Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Oct 2015 – Newsletter

              સ્વામિશ્રીજી                  

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.૧૬/૧૦ થી તા.૩૧/૧૦ દરમ્યાન જ્યોતજ્યોતશાખા તથા મંડળોમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવ કે ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ માણીશું.

 

() પખવાડિયું તો નવરાત્રિની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ લઈને આવ્યું છે. ગુરૂહરિ 

     પપ્પાજીની શતાબ્દી વર્ષમાં નવરાત્રિની ઉજવણી પણ શતાબ્દીના

     અનુસંધાને થઈ હતી. તેમાંય વળી લાડકા એવા બાબુ !(ગુરૂહરિ પપ્પાજી)નું

    

પ્રાગટ્ય પણ છઠ્ઠા નોરતે થયું હતું. પૂ.દિવાળીબાએ તારદેવમાં કહેલું કે મારા

     બબુનો જન્મ છઠ્ઠા નોરતે થયો છે. (ભાદરવા વદ ને બદલે દિવાળીબા છઠ્ઠું

     નોરતું બોલ્યા. ત્યારથી ગુરૂહરિ પપ્પાજીના જન્મદિનની તારીખતિથિઓમાં એક

     વધારો કરી છઠ્ઠા નોરતે પણ બહેનો ગરબાનૃત્યના પ્રોગ્રામનું વિશેષ આયોજન કરે

     છે. ગુરૂહરિ પપ્પાજીનું તો જેટલું ઉજવીએ તેટલું ઓછું છે. રીતે મૂર્તિમાં

     રહેવાય છે. માતાજીના પર્વને પણ છઠ્ઠા નોરતે પધારી દિવ્ય બનાવી દીધો છે.

 

{gallery}images_in_articles//newsletter/2015/Oct/15-10 to 21-10 navrati utsav/{/gallery}

 

નવેય નોરતાએ જ્યોતમાં રાત્રે .૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન બહેનોભાભીઓના પંચામૃત હૉલમાં ગરબારાસ થાય. બાળકોની ગાડી થાય. આરતી બાદ પ્રસાદ લઈ છૂટા પડે ! નાનામોટા સર્વે મનમૂકીને ભજનોના તાલે નાચેકૂદેઆનંદે ! છઠ્ઠા નોરતે ડાન્સ, રાસગરબા, હીંચ, બાળકોની ગાડીનું પૂર્વ આયોજીત વિશેષ આયોજન હોય છે. છઠ્ઠા નોરતે તા.૧૯/૧૦ ના રાત્રે .૩૦ થી ૧૧ યુવતીકિશોરીના ડાન્સનો વિશેષ કાર્યક્ર્મ હતો. એક એક આઈટમ ઉમેરાતા જાણે સાંસ્કૃતિક કાર્યક્ર્મ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનનો થઈ ગયો હોય તેવું થયું. સર્વે મુક્તોના હૈયામાં શતાબ્દીનો ઓર આનંદનો ભાવ હતો.

 

વડીલ સ્વરૂપોએ પણ સોનામાં સુગંધ ભળે તેમ સ્મૃતિભેટ રૂપે લહાણી પણ આજે આપી હતી. આમ, સહુને ભર્યા ભર્યા કરી દીધાં હતાં. વિદ્યાનગર મંડળના નાના ભાભીઓનો ગરબો પૂ.મમતાબેન મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલ અને તે રજૂ થયો. ભાભીઓની જાણે પ્રગતિ પ્રભુ પંથે થતી હોય તેવું અનુભવાયું. યુવતી મંડળની બહેનોએ સીંગલ ડાન્સ દ્વારા ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો હર્ષ રજૂ કર્યો હોય તેવું અનુભવાયું હતું. હાલોલબોરસદના ભાભીઓએ સમૂહ હીંચ અને સીંગલ ડાન્સ ભાવ રજૂ કરી બ્રહ્માનંદ કરાવી કૃતકૃત્યતા અનુભવી હતી. પ્રેક્ષકમુક્તોને પણ ખૂબ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હતો. આઠમના દિને પૂર્વની મુક્તરાજ ધ્રુવી અમીતકુમાર માવાણીનો ચોથો જન્મદિન હતો. તેઓએ પણ નાના બાળકોને ભેટ આપી .પૂ.જ્યોતિબેન સર્વે સ્વરૂપો અને મુક્તોના આશીર્વાદ લીધા હતા.

 

() તા.૨૨/૧૦/૧૫ વિજયાદશમી (દશેરા)

 

દશેરાનો તહેવાર આપણા ધાર્મિક ઈતિહાસમાં જાણીતો આનંદનો પર્વ છે. દિવસે સારા કાર્યનો પ્રારંભ થાય. મશીનરીનું પૂજન થાય. ગુરૂહરિ પપ્પાજી પણ દિવસે અનુપમની ફેક્ટરીએ તથા જે હરિભક્તો મશીનની પૂજા કરાવા બોલાવે. તેની ફેક્ટરીએ G.I.D.C માં પૂજા કરવા પધારતા ! ગુરૂહરિ પપ્પાજીની તો જુદી જીવંત ફોર્મ્યુલા હતી. મુક્તો પણ પ્રભુનું યંત્ર છે. એવું કહી મુક્તોનું પૂજન પણ કરતા. જ્યોતમાં જનરેટર કે મશીનની પૂજાની સાથે મશીનરી સંભાળનાર ઓપરેટ કરનાર બહેનોનું પૂજન પણ કરતાં. બધી સ્મૃતિ સાથે દશેરાના શુભદિને જ્યોતમંદિરમાં મંગલ પ્રભાતે .પૂ.દીદી આયોજીત પૂજનનો કાર્યક્ર્મ એવો હતો કે, પ્રભુકૃપામાં ઉપર ટેરેસમાં જે મૂર્તિઓ પધરાવેલી છે તે નવી ટેકનોલોજીથી ટાઈલ્સમાં પૂ.લક્ષ્મણબાપા મોરબી મારફતે માહાત્મ્યભરી સેવાશ્રમથી બની તૈયાર થઈને આવી. તેને ઉપર મુકતાં પહેલા આજે જ્યોત મંદિરમાં વડીલ સદ્દગુરૂ સ્વરૂપોના વરદ્દ હસ્તે પૂજા થઈ હતી.

 

{gallery}images_in_articles//newsletter/2015/Oct/22-10-15 dashera Murti pratishtha/{/gallery}

 

.પૂ.જશુબેનના માહાત્મ્યભર્યા સિંચનથી પૂ.લક્ષ્મણબાપા જે રીતે સેવા અશ્વિનભાઈજીજ્ઞેશભાઈ તેઓના સંબંધિત મિત્રો સગાંઓ પાસે કરાવડાવી છે તેનું વર્ણન પ્રેક્ટીકલ વાર્તાલાપ સાથે પૂ.કુસુમબેન ગોહીલે કર્યું હતું. અને ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે સંપ, સુહ્રદભાવ અને એકતાની ખરી વ્યાખ્યાની યાચના કરી હતી. પૂ.જીતુકાકાનું પણ છૂપું યોગદાન જવાબદારી પૂર્વકનું આમાં છૂપાયું છે.

 

દશેરાની ખરી વ્યાખ્યા ! દશેરા પર્વે આપણા માટેની ગુરૂહરિ પપ્પાજીની જે અપેક્ષા તે ખૂબ ઉંચ્ચ પ્રકારની છે. દરેક પર્વે ગુરૂહરિ પપ્પાજીની પોતાની અંતર રૂચીને લેખન દ્વારા પણ રજૂ કરતાં ! દશેરાએ ગુરૂહરિ પપ્પાજીએ લખેલ લેખનું મનનચિંતન કરી ગુરૂહરિ પપ્પાજીની  ઉચ્ચ આધ્યાત્મિક પ્રેરણાને સમજીએઅનુસરીએ અને રીતે ગુરૂહરિ પપ્પાજીને પ્રત્યક્ષ રાખી ધન્યતા અનુભવીએ.

 

() તા.૨૫/૧૦/૧૫ .પૂ.હેમાબેન ભટ્ટનો અમૃતપર્વ

 

ઓહોહો ! ખૂબ આનંદની વાત છે. ૪૦ વર્ષના દેખાય છે એવા પૂ.હેમાબેન ભટ્ટનો આજે અમૃતપર્વ (૭૫ વર્ષ) ઉજવાય છે.

પૂ.હેમાબેન એટલે જૂના જોગી. પૂ.ધીરૂકાકાના દિકરી કે જેમને બ્ર.સ્વ.શાસ્ત્રીજી મહારાજ, બ્ર.સ્વ.યોગીજી મહારાજ, .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.બાની નિષ્ઠાવાળુ કુટુંબ. ને તે કુટુંબમાં જેમને ગળથૂથીમાં સંસ્કાર મળ્યા તેવા પૂ.હેમાબેને ખરી યુવાનીમાં તારદેવસાધના મંદિરમાં સાધનાનો પ્રારંભ કર્યો. પ્રખર બુધ્ધિશાળી પૂ.હેમાબેનના જીવમાં પ્રત્યક્ષની નિષ્ઠા થઈ. ગુરૂહરિ પપ્પાજીએ એમની બુધ્ધિને પારખી તેમને સત્સંગ પત્રિકાની સેવા આપી. તેઓએ વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો. તેના ફળ સ્વરૂપ ..૧૯૬૬થી જ્યારે શ્રી ગુણાતીત જ્યોતની પત્રિકા શરૂ કરી ત્યારે તે પત્રિકાના તંત્રી તરીકે પૂ.હેમાબેનની નિમણૂંક કરી હતી. પત્રિકાની સેવા તેઓએ આજ સુધી બજાવી છે. ઘણી નાની બહેનોને તૈયાર કરી. ગુરૂહરિ પપ્પાજીના પ્રવચનો અક્ષરે અક્ષર લખી નોટ તૈયાર કરાવતાં ગયાં. .પૂ.દીદીની પ્રેરણા મુજબ પૂ.હેમાબેન અને પ્રકાશનના બહેનોએ અદ્દભૂત રીતે સનાતન સેવા બજાવી છે. બજાવી રહ્યાં છે. પુસ્તકો પ્રકાશિત કર્યાં, ભજનની બુક, મહાપૂજાની બુક વગેરે અનેક બુક્સ તૈયાર કરી પ્રકાશિત કરી છે.

 

{gallery}images_in_articles//newsletter/2015/Oct/25-10-15 p.Hemaben samiyo/{/gallery}

 

આજે સભા પહેલાં .પૂ.જ્યોતિબેન અને પૂ.હેમાબેનનું સ્વાગત જ્યોત મંદિરેથી પંચામૃત હૉલ સુધી જ્યોતના આનંદગ્રુપના બહેનો તથા મહેમાન ભાભીઓએ દાંડીયારાસ સાથે નાચતાંકૂદતાં કર્યું હતું.

ત્યારબાદ શ્રી ઠાકોરજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજીનું પૂજન અને હાર પૂ.હેમાબેન ભટ્ટે કર્યા હતાં. સહુ સદ્દગુરૂ સ્વરૂપોનું સ્વાગત હાર પહેરાવી થયું. પૂ.સ્મૃતિબેન રચિત સ્વાગત ભજન ગવાયું.

સભાના પ્રારંભે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. તેમાં ગુરૂહરિ પપ્પાજીએ પૂ.હેમાબેન વિષે ઘણી વાતો કરી મહિમા સમજાવ્યો હતો.

 

પ્રખર બુધ્ધિશાળી પૂ.હેમાબેને વિશ્વાસુ સરળમૂર્તિ એવા .પૂ.જ્યોતિબેનનું ગુરૂ તરીકે સેવન કર્યું. પૂ.હેમાબેનને વઢીધખીને કહી શકાય. તેમાં સવળું લે. તો પૂ.હેમાબેન સ્વરહિત બની પ્રભુનું કામ કરતા થઈ ગયાં. ખપ, ગરજ રાખી જીવે છે.

ખપ, ખૂણો ને ખટકો એટલે પૂ.હેમાબેન ! પૂ.હેમાબેન પોતે ખમ્યાં, નમ્યાં અને પ્રભુને ગમ્યા. બાપાને ગમ્યા. આમ, પૂ.હેમાબેનની નિર્દોષબુધ્ધિ, દિવ્યભાવ અને સ્વરૂપનિષ્ઠાના જીવનનું દર્શન કરાવી ગુરૂહરિ પપ્પાજીએ વિશ્વાસ ભર્યો રાજીપો દર્શાવ્યો હતો.

 

પૂ.હેમાબેનના માહાત્મ્યગાનમાં પૂ.ડૉ.ભાવનાબેન શેઠ, પૂ.દયાબેને લાભ આપ્યો હતો.

અનુભવ દર્શનમાં પૂ.મંજુબેન વિથોણ, પૂ.યોગીતાબેને ખૂબ સરસ ઉદાહરણ સહિત વારી આપી હતી.

પૂ.શાંતાબેન ભટ્ટી નરોડા મંડળના ચૈતન્ય માધ્યમ છે. તેઓની પણ આજે અમૃત જયંતિ છે. તેથી પૂ.શાંતાબેન ભટ્ટીએ પૂ.હેમાબેન ભટ્ટને પુષ્પહાર અર્પણ કરી સ્વરૂપોના આશીર્વાદ લીધા હતાં. આજે પૂ.દિવ્યકુમારનો પણ જન્મદિવસ હતો. કેક અર્પણ થઈ ત્યારે કેક કર્તનમાં ત્રણ ભાભીઓ સાથે ચિ.દિવ્યકુમારે પણ લાભ લીધો હતો.

 

.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં પૂ.હેમાબેનના જીવનની, પ્રકાશનનીપત્રિકાની સેવાની વાતો ગુરૂહરિ પપ્પાજીની ત્યારની સ્મૃતિઓ સાથે કરી હતી. .પૂ.હેમાબેનના.પૂ.જ્યોતિબેનના અનુભવો પૂ.યોગીતાબેને ખૂબ શૂરવીરતાથી કહ્યાં. જો પૂ.હેમાબેન એવા હોય તો .પૂ.જ્યોતિબેન કેવા હોય ! .પૂ.જ્યોતિબેન એવા હોય તો ગુરૂહરિ પપ્પાજી કેવા હોય ! ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું છે કે, “I am always with you.” ગુરૂહરિ પપ્પાજી આપણી સાથે છે. જે સાથે હોય તેનું રખોપું આપણા ઉપર હોય ! આપણા ચૈતન્યનું રખોપું ગુરૂહરિ પપ્પાજી કરી રહ્યા છે. આપણે એટલું કરવાનું છે કે એમને સંભારવાના છે. તો તરત આવી આપણને સુખિયા કરી દે. સર્વે સુખિયા થાય તેવી આપણા સહુ વતી .પૂ.દીદીએ પ્રભુને ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી હતી.

 

પૂ.અરૂણાબેન પટેલ (ગુણાતીત જ્યોત) રચિત ભજન પૂ.હેમાબેનના મહિમાનુંજીવન દર્શનનું બનાવ્યું હતું તે પરમ સૂર વૃંદે રજૂ કર્યું હતુંપૂ.કૃતિબેન (નવસારી) પોતાના જીવનના પ્રસંગો ખૂબ ગદ્દગદ્દિત ભાવે રજૂ કર્યા હતાં.

પૂ.પ્રેમીલાબેન પટેલે (કચ્છ) અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. પૂ.દેવીકાબેન પટેલ (જંત્રાલ) પ્રાર્થના પ્રવચન કર્યું હતું. .પૂ.જ્યોતિબેને પૂ.દેવીકાબેનની સેવાના દાખલા આપી પ્રસન્નતા દાખવી હતી. પૂ.દેવિકાબેનનું જીવન વર્તન વાતુ કરે છે તેવા પૂ.દેવિકાબેનને અનંત ધન્યવાદ !

 

પૂ.ચંદ્રિબેન ચપલાએ (ગુણાતીત જ્યોત) અનુભવ દર્શન સાથે પૂ.હેમાબેનના સદ્દગુણો રાંકભાવ, દિવ્યભાવ, સુહ્રદભાવ, પ્રાર્થનાનું સ્વરૂપ તેવા ગુણોનું દર્શન કરાવ્યું હતું. ઉદાહરણ સહિત વાત કરી હતી. અને પૂ.હેમાબેનના એવા ઉમદા ગુણોની યાચના કરી હતી.

અનુભવ દર્શનમાં પૂ.ભાવેશભાઈ પટેલે લાભ આપ્યો હતો. પોતાના આખા જીવનની ગાથા સાથે ગુરૂહરિ પપ્પાજીની, પૂ.હેમાબેનની સ્મૃતિ ભાવવિભોર વાણી દ્વારા કરી. ભાવેશભાઈ ગુરૂહરિ પપ્પાજીના સેવક હતા. પૂ.ભાવેશભાઈએ અંતમાં માગણી કરી કે, મારું તો સેવાનું અંગ પણ વાત કરવાની આજ્ઞા હતી તો વાત કરવી પણ સેવા છે. સેવા કરીને ગુરૂહરિ પપ્પાજીને કાયમ હૈયામાં રાખીએ એવી યાચના કરી હતી.

 

પૂ.અમીતભાઈ વ્યાસ, પૂ.ગોરાંગભાઈએ પોતાના જીવનમાં અદ્દભૂત અનુભવો ગુરૂહરિ પપ્પાજીના જે કર્યા તે પૂ. હેમાબેનની આજ્ઞા અને સિંચનથી કર્યા હતાં. તેની સુંદર વાતો ઉદાહરણ સહિત કરી હતી.

.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું કે છૂપું સ્વરૂપ પૂ.હેમાબેન છે. “સાનંદે હથિયાર દલીલના મૂકી દઉં સામટા, આપી તે ગીતા તું અને તારા ભક્તો દિવ્યએવું ભજન પૂ.હેમાબેને બનાવેલું. તે ગીતા પ્રમાણે પોતે જીવ્યાં અને મૌન રાખી ભજન કર્યું. સાધુતાના ગુણ પૂ.હેમાબેનમાં છે. તેવા ચૈતન્યો તૈયાર કર્યાં. પોતાના ગુરૂ પાસે બે હાથ જોડી તમે કહો તે સાચું કરી ભજનનો આશરો લેવો. ખટપટ ના કરવી. એવી ગીતા આજે આશીર્વાદ રૂપે .પૂ.જ્યોતિબેને સહુને આપી હતી.

 

પૂ.હેમાબેને આશીર્વાદ આપતાં કહ્યું કે, એક દિવસ ગુરૂહરિ પપ્પાજી સવારે મંગલ પ્રભાતે જ્યોતમાં પધાર્યા. જોગીબાપાને શું જોઈએ છે ?

બાપાને કાંઈ નથી જોઈતું. બાપાને રાજી કરવા હોય તો એમના સંબંધવાળાને રાજી કરી લઈએ. આમ, પોતાનો દાખલો ગુરૂહરિ પપ્પાજીએ આપ્યો અને સત્ય સમજાવ્યું હતું. તે સત્ય પ્રમાણે જીવવા પ્રયત્ન કર્યો. આપણે સંબંધવાળામાં મહારાજ જોઈને સેવા કરી લઈએ. ગુરૂહરિ પપ્પાજીની સિધ્ધાંતિક પ્રસન્નતા લઈએ તેવી પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા હતાં. આજની સભા ખરેખર ખૂબ સરસ થઈ. ગુણાતીત વાતો થઈ. ખરા અર્થમાં અમૃતપર્વ ઉજવાયો. તેવી અનુભૂતિ સહુનેય થઈ હતી. અમૃત સમાન પરાવાણીને વાગોળતાં સહુ મુક્તો મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા હતાં.

 

() તા.૨૬/૧૦/૧૫ શરદપૂર્ણિમા .મૂ..મૂ.શ્રીગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન

 

ગુરૂહરિ પપ્પાજી કહેતાં, આપણો આદર્શ ગુણાતીત છે. ભગવાનનું ધામ ગુણાતીત છે અને આપણે ગુણાતીત બનવાનું છે. શરદપૂનમની ઉજવણી ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે દર વર્ષે રાત્રે થતી તે સ્મૃતિ સાથે આજે રાત્રે બહેનોભાભીઓની સભા જ્યોત પંચામૃત હૉલમાં અને ભાઈઓની સભા પપ્પાજી તીર્થ પર સંતો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓના સાંનિધ્યે થઈ હતી. સમૈયા બાદ વિશેષ પ્રસાદ દૂધપૌંઆનો આપણા બધા મંદિરોમાં હોય છે તેમ જ્યોત અને પપ્પાજી તીર્થ પર પણ દૂધપૌંઆનો પ્રસાદ તો હતો સાથે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ સંતોએ ગરમ ગોટા બનાવી પૂનમની ચાંદનીમાં ઉત્સવ માણ્યો હતો.

 

{gallery}images_in_articles//newsletter/2015/Oct/26-10-15 sharad purnima/{/gallery}

 

જ્યોત સભામાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદમાં આજના દિનનો મહિમા સાંભળી ધન્યતા અનુભવી હતી. સદ્દગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન, પૂ.દયાબેન તથા પૂ.ડૉ.નિલમબેને પ્રાસંગિક ઉદાહરણો સાથે લાભ આપ્યો હતો. પ્રભુધારક પૂ.માયાબેને પ્રથમ આરતી કરી હતી.

 

વિશેષમાં આજનો દિન ! ‘ગુણાતીત જ્યોતનામ જેમના નામ ઉપરથી પાડ્યું છે એવા ગુણાતીતાનંદ સ્વામિના પ્રાગટ્યદિને જ્યોતના જપયજ્ઞના હૉલમાં .પૂ.દીદીની પ્રેરણા મુજબની (મૂર્તિઓ બદલી) જીર્ણોધ્ધાર કરી તેની પૂજા આરતી સાંજે સંધ્યા આરતી વખતે રાખેલી હતી.

 

ગુરૂહરિ પપ્પાજીએ હૉલમાં આશીર્વાદ આપેલા કે, અહીં જે બહેનો ૧૫ મિનિટ ધૂન કરશે. તેનું કામ પ્રભુ કરશે. ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદ ત્યાં પધરાવેલા છે . પપ્પાજી સ્વરૂપ સર્વે સદ્દગુરૂ A ના સાંનિધ્યે આજે નવી મૂર્તિનું અનાવરણ અને પૂજન પ્રાર્થના સ્વરૂપ .પૂ.દીદીના વરદ્દ હસ્તે થયું. .પૂ.જ્યોતિબેનના હસ્તે  ગુરૂહરિ પપ્પાજીએ સ્વહસ્તે ૧૫//૭૮ના દિને લખેલા આશીર્વાદ, જે કામ ભજન કરેતે કોઈજ નાકરે. માટે કંઈપણ તીવ્ર કામ કરાવવું હોય અરે અશક્ય શક્ય બનાવવું હોય તોય ભજન કરીએ તો થાય .” તે સૂત્રના બોર્ડનું પૂજન થયું. ચરણાર્વિંદનું પૂજન .પૂ.દેવીબેનના વરદ્દ હસ્તે થયું. ઠાકોરજીને થાળ (પ્રસાદ) .પૂ.જશુબેનના કરકમળે ધરાવાયો.સહુ સ્વરૂપોએ આરતી કરી, સદ્દગુરૂ A સ્વરૂપોએ તથા બહેનોએ પણ આરતીનો લાભ લીધો હતો.

 

જગ્યાએ બહેનો અનુકૂળતાએ મોડી રાત સુધી કે વહેલી સવારે કે ખરે બપોરે ધૂન વર્ષોથી કરે છે. હૉલનું નામ જપયજ્ઞનો હૉલ છે. ૧૯૬૬થી હૉલનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બા, .પૂ.બેન, .પૂ.કાશીબા, .પૂ.માસીબા વગેરેની ઘણી સ્મૃતિની વાતો આજે .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને પ્રથમ ૫૧ બહેનોએ કરી ઈતિહાસને તાર્દશ્ય કર્યો હતો.

 

આમ, આખું પખવાડીયું વિધવિધ ભક્તિના આયોજન સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. દિપોત્સવીના પર્વે ફરીથી મળીશું. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

  જ્યોત સેવક P.71 પ્રણામ સાથે જય સ્વામિનારાયણ !