂહરિ પપ્પાજીના સ્મરણમાં રહી જપયજ્ઞ કર્યા કરવો. “જીભ વાપરીને જીભાજોડી કરવાને બદલે જીભ મનથી જપયજ્ઞ કરીએ.” બાજી પ્રભુ બળે જીતી જઈએ, પ્રાર્થના.

 

() તા.૨૬/૨૭ બે દિવસ બાલિકા, કિશોરી અને યુવતીમંડળની શિબિરનું

    આયોજન ગુણાતીત જ્યોત વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.

 

શિબિરનો વિષયગુણાતીત સંસ્કાર સિંચન શિબિર

 ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી પર્વ હોવાથી શિબિરની ફી રૂ.૧૦૦ રાખવામાં આવી હતી. શિબિરની સંખ્યા ૧૮૦ હતી.

ગુરૂહરિ પપ્પાજી અને મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોની ભાવનાને વધુ ને વધુ સાકાર કરવા સંચાલકોએ તથા મોટેરાં સ્વરૂપોએ જીવન જીવવાની ખૂબ સરસ સમજ આપી હતી.

 

તનને નિરોગી રાખવાયોગા, કસરત, શરીરની સ્વચ્છતા, ખાણીપીણીની સરસ સૂઝ આપી.

મનને નિરોગી રાખવાસદ્દગુરૂની આજ્ઞા, વફાદારી રાખવી, ચરિત્ર્ય, નિષ્કપટભાવ, સારા મિત્રોની સોબત, ભણવામાં એકાગ્રતાની સૂઝ, પોષાક કેવો પહેરવો, સાત્ત્વિક ખોરાક ખાવો વગેરે ઘણી બધી સૂઝ દાખલાઓ આપી, સમજાવી. ઉપરાંત શતાબ્દી પર્વ આવે છે તો સેવામાં આવવું. તેમના નામનું લીસ્ટ કર્યું. માહાત્મ્યેયુક્ત સેવાથી થતા ફાયદા તેની સુંદર સમજ આપી.

 

આત્માથીઃસ્વરૂપલક્ષી જીવન જીવવું, નિષ્ઠા પાકી કરવી. સદ્દગુરૂની આજ્ઞામાં રહેવું, નિષ્કપટ રહેવું. દરેક લાભ આપનારને વિષયો આપ્યા હતા. તે પ્રમાણે બધાએ લાભ આપ્યો.

ઉપરાંત કંઠી પહેરવી, પૂજા કરવી, સ્વરૂપોનો મહિમા સમજાવ્યો. બધાં પોઈન્ટ ઉપર વિગતવાર દાખલા આપીને માર્ગદર્શન આપ્યું.

બીજી સભામાં મોટેરાં ચાર સ્વરૂપોએ દીપ પ્રાગટ્ય કરીને સભાનો પ્રારંભ કર્યો હતો. .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. તા.૨૬/૨૭ બે દિવસ બપોરે અને રાત્રે પ્રભુદર્શન કરાવ્યું હતું.

 

તા.૨૭મીએ સવારે .૧૫ વાગ્યે પપ્પાજી તીર્થ પર ગયાં હતાં. ત્યાં ધૂન, ભજન, પ્રદક્ષિણાનો લાભ લીધો. નાસ્તો પણ ત્યાં કર્યો. ત્યારબાદ પૂ.ડૉ.વિણાબેને પપ્પાજી તીર્થનો મહિમા સમજાવ્યો અને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો.

સાંજે .૦૦ થી .૦૦ સભા કરી તેમાં શિબિરાર્થી દરેક મુક્તને સ્મૃતિભેટ આપી હતી. રાત્રે બ્રહ્મવિહારમાં ગરબા કરાવ્યા હતા. આમ, બે દિવસ બધાએ ખૂબ આનંદ કરી સ્મૃતિનું ભાથું ભર્યું હતું.

 

() તા.૨૬/૨૭, બાલ, કિશોર અને યુવક મંડળની શિબિર

 

તા.૨૬/૨૭ એમ બે દિવસ બાલ, કિશોર અને યુવક મંડળની ગુણાતીત સંસ્કાર સિંચન શિબિરનું આયોજન પરમ પ્રકાશમાં કરવામાં આવ્યું હતું.

શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી પાસે .પૂ.દીદી, પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ મોદી, પૂ.ડૉ.યશ દવે સાહેબ, પૂ.બાબુકાકા ચિતલીયાએ દીપ પ્રગટાવી શિબિરની શુભ શરૂઆત કરી.

પ્રથમ દિવસે પૂ.ઈલેશભાઈ અને પૂ.હેમંતભાઈ મોદીએ સંસ્કાર સિંચન અને શિબિરના હેતુઓ સમજાવી એકાગ્રતાનો ગુણ જીવનમાં ખૂબ ઉપયોગી છે. મોટા પુરૂષોની વાણી પરાવાણી છે. ગુણાતીત જ્યોતનુંસ્થાનનું મહત્ત્વ સમજાવ્યું. પ્રાર્થના જીવનમાંમાસ્ટર કીસમાન છે. તથા સેવા, પ્રાર્થના અને ધૂનનું મહત્ત્વ સમજાવ્યું.

{gallery}images_in_articles//newsletter/2016/May/28-05-16 jyot mandir bhaio sabha/{/gallery}

 

.પૂ.દીદીએ વ્યસન મુક્તિ અંગે, ચારિત્ર્ય ઘડતર અંગે તથા કંઠી, તિલક, માળાનું મહત્ત્વ સમજાવ્યું. તેઓએ વિશેષમાં જણાવ્યું કે ગુરૂ આજ્ઞા અને ગુરૂ સાથે આત્મબુધ્ધિ અને પ્રીતિ અને પ્રેમ જીવનમાં શું ચમત્કાર કરી શકે છે. તે જીવંત ર્દષ્ટાંતો આપીને સરસ રીતે સમજાવ્યું.

પૂ.રીતેશભાઈ અગ્રવાલે જીવનમાં સમયનું મહત્ત્વ સમજાવ્યું. ટાઈમ મેનેજમેન્ટની સમજ આપી. જે સમયને સાચવે છે સમય તેને સાચવે છે. ધીરૂભાઈ અંબાણી, ટાટા વગેરેના જીવંત ઉદાહરણો આપીને સમયનું મહત્ત્વ સમજાવ્યું.

 

સાંજેપપ્પાજી તીર્થપર બધા શિબિરાર્થીઓ ગયા ને મુક્ત મને બ્રહ્માનંદ માણ્યો. સૌ સંતોના સાંનિધ્યમાં રમતગમત અને સભા કરી. આરતી, પ્રાર્થના અને સંકલ્પ શાશ્વત ધામે બધા શિબિરાર્થીઓએ કર્યા.

 

¯ તા.૨૭//૧૬ શુક્રવાર પૂર્ણાહુતિની સભા

 

પૂ.ઇલેશભાઈએ ધૂનભજનથી સભાની શરૂઆત કરાવી. ગુરૂહરિ પપ્પાજીના આદર્શ બાળપણના જીવન વિશે વાત કરી. .પૂ.જશુબેન આશીર્વચન આપવા પધાર્યા. સંતો, વડીલો સાથે આત્મબુધ્ધિ ને પ્રીતિ કરવી. જે સંતો સાથે ગમતું હોય ત્યાં જોડાવું. ભગવાને દરેક કાર્યમાં સાથે રાખીએ તો સફળતા અવશ્ય મળશે. હાલોલ મંડળ અને પૂ.ચંદ્રકાંતભાઈ પર રાજીપો બતાવ્યો.

ઈનામ વિતરણ કરીને પ્રતિભાવો લીધા. દરેક શિબિરાર્થીઓને સ્મૃતિભેટ આપી. બધાએ ખૂબ બ્રહ્માનંદ માણ્યો. શિબિરમાં ૫૫ બાળકો તથા કિશોરો અને ૭૦ જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

આમ, બીજું પખવાડીયું ખૂબ ભક્તિમય અને બ્રહ્માનંદ સાથે પસાર થયું હતું. ગુરૂહરિ પપ્પાજી દરેક સભા સમૈયામાં પધાર્યા હતા. તેવી અનુભૂતિ પધારનાર સહુનાય હૈયે થઈ હતી. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !