સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીની જય
કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય
ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યપર્વ ‘ગુરૂવંદના મહોત્સવરૂપે’ તા.૨૫, ૨૬ નવેમ્બર’૧૭ શનિ-રવિ જ્યોતના આંગણે પપ્પાજી હૉલમાં ઉજવાઈ રહ્યો છે. તેને ઝલક સ્મૃતિ માણીએ.
૧૯૩૬ની ૧૮ નવેમ્બરે ચંચળબા ચતુરભાઈના આંગણે એક દૈવી આતમો પ્રગટ્યો ને ધન્ય ધન્ય કર્યા. માતા-પિતાને આવા અક્ષરમુક્તનું અવતરણ એ જ આપણું અહોભાગ્ય !
રવિ જેમ પોતાના પ્રકાશથી જ છતરાયો થાય તેમ પ.પૂ.દેવીબેનનું જીવન પ્રભુની પ્રભુતાથી પ્રકાશિત છતાં અકળ છે.
ઘનઘોર ઘટા જેવું ઘેરુલું માહાત્મ્ય, વિશાળ ગગન જેવું હ્રદય, સ્વરૂપનિષ્ઠા મેરૂમાંથી વહી રહેલા ધસમસતા ધોધ જેવી અમાપ ભક્તિ , કલકલ વહેતા ઝરણા જેવી સહજ સરલતા, સંપૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર જેવી પૂર્ણ પ્રતિભા, પોતાની સામે આવનારને ખેંચી લે એવો મેગ્નેટીક પાવર. આ સર્વેનો સમન્વય એટલે પ.પૂ.દેવીબેન.
બૃહદ વૈરાગી છતાંય યોગ અને સાંખ્યનો અદ્દભૂત સમન્વય ક્ષિતિજમાંથી ઉદય થતો સૂર્ય વિધવિધ સમયે વિધવિધ રંગો ધારણ કરી સમગ્ર સૃષ્ટિને એક સરખું તેજ આપે છે. તેમ અનેક લીલાઓ કરી ભક્તિ અર્થે જ જીવન સાધક સાથે એટલા રસબસ. અંતર ખોલી અંતર ટાળી દે.
દાસત્વભક્તિ તમે રાખી, પ્રભુનું સ્વરૂપ સહુને માની, સંબંધે સેવા કરી….
પ્રાર્થના-સંકલ્પે સૌને આગળ લેતા, રાત-દિવસ ન જોયા કદી ભજનધારા વહાવી…
એ ધારાના ઝરણે અમે સહુ રહ્ય ભીંજાઈ, જય જય પપ્પા-દેવીની….
પ્રાર્થીએ તારી કૃપામાં ભીંજાઈએ….
એવા પ.પૂ.દેવીબેનના ગુરૂવંદના મહોત્સવની પ્રથમ સભા આજે તા.૨૫/૧૧/૧૭ના સાંજે ૪.૩૦ થી ૮.૦૦ માહાત્મ્યગાન, અનુભવ દર્શન અને અંતમાં ભૂલકાંઓ દ્વારા ૪ ડાન્સ મહિમાગાન સાથે આનંદ કરાવી સભાની ઉજવણી કરી હતી.
– સભાની શરૂઆતમાં પૂ.આશાભાભી ભરતભાઈ (અમેરિકા) દ્વારા રચિત ભજન “લાગ્યો રે લાગ્યોરે રંગ મુને લાગ્યો…”(સનેડા રાગનું ભજન) જાતે બનાવીને લાવેલા તે ભજન જાતે ગાયું અને આખી સભાએ આ ભજન તાલીઓના તાલ સાથે ઝીલાવીને, ગગન ગજાવી પૂ.આશાભાભીએ સભાની શરૂઆત આનંદથી કરાવી હતી.
– પૂ.રૂચિ મોદી (CA)એ તેમના કિશોરી-યુવતીના જીવનમાં થયેલા અનુભવ પ.પૂ.દેવીબેનના ગાઈડન્સ પ્રમાણે વણવિચાર્યે કરવાથી સારા પરિણામ આવ્યા છે. પ.પૂ.દેવીબેનને (ગુરૂને) દિવાલની પાછળનું દેખાય છે તે સૂત્રના આધારે રૂચીએ પ્રસંગો કહીને અદ્દભૂત માગણી કરી હતી. તેવું જ પૂ.ટીનુબેન પટેલ (કરમસદ) નવા સત્સંગીએ પણ પોતાના જીવનમાં પ.પૂ.દેવીબેને કેવું કાર્ય કર્યું છે. તેના અનુભવની વાત કરી હતી.
– પૂ.કનુભાઈ પટેલ (વણસોલે) પ.પૂ.દેવીબેનના આશીર્વાદે કાળ પણ ટૂંટીયું વાળી દે છે. એ સૂત્રના આધારે જીવનના પાંચેક વિધવિધ અનુભવ કહીને સદ્દગુરૂ બહેનોને પ્રાર્થના કરી કે, તમારા સંપર્કમાં જે ભક્તો આવે તેના જીવનું રૂડું થાય તેવું કરવા કૃપા કરજો. આમ, સુહ્રદભાવે પોતાના માટે અને બીજાના માટે પણ પ્રાર્થના કરી હતી.
– જૂના જોગી પૂ.વૈકુંઠીબેન રાધેશ્યામભાઈ અગ્રવાલના દીકરા પૂ.હરિશભાઈ અગ્રવાલ સર્વદેશીય ભક્તરાજ છે. તેઓએ તો પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેન, પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.દીદી અને પ.પૂ.દેવીબેન સુધીના સ્વરૂપોની સ્મૃતિ અને અનુભવો કહીને ઈતિહાસમાં સહુ શ્રોતાને લય અને લીન કરી દીધા હતાં.
– પૂ.ઘનશ્યામભાઈ (અમદાવાદ), પૂ.શારદાબેન (વડોદરા), પૂ.દિપ્તીબેન વગેરેએ જબરજસ્ત રીતે પોતાના જીવનના અનુભવ પ્રસંગો કહીને ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ શ્રી પ.પૂ.દેવીબેનની સામર્થીના દર્શન કરાવ્યા હતાં.
માહાત્મ્યગાનની સભા ૭.૧૫ વાગ્યે પૂરી કરી. ૧૦ મિનિટના વિરામ બાદ સ્વરૂપો સ્ટેજ પરથી નીચે પધાર્યા અને બાલિકા, કિશોરી, યુવતી મંડળના ભૂલકાંઓ અને જ્યોતના નાના પ્રસન્ન- સોનાગ્રુપના ભૂલકાંઓના ભાવ-ડાન્સ દ્વારા માહાત્મ્યગાન રજૂ થયું હતું.
– બાલિકા મંડળના ભૂલકાંઓએ
“જંતર મંતર જાદુભર્યો દિવ્ય આ સમો.. સ્મૃતિ કેરા રંગો માંહે આતમને રંગે જોવા જેવો…..”
દેવીનો જય હો ભજન ઉપર ડાન્સ કર્યો હતો.
– ગુણાતીત જ્યોતના સોના ગ્રુપના બહેન પૂ.પલ્લવીબેન પટેલે “આશ્ર્ચર્ય પામ્યા રે…” ભજન ઉપર ડાન્સ કરી માહાત્મ્યભાવ અર્પણ કર્યો હતો.
– “દુનિયામાં જોટો ના જડે… જય હો લક્ષ્મીદેવી” ભજન ઉપર પૂ.દુર્ગા અને પૂ.ઊર્મિ યુવતી મંડળાની બહેનોએ ડાન્સ કરી દિગંતમાં પ.પૂ.દેવીબેન અને સ્વરૂપોનો જયજય્કાર ગજાવ્યો હતો.
– અંતમાં જ્યોતના પ્રસન્ન સોના ગ્રુપના બહેનો તથા યુવતી મંડળના બહેનોએ ભેગા મળી સમૂહ નૃત્ય દ્વારા મહિમાગાન કરી સહુને આનંદ આનંદ કરાવી સભાની પૂર્ણાહુતિ કરી હતી.
આમ, આબાલ વૃધ્ધ સહુને આજે સ્ટેજ પર આવી ગુરૂવંદના કરી ધન્યતા અનુભવી હતી.
આવતીકાલ તા.૨૬/૧૧/૧૭ ના ગુરૂવંદના મહોત્સવની મુખ્ય સભા સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં છે. જેનું લાઈવ દર્શન આપ વેબસાઈટ પર કરી શકશો. તેથી લખાણ અને ફોટો કાલે મૂકાશે નહીં. આપ સર્વની જાણ માટે.
એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !
{gallery}images_in_articles//newsletter/2017/Nov/25-11-17 p.p.devben bhavarpan sabha{/gallery}