સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
અહીં આપણે તા.૧૬/૧૦/૧૩ થી ૩૧/૧૦/૧૩ દરમ્યાન જ્યોતમાં યોજાયેલ સમૈયા-સભા આદિની સ્મૃતિ દર્શન કરીશું.
(૧) તા.૧૮/૧૦/૧૩ શરદ પૂનમ
અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન ! ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન ૧૮મી એ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ ની બહેનોની મંગલસભામાં તથા રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ ની સભામાં ઉજવણી થઈ હતી. પ.પૂ.દીદી, પૂ.ડૉ.પંકજબેન તથા પૂ.શોભનાબેને પ્રાસંગિક લાભ આપ્યો હતો. રાત્રિ સભામાં આરતીનો લાભ ગૃહસ્થ બહેનોએ, મોટેરાં બહેનોએ, જ્યોતના બહેનોએ વારાફરતી લાભ લીધો હતો. વિશેષમાં ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યદિન નિમિત્તે અગાઉ બે દિવસ તા.૧૬ અને ૧૭ શિબિર સભા થઈ હતી. જેમના નામ ઉપરથી આ સંસ્થાનું નામ ‘ગુણાતીત જ્યોત’ ગુરૂહરિ પપ્પાજીએ પાડ્યું છે. તેવા ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યની ઉજવણી કથાવાર્તાથી કરી હતી. ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્રમાંથી તથા ‘સ્વામીની વાતો’ માંથી તા.૧૬મીએ પૂ.ડૉ.વિણાબેન અને તા.૧૭મીએ પૂ.મધુબેન સી. અને પૂ.ડૉ.ભાવનાબેન શેઠે લાભ આપ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2013/October/18-10-13 sarad poonam/{/gallery}
(૨) તા.૧૯/૧૦/૧૩ પૂ.જમનાબેન વીંછીની ત્રયોદશીની મહાપૂજા
પૂ.જમનાબેન વીંછીની ત્રયોદશીની મહાપૂજા પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં થઈ હતી. ગૃહસ્થ છતાંય સાધુ એવા પૂ.જમનાબા વિષે ગત પરિપત્રમાં વિગતે મહિમા વાંચ્યો હતો તેથી અહીં વધારે લખતી નથી. આજે મહાપૂજા બાદ પ્રાસંગિક માહાત્મ્યગાન પૂ.નંદુભાઈ વીંછીએ કર્યું હતું. પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેને આશીર્વાદ આપ્યા હતા.
{gallery}/images_in_articles/newsletter/2013/October/19-10-13 jamnaben vichichi tryodishi mahapooja/{/gallery}
(૩) તા.૨૦/૧૦/૧૩ અનાદિ મહામુક્ત જાગા સ્વામીની જયંતિ
તા.૧૯,૨૦,૨૧ ત્રણ દિવસની બહેનોની જ્યોત સભામાં શિબિરરૂપે રાખી હતી. જાગા સ્વામીનાં વચમામૃતોની સમજૂતી કરવાની રાખી હતી. સભામાં પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન, પૂ.દયાબેન અને પૂ.શોભનાબેનનો લાભ લીધો હતો. તથા ધ્વનિ મુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેનના લીધા હતા.
(૪) તા.૨૨/૧૦/૧૩
પૂ.ભાવનાબેન રમેશભાઈ વાગડિયા – ભાવનગર તરફથી આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પંચામૃત હૉલમાં મહાપૂજા થઈ હતી. પૂ.રમેશભાઈ જ્યોતના સદ્દ્ગુરૂ સ્વરૂપ પ.પૂ. સવિબેન જી. ના પૂર્વાશ્રમના સંબંધિત ભાઈ થાય. તેમણે સંબંધે સત્સંગપ્રધાન જીવન બનાવ્યું. અકાળે આક્સ્મિક મૃત્યુ તેમની ફેક્ટરીમાં અકસ્માત થવાથી થયું હતું. આ ઓચિંતાની આવેલી આફત જગતમાં કોઈ સહી ના શકે. પરંતુ ભાવનાબેન અને તેમના દીકરા-પુત્રવધુ આદિ મુક્તોને સંતોનો એવો જોગ હતો. તો ખૂબ બળ મળી ગયું અને સ્વસ્થતાથી પ્રથમ વર્ષ પસાર કરીને આજે પ્રથમ પુણ્યતિથીએ તેઓ ભાવનગરથી મહાપૂજા કરાવવા અને બહેનોને જમાડવા વિદ્યાનગર જ્યોતમાં આવ્યા. આજે ખૂબ સરસ મહાપૂજા થઈ. પ.પૂ.જ્યોતિબેન અને પૂ.સવિબેનનો આશરો હોવાથી તે કુટુંબના મુક્તોના મુખ પર ખૂબ બળ હતું. મહાપૂજા બાદ પૂ.સવિબેન, પૂ.કાજુબેને ખૂબ સરસ પ્રાસંગિક વાતો કરી હતી. તથા પ.પૂ.જસુબેને રૂડા આશીર્વાદ આપ્યા હતા.
{gallery}/images_in_articles/newsletter/2013/October/22-10-13 mahapooja/{/gallery}
(૫) તા.૨૪/૧૦/૧૩ પૂ.કુસુમબેન પટેલનો ર્દષ્ટાદિન
મહંત સ્વામિજી જેમના પૂર્વાશ્રમના ભાઈ થાય તેવા દિવ્ય બહેન કે જેમને પોતે પણ ૧૯૬૬માં પ્રથમ ૫૧ બહેનોને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બાએ વ્રત આપ્યું. તેમાંના પૂ.કુસુમબેન છે. તેમના મહિમાનું ગાન આજે જ્યોતની મંગલસભામાં પ.પૂ.દીદી, પૂ.જયુબેન દેસાઈએ કર્યું હતું. અને પૂ.કુસુમબેનના પણ આશીર્વાદ લીધા હતા.
{gallery}/images_in_articles/newsletter/2013/October/24-10-13 P.Kusumben divineday/{/gallery}
આમ, આખું પખવાડિયું વિધવિધ રીતના ભક્તિના ભાવોસભર આયોજનથી ભર્યું ભર્યું પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સારી છે. સર્વે સ્વરૂપો, સર્વે મુક્તોના આપ સર્વને ઘણાં કરીને જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ !