23 Aug 2016 – Param Pujya Saviben Patel

                                  સ્વામિશ્રીજી                       તા.૨૩//૧૬

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

IMG-20160823-WA0065

 

ગુરૂહરિ પપ્પાજી, ગુરૂ જ્યોતિબેનના વારસ સમાન પરમ પૂજ્ય સવિબેન જી. તા.૨૨//૧૬ ના રોજ રાત્રે ૧૧.૨૦ વાગ્યે ૭૪

વર્ષની વયે સ્થૂળ દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં ગુરૂહરિ પપ્પાજી સન્મુખ બિરાજી ગયા.

 

અનંત કોટિ કોટિ પાયલાગણ સહ વંદન હો ! .પૂ.સવિબેનને !

ગુરૂહરિ પપ્પાજી કહેતાં, ‘ તો સોરઠનો સિંહધરા ધ્રુજાવતો…’

 

પપ્પાજીનો સંબંધ થયો ને તારદેવના તીર્થસ્થાને ભગવાન ભજવા પધાર્યા. ને વ્હેતી તારદેવની ગંગોત્રીમાં સમર્પણભાવે મૂક સેવક બની ખૂબ સેવા કરીને આદર્શ સાધના કરી. જ્યારે ૧૯૬૬માં જ્યોતમાં પધાર્યા ત્યારે પરમ ભાગવત સંતની આધ્યાત્મિક અવસ્થા હતી. આવી અનન્ય નિષ્કામભક્તિ, સ્વરૂપનિષ્ઠા, દાસત્વભક્તિ, સંબંધમાં આવનાર અનંત મુક્તો સંગ આત્મબુધ્ધિ ને પ્રીતિના દોરે બંધાઈ ખૂબ જતન કર્યું. આજે એનું દર્શન થઈ રહ્યું છે. એવા મુક્તોનેય વંદન હો !

{gallery}images_in_articles/newsletter/2016/Saviben{/gallery}

 

તેમની અંતિમ વિધિ તા.૨૩//૧૬ના રોજ સાંજે .૦૦ થી .૦૦ દરમ્યાન જ્યોત પંચામૃત હૉલમાં સર્વે સદ્દગુરૂ સ્વરૂપો, જ્યોતના બહેનો અને પધારેલ હરિભક્તોની હાજરીમાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી. સહુ મુક્તોએ પ્રદક્ષિણા કરી તેમના ચરણે પ્રાર્થના પુષ્પ ધર્યા હતાં. ત્યારબાદ બધા મુક્તોએપરમ ભાગવત સંત બની સંકલ્પ સિધ્ધ કરીશું.’ એવા પ્રાર્થના ભાવ સાથે આરતી કરી હતી. અને તેમની સુખદ અંતિમ યાત્રા માટે ભારે હૈયે અને અશ્રુભરી આંખે વિદાય આપી હતી. અને પછી સર્વે સદ્દગુરૂ સ્વરૂપોની હાજરીમાં પ્રાર્થના સભા કરી આશીર્વાદ લીધા હતાં.

 

સહુ મુક્તોને આઘાત સહન કરવાનું ખૂબ ખૂબ બળ મળે ભગવાન સ્વામિનારાયણ, ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના.

 

પ્રાર્થીએ પ્રભુ પપ્પાજીને ! .પૂ.સવિબેનને ! સાથે રહેજો ! ખૂબ બળ આપજો.

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !