સ્વામિશ્રીજી તા.૨૧/૧૦/૧૪
ગુરૂહરિ પપ્પાજીની જય
ગુરૂહરિના વ્હાલા ગુણાતીત સમાજના સર્વે અક્ષરમુક્તો,
દિપોત્સવી તહેવારોના ઘણાં હેતપૂર્વક જય સ્વામિનારાયણ !
દિવાળીના તહેવારોની શરૂઆત એકાદશીથી થતી હોય છે. જ્યોતમાં પણ એકાદશીથી તા.૧૯/૧૦ થી દિપોત્સવીનું ઉજળું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગુરૂહરિ પપ્પાજીએ બધા
તહેવારોને માન આપી તેને આધ્યાત્મિકતા અર્પીને દિવ્યતા રેલાવી છે. એવી ઘણી દિવાળીઓના તહેવારો ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે ઉજવાયા છે. તે સ્મૃતિ સાથે આપણે દિવાળીના તહેવારો ઉજવીશું.
તા.૧૯/૧૦ થી પ્રભુકૃપા મંદિર અને બ્રહ્મવિહારની અક્ષરડેરી રંગબેરંગી લાઈટીંગથી શોભી રહ્યાં છે. તે વાતાવરણમાં ભક્તોના હૈયા દિવાળીના આનંદથી સભર થયા હતાં.
પ્રભુકૃપાના બોર્ડ પર દરરોજ નવું બ્રહ્મસૂત્ર ગુરૂહરિ પપ્પાજીની તે દિવસની સ્મૃતિ સાથે લખાય છે. તેમ આ દિવાળીના દિવસોનાં સૂત્રો (સ્મૃતિ વાક્યો) બોર્ડ પર લખાય છે. જે તમો દરરોજ પ્રભુકૃપાના નિત્ય દર્શનમાં માણતા હશો.
{gallery}images_in_articles//newsletter/2014/Oct/{/gallery}
આજે ધનતેરસની મહાપૂજા પંચામૃત હૉલમાં પૂ.તરૂબેન, પૂ.કલ્પુબેન દવે, પૂ.દેવ્યાનીબેન અને ઑફિસના બહેનોએ કરી હતી. ભક્તિભાવે ઑફિસના બહેનોએ ધન ધોયું હતું. સ્વસ્તિક અને નાડાછડી જેવી રિબીનવાળું લાલ–પીળું ડેકોરેશન ધનતેરસની અને દિવાળીની શોભામાં વધારો કરતું હતું.
ધનતેરસ નિમિત્તે ગુરૂહરિ પપ્પાજીએ લખેલો સંકલ્પ આજે પ.પૂ.દીદીએ કરાવ્યો હતો. સંકલ્પની સિધ્ધિ અર્થે સમૂહ ધૂન્ય સહુએ કરી હતી.
‘હૈયે સમાયું પરમધામ’ નામની નવી વિડીયો D.V.D પૂ.પ્રમિલાબેન કોઠારીના વરદ્દ હસ્તે પ્રકાશિત કરી હતી. Golden moment – 19 આ D.V.D છે. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ આવરી લેતી વિડીયો D.V.D પૂ.સર્યુબેન સંઘવી અને વિડીયો વિભાગના બહેનો ક્રમસહ તૈયાર કરી પ્રકાશિત કરતા રહ્યાં છે. તેનો આ ૧૯મો ભાગ આજે પ્રકાશિત કર્યો છે. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ અમ સહુના જીવનમાં સહજ બને તેવી પ્રાર્થના સાથે આ ભાગ–૧૯ પ્રકાશિત કરતાં શ્રી ગુણાતીત જ્યોતના બહેનો આનંદ અનુભવે છે.
ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. પ.પૂ.દીદીએ પણ આશિષ લાભ આપ્યો હતો. આ વર્ષે દિવાળી તહેવારો સ્થાનિક છે. જ્યોત શાખા મંદિરોમાં પણ આ ઉત્સવો ઉજવાશે. સુરત, રાજકોટ, બોરીવલી અને લંડનમાં પણ દિવાળી–નવા વર્ષના અન્નકૂટ ઉત્સવ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે સહુ સ્વરૂપો સહુ મુક્તો ભેગા મળી ઉજવશે.
એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !