સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી, ભાદરવા વદ-૬
પરાભક્તિ પર્વની જય હે વ્હાલા અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ !
ઓહોહો ! આજે તો ખૂબ જ મોટો દિવસ ! ખૂબ આનંદનો દિવસ !
૧.ગુરૂહરિ પપ્પાજીનો ૯૫મો પ્રાગટ્યદિન ભાદરવા વદ-૬. આજે તો સોનામાં સુગંધ ભળી ! તે શું તો આ દિવસ રવિવારે આવ્યો ! જ્યોત પ્રાંગણમાં આગલી સાંજની સુમારથી ઉજવણી શરૂ થઈ! આમ, પણ હિન્દુ તિથિ આગલા દિવસની સંધ્યાથી બેસી જતી હોય છે. અહીં પણ આપ મેળે આનંદ ઉત્સવ રાતથી શરૂ થઈ ગયો !
ગુરૂહરિ પપ્પાજીએ કહેલું કે સહેજે સહેજે જે થતું જાય ત્યાં અવશ્ય પ્રભુ જ કરતા હોય ! આ વખતની ભાદરવા વદ-૬ નિમિત્તે આ બે દિવસ જે જે આયોજન થયાં તે એવાં જ હતાં. તેની વર્ણન (વાત) કરવા આ પત્ર પાઠવી રહ્યા છીએ. લખવું કે કહેવું શક્ય નથી, પૂર્ણ વર્ણન ના થઈ શકે ! છતાંય પ્રભુની વાતો, પ્રભુતાના અનુભવની ગોષ્ટિ કરવી એ જ કરી કરીને કરવા જેવું છે!
૧.ભાદરવા વદ-૬ તા.૧૮મીએ હતી. પરંતુ ૧૭/૯ ના રાત્રે બહેનોનો એક નાનક્ડો સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ થયો. નાનકડું નાટક અને યુવતી મંડળનાં બહેનો દ્વારા ત્રણ ડાન્સ રજૂ થયા ! પપ્પાજી માટે બનાવેલા ભજનો ઉપર જે ડાન્સ થયા તે ઓહો ! શબ્દે શબ્દે એક્શન અને પ્રાર્થના, ગુણાનુગાનના ભાવો હતા કે જે દ્વારા સુના અંતરના ભાવો જાગ્યા. જીવંતતા અનુભવી! જાણે પપ્પાજી પોતાના ઐશ્વર્ય સહિત ભાવ ઝીલવા પધારી ગયા ન હોય !
નાજુક તબિયત છે છતાંય પ.પૂ.બેન પણ પધારી ગયાં. ખૂબ રાજી થયા. પોણો કલાક લગભગ બિરાજમાન રહ્યા. જે શક્ય જ નથી તે દર્શન થયા. આ ડાન્સ નહોતા પણ ગુરૂહરિ પપ્પાજીનું આખુંય જીવન દર્શન હતું. કેવાં કેવાં ભજનો ઉચ્ચ આધ્યાત્મિક ક્ક્ષાનાં છે. સંત કવિ પ.પૂ.દીદી અને તેમના સંગત કવિ વૃંદ, ગાયક વૃંદ, વાદ્યવૃંદ છે. આ ગુણાતીત બાગનાં પ્રત્યક્ષ દર્શન, અનુભૂતિ એ જ પૃથ્વી પરનું અક્ષરધામ છે. અને તેનું દર્શન આજે ભાદરવા વદ-૬ના પ્રારંભે થયું.
{gallery}/images_in_articles/newsletter/2011/Sept/17.09.11 Bhadarwa vad 6 nimite sanshkrutik prg{/gallery}
૨.તા.૧૮/૯/૧૧ રવિવારનું પ્રભાત પણ ખૂબ નિર્મળ પવિત્ર ઉગ્યું !
‘न भूतो न भविष्यति’ તેવું ભક્તિનું વાતવરણ એકાએક સર્જાયું. આપણા સમાજમાં આપણી જ્યોતમાં જે મુક્તોને જે સેવા આપી છે તે મુક્તોને પપ્પાજી વિશેષ પ્રેરણા કરે છે ! એ પ્રેરણા ઝીલાય અને તે સાકાર આકાર લે તેનું દર્શન ખૂબ અલૌકિક હોય છે ! એવી પ્રેરણા, મહારાજ અને પપ્પાજીના અનન્ય અજોડ-અદ્વિતિય મુક્તરાજ સભા સંચાલિકા પૂ.બકુબેને કરી ! તેઓએ ઝીલી તે શું તો….
પરાભક્તિના વર્ષના પ્રારંભથી સ્વામિનારાયણ મંત્રલેખન અભિયાન શરૂ કર્યું છે. નાજુક મંત્ર પોથીમાં સહુ કોઈ મુક્તો મંત્ર લખી રહ્યાં છીએ ! તે મંત્રપોથીની મહાપૂજા પરાભક્તિ પર્વે, પ્રારંભે છે જેમાં ૨૯૫ દંપતિ અને ૯૫ સીંગલ મહિલા મળી કુલ ૬૮૫ મુક્તો મહાપૂજા-પોથી પૂજનનો લાભ ગૃહસ્થ મુક્તો લેવાના છે. બહેનોની અને હરિભક્તોની મંત્રપોથીઓ આવવા લાગી ! ભાદરવા વદ-૬ એટલે પપ્પાજીનો ખરો જન્મદિવસ ! તેથી ૯૫ વ્રતધારી બહેનો કે જેમનો જન્મદિવસ કે ર્દષ્ટાદિન ભાદરવા માસમાં કે સપ્ટેમ્બર માસમાં હોય તેવા ૯૫ બહેનોનાં નામ સ્મૃતિ આંક સાથે નક્કી થયાં. ખૂબ સુંદર આયોજન જ્યોતમંદિરમાંથી સદ્દગુરૂ દ્વારા પૂજન, નાડાછડી હસ્તે ધારી કરી. પોથી સંકુલ હસ્તે લઈ જ્યોત મંદિરની પ્રદક્ષિણા ધૂન-ભજન સાથે કરીને યજમાન ૯૫ બહેનો પપ્પાજી હૉલમાં મહાપૂજામાં બિરાજમાન થયા. મંત્રપોથીની પૂજા નિમિત્તેની આ મહાપૂજા પૂ.કલ્પુબેને ખૂબ સુંદર સ્વરે કરીને વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું. મહાપૂજા પરાભક્તિના ભાગરૂપ છે. તેથી ગુરૂહરિ પપ્પાજીના ગુણના ગાન સહિતના મંત્રોચ્ચારથી નમન સર્વ કોઈ કરતાં હતાં. પપ્પાજીનું આખું જીવન દર્શન-જીવન કાર્ય આમાં આવરી લેવાયું હતું. સહુનાય અંતર પણ મૂર્તિમાં પકડાઈ રહ્યાં હતાં.
{gallery}/images_in_articles/newsletter/2011/Sept/18.09.11 mahpuja 10 to 12{/gallery}
આવી ભવ્ય મહાપૂજા અને સ્ટેજ પરના સ્વરૂપોના આશીર્વાદ બાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશિષ છતાંય જાણે અત્યારે કહે છે તેવી અનિભૂતિ સાથે બપોરે ૨.૦૦ વાગ્યે છૂટા પડ્યા. પ.પૂ.બેન પણ સભામાં મહાપૂજામાં આરતી વખતે પધારી ગયાં અને દર્શન આશિષ આપ્યાં હતાં.
૩. પ્રભુકૃપામાં દર્શન
પપ્પાજીના પ્રાગટ્ય સમયે સાંજના ૫.૦૦ વાગ્યે પ્રભુકૃપામાં આરતી પ.પૂ.જ્યોતિબેને ઉતારી હતી. ૧લી સપ્ટેમ્બર અન્નકૂટ થયો હતો. છતાંય આજે પ્રાગટ્યદિન નિમિત્તે પપ્પાજીની સ્મૃતિ સાથેની પાંચ આઈટમ પ્રભુકૃપા મંડળની સભાના મુક્તો જાતે ભાવથી લાવેલા. (મઠીયા-મગસ, ઢેબરાં, ગુંદરપાક, લાડુ વગેરે) પ્રભુને ધરાવીને પ્રાગટ્યની પળ માણી હતી. પ્રભુકૃપાનું ભાવસભર ડેકોરેશન આજના દિન મુજબ કરેલું હતું.
પ.પૂ.બેન રોજ પ્રાર્થના કરવા પ્રભુકૃપામાં સાંજે ૫.૦૦ વાગ્યે લગભગ પધારે છે. તે મુજબ આજે પણ પધાર્યાં. પ્રાર્થના કરી સાથે પપ્પાજીને HAPPY BIRTHDAY પાઠવ્યા. આમ, આયોજન વગરનું આયોજન થયું. તેના અલૌકિક દર્શન તથા પ્રસાદ સાંજના સમયે ભક્તો માટે સુલભ બન્યાં હતાં.
{gallery}/images_in_articles/newsletter/2011/Sept/18.09.11 5.00 PRABHU PRAGTYA NI AARTI AT PRABHUKRUPA{/gallery}
પપ્પાજીના ૯૫મા પ્રાગટ્યદિનની જય જય જય ! ભાદરવા વદ-૬ની જય જય જય ! પરાભક્તિ પર્વની જય જય જય !
એ જ સર્વે મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.
લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !