26 Nov 2017 – Param Pujya Deviben’s Samaiyo Main Sabha

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પમેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

ગુણાતીત સ્વરૂપ .પૂ.દેવીબેનના ગુરૂવંદના મહોત્સવની ઉજવણી આજે તા.૨૬/૧૧/૧૭ રવિવારે સવારે .૦૦ થી .૩૦ દરમ્યાન ખૂબ ભવ્યદિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. ગુણાતીત સમાજના કેન્દ્રો પવઈ, હરિધામ, સાંકરદા, બ્રહ્મ જ્યોતિ વગેરે જગ્યાએથી

આજે મોટેરાં ભાઈઓ તથા સંત બહેનો સમૈયામાં પધાર્યા હતાં. ગઈકાલે સાંજે હરિધામ .પૂ.કોઠારી સ્વામીજી (પૂ.પુરૂષોત્તમચરણસ્વામી) ની ત્રયોદશીની પ્રાર્થના સભા હોવાથી ગુણાતીત સમાજના કેન્દ્રોમાંથી તેઓ સર્વે હરિધામ હતાં. ઓહોહો ! કેવા ગુણાતીત સમાજના સંબંધો ! જે કાકાજીપપ્પાજીએ બાંધી આપેલા છે. નમન છે દરેક કેન્દ્રોના વારસ સ્વરૂપોને ! મુક્તોને ! સહુ પોતાના ગુરૂહરિની પ્રસન્નતાર્થે સ્વધર્મેયુક્ત ગુણગ્રાહી ર્દષ્ટિથી સારૂં સારૂં લેવું. નવાજવું અને સુખદુઃખમાં સહભાગી થઈ અલૌકિક સર્વદેશીયતાના દર્શન વર્તનથી કરાવી રહ્યાં છે !

 

ખૂબ ખૂબ અભિનંદન ! આજે .પૂ.દેવીબેનના ગુરૂવંદના મહોત્સવની સભા પહેલાં .પૂ.દેવીબેનનું સ્વાગત જ્યોત દરવાજેથી પંચામૃત હૉલમાં થઈને પપ્પાજી હૉલના છેડેથી સ્ટેજ સુધી ભક્તોએ હાથમાં પુષ્પ લઈ બંને બાજુ ઉભા રહી .પૂ.દેવીબેનના આગમનની રાહમાં હતાં. .પૂ.દેવીબેન પ્રથમ પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરી પ્રભુકૃપામાંથી જ્યોતમાં અને આગળ સ્વાગતપથ પર એક એક મુક્તનો ભાવ ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યાં હતાં. સ્વાગતપથ પણ ઉપરનીચે ખૂબ સુશોભિત કર્યો હતો. સ્ટેજ સુધી ભક્તોએ .પૂ.દેવીબેનના ચરણ કમળમાં પુષ્પ પધરાવીને સત્કાર્યા હતાં. સ્ટેજ પર .પૂ.દેવીબેનના સખી શ્રી હંસાદીદી તો ક્યારના રાહ જોતા હતાં. .પૂ.દીદી, .પૂ.જશુબેન, .પૂ.પદુબેન સદ્દગુરૂ A સ્વરૂપોએ .પૂ.દેવીબેનનું પુષ્પથી સ્વાગત કર્યું. ઓહોહો ! આજનું કાંઈ ડેકોરેશન હતું. ‘ ભૂતો ભવિષ્યતિપૂ.ભાવનાબેન ડી. અને બહેનોએ સ્વસ્ફુરણા આઈડીયાપ્રેરણાને સાકાર સ્વરૂપ આપી સફળતાપૂર્વક અદ્દભૂત ડેકોરેશનમાં સફળતા મેળવી હતી. દર્શન કરનાર સહુ આબાલવૃધ્ધ આનંદવિભોર બન્યા હતાં.

 

* સભા સંચાલક પૂ.બકુબેને સ્ટેજ પર આસન ગ્રહણ કરાવી ભાઈઓબહેન સ્વરૂપોને પ્રભુ સ્વરૂપે સ્ટેજ પર બિરાજમાન કરીને પછી સભાના સહુ મુક્તોએ ઉભા થઈ આવાહન શ્ર્લોક બોલી પ્રગટને પ્રત્યક્ષ કર્યા હતાં.

 

* શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે. તેવાને તેવા પૃથ્વી પર એના સંતો થકી પ્રગટ ને પ્રત્યક્ષ છે. એવા સંત સ્વરૂપ .પૂ.દેવીબેનના ગુરૂવંદના પર્વે સર્વે વતી પ્રથમ પુષ્પાર્પણ .પૂ.દેવીબેન, .પૂ.દીદી, .પૂ.જશુબેન, .પૂ.પદુબેનને કર્યા. નવું ભજન પૂ.હીનાબેન રચિત

ગવાયું. “ દેવી…”

 

* ત્યારબાદ પપ્પાજી સ્વરૂપ .પૂ.દેવીબેનનું માહાત્મ્ય દર્શન .પૂ.પદુબેને કરાવ્યું. “ગુરૂહરિ પપ્પાજીની રૂચિ જાણીને આંખની મરજી જોઈને .પૂ.દેવીબેન જીવ્યા છે. ક્યારેય પપ્પાજીને ઓશિયાળા નથી કર્યા. અંર્તર્દષ્ટિ, વફાદારી અને માહાત્મ્યથી ગુરૂહરિ પપ્પાજી સાથે જીવ્યા છે.”

 

* પ.પૂ.શોભનાબેન માહાત્મ્ય દર્શન કરાવતાં કહ્યું કે, .પૂ.દેવીબેન ત્યાગવૈરાગ્યનું સ્વરૂપ છે. વર્તનથી અને સંકલ્પે સાધકોમાં ત્યાગવૈરાગ્ય ઉદય કર્યા છે. વળી, મોટા પાસે દાસભાવે વર્તી સેવા કરી છે. .પૂ.દેવીબેન સાથે ઘણીવાર મારે પરદેશ જવાનું થયું છે. ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.બેન સાથે હોય. એમની સુવિધા સચવાય તેવું મહિમાભર્યું વર્તનના દર્શન કાયમ કર્યા છે.

 

* ગુણાતીત પ્રકાશ પૂ.વિરેનભાઈએ સુરત સભામાં ભણનારા બાળકોને માટે પુરસ્કાર તૈયાર કરેલા. તે પુરસ્કારની કોતરણી એક યુવકે કરેલી. .પૂ.દેવીબેને તે છોકરાને સહજ રીતે આશીર્વાદ આપેલાં કે આવી કોતરણી ગુરૂહરિ પપ્પાજી તારી કરી આપશે. બીજી વખત પણ .પૂ.દેવીબેન પધારેલાં. એમની પાસે મોમેન્ટો અપાવ્યો. .પૂ.દેવીબેન પેલા છોકરાને કહે, કોતરણી શરૂ થઈ ગઈ. અને ખરેખર છોકરાની કોતરણી ગુરૂહરિ પપ્પાજીએ શરૂ કરી દીધી છે. .પૂ.દેવીબેનના જોગમાં જ્યારે જ્યારે આવવાનું થયું ત્યારે .પૂ.દેવીબેને જે જે જૂની સ્મૃતિની વાતો કરી હતી તે સ્મૃતિ પણ પૂ.વિરેનભાઈએ કરાવી હતી.

 

* પૂ.કિરણબેન કાલીયાએ પોતાના સંસાર પ્રધાન જીવનમાં .પૂ.દેવીબેન જેવા સંતના આશીર્વાદ સારામાઠા પ્રસંગે લઈને સુખઆનંદની અનુભૂતિની વાત કરીને ધન્યતા અનુભવી હતી.

 

* પ.પૂ.જ્યોતિબેને અચાનક વ્હીલચેરમાં સભામાં પધાર્યા. આનંદનું મોજું ફરી વળ્યું. .પૂ.જ્યોતિબેનને .પૂ.દેવીબેને હાર પહેરાવી આનંદથી સ્વાગત કર્યું. .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા. .પૂ.દેવીબેન, .પૂ.ભરતભાઈ, પૂ.સુરેશભાઈ ગાંધી, .પૂ.દીદી તથા ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાં. તે અહીં નથી લખતા. કારણ બેપાંચ દિવસમાં સમૈયાની વિડિયો વેબસાઈટ પર આપને ઉપલબ્ધ થશે. સાકાર દર્શન સાથે આશીર્વાદ માણીશું.

 

* પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે DVD ‘પ્રેમલધારાનું અનાવરણ થયું.

 

* પૂ.આશાભાભી અમેરિકાથી ૮૦ફૂટનો હાર બનાવીને લાવેલા તે અર્પણ થયો હતો. સભામાં ખૂબ સુંદર કેક અર્પણ થઈ હતી.

 

સભામાં વચ્ચે વચ્ચે ગુણાતીત સમાજના કેન્દ્રો વતી .પૂ.દેવીબેનને ભાવાર્પણ થયા હતાં. તેમાં વિશેષમાં પવઈના સ્વરૂપોએ .પૂ.દેવીબેન વકીલ તેથી વકીલના વેશરૂપે હાર અર્પણ કરવાનો આઈડીયા અને અદ્દભૂત માગણી ગુણાતીત સ્વરૂપોના આશીર્વાદ રૂપે અક્ષરધામનો ઓર્ડર અદ્દભૂત રીતે પૂ.હેમંતભાઈ વશીની પ્રેરણાને પૂ.હેમંતભાઈ મરચન્ટે રજૂ કરી હતી અને ગુણાતીત જ્ઞાનનો આનંદ સભાએ કરાવ્યો હતો. સભા .૩૦ વાગ્યે માંડ પૂરી થઈ હતી. સભાની વિડીયો દર્શન નજીકના દિવસોમાં વેબસાઈટ પર www.gunatitjyot.org પર માણીશું.

 

નોંધતા.૨૧ થી ૩૦ નવેમ્બર દરમ્યાન મુખ્ય ગુરૂવંદના પર્વ તા.૨૫,૨૬ નવેમ્બર ઉજવાયો. તે ન્યુઝલેટર બંને દિવસના અલગઅલગ ફોટા રૂપે મોકલીએ છીએ. તેથી હવે ડિસેમ્બરમાં મળીશું. ખરૂંને ? જય સ્વામિનારાયણ

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

{gallery}images_in_articles//newsletter/2017/Nov/26-11-17 P.P.DEVIBEN 80TH BIRTHDAY PHOTO{/gallery}