06 June 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                             તા.૬/૬/૨૦૧૩

ગુરૂહરિ પપ્પાજીની જય,              

પ.પૂ.દીદી સાક્ષાત્કારદિન

આજે જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ પ.પૂ.દીદીના સાક્ષાત્કારદિનનો સમૈયો ખૂબ દિવ્યતાસભર રીતે ઉજવાયો હતો. પ.પૂ.દીદી સભામાં પધાર્યા. સ્વાગત થયું. આહવાન શ્ર્લોકની સાથે સાક્ષાત ગુરૂહરિ

 

પપ્પાજી પધારી ગયા હોય તેવી અનુભૂતિ થઈ હતી. તેના બાહ્ય પ્રતિક ખાત્રી રૂપે પ.પૂ.જ્યોતિબેન પુષ્પોનો મોટો ગુચ્છ લઈને પધાર્યા. પુષ્પાર્પણ થી સભાનો ખરો પ્રારંભ થયો.

હાલોલના અનન્ય ભક્ત પૂ.અતુલભાઈ અને પૂ.સોનલભાભી શાહે સહુ ગૃહસ્થો વતી ગુરૂહરિ પપ્પાજીને અને પ.પૂ.દીદીને પુષ્પમાળા અર્પણ કરી હતી. પૂ.ભારતીબેન એમ.રતનપરાએ જ્યોતના બહેનો વતી પુષ્પમાળા પહેરાવીને ધન્યતા અનુભવી હતી. પ.પૂ.દીદીએ સામે પૂ.ભારતીબેનને પોતાના કંઠનો હાર પહેરાવી વ્યાપકમાં નાના મુક્તમાંય પ્રભુ જોવાના વર્તનનું દર્શન દીદીએ ભાવોથી કરાવ્યું હતું. પ.પૂ.દીદીના મહિમાગાનમાં ઘણા મુક્તોએ લાભ આપ્યો હતો. જેમાં પોતાના જીવનમાં થયેલ દીદીના અનુભવોની વાત પ્રસંગો વર્ણવ્યા હતાં. જેથી સહુને ખૂબ બ્રહ્માનંદ અનુભવાયો હતો. આજે પૂ.પ્રીતકુમાર હાલોલ, પૂ.મહેન્દ્રભાઈ શાહ, પૂ.જગદીશભાઈ કંથારીયા અને પૂ.હરિશભાઈ ઠક્કરે વગેરે ભાઈઓ તથા પૂ.હરિનીબેન પટેલ, પૂ.જાગૃતિબેન વિઠ્ઠલાણી, પૂ.જાગૃતિભાભી રાઠોડ વગેરે બહેનોએ માહાત્મ્યગાનમાં વારી આપી હતી. વચ્ચે વચ્ચે ભાવાર્પણ થયાં.

પૂ.યોગેશભાઈ અને પપ્પાજી તીર્થ પર સેવા આપનાર યુવકોએ પપ્પાજી તીર્થ પરના પુષ્પો ચૂંટી, હાર ગૂંથી મોકલેલ. જે ડૉ.વિણાબેને પ.પૂ.દીદીને અર્પણ કર્યો હતો. પૂ.મહેન્દ્રભાઈ શાહની આજે લગ્ન તારીખ હતી. તેઓએ પુષ્પ ગુચ્છ અર્પીને આશીર્વાદ લીધા હતાં.પૂ.ઉષ્માબેન કિરણભાઈ શાહ (હાલોલે) કેક અર્પણ કરી હતી. અન્ય ભક્તોએ પણ પુષ્પમાળા-પુષ્પ ગુચ્છ અર્પણ કર્યા હતાં.પૂ.સ્મૃતિબેન દવે રચિત ભજન મ્યુઝીક પાર્ટી અને ગાયક વૃંદે ખૂબ ભાવ સાથે ગાયું હતું. ભજનના શબ્દો – “ભાવે વંદન એને…” એ ભજનના શબ્દો મુજબ પંચાગે પાયલાગણ કરીને સભાના સર્વે મુક્તોએ “ભાવે વંદન…” કર્યું હતું. પૂ.શાંતાબેન પ્રભાતિયાએ સાડલો ઓઢાડીને ભાવ અર્પણ કર્યો હતો.{gallery}FOLDERNAME{/gallery}{gallery}/images_in_articles/newsletter/2013/June/{/gallery}

પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતાં. પ.પૂ.દીદીએ ગુરૂહરિ પપ્પાજીની પ્રાપ્તિનો અહોભાવ ! તેઓ અહીં જ છે તે વાત કરી. પ.પૂ.પપ્પાજીની તારદેવની સ્મૃતિની વાત કરીને વાત કરી કે, “આનંદ કરવાનો છે. પૂર્ણતાનો નહીં પણ પૂર્ણ મળ્યા છે અને પૂર્ણ કર્યા વગર મૂકવાના નથી.” ગુરૂહરિ પપ્પાજીએ ૫૪ વર્ષ પહેલા કરેલ આ વાત કરી. આપણે આનંદ કરવો, વફાદારી રાખવી, અંર્તયામી માનવા અને પ્રાર્થનાથી પપ્પાજી સાથે વાત કરતા શીખી જવું. વગેરે વાત કરતાં દીદીએ એક બીજી વાત પપ્પાજીની સ્મૃતિની કરી. પપ્પાજી આંખ લાલ થઈ ગઈ હતી. અમે પપ્પાજીને કહ્યું કે, “પપ્પાજી આપની આંખ લાલ થઈ ગઈ છે.” પપ્પાજીનો જવાબ આ લોકનો નહીં, પરલોકનો જ હોય. પપ્પાજી કહે કે, મારી આંખ લાલ ક્યારે થાય ખબર છે ? પોતે જ જવાબ આપ્યો. જો કોઈ ભક્તના ઘસારામાં પડો તો આંખ લાલ થાય છે. પપ્પાજીની ભક્તિથી, માહાત્મ્યથી ભીંજાયેલા આપણે રહેવું છે. એકમેકના દર્શન કરીને આનંદ કરીએ છીએ. અને એવો બ્રહ્માનંદ કર્યા કરવો. “આપણે એને સંભારીશું તો તેઓ આપણું બધું જ સંભાળી લેશે.” પ.પૂ.દીદીએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈને સભાનું સમાપન થયું હતું. પ.પૂ.પપ્પાજીએ ખૂબ સરસ વાત કરી. નાનપણથી લઈને અત્યાર સુધીના દીદીના જીવનની સ્મૃતિ કરાવી હતી. પૂર્વના જબરજસ્ત અનાદી મુક્તરાજ દીદીનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવીએ છીએ. આપણા સ્વાર્થે-ગરજે ઉજવીએ છીએ. એમના ગુણ પ્રાપ્ત થઈ જાય.

“ભગવાનનું આ કાર્ય કરવા માટે મારો જન્મ છે.” એ વાતની સભાનતા દીદીને આજે થઈ હતી. દીદી તારદેવથી જ પ્રભુનું કામ કરતાં હતાં. ગમે તેવા સંજોગોમાંય અક્ષરધામની સમાધિ જાય નહીં. તેવી સ્થિતિથી પણ પરની ગુણાતીત સ્થિતિ કે જેના થકી સાધુ તૈયાર થાય. (સાધુ થકી સાધુ થાય.) તેવા દીદી ગુણાતીત સાધુ છે. ભજનો દીદીમાંથી સહજ નીકળ્યા. તેવું સહજ જીવનમાંથી નીકળેલા  તેવા દીદીના ભજનો છે. એકોએક ભજન ઉત્તમ ભક્તની સ્થિતિ કરવી હોય તેમાં આદર્શ તરીકે કામ લાગે તેવા ભજનો છે. સાંસ્કૃતિક કાર્યક્ર્મો કરાવ્યા છે. તે દ્વારા નાના બાળકોના જીવમાં પેસી જાય. ખૂબ મોટો ઉપકાર આપણા સમાજ ઉપર કર્યો છે. બહેનોમાં બા-બેન જેવા ભગવત સ્વરૂપ બની ગયા છે. માન્ય સ્વરૂપો જેવા દીદી બની ગયા. ભગવાનનું કામ કરતાં થઈ ગયા. ૧૦૦ વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવી મહારાજનું કામ કરતા રહે તેવા રૂડા આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીએ આપ્યા.

આજે સ્થાનિક ઉજવણી હતી. છતાં ભવ્યાતિભવ્ય સમૈયો ઉજવાયો હતો.

એ જ લિ. જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ