Feb 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !

અહીં આપણે ફેબ્રુઆરી મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ ટૂંકમાં માણીશું.

(૧) તા.૨/૨/૧૨ થી ૫/૨/૧૨

 

દિલ્હી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરે તાડદેવ ધામે જે ઉત્સવ ઉજવાયો ! તે “ન ભૂતો ! ન ભવિષ્યતિ” વિદ્યાનગરથી બહેનો, ભાઈઓ, સંતો અને ગૃહસ્થો આ સમૈયાનો લાભ લેવા દિલ્હી ગયેલા ! પરંતુ જે વિદ્યાનગર હતા તેઓ માટે તો ઉત્સવ જ્યોતના આંગણામાં આવીને વસ્યો હતો ! આધુનિક ટેકનોલોજી ! વેબસાઈટ (www.ydsd.org) દ્વારા આબેહૂબ દર્શન-સભાનો લાભ માણ્યો હતો. “ઘર બેઠા ગંગા આવી મળી રે” એ ભજનની પંક્તિ મુજબ ખરેખર આત્માનું ભાથું શિબિર દ્બારા કાકાજીનો હીરક સાક્ષાત્કાર દિન, ગુરૂજીનો અમૃતપર્વ ખૂબ ભવ્ય રીતે,  ખૂબ દિવ્ય રીતે, “યોગી પરિવાર આનંદોત્સવ” ના નામે થયાં. ગુરૂજીએ ખરા અર્થમાં ગુરૂભક્તિ અદા કરી. તેનું દર્શન તેમણે તૈયાર કરેલા સમાજમાં થયું. માહાત્મ્ય અને સ્મિત ! સેવા અને વફાદારીયુક્ત ભક્તિભાવે આયોજન થયાં. સભા અને કાર્યક્ર્મ થયા તે બધામાં તેનું આબેહૂબ દર્શન થતું હતું. ગુરૂજી વર્તનથી કાકાજીની ઓળખ બન્યા. “પ્રેમ એટલે સમર્પણ” એવું ગુરૂહરિ પપ્પાજી કહેતા એ વાક્ય મુજબ ગુરૂજીએ કાકાજી પ્રત્યેની ખરી પ્રીતિ સમર્પણમાં ફેરવી. એનું દર્શન આનંદોત્સવમાં થયું. એક-બે કે અમુક મુક્તોને નહીં. પરંતુ એકોએકને અંતરમાં કાંઈક જુદો જ આહલાદ જગાવ્યો. ધન્યતાના ભાવોને વર્ણવી શકાતા નથી. સાધકના તે ભાવો પ્રાર્થનામાં પરિણમે અને વધુમાં તે દર્શન આદર્શ બની જીવન પરિવર્તન કરે છે. એવું જ કાંઈક આ શિબિર સમૈયાની ફલશ્રુતિ બન્યું છે. જો કે સ્વરૂપોને મન તો એ જ સમૈયાની સાર્થકતા છે.

(૨) તા.૧૫/૨/૧૨ બુધવાર

પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો પ્રાગટ્યદિન સાંકરદા તીર્થધામે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ની સભામાં ઉજવાયો. ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોની નાની સભા છતાંય અક્ષરધામની રીતે ખૂબ જ મોટી સભા, મોટો સમૈયો થયો ! સ્વામીજી એટલે માહાત્મ્ય સ્વરૂપ ! જ્યાં માહાત્મ્યસભર વર્તન હોય, જ્યાં ગુણાતીત વાતુ થતી હોય, જ્યાં મહિમાગાન થતું હોય ત્યાં સાક્ષાત્ મહારાજ પધારી જ ગયા હોય. બસ ! એ દર્શન વચ.ગ.પ્ર.૭૧ મુજબનું દર્શન સમૈયામાં પધારેલ સર્વ કોઈ ભક્તને થયું હતું. પપ્પાજી કહે કે હું તમોને માહાત્મ્યનાં દર્શન કરવા લઈ જઉં છું. ખરેખર તારદેવથી આવેલી માહાત્મ્યની ગંગોત્રીનું જળ છેક દિલ્હી પહોંચ્યું. છેક સાંકરદા-સોખડા જેવા કોતર પ્રદેશની મધ્યે માહાત્મ્યનું ઝરણું છૂપાયેલું છે. તેનું જળપાન કરી સંતૃપ્તિ અનુભવી. પ્રાર્થના વહી હે મહારાજ ! હે સ્વામી ! હે ગુરૂહરિ પપ્પાજી ! હે કાકાજી અને સર્વ સ્વરૂપો ! આપે રેલાવેલ ગંગોત્રી કૃપામાં વહેતી “યાવત ચંદ્ર દિવા કરૌ” રહે તેના નિમિત્ત પાત્ર બની રહીએ એજ પ્રાર્થના કરી વિરમીએ છીએ.

(૩) તા.૧૯/૨/૧૨ રવિવાર

આજે તો સવાર/સાંજ બે સભા સમૈયા થયા !

. સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ની સભામાં સદ્દ્ગુરૂ સ્વરૂપ ડૉ.વીણાબેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો.

આજે તો ખરા અર્થમાં પપ્પાજીની રીતની ઉજવણીનો પ્રારંભ થયો. ગુરૂહરિ પપ્પાજીનો હેતુ દરેકે કરેલી સાધનામાંથી કાંઈક મળે ! આજે સભાના પ્રારંભે પૂ.વીણાબેને ખૂબ સરસ લાભ આપ્યો. પપ્પાજીએ તેઓને સાધનાની શરૂઆતમાં વચનામૃત સમજાવતા. તે સ્મૃતિસહ અને પપ્પાજીનું ઋણ અદા કરવાના હેતુ (ભાવના)થી તેમને વચનામૃત પ્ર.૬૨માં સત્પુરૂષના ૩૯ ગુણ છે, તે ગુણ પપ્પાજીમાં સહજ છે. તે સવિસ્તાર પ્રસંગ સાથે વર્ણવી ખરેખર બ્રહ્માનંદ આવે તેવી રસમય વાતો કરી ધન્ય કર્યાં. ત્યારબાદ નાની એષાએ, નવા ડૉ.ડીમ્પલબેને, પૂ.રમીબેન રાવલે વગેરેએ પોતાની અનુભવની વાત-રજૂઆત સહુની કક્ષા પ્રમાણે કરીને વીણાબેનના મહિમાનું ગાન કર્યું હતું. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. થોડામાં વધુ લાભ અને સાથે આનંદ પણ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Feb/19.02.12.Dr.vinaben divine day{/gallery}

૨. પ.પૂ.તારાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

રવિવારે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં અવિભક્ત પરમાતમ સ્વરૂપ પ.પૂ.તારાબેનના ૫૯મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થઈ હતી. સભાનો પ્રારંભ જ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદથી થયો હતો. ભગવાન ભજવાનો પ્રારંભ કરનાર સંત બહેનોના ધ્રુવતારક એવાં તારાબેનને મહારાજ પોતાની સાથે છે.૨૬નો આદર્શ પૂરો પાડવા લાવેલા છે. એવા અસલી ગુણાતીત સાધુના ગુણ સ્વયં ગુરૂહરિએ સ્વમુખે કહીને સભાને ધન્ય કરી હતી. “તું ધ્રુવતારો મુજ હ્રદય આકાશે ટમટમ ચમકે રે” એ બહેનો રચિત તારાબેનના માહાત્મ્યનું દર્શન કરાવતું ભજન ગવાયું. સખી સાક્ષી સાધનાનાં એવા પ.પૂ.દીદીએ લાભ આપ્યો. અનુભવ દર્શન સાથે સ્મૃતિ મહિમાગાનમાં નાના-મોટા વિધ વિધ મુક્તોએ લાભ આપ્યો હતો. પૂ.મનીબેન, પૂ.કલ્પુબેન મહેતા, પૂ.નંદાબેન થાન, પૂ.શોભનાભાભી ઠક્કર મુંબઈ તથા સભા સંચાલક પૂ.ડૉ.નિલમબેન વચ્ચે વચ્ચે મહિમાની ઝલક આપતા હતા. પ.પૂ.જ્યોતિબેનની નાજુક તબિયત હોવા છતાંય સભામાં પધારી બિરાજ્યાં અને ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતા.

જેમને ભજવાની શરૂઆત કરી છે એવાં તારાબેને આજની આ સભાના અંતમાં ખૂબ જ સુંદર ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપીને સહુનેય ભર્યા ભર્યા કરી દીધા હતા. આજની આ સભામાં આવ્યા તેને ટિકીટ વસૂલ થયાની, સમય સનાતન બન્યાની અનુભૂતિ થઈ હતી. આમ, પ.પૂ.તારાબેનના ૫૯મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ દિવ્ય રીતે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે થઈ હતી. જાણે શિબિર સભા થઈ !

બે-ત્રણ કલાક માટે તો જાણે તારદેવની ગંગોત્રીની અને ૧૯૬૬ થી ૨૦૦૪ સુધી સ્મૃતિ ઈતિહાસની સાધનાની સાકાર ફિલ્મ જોઈ હોય તેવું દર્શન થયું. પ.પૂ. જ્યોતિબેને પ્રસાદીની એક વાત કરી કે, અમો શરદ પૂનમે ગોંડલ જતાં. યોગીબાપાએ વાત કરેલી કે, “કલ્યાણને માર્ગે આપણે ધોરી માર્ગ પકડવો. ગલીગુચીમાં ના જવું.” તે ધોરી માર્ગ એટલે શું ? તો મોટા સાચા સાધુનો (ઉત્તમ)નો જોગ રાખવો. જગતની કોરના સરખે સરખાનો સંગ ના રાખવો. ગુરૂહરિ પપ્પાજીએ બા-તારાબેનના પ્રત્યક્ષ સાંનિધ્યે જાણે સમૈયો થયો હોય તેવું દિવ્ય દિવ્ય વાતાવરણ હતું. સહુનાંય અંતર સતત પકડી રાખ્યા હોય તેવું અનુભવાતું હતું.

{gallery}/images_in_articles/newsletter/2012/Feb/19.02.12.P.P.TARABEN DIVINE DAY{/gallery}

(૪) તા.૨૦/૨/૧૨ સોમવાર શિવરાત્રિ (અક્ષર રાત્રિ)

ભગવત સ્વરૂપ ગુણાતીત સંત શિરોમણી પ.પૂ.જ્યોતિબેનનો ૭૯મો પ્રાગટ્યદિન પપ્પાજી હૉલમાં સહુ ભક્તો, સાધકોએ ભેળા મળી ઉજવ્યો હતો. દેશ-પરદેશના સહુ બહેનો-ભાઈઓ ભક્તિભાવ સભરતાથી ઉત્સવનું રસપાન માણી ધન્ય થયા. સહુ પ્રથમ પ.પૂ.દેવીબેને યથાર્થ પ.પૂ.જ્યોતિબેનનું મહિમાગાન કરી પ્રસંગ સાથે વાત સાર, સાનમાં સમજાવી સહુને ધન્ય કર્યાં હતાં. નવા છતાંય જૂના સત્સંગી પૂ.અલ્કાબેન નરોડાવાળાએ પ.પૂ.જ્યોતિબેને ટૂંક સમયમાં સત્સંગ જીવનનું ભાથું બાંધી આપીને સેવા અંગ પ્રમાણે આપીને જીવન ધન્ય કરી દીધું. આત્મીયતા એટલે શું ? તેના અનુભવની વાત કરતાં અશ્રુભીની આંખે હર્ષાશ્રુ સાથે પ્રાર્થના યાચના કરી હતી. પૂ.વિરેન્દ્રભાઈ દવે, પૂ.કેતનભાઈ માવાણી. મુંબઈના પૂના-નવા બંને અનુભવી ભક્તોએ પોતાના કુટુંબને જ્યોતિબેને કેવા અનુભવો કરાવી, કેવા આશીર્વાદ અર્પી ધન્ય કર્યા છે. તેના ઉદાહરણ સાથે માહાત્મ્યગાન કર્યું હતું. પ.પૂ.દીદીએ પણ ખૂબ સરસ લાભ આપી જૂની સ્મૃતિ તાજી કરી આપીને જીવવાનું ભાથું બાંધી આપ્યું હતું. નાદુરસ્ત તબિયત હોવા છતાંય દેહાતીત જ્યોતિબેને આજે સભામાં પૂરતો સમય બિરાજી સહુ કોઈના ભાવ ગ્રહણ કર્યા હતા. ભક્તોના મનમાં રહેલ બીમારીનું દુઃખ પણ ભૂલાવી દઈ, રસબસ થઈને, સહુનેય ભર્યા ભર્યા કરી દીધા હતા. વળી, ખૂબ સુંદર આશીર્વાદ દાસત્વભાવે અર્પીને સભામાં આવેલ સહુનેય ધન્ય કર્યાં હતાં. ટૂંકા છતાંય સચોટ આશીર્વાદ કા.૧૦ મુજબ કર્તાહર્તા પ્રભુ છે. બધાં જ પ્રગતિ કરી રહ્યાં છીએ. આપણે ભાગે આવેલ સેવા આપણા સ્વરૂપ સામે દ્રષ્ટિ રાખી, કોઈનુંય જોયા વગર સંપ, સુહ્રદભાબવે જીવ્યા કરીએ. એવી ગુણાતીતજ્ઞાનની વાતો ખૂબ સહજતાથી કરીને મુમુક્ષુતાનો આહલાદ જગાડ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Feb/20.02.12.P.P.JYOTIBEN BIRTHDAY SHIVRATRI{/gallery}

(૫) તા.૨૪/૨/૧૨ શુક્રવાર

પપ્પાજી તીર્થ -શાશ્વત ધામની સ્મૃતિ પણ કરી લઈએ. જ્યાં સમૈયા વગરના સમૈયા થાય ! જ્યાં આયોજન વગરની ગોઠવણ થાય ! જ્યાં નગારા, તગારા ને તાવડા બંધ કર્યા બંધ ના થાય ત્યાં  હોય શ્રીજી સાક્ષાત્ !

શ્રીજીમહારાજથી ચાલતું આવેલ આ વરદાન કહો કે રસપાન કહો ! એવું રસપાન આજે પપ્પાજી તીર્થ પર માણ્યું. પ.પૂ.દીદીનું નાનું સૂચન નીકળ્યું કે, “પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે નવનિર્માણની પૂર્ણાહુતિ પહેલાં ‘સંચ’ સ્વરૂપે પપ્પાજી હાલ વર્ષથી P.લોનમાં બિરાજમાન રહી પ્રદક્ષિણા કરવાનું સુખ સાંનિધ્ય ભક્તોને અર્પી રહ્યાં છે. તે દિવ્ય સંચ સ્વરૂપને પ્રાર્થના, પૂજા, અર્ચન અર્પી આપણે માનભેર એમના સ્વઆસને બિરાજમાન કરવા છે. ખરેખર તા.૨૪મીની મંગલ પ્રભાતે પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જ્યોતિબેન અને સદ્દગુરૂ A ના સાંનિધ્યે તથા તેમના હસ્તે પૂજન, અર્ચન, આરતી થઈ. વડિલ ભાઈઓ સંતોએ પણ પૂજા-આરતી કર્યાં. અને તેઓના સાંનિધ્યે યુવક મંડળે જય ઘોષણા કરીને સ્વામિનારાયણ મંત્ર સાથે શાશ્વત સમાધિએ શ્રમ યજ્ઞ કરીને પુણ્યની કમાણી કરી હતી. અવનવી અણધારી સ્મૃતિ આનંદ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Feb/24.02.12 SHASHVAT DHAM PAPPAJI TIRTH PUJA VIDHI{/gallery}

(૬) તા.૨૫-૨૬/૨/૧૨ શનિ-રવિ

બે દિવસ જ્યોતનાં નાનાં બહેનો (ભક્તિગ્રુપ-સોનાગ્રુપ)ની શિબિર એકાંતવાસમાં યોજાઈ હતી. જાણે સદ્દગુરૂ A ની ચિદાકાશ દિનની શિબિર થઈ હતી. તેવી ચિરંજીવી યથાર્થ શિબિર થઈ હતી. આ રીતે ફેબ્રુઆરી મહિનો સમૈયા, સેવા અને શિબિરથી ભર્યો ભર્યો સભર સભર પસાર થયો હતો. પપ્પાજી સોપો પડવા નથી દેતા. તેવું સહજ થતું રહે છે. એ જ એમના પ્રત્યક્ષ પણાની નિશાની છે, અનુભૂતિ છે. પ્રત્યક્ષપણાના ધન્યતાના ભાવો સાથે જય સ્વામિનારાયણ !

{gallery}/images_in_articles/newsletter/2012/Feb/25-26 BHAKTI SONA GROUP SHIBIR{/gallery}

                                                          એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ !