16 to 31 Jan 2016 – Newsletter

                      સ્વામિશ્રીજી                    

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા. //૧૬ થી ૩૧//૧૬ દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયાઉત્સવ વગેરેની વિશેષ સ્મૃતિ માણીશું.

GKP 2224

 

() તા.૧૭//૧૬ .નિ.પૂ.અમૃતમાસી ગોહિલની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા

 

પૂ.અમૃતમાસી ગોહિલની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા પપ્પાજી હૉલમાં સવારે .૩૦ થી ૧૨.૦૦ માં સંયુક્ત સભામાં થઈ હતી.

 

મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ કરી હતી. પૂ.અમૃતમાસી ગુણાતીત સમાજના પાયાના આદર્શ સેવક હતાં. તેથી ગુણાતીત સમાજના ભક્તો બ્રહ્મજ્યોતિહરિધામ વગેરેથી પણ આવ્યા હતાં. પૂ.અમૃતમાસીને આફ્રિકાથી .પૂ.બેનનો સંબંધ થયો. આફ્રિકાથી ઈંગ્લેન્ડ આવ્યા. ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા થઈ. એક નિષ્ઠાથી નિષ્કામભાવે ભગવાનના ભક્તોની સેવા કરી લીધી. ગુરૂહરિ પપ્પાજી.પૂ.બેનને રાજી કરી લીધાં. પૂ.અમૃતમાસી આપણને એવી શીખ આપતા ગયા. જોગને સાર્થક કરી લેજો. પૂ.અમૃતમાસીને ગમે તેવી ભીંસ આવી તોય સ્વરૂપોની અભિપ્રાયની ભક્તિસેવા કર્યા કરી અને ભગવાનને પ્રસન્ન કરી લીધા. સાચા સત્સંગનો વારસો એમના સંતાનોને નાનપણથી આપ્યો. અને જે જે એમના સંબંધમાં આવ્યા એમને પણ નિષ્ઠા કરાવી. ૧૯૬૯માં જ્યોતના બહેનો આફ્રિકા ગયા તો બહેનોનો ઉતારો પૂ.અમૃતમાસીના ઘરે હતો. ૧૯૮૦માં લંડન ગુરૂહરિ પપ્પાજીએ હરિવર્તન શિબિર કરી ત્યારે સદ્દગુરૂનો ઉતારો પૂ.અમૃતમાસીના ઘરે હતો. આમ, બધા સ્વરૂપોની સેવા કરી લઈને પ્રસન્નતા લીધી છે. ઘરને મંદિર બનાવ્યું ને પોતે મંદિર બની ગયામહાપૂજા બાદ મહાત્મ્યગાન અને પ્રાર્થના સુમન અર્પણ થયા.

 {gallery}images_in_articles//newsletter/2016/Jan/17-01-165 .amrutmasi gohil mahapooja/{/gallery}

¯ પૂ.સ્મિતાબેન (હરિધામ)

 

હું લંડન હતી ત્યારે મને પૂ.અમૃતમાસીની ઓળખાણ થઈ હતી. મેં જ્યારે ભગવાન ભજવાનું નક્કી કર્યું ત્યારે તેમાં માસીએ મને ઉત્સાહ આપ્યો. અને સત્સંગનો મહિમા સમજાવ્યો. અને એમણે મારો સરસ વિદાય સમારંભ કર્યો હતો.

 

¯ પૂ.સુરેશભાઈ (પેરીસ)

 

ભક્તિ ઉત્સવના સમૈયામાં ગુરૂવચને હું ભારત આવ્યો. પછી લંડન ગયો. પણ પેરિસ જવાનું અશક્ય હતું. ગુરૂહરિ પપ્પાજીને ખબર પડી. ગુરૂહરિ પપ્પાજી ત્યારે લંડન હતાં. મને બોલાવ્યો અને કહે તું અમૃતમાસીના ઘરે રહેજે અને અહીં દર્શન કરવા આવજે. પૂ.સુરૂભાઈ રોજ મને એમની ગાડીમાં ગુરૂહરિ પપ્પાજીના દર્શને લઈ આવતા. ત્યારે ઘરે અમૃતમાસીએ મને બહુ સાચવ્યો. ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોનું માહાત્મ્ય સમજાવ્યું. એમના જેવી સર્વદેશીયતા આપણા સૌમાં આવે પ્રાર્થના.

 

¯ .પૂ.રતિકાકા (અનુપમમિશન)

 

પૂ.અમૃતમાસી એટલે મહિમાનું સ્વરૂપ. અમૃતમાસીને જોવા દવાખાને ગયો હતો. ત્યારે ભગવાનના ભક્તોનો મહિમા સાંભળ્યો છે. મહિમા ગાવાથી અને સેવાથી ભગવાન રાજી થાય છે. એવું એમનું જીવન હતું.

 

.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા. પૂ.અમૃતમાસીના વર્તને વાતુ કરી. એમના જીવન પરથી આપણે એટલું શીખવાનું છે. આપણું વર્તન એવું હોવું જોઈએ. જેનાથી સામાને પડઘો પડે. દેહે કરીને જેટલું કરી લઈશું આપણી આત્માની કમાણી છે.

 

() તા.૨૩//૧૬ પોષીપૂનમ .મુ..મૂશ્રીગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન

 

ગુરૂહરિ પપ્પાજીને મન દિવસનું ખૂબ મહત્ત્વ હતું. નવા વર્ષ તરીકે દિવસને નવાજતાં. ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપીને પ્રભુએ આપણને સનાથ કર્યા છે.

 

આજે જ્યોતમાં બહેનોની સભામાં ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું પાન ધ્વનિ મુદ્રિત કર્યું હતું. યોગીજી મહારાજે આપણને નૈમિષારણ્ય ક્ષેત્ર કરી આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી ઉપરથી ગુણાતીત જ્યોતનામ છે. આપણે ગુણાતીત વર્તન કરતા થવું છે. તે ધ્યેય છે. આપણું જ્ઞાનેયુક્ત વર્તન છે. હવે ગોડ હેડ ડેવલપ થઈ જાય તેવું કરવું છે. તે શું તો બ્રહ્મના અનુસંધાને જીવીએ છીએ. હવે બ્રહ્મની લીલા મનાતી થઈ જાય. આવો રૂડો જોગ છે તો વિજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું. સ્વામીની ૧લા પ્રકરણની ૧લી વાત વાગોળીએ. ભૂલેચૂકેય કુસંગનો સંગ ના રાખીએ.

 {gallery}images_in_articles//newsletter/2016/Jan/23-01-16 gunatitanand swamni pragtya din/{/gallery}

.પૂ.દીદીએ પોષીપૂનમ નિમિત્તે અશીર્વાદ આપ્યા. તેમાં ૧૯૬૬ થી ૧૯૭૧ સુધીની જ્યોતની સાધનાની અને ગુરૂહરિ પપ્પાજીની સામર્થીની સ્મૃતિ સાથે કથાવાર્તા કરી. શાસ્ત્રો એવું કહે છે કે સ્ત્રી કદિ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરી ના શકે. ગુરૂહરિ પપ્પાજીએ શક્ય કર્યું. આમ, ગુરૂહરિ પપ્પાજીની સામર્થીની વાતો થઈ.

 

પોષીપૂનમના દિવસે .પૂ.સાહેબ અને ભાઈઓને નેકટાઈ સાધુનુ વ્રત .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી અને .પૂ.સોનાબાએ આપ્યું. ગુણાતીત સમાજની નવી પાંખ ખોલી. તે પોષીપૂનમનો દિવસ છે. અનુપમ મિશનના વ્રતધારી ભાઈઓનો દીક્ષાદિન ! તેથી બ્રહ્મજ્યોતિ પર આજે સમૈયો હોય. .પૂ.જ્યોતિબેન અને બહેનોભાઈઓ આજે જ્યોતમાંથી બ્રહ્મજ્યોતિ પર સમૈયામાં પધાર્યા હતાં. વખતે માર્ચમાં .પૂ.સાહેબજીના અમૃતપર્વનો સમૈયો હોવાથી આજનો સમૈયો નાના પાયા પર હતો. સભામાં સંતો નહોતા. તેથી .પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા. જૂની સ્મૃતિની સરવાણી વહી અને સ્મૃતિ મહિમાની વાતો સુણીને ભક્તો ખૂબ રાજી થયા. આત્મીયતાનો અહેસાસ થયો. અમૃતપર્વનો જાણે પ્રારંભ થયો.

 

રાજકોટ જ્યોત શાખા મંદિરે પૂ.વનીબેન અને બહેનોએ પોષીપૂનમ નિમિત્તે નીલકંઠવર્ણીના અભિષેકનો વિશેષ કાર્યક્ર્મ રાખ્યો હતો. જોગાનુજોગ .પૂ.દેવીબેન રાજકોટ પધારેલા. .પૂ.દેવીબેને અભિષેક પ્રારંભ કર્યો. પૂજન, હાર, થાળ થયો. બધા ભાભીઓએ અભિષેકનો લાભ લીધો. ખૂબ આનંદ કર્યો. આમ, .પૂ.દેવીબેનના સાંનિધ્યે અભિષેકનો કાર્યક્ર્મ ભક્તિભાવથી સંપન્ન થયો. .પૂ.દેવીબેને પોષીપૂનમ નિમિત્તે આશીર્વાદ આપ્યા. બધાને બ્રહ્મજ્ઞાન સાથે દિવ્ય આનંદ પ્રાપ્ત થયો.

 

() તા.૨૮//૧૬

   

  ૨૮મીએ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં પ્રદક્ષિણા પ્રાર્થના માટે પ્રભુકૃપા મંડળના ભાઈઓ ગયા હતાં.

 

() તા.૨૯//૧૬ ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી સ્મૃતિયાત્રામુંબઈ

 

જ્યોતના નાના છેલ્લા ૯૦ બહેનો એટલે કેઆનંદગ્રુપના બહેનો કે જેમને મુંબઈમા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના પ્રસાદીના તીર્થધામોની યાત્રા કરવાની અંતરમાં ઈચ્છા હતાં. .પૂ.જ્યોતિબેનને પ્રેરણા થઈ કે બહેનોને યાત્રા માટે લઈ જવા છે. જોગાનુજોગ ૩જી ફેબ્રુઆરી .પૂ.કાકાશ્રીનો સાક્ષાત્કારદિન આવી રહ્યો હતો.

 

તે નિમિત્તે .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી વગેરેનો મુંબઈ જવાનો કાર્યક્ર્મ હતો . તે પણ એક વિશેષ બાબત નક્કી થયેલી કે, પવઈ મંદિરે .પૂ.કાકાશ્રીની નિશ્રામાં ભગવાન ભજતી બહેનોને કાષાંબર વસ્ત્રો ધારણ કરવાનો કાર્યક્ર્મ હતો. સોનામાં સુગંધ ભળી ! આનંદ ગ્રુપના બહેનોની પાંચ દિવસની મુંબઈની સ્મૃતિયાત્રા બાદ તા.૩જી ફ્રેબ્રુઆરી સમૈયો હતો. તે વ્રતધારણના કાર્યક્રમમાં ૯૦ બહેનો પણ હોય. કેવા આનંદની વાત હતી.

{gallery}images_in_articles//newsletter/2016/Jan/29-01-16 stabdi smruti yatra anand group/{/gallery} 

 

૧૯૫૨ થી ૧૯૬૬ સુધી મુંબઈતારદેવની ધરતી પર .પૂ.બા.પૂ.કાકા.પૂ.પપ્પાજી.પૂ.કાંતિકાકાનું કુટુંબ યોગીબાપાની આજ્ઞાથી સાથે રહેતા. અક્ષરધામના તખત તરીકે યોગીજીના ભક્તોનું ઠરવાનું ઠામ હતું. બ્ર.સ્વ.યોગીબાપાની આજ્ઞાથીબહેનો ભગવાન ભજે તો શું ખોટું?” આશીર્વાદ મુજબ બહેનોની ભગવાન ભજવાની શરૂઆત અહીં થઈ હતી. ૨૫ બહેનો સાધના કરી અહીં તૈયાર થયેલા.

 

વખતની અનેક સ્મૃતિની વાતો જ્યોતની કથાવાર્તામાં વડીલ બહેનોના મુખે સાંભળવા મળતી. આનંદ ગ્રુપના નાના બહેનો વાતો સાંભળે ત્યારે થતું કે સ્થાનના દર્શન કર્યા હોય તો સ્મૃતિ તાર્દશ્ય થાય. બહેનોએ મનની ઈચ્છા .પૂ.જ્યોતિબેન પાસે રજૂ કરેલી. .પૂ.જ્યોતિબેનની અંતરની ઈચ્છા હતી કે જ્યારે બહેનોને મુંબઈ બ્ર.સ્વ.યોગીજી મહારાજ.પૂ.પપ્પાજી.પૂ.કાકાજી.પૂ.બાના પ્રસાદીના ધામની યાત્રા કરાવવી છે. તેઓએ પ્રસ્તાવ મૂક્યો. તરત બધી બાજુથી યસયસ થતું ગયું. રેલ્વેની ટિકીટ એક વખતમાં બે ડબ્બામાં બધાની સાથે મળી ગઈ. મુંબઈ મંડળને વાત કરી તો તેઓના અંતરમાં તો મહિમાનો મહાસાગર ઉમટ્યો. બોરીવલી જ્યોતમાં પૂ.ભારતીબેન મોદી અને બહેનોભાભીઓ અને ભાઈઓ તો જાણે ગુરૂહરિ પપ્પાજી પધારતા હોય તેવા ઉમંગમાં તૈયારીઓ કરવા લાગ્યા. .પૂ.જ્યોતિબેન અને બહેનોએ પ્રસાદીના ધામોના સ્થળના દર્શનનો કાર્યક્ર્મ બનાવ્યો તે મુજબ જવા બસગાડીની વ્યવસ્થા, જ્યાં જવાનું ત્યાં મહાપ્રસાદની વ્યવસ્થા. વળી, ગૃહસ્થ મુક્તો કહે અમારા ઘર મંદિરે બધા બહેનોને લઈને મહાપ્રસાદ લેવા પધારો. તે બધું આવરી લઈને સરસ કાર્યક્ર્મ બન્યો. જ્યાં જ્યાં ગુરૂહરિ પપ્પાજીએ શિબિર કરેલી તે સ્થળના દર્શન અને શિબિરની વાતનો સાર ગોષ્ટીમાં આવરી લઈને યાત્રાની સાથે શિબિર ગોઠવાઈ ગઈ. બોરીવલી નવી જ્યોતના દર્શનથી યાત્રાનો પ્રારંભ થયો. વરસોવા, પાર્લા, ગણેશપુરી, પેગોડા, લોનાવાલા, ખારઘર મંદિર, પવઈ અક્ષરધામ મંદિરે યાત્રાની પૂર્ણાહુતિ અને અલૌકિક સમૈયો તા.૩જી ફેબ્રુઆરીનો .પૂ.કાકાશ્રીના સાક્ષાત્કારદિનનો કર્યો. તે સ્મૃતિ આવતા પત્રમાં માણીશું.

 

આમ, આખું પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. યાત્રામાં પધારી સર્વે મુક્તોને ખૂબ ખૂબ સ્મૃતિલાભ આપ્યો હતો.

 

અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વેને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.