જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો !
જય સ્વામિનારાયણ ! નૂતન વર્ષાભિનંદન ! સાલ મુબારક !
સંવત ૨૦૭૧ કારતક સુદ–૧ શુક્રવાર નો શુભદિન
ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો, સર્વે બહેનો, ભાઈઓ, હરિભક્તોના આપ સહુને જય સ્વામિનારાયણ !
(૧) આજે નવા વર્ષની મંગલ પ્રભાતે સર્વે મુક્તો પ્રભુકૃપામાં દર્શને પધાર્યા !
“પ્રથમ પ્રભુ પછી પગલું” એ સૂત્ર મુજબ પ્રભુકૃપામાં દર્શન બાદ ગુણાતીત તીર્થ અને બ્રહ્મ વિહારની અક્ષરડેરીએ સર્વે મુક્તોએ દર્શન કર્યા.
જ્યોત મંદિરમાં પાટોત્સવની પૂજન–આરતી પ.પૂ.દીદી અને સદ્દગુરૂ A ના હસ્તે થયા. ત્યારબાદ સવારે ૬.૩૦ થી ૮.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ ‘સંઘ ધ્યાન’ સંયુક્ત સભામાં થયા. ધ્યાન, ભજન, ઉગતી પ્રભાતે, નિત્ય વાંચન બાદ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા.{gallery}images_in_articles//newsletter/2014/New year/mangal darshan behno in pk/{/gallery}
ગુરૂહરિ પપ્પાજીએ નવા વર્ષના જય સ્વામિનારાયણ સર્વેને કહ્યાં છે. અને આપણે તો નિત નવું વર્ષ ! એવો બ્રહ્માનંદ આખું વર્ષ સર્વ કોઈ સંબંધવાળા મુક્તો કરે તેવા આશીર્વાદ આપ્યા છે. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીના પણ આશીર્વાદ લીધા.
આમ, આપ સર્વને યાદ કરીને દર્શન, પ્રાર્થના કરી છે. નવું આખું વર્ષ મંગલમય પસાર થાય. તનથી તંદુરસ્ત, મનથી પ્રફુલ્લિત, ધનથી સમૃધ્ધ અને આત્માના સુખે સુખિયા થઈએ તેવી નૂતન વર્ષની પ્રાર્થના સાથે આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી હેતપૂર્વક જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2014/New year/Milan sabha/{/gallery}
(૨) બીજો કાર્યક્ર્મ અન્નકૂટનો સંપન્ન થયો. શ્રી ઠાકોરજી સમક્ષ સવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં અન્નકૂટની ગોઠવણ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. અન્નકૂટ બે જગ્યાએ થાય છે. જ્યોત મંદિરમાં બહેનો માટે તથા ભાઈઓ માટે પ્રભુકૃપામાં. બંને અન્નકૂટના દર્શન બધા મુક્તો માટે સુલભ હતાં. પહેલા અન્નકૂટ દર્શન ૧૧ થી ૧૧.૩૦ દરમ્યાન બહેનો પ્રભુકૃપામાં કરીને આવે. ભાઈઓ મંદિરમાં કરીને પછી ૧૧.૩૦ થી ૧૨.૩૦ ભાઈઓ પ્રભુકૃપામાં થાળ–આરતી કરે. એવું જ બહેનો મંદિરમાં થાળ–આરતી મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે કર્યા હતાં. આમ, ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે થયો હતો.
{gallery}images_in_articles//newsletter/2014/New year/mangal darshan bhaio in pk/{/gallery}
(૩) ત્રીજો કાર્યક્ર્મ ‘ભાઈબીજ’ ના સમૈયાનો સંપન્ન થયો હતો. સાંજે ૪.૩૦ થી ૭.૩૦ જ્યોતના પંચામૃત હૉલમાં સંયુક્ત સભા હતી. ભાઈઓએ જ્યારે જ્યોત દરવાજેથી પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જ દરેક ભાઈને પુષ્પ અર્પી જ્યોતનાં કર્મયોગી શ્વેત વસ્ત્રધારી બહેનોએ કર્યું હતું.
ગુરૂહરિ પપ્પાજીએ એક ક્રાંતિકારી કાર્ય બહેનોને ભગવાન ભજાવવાનું કર્યું છે. તેવું જ આ એક અદ્દભૂત કાર્ય છે કે સાધક સંત બહેનોના મંદિરમાં ભાઈબીજનો સમૈયો ઉજવાઈ રહ્યો છે. તે અસામાન્ય બાબત છે. પપ્પાજીએ સતયુગ પ્રવર્તાવ્યો છે. સ્વધર્મમાં રહીને દિવ્ય પ્રેમે આખા ગુણાતીત સમાજનું બંધન–બંધારણ કર્યું છે. વર્ષોથી આ સમૈયો ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે ઉજવાતો હતો તેવી જ રીતે આજે પણ એવા જ ભાવ સાથે ઉજવાયો હતો. ભલે અત્યારે જગ્યાના અભાવે સ્થાનિક સમૈયો છે. છતાંય વિશેષ રાતે ઉજવણી થઈ હતી.
{gallery}images_in_articles//newsletter/2014/New year/bhaibij sabha/{/gallery}
દર વર્ષે આપણે ભાઈબીજનો સમૈયો નૂતન વર્ષના દિવસે સાંજે આવરી લઈએ છીએ. જેથી ભાઈબીજના દિને સહુ ગૃહસ્થ ભાઈ–બહેનો પોતાનો વ્યવહાર સ્વધર્મ સાચવવા જઈ શકે.
આમ, આજે ત્રણ ત્રણ સમૈયા થયા. આજનો આખો દિવસ ખૂબ મંગલકારી ! બ્રહ્માનંદથી ભર્યા ભર્યા હૈયે ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજી જાણે અખંડ બિરાજમાન હોય તેવી દિવ્યતાની અનુભૂતિ સહુના અંતરમાં થતી રહી હતી. અસ્તુ ! દેશ પરદેશમાં વિચરતા સર્વ મુક્તોને સાલમુબારક તથા ભાઈબીજના શુભદિનના જય સ્વામિનારાયણ.