16 to 31 Jan 2017 – Newsletter

સ્વામિશ્રીજી

                

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય

 

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 

() તા.૧૮//૧૭

 

સવારે ૧૦.૩૦ થી ૧૨ પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સભા થઈ. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં.

GKP 9179

 

ત્યારબાદ .પૂ.દીદીએ કૃપાલાભ આપતાં કહ્યું કે, બે હાથ જોડી કહે એમ કરવું પ્રાપ્તિ કરવાનું પહેલું પગથિયું છે. ભગવાનને પહોંચે એવી સેવા કરવી છે. મહિમાની વાતો કરવી છે. મહિમાની વાત સાંભળવી છે. તેના ઉપર એક વાર્તા કરી તે જોઈએ.

 

 

એક ગરીબનો છોકરો અને એક પૈસાદારનો છોકરો હતો. બંને મિત્રો રોજ કુસ્તી કરતા. તેમાં ગરીબનો છોકરો હારી જતો અને પૈસાદારનો છોકરો જીતી જતો. એક દિવસ ગરીબના છોકરાએ તેના મિત્રને કહ્યું, ‘તું કેમ રોજ જીતી જાય છે અને હું કેમ હારી જાઉં છું ?” તો પૈસાદારનો છોકરો કહે, હું તો રોજ ગળ્યું દૂધ પીઉં છું. પછી ગરીબના છોકરાએ તેની માને જઈને કહ્યું તું મને ગળ્યું દૂધ આપજે. એની એવી સ્થિતિ નહોતી કે રોજ દૂધ લાવી શકે. એટલી તેની માએ છાસમાં ખાંડ નાખીને આપી અને કહ્યું, લે બેટા ! ગળ્યું દૂધ. છોકરો તે પીને કુસ્તી કરવા જતો અને પાછો હારી જતો. એટલે તેના મિત્રને કહ્યું, “હવે તો હું પણ રોજ ગળ્યું દૂધ પીઉં છું તો પણ કેમ હારી જાઉં છું ?” મિત્રે કહે તારા દૂધમાં સહેજ પણ ખટાશ લાગે છે ? તો કહે, થોડી ખટાશ લાગે છે. તો તું છાશમાં ખાંડ નાખીને પીતો હોઈશ. ઘરે આવીને માને વાત કરી. તો મા કહે, બેટા આપણી સ્થિતિ એવી નથી કે તને રોજ દૂધ આપી શકું. પણ તું હવે કુસ્તી કરવાનું મૂકી દે. અને મહેનત કર. કમાણી કર. છોકરાએ માનું વચન માન્યું તો સુખી થયો.

{gallery}images_in_articles//newsletter/2017/Jan/18-01-17 sabha jyot pappaji hall{/gallery}

 

 

આપણે ઘસારામાં પડીએ છીએ ખાટી છાશ પીએ છીએ. તમે કોઈના અભાવમાં પડો છો તો પ્રભુ તમારું કામ નહીં કરે. થાય તે સેવા કર્યા કરવી છે. અને પ્રાર્થના કર્યા કરવી છે. તો પ્રભુ કામ કરતા દેખાશે. ‘હું પપ્પાજીનું માહાત્મ્ય છું. જ્યાં જાઉં ત્યાં બધાને એવું લાગે કે પપ્પાજીના છે.’

 

() તા.૧૯//૧૭ .પૂ.ફોઈનો  સ્વરૂપાનુભૂતિ દિન

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધાઆજે .પૂ.ફોઈનો સ્વરૂપાનુભૂતિદિન. પૂ.તરૂબેને ફોઈના માહાત્મ્ય દર્શન કરાવતાં એક વાર્તા કરી કે, એક બેન ડ્રાઈવીંગ કરીને પોતાની કારમાં જતાં હતાં. ત્યાં ગાડી બગડી ગઈ. સાંજ પડવા આવી હતી. અને પોતે એકલાં હતાં. તેથી તેમને ખૂબ ડર લાગવા માંડ્યો. હમણાં અંધારું થઈ જશે અને હું એકલી છું. હે ભગવાન ! મને મદદ કરજે. ત્યાં એક માણસ સામેથી આવ્યો અને કહે બહેન ગભરાતા નહીં, હું તમને મદદ કરવા આવ્યો છું. એમ કહી નીચે બેસીને ગાડીનું આગળનું વ્હીલ સરખું કરી આપ્યું. ગાડી રીપેર થઈ ગઈ. પછી ભાઈ કહે, બહેન જેમ મેં તમને મદદ કરી તેમ તમે પણ બીજાને મદદ કરજો. ચેઈન ચાલુ રાખજો. બેન મનમાં વિચારે છે કે મારે ચેઈન ચાલુ રાખવાની છે.

 

 

થોડા વખત પછી બહેન એક હોટલમાં નાસ્તો કરવા ગયા. ત્યાં એક બેન પીરસવાની સેવામાં હતા. તેના મોઢા પર ચિંતા દેખાતી હતી. એટલે પેલાં બેન નાસ્તો કરતા વિચારતા હતા કે, આને કંઈ મદદની જરૂર લાગે છે. એણે તો એક કવર લીધું એમાં રકમ મૂકી અને કવર પર લખ્યું કે તને સ્પેશ્યલ મદદ કરૂં છું અને કવર નાસ્તાની ડીશ નીચે મૂકી દીધું. પેલી બહેન નાસ્તાના વાસણ લેવા આવે છે અને કવર ઘરે લઈ જાય છે. ઘરે તેનો ધણી ચિંતામાં બેઠો હતો કે આજે આટલી રકમ નહીં મળે તો શું કરશું ? અને તેની પત્ની ઘરે જઈને તેના પતિને કહે છે, તમે ચિંતા ના કરો. ભગવાને આપણને મદદ મોકલી છે. ભાઈ હતા. જેમણે પેલા બેનને કાર રીપેર કરવામાં મદદ કરી હતી.

 

 

આપણે પણ સુહ્રદભાવની ચેઈન ચાલુ રાખવાની છે. બીજાના ગુણ ગાઈએ વિચારીએ તો આપણે પણ એવા માહાત્મ્ય સ્વરૂપ થઈ જઈશું. જેટલી બીજાને મદદ કરીશ, સુહ્રદ બનીશ, તો ભગવાન પણ આપણને એવી મદદ આપી દેશે. એટલે ગુરૂહરિ પપ્પાજીએ આપેલું સંપ, સુહ્રદભાવ અને એકતાનું બ્રહ્મસૂત્ર આપણે અપનાવવું છે.

 

() તા.૨૩//૧૭ બ્રહ્મસ્વરૂપયોગીજી મહારાજસ્મૃ તિ પર્વ

 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં સભા કરી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. .પૂ.દીદી અને .પૂ.દેવીબેનનો લાભ લીધો.

 

રાત્રે થી ૧૦ પપ્પાજી હૉલમાં કીર્તન આરાધના કરી. યોગીજી મહારાજના મહાત્મ્યના ભજનો ગાયાં. અને .પૂ.જશુબેનના આશીર્વાદ લઈ સભાની પૂર્ણાહુતિ કરી.

 

 

() તા.૨૪ અને ૨૫

 

     બે દિવસ પૂ.મહેન્દ્રભાઈ ગાંધીના અક્ષરધામ ગમન નિમિત્તે સાંજે .૩૦ થી .૩૦ પપ્પાજી હૉલમાં પારાયણ કર્યું. સ્થાનિક        

     મુક્તોએ લાભ લીધો હતો.

 

 

પૂ.મીનાબેન ગાંધી, પૂ.નિલમબેન, પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.ઈલેશભાઈ વગેરે તેમના માહાત્મ્યસભર જીવનની વિશે ખૂબ સુંદર વાતો કરી હતી. .પૂ.દેવીબેને આશીર્વાદ આપી તેમની સમર્પણ ભક્તિને બિરદાવી હતી.

 

() તા.૨૬//૧૭ પૂ.મહેન્દ્રભાઈ ગાંધીની ત્રયોદશીની મહાપૂજા

 

 

આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં પૂ.મહેન્દ્રભાઈ ગાંધીની ત્રયોદશી નિમિત્તે મહાપૂજા કરી હતી. પૂ.ઈલેશભાઈ અને પૂ.દવે સાહેબે ખૂબ  ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. તેમના કુટુંબીજનો અને આણંદવિદ્યાનગરના સ્થાનિક મુક્તોએ મહાપૂજામાં ભાગ લીધો હતો.

 

 

.પૂ.સાહેબજી પણ આજે મહાપૂજામાં પધાર્યા હતા. તેમના પણ આશીર્વાદ લીધા હતા. .પૂ.જ્યોતિબેન અને .પૂ.પદુબેને પણ આશીર્વાદ આપ્યા હતા.

જોગાનુજોગ આજે પૂ.મહેન્દ્રભાઈ ગાંધીનો ૯૪મો જન્મદિવસ હતો. પૂ.પન્નાબેન દવેએ તેમના જીવન દર્શનને ટૂંકમાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું હતું અને સહુ મુક્તો વતી પ્રાર્થના ધરી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2017/Jan/24 -25 mahendrabhai gandhi mahapooja{/gallery}

 

 

પૂ.મહેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજના દર્શને પધાર્યા. ત્યાં આરતી કરતાં જોગી મહારાજનાં દર્શન થયાં. સામેથી મળવા પધાર્યા અને જોગી મહારાજનો જોગ થયો. બાપાએ કહ્યું, “સાધુ પાસે વાત કરવાથી હલકા થઈ જવાય.” બાપાએ કહ્યું, “ભજન કરીએ તો પ્રગટ ભગવાન મળી જાય.” વાક્યે બુધ્ધિમાં ઝબકારો થયો ને ત્યાર પછી એક એક વચન ને આજ્ઞા વિપરીત સંજોગોમાંય પાળી સાથે કસોટીમાંય હરેક પ્રસંગે જોગી હાજર થઈ જતાં.

 

 

પપ્પાકાકાબાનું ખૂબ જતન પામી ગુરૂહરિ પપ્પાજી સાથે દાદર મંદિરે સેવાનું અહોભાગ્ય સાંપડ્યું. સંતોભક્તો કાજ સેવા તનધનથી સેવા કાજ પ્રાર્થતા. બાપાએ કહ્યું, “ગુરૂ નિર્દોષબુધ્ધિ મોટી સેવા છે.” એમ કહી ૧૦૬૪ના એક માળા આપી. ને માળાએ મૂક સેવક બની તારદેવ બહેનોની સેવા કરી. પપ્પાજીતારાબેનને સેવ્યા ને જીવન ધન્ય બનાવ્યું. એવા ભક્તો માટે બહેનોનાં હૈયામાંથી સૂર નીકળ્યા. એવા રે સમયમાં કોઈ અટવાયા. ઊભા રહ્યા પડખે સમાજે સમાયા. એવા વસુબા ને મહેન્દ્રદાદાએ છેલ્લા ૧૧ વર્ષથી વિદ્યાનગરમાં રહી નિરપેક્ષ ભક્તિ કરી. જોગીબાપા કહેતા, “પાંચે પાર્ષદ છે.” એવા મુક્તોની ભેટ અર્પી અનંતને સુખિયા કર્યા. એવા દાદાને કોટિ કોટિ વંદન ! આજ શુભ મહાપર્વે સો સો સલામ હો ! આશિષ અર્પજો પપ્પાજીનો સંકલ્પ સાકાર બને.

 

() તા.૨૯//૧૭

 

 

૧લી તારીખને બદલે બહેનો આજે પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. સાંજે ૨૯ તારીખ નિમિત્તેની ધૂન પપ્પાજી હૉલમાં કરી હતી.

 

 

અનુપમ મિશન (અમદાવાદ) મૂર્તિ પ્રતિષ્ઠા સમૈયો

 

 

અમદાવાદ શહેર મધ્યે સંત ભગવંત સાહેબજી પ્રેરિતઉપાસના ધામમંદિર તૈયાર થયું. તા.૩૧/ અને તા.//૧૭ના મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તેનો યજ્ઞ, શોભાયાત્રા અને સભાનો કાર્યક્ર્મ હતો. તે પહેલાં તા.૨૯/૧ના રોજ પૂજન પર્વ નિમિત્તે સંતસત્સંગ દર્શન અને મહાપૂજાનો કાર્યક્ર્મ રાખ્યો હતો.

સ્થળઅનુપમ મિશન, સંત નિવાસ, ઉપાસના ધામ

પુષ્પરાજ ટાવરની સામે, WLAA ની બાજુમાં, બોડકદેવ, જજીસ બંગલા રોડ અમદાવાદ૩૮૮૦૫૪

 

 

અનુપમ મિશન પ્રેરિત નવનિર્મિત ઉપાસના ધામ શ્રી મુક્તાક્ષર પુરૂષોત્તમ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ પ્રભાતે સંત ભગવંત સાહેબજી, પરમ શ્રધ્યેય ભાઈશ્રી પૂ.રમેશભાઈ ઓઝા, .પૂ.શાસ્ત્રીજી ભાગવત ઋષિજી તથા સદ્દગુરૂ સંતોની પાવન સંનિધિમાં ઉપાસના ધામ પ્રવેશ પર્વે ગુણાતીત જ્યોતનાં મહંત શ્રી .પૂ.દીદીના વરદ્દ હસ્તે કુંભ ઠાકોરજીની પિઠીકા (આસન) પર પધરાવવાનું આમંત્રણ હતું. પૂ.શોભનાબેન, પૂ.મનીબેન, પૂ.ડૉ.નિલમબેન વગેરે સંત બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ સહિત .પૂ.દીદી અમદાવાદ ઉપાસના ધામે પધાર્યાં હતાં.

 

 

ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ તેઓની આગવી શૈલીમાં ઉપાસના ધામ અંગે સુંદર ઉદાહરણો આપી અર્થઘટન કર્યું હતું. .પૂ.સાહેબજીની સરળતા અંગે માહાત્મ્યગાન પણ કર્યું હતું. અને સહુનેય રૂડા આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ અનુપમ મિશનના સંત ભાઈઓએ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા કરી હતી. તે દરમ્યાન .પૂ.દીદીના વરદ્દ હસ્તે ઠાકોરજીની પિઠીકા (આસન) ઉપર કુંભ પધરાવ્યો હતો. તે પછી પૂ.મનોજભાઈ સોનીએ ગાઈડન્સ મુજબ અનુપમ મિશનના સંતો પાસે પિઠીકાની પૂજા વિધિ આદર્શ રીતે કરાવી હતી. આમ, ખૂબ ભક્તિભાવે પિઠીકા પૂજા થઈ હતી.

 

 

ત્યારબાદ .પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા કે પ્રત્યક્ષના પૂજારી આપણે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપની ઉપાસના કેવી રીતે કરવી તેનું આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. સાથે ગુરૂહરિ પપ્પાજીએઉપાસનાશબ્દને લખી સમજાવેલો કે, ‘જોગીની વાસના ઉપાસના વાક્ય દ્વારા આખું ગુણાતીત જ્ઞાન સમજાવી સહુને ધન્ય કર્યા હતા. ત્યારબાદ .પૂ.સાહેબજીના આશીર્વાદ હતા. તેઓએ .પૂ.દીદીની વાત પર વધુ પ્રકાશ પાડીયોગીની વાસના ઉપાસનાગુરૂહરિ પપ્પાજીના આજીવન સૂત્રને સમજાવી ખૂબ રાજીપો દાખવ્યો હતો.

 

 

વિશેષમાં આજના પ્રસંગને અનુરૂપ .પૂ.દીદીએ જ્યોત તરફથી જોગીબાપાની પૂજા કરતી મૂર્તિ મોટી કેન્વાસ પર તૈયાર કરાવીને લાવેલા તે મૂર્તિ પૂ.ઈલેશભાઈ, પૂ.હેમંતભાઈ અને ગુણાતીત પ્રકાશના સંત ભાઈઓ દ્વારા ભેટ અપાવી હતીઆમ, આજનો પૂજનવિધિનો કાર્યક્ર્મ ખૂબ દિવ્ય રીતે સંપન્ન થયો હતો.

 

 

સમૈયાના કાર્યક્ર્મ II કિ.મી. દૂર મોટા મેદાનમાં રાખેલ હતા. તે સ્થળે આજથી મહાપ્રસાદનો પ્રારંભ હતો. તા.૩૦, ૩૧ જાન્યુ. અને ૧લી ફેબ્રુ. પછીના ત્રણેય દિવસનો કાર્યક્ર્મ પણ ખૂબ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. તેમાં પણ વિદ્યાનગરથી તા.૩૧/ ના ૩૫ બહેનો અને તા./૨ના ૬૦ બહેનોએ સમૈયામાં સામેલ થઈ લાભ લીધો હતો. ભારત દેશના બીજા ધર્મના મહાનુભાવો, ઉત્તમ વક્તાઓએ પધારી હળીમળી યોગીજી મહારાજના સંત ભગવંત સાહેબજીના કાર્યને નવાજી ઉદાહરણ સાથે લાભ આપી હિન્દુ ધર્મની ખાનદાની અને ઐક્યના દર્શન કરાવ્યાં હતાં. ગુણાતીત સમાજના સ્વરૂપો .પૂ.હરિપ્રસાદ સ્વામીજી, .પૂ.દિનકરભાઈ, .પૂ.ગુરૂજી(દિલ્હી), .પૂ.ભરતભાઈ, .પૂ.આનંદીદીદી (દિલ્હી), .પૂ.પ્રેમબેન (હરિધામ) તથા વિદ્યાનગર જ્યોતમાંથી પૂ.માયાબેન, પૂ.દયાબેન, પૂ.શોભનાબેન, પૂ.તરૂબેન, પૂ.ડૉ.નિલમબેન વગેરે અને સદ્દગુરૂ A સ્વરૂપો પણ પધાર્યાં હતાં.

 

 

આમ, ગુણાતીત સમાજની ભાવાત્મક ઐક્યના દર્શન થયાં હતાં. સ્વયં ઠાકોરજી, સાક્ષાત્ ગુણાતીત સ્વરૂપો .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી દિવ્ય રૂપે બિરાજમાન થયા હતા. આમ, સમૈયો ગયા વર્ષે વેમારમાં થયો તેવો ભવ્યાતિભવ્ય સમૈયો થયો હતો. લાભ લેનાર સર્વે મુક્તોએ ધન્યતા અનુભવી હતી.

 

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આવજો. રાજી રહેજો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !