સ્વામિશ્રીજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે ૨૦૧૩ના છેલ્લા પખવાડિયાની જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું.
ઓહોહો ! આ વર્ષનું અંતિમ પખવાડીયું તો ભક્તિ શતાબ્દી પર્વ લઈને આવેલું છે. તેથી તેનું વર્ણન શક્ય નથી. જો કે આપણે વેબસાઈટ પર લાઈવ દર્શન માણ્યું જ હશે. અરે રૂબરૂ પધારી સાક્ષાત દર્શનનો લાભ લીધો હશે. તેથી ટૂંકમાં અત્રે સ્મૃતિ કરી લઈએ. જેથી વિગતવાર સ્મરણ થઈ જશે.
¬ ભક્તો સમૈયો ઉજવવા પરદેશથી આ પખવાડિયાના પ્રારંભથી જ આવવાની શરૂઆત થઈ હતી. જ્યોતમાં અને જ્યોતની આસપાસ ઠેર ઠેર મંડપો બંધાવા લાગ્યા. જોતજોતામાં આખું વાતાવરણ બદલાઈ ગયું. પ્રભુકૃપા ઉપર લાઈટનું ડેકોરેશન એવું તો સુંદર હતું કે દૂરથી
કાચનો રંગબેરંગી મહેલ લાગતો હતો. વળી, પ્રભુકૃપામાં પ્રવેશતા વિશાળ શ્રીફળમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં. શ્રી ઠાકોરજી મહારાજ બિરાજમાન હતાં. વળી, જમણી બાજુ જઈએ તો બહાર છીપલાના પોર્ટમાં સર્વે ગુણાતીત સ્વરૂપો બિરાજમાન હતાં.
¬ પ્રભુકૃપાના પ્રાંગણમાં બનેલ ‘ગુણીતીત તીર્થ’ કે જેમાં પ.પૂ.કાકાશ્રી, પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બા અસ્થિ પુષ્પ અંશ સ્વરૂપે બિરાજમાન છે. અને તેના દર્શન પ્રદક્ષિણા ભાવિક ભક્તો શ્રધ્ધાથી સતત ફરતા ભાસે છે.
¬ બ્રહ્મવિહારની કુટિરમાં ગુરૂહરિ પપ્પાજી હીંડોળે બિરાજમાન રહી ભક્તોને દર્શન આપતા હતાં. તથા નાની કુટિરમાં પણ બ્રહ્મરસના થાળ પીરસાયેલા રહેતા. કોઈ વાંચન કરે તો કોઈ પ્રદક્ષિણા ફરી ધન્યતા અનુભવતા હતાં.
¬ શ્રી ગુણાતીત જ્યોતના પ્રાંગણમાં તો ભક્તોની ભીડ સતત હોય જ. વળી, મંડપ બંધાયા અને ભગવી ઝૂલના જાણે તોરણ બંધાયા. એવા જ મંડપ જ્યોતની પાછળ ટાઉન ક્લબના ગ્રાઉન્ડમાં પણ આપણે બંધાવ્યા. જ્યાં બહેન હરિભક્તોની ભોજન વ્યવસ્થા હતી. અને વળી, પ્રગતિ મંડળમાં પણ ભાઈઓ (હરિભક્તો) માટેની ભોજન વ્યવસ્થાના મંડપ બંધાયા.
¬ પરમ પ્રકાશ અને અનુપમ મકાન એ સંત ભાઈઓના નિવાસસ્થાન છે. ત્યાં પણ ભક્તોની ભીડ ક્રીસ્ટમસથી શરૂ થઈ ગઈ ! સમૈયાના જવાબદાર ભાઈઓમાં ગુણાતીત પ્રકાશ + ગુણાતીત સૌરભના ભાઈઓ. તેઓ સુરત, મુંબઈ, અમદાવાદ, માણાવદર, રાજકોટ વગેરેથી ઍડવાન્સ સેવા માટે આવી ગયા. મુઠ્ઠીભર ભાઈઓની ભીડ પૂરવા સાંકરદાથી પૂ.વજુભાઈ અને યુવકો સમૈયા દરમ્યાનની રસોઈ લઈ જવાની પીરસવાની સેવામાં પહોંચી ગયા. પપ્પાજી હૉલમાં હંમેશા પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજીને- સાંકરદા કેન્દ્રને મૂર્તિ લૂંટારૂ સેવા લૂંટનાર કહેતા. તે ઓળખને આ યુવક ટીમે આજે સાર્થક કરી છે. પરમહંસ જેવું તપ પણ કર્યું છે. રાત્રી ઉતારો અગાસીના મંડપમાં હતો. ધન્ય છે એ માહાત્મ્ય સ્વરૂપના ભૂલકાંઓને !
¬ પપ્પાજી હૉલ – જ્યોતની પાછળની બાજુએ જ્યોતનું નવા મકાનનું બાંધકામ ચાલે છે. તેમાં નીચે જે હૉલ બન્યો તે પપ્પાજી હૉલમાં આ વખતના સમૈયાની ઉજવણીની સભાઓ રાખી હતી. હજુ બાંધકામ સંપૂર્ણ થયું નથી એ હૉલને સુશોભીત કરીને સુંદર તૈયાર કર્યો હતો.
(૧) તા.૨૮/૧૨/૨૦૧૩ શનિવાર ગુરૂહરિ પપ્પાજીના ૯૭મા પ્રાગટ્ય પર્વની સભા
¬ પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોને આ હૉલમાં પગલા પાડવાનું હાર્દિક આમંત્રણ અગાઉ આપ્યુ હતું, તે મુજબ આજે તો બસ ! સર્વે સ્વરૂપો પધારશે એ ઉમંગ સહુનાય અંતરમાં હતો. આજે ૯.૦૦ થી ૧૨.૦૦ આ હૉલમાં અખિલ ગુણાતીત સમાજની પ્રથમ સભા સંતો, બહેનો, વ્રતધારી ભાઈઓ અને ગૃહસ્થોની થઈ હતી.
¬ સર્વે સ્વરૂપો મુક્તો પધાર્યા ! સર્વે પધારી જાય પછીથી ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત વિશેષ રૂપે ભાઈઓએ રાખ્યું હતું. મોટું બંધ પદ્મ ! પાટા પર ફરતું ફરતું સ્ટેજ ભણી આવ્યું ! અને ખુલ્યું ! તેમાં બિરાજમાન હતા. ગુરૂહરિ પપ્પાજી તેમની ઓરીજીનલ છટામાં ચરણાર્વિંદ લંબાવી, ખોળામાં ઓશીકુંધારી પરભાવે મીઠ્ઠું હાસ્ય કરતા હતાં. પદ્મ આસને ચોમેર દર્શન દાન દીધા બાદ ચાર તૈયાર થયેલ (યુનિફોર્મ ધારી) યુવકોએ ગુરૂહરિ પપ્પાજીને મંચ પર બિરાજમાન કર્યા. સર્વે મુક્તોએ વિશેષ દર્શન લાભ લઈ આનંદવિભોર થયા. એ દરમ્યાન પ.પૂ.દીદી રચિત નવું સ્વાગત ભજન ગવાતું હતું. “જય પપ્પાજી (૩) આ દુર્લભ પપ્પા મળ્યા છે…”
¬ જ્યોતમાં ઠેર ઠેર LCD અને પપ્પાજી હૉલમાં ઉપર નીચે LED ની વ્યવસ્થા હતી. જેથી પધારેલ સર્વે ભક્તોને નાની જગ્યામાં પણ લાભ મળી શક્યો હતો.
¬ સભામાં સર્વે સ્વરૂપો પધાર્યા હતાં. પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીની નાદુરસ્ત તબિયત હોવા છતાંય ખૂબ ભીડો વેઠીને ભાવ સ્વીકારી પધાર્યા હતાં.
¬ મંચ પર હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.દિનકરભાઈ અને સંતો મહાનુભાવો સુંદર સુશોભનમાં બિરાજમાન હતાં. સુશોભનમાં પણ મંદિરોમાં શ્રી ઠાકોરજી મહારાજ, અક્ષરપુરૂષોત્તમ, પ.પૂ.શાસ્ત્રીજી મહારાજ, પ.પૂ. યોગીજી મહારાજ
અને પ.પૂ.કાકાજી મહારાજ બિરાજમાન હતાં. મધ્યમાં ગુરૂહરિ પપ્પાજી આસન પર બિરાજમાન હતાં. આખું મંચ દિવ્યતાથી સભર હતું. ભક્તો એકીટસે દર્શન લાભ લઈ શકતા હતાં. એવા દિવ્ય વાતાવરણમાં મંચસ્થ સ્વરૂપોને પર્વ બેજ ધારણ કરાવ્યા તથા પુષ્પાર્પણ વિધિ થઈ. તેમાં મંચસ્થ સ્વરૂપોને પુષ્પમાળા અર્પણ થઈ બહેનોમાં બહેન સ્વરૂપોને પુષ્પહાર અર્પણ થયા.
¬ ગુણાતીત સમાજના કેન્દ્રો તરફથી પુષ્પમાળા અર્પણ થઈ.
¬ સ્વાગત નૃત્ય ચિન્મય ઠક્કરે કર્યું. જેમાં પૂજન, હાર, આરતીનો ભાવ આવી ગયો. ભાવસભર ભજન “કૃપા કરી સુણો મારા મનની” એ ભજન દ્વારા છૂપું પૂજન ડાન્સ દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું સહુ ભક્તો વતી કર્યું હતું.
¬ પૂ.નિર્મળ સ્વામિજી, પૂ.દિલીપભાઈ ભોજાણી ગુરૂહરિ પપ્પાજીના માહાત્મ્યગાનમાં લાભ આપ્યો. ગુરૂજી (દિલ્હી)ના ધ્વનિમુદ્રિત મહિમાગાનનો લાભ મળ્યો.
¬ પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજી, પ.પૂ.દિનકરભાઈ, પ.પૂ.સાહેબજી, પ.પૂ.હરિપ્રસાદ સ્વામિજીના આશીર્વાદ સાથે લાભ મળ્યો. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા.
¬ કેક અર્પણ થઈ ! ગુરૂહરિ પપ્પાજી વતી હરિપ્રસાદ સ્વામીજીએ કેક કર્તન કર્યું. સ્ટેજ પરના સ્વરૂપોને કેક અર્પણ થઈ તેની સાથોસાથ સભાખંડમાં સર્વે મુક્તોને પણ સ્વયં સેવક મુક્તોએ કેક અર્પણ કરી હતી. તેની પાછળ એવી ભાવના હતી કે, ગુરૂહરિ પપ્પાજી હંમેશા મુક્તાક્ષર પુરૂષોત્તમની જય બોલાવે છે. સંબંધે સ્વરૂપ માને છે અને માનવાનો આદેશ આપે છે તે પ્રમાણે જીવતા થવાય.
¬ સભામાં વચ્ચે વચ્ચે નવા બે ભજનો ગવાયા. પૂ.હેમંતભાઈ મર્ચન્ટ રચિત ભજન “કેવો મળ્યો મરમાળો…” પ.પૂ.દીદી રચિત ભજન “ગાવો ગીત ગાવો….કરો લલકાર…”
¬ સ્વરૂપોના વરદ્દહસ્તે અનાવરણ વચ્ચે વચ્ચે થયા. જે આત્માનું ભાથું ઘરે લઈ સર્વે ધન્ય થયા.
૧. ગુરૂહરિ પપ્પાજીના ભજનોની C.D – “પપ્પા તમે ધન્ય કર્યા”
૨. ગુરૂહરિ પપ્પાજીની V.C.D – “પ્રત્યક્ષની સંનિધિમાં”
૩. ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીની ઑડિયો C.D – “રત્ન ચિંતામણી”
૪. ગુરૂહરિ પપ્પાજીની પરદેશની યાત્રાની અંગ્રેજી આવૃત્તિ “અ રીલીજીયસ અવેકીંગ”
¬ વિશેષમાં સભા દરમ્યાન બે પ્રસંગો વાર્તાલાપરૂપે ઓડિયો દ્વારા નાટ્યશૈલીમાં રજૂ થયા. “આતમ પુકારે, પપ્પાજી પધારે” એ પુસ્તકમાંથી હરિભક્તોને ગુરૂહરિ પપ્પાજીએ અંર્તયામી પણે પ્રભુપણાના અનુભવ કરાવ્યા હોય એવા બે પ્રસંગો રજૂ કર્યા હતાં.
૧. સૌરાષ્ટ્રના હરિભક્તોનો પ્રસંગ કાઠીયાવાડી ભાષામાં રજૂ કર્યા હતાં.
૨. દક્ષિણ ગુજરાતના હરિભક્તોનો સુરતી ભાષામાં રજૂ કર્યો હતો.
¬ અનુભવ સાંભળી સહુ ભક્તોને પ્રેરણા મળી, આશિષ પામી સર્વે મુક્તો ધન્ય થયા હતાં. સભા બાદ મહાપ્રસાદ લઈ સંતૃપ્ત થયા હતાં.
(૨) તા.૨૯/૧૨/૧૩ રવિવાર પ.પૂ.દિવ્યબેનનો ૧૦૦મો શતાબ્દી મહોત્સવ
¬ સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ પપ્પાજી હૉલમાં ગુણાતીત સમાજના મુક્તોએ બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ઉજવાયો હતો.
¬ પ્રભુકૃપાના પ્રાંગણમાં દિવ્ય રથમાં પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેનને (મૂર્તિ સ્વરૂપે) બિરાજમાન કર્યા હતાં. બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા પ્રભુકૃપાથી અનુપમ બાજુના રોડથી પપ્પાજી હૉલ સુધીની નાની છતાંય ભવ્ય શોભાયાત્રા (શતાબ્દી યાત્રા) થઈ હતી. ભાઈઓ-ભાભીઓ- બાળકો સહિત ખૂબ નાચતા-કૂદતા આ શોભાયાત્રામાં આનંદ માણી રહ્યા હતાં.
¬ પપ્પાજી હૉલમાં સ્ટેજ પર સ્વરૂપોએ પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેનનું સ્વાગત કર્યું હતું. આમ, સભાની શરૂઆત ભક્તોના આનંદથી થઈ હતી. સભામાં પુષ્પાર્પણ થયું. ભાવાર્પણ ગુણાતીત સમાજના કેન્દ્રો પવઈ, ભક્તિ આશ્રમ, હરિધામ, સાંકરદા તરફથી થયું.
¬ સભા સંચાલક પૂ.બકુબેને દિવ્યબેનની શતાબ્દીની સ્મૃતિયાત્રા દસ દસકની કરાવી તે માણીએ.
¬ ૧૯૧૪માં પ.પૂ.બેનનું પ્રાગટ્ય ! પ.પૂ.બેનના ૧૦૦મા વર્ષના પ્રારંભનો પ્રથમ માસ સુધી બેને પ્રત્યક્ષ સ્વરૂપે આપણને દર્શન આપ્યા. પ.પૂ.બેને આ પૃથ્વી પર ૧૦ દાયકાને પાવન કર્યાં.
(૧) ઈ.સ.૧૯૧૪ થી ૧૯૨૪ – પ.પૂ.બેને બાળપણ ભગવાનને પામવાની ભક્તિ સભર ઘેલછાને અર્પણ કર્યું.
(૨) ૧૯૨૪ થી ૧૯૩૪ ના દસકમાં ગૃહસ્થાશ્રમને અર્પણ કરી કર્મયોગ પૂર્ણ કર્યો.
(૩) ૧૯૩૪ થી ૧૯૪૪ ના દસકમાં શંકર-કૃષ્ણ ભક્તિને અર્પણ કરી સક્ષાત્કાર સાધ્યો.
(૪) ૧૯૪૪ થી ૧૯૫૪ ના દસકમાં શાસ્ત્રીજી મહારાજને અર્પણ કરી પ્રગટની ભક્તિએ જીંજા મંદિર, ૫૦૦૦ બહેનોને કંઠી બાંધવાની સેવા શાસ્ત્રીજી મહારાજના વચને કરી.
(૫) ૧૯૫૪ થી ૧૯૬૪ ના દસકમાં યોગીજી મહારાજને અર્પણ કરી આફ્રિકા સત્સંગ સમાજમાં સેવા યોગ સાધ્યો.
(૬) ૧૯૬૪ થી ૧૯૭૪ ના દસકમાં ગુરૂહરિ પપ્પાજીને અર્પણ થઈ, સ્મૃતિ સાથે જ્ઞાનયોગ સાધી લીધો.
(૭) ૪૦ વર્ષ ગુણાતીત સમાજમાં ગુરૂહરિ પપ્પાજીના વચને રસબસ થઈ ભક્તોની રખવાળી, અવિરત વિચરણ કરી, સંકલ્પથી સેવી પ્રાર્થના પ્રેમ, કરૂણા જ્ઞાનથી કરતાં જ રહ્યાં. વિશેષમાં U.K સત્સંગ સમાજને ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા કરાવી ખૂબ જતન કર્યું ને તેઓ માટે ખરેખર નૈમિષારણ્ય બન્યા. સંબંધયોગ સિધ્ધ કરી, જ્ઞાનયોગ સિધ્ધ કરાવ્યો કે મળ્યા છે એ સર્વોપરી છે એને ઓળખી લ્યો. પોતાના જીવનના દાખલા આપીને પ.પૂ.બેને અનુભવનું અમૃત પીરસીને આશ્રિતોને પ્રભુમાર્ગે વાળી સત્સંગનો ગુણાતીત બાગ ખીલવ્યો છે. જેનું દર્શન આપણે મુક્ત સમાજનું કરી રહ્યા છીએ.
¬ સભા દરમ્યાન માહાત્મ્યગાન અને અનુભવ દર્શનમાં લાભ પૂ.ડૉ.પંકજબેન, પૂ.મીરાબેન ઠક્કર, પૂ.નારાયણભાઈ (ગાંધીનગર), પૂ.નિસર્ગભાઈ બાવીસી, પૂ.સાત્વિકભાઈ અગ્રવાલ તથા પૂ.સુનીલભાઈ ગાંધીએ આપ્યો હતો.
¬ સભામાં માહાત્મ્યગાન સાથે અનાવરણ અને આશીર્વાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.સાહેબજીએ આપ્યાં હતાં.
¬ ધ્વનિ મુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજી મહારાજના તથા પ.પૂ.દિવ્યબેનના લીધા હતાં. પ.પૂ.બેનને કેક અર્પણ થઈ ! પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીએ કેક કર્તન કર્યું હતું.
¬ આજે એકાદશી હોવાથી બહેનોએ ફરાળી કેક બનાવી હતી. સભાના સર્વે મુક્તોને ફરાળી પ્રસાદ બદામપુરીનો તે જ વખતે સ્વયં સેવક મુક્તો દ્વારા અપાયો હતો.
¬ પ.પૂ.બેન ભક્તિ સ્વરૂપ છે. એમનો શતાબ્દીનો સમૈયો પણ એકાદશીના પવિત્ર દિને આપ મેળે નક્કી થયો. આ બધો સુમેળ સધાઈ રહ્યો છે તે સાબિત કરાવે છે કે, ગુરૂહરિ પપ્પાજી- પ.પૂ.બેન અહીં જ છે.
¬ સભામાં સ્વરૂપોના વરદ્દ હસ્તે અનાવરણ વિધિ થઈ હતી.
૧. પ.પૂ.બેનના ભજનોની ઑડિયો C.D. ‘ભક્તિરસ હેલી’
૨. પ.પૂ.બેન સ્મૃતિ દર્શન V.C.D ‘બેન સ્મૃતિ દર્શન’
૩. પ.પૂ.બેનની પરાવાણીની ઑડિયો C.D. ‘સાધક સંગે ગોષ્ટિ’
૪. પ.પૂ.બેનના પુસ્તક સંપૂટ ‘નૈમિષારણ્ય ભાગ ૨-૩’
૫. પ.પૂ.પપ્પાજીની પરદેશની ધર્મયાત્રાની ગુજરાતી આવૃત્તિ – ‘દિવ્યતા પ્રસારી દરિયાપાર’
૬. નોન રાસ-ગરબાની ઑડિયો ‘વ્હાલો રમાડે રાસ’
૭. પ.પૂ.બેનની પરાવાણી ‘શાંતિનુ ઝરણ’
¬ સમૈયાની સ્મૃતિની સાથે સાથે આ ભાથું સર્વને પ્રાપ્ત થયું હતું. સહુ મુક્તો ફરાળનો મહાપ્રસાદ ગ્રહણ કરીને વિદાય થયા હતાં.
¬ સભાની પૂર્ણાહુતિમાં મહાઆરતી થઈ હતી. સુશોભીત કરેલી સુંદર આરતીની (દીવી) ની ભેટ સહુ ભક્તોને સ્મૃતિભેટ રૂપે મળી હતી.
¬ સમૈયાની પૂર્ણાહુતિ થઈ છતાંય સમૈયો ચાલુ પણ રહ્યો હતો. જેવી રીતે દિવાળી પૂરી થઈ જાય પણ લાભપાંચમ સુધી દિવાળીના તહેવારો જ હોય છે તેમ પરદેશના ભક્તો એક અઠવાડિયું રોકાયા હોય તે તથા સર્વે સ્થાનિક ભક્તોને અનુલક્ષીને કાર્યક્ર્મ થયાં. તેની સ્મૃતિ પણ ટૂંકમાં માણીએ.
¬ તા.૨૯/૧૨/૧૩ સાંજે સભા થઈ. જેમાં પ.પૂ.બેનના માહાત્મ્ય દર્શનની વારી તથા ભજનો પરદેશના મુક્તોએ ગાયા. તેમજ પ.પૂ.બેનના દર્શન વિડિયો દ્વારા – ફોટો શો દ્વારા કર્યા.
(૩) તા.૩૦/૧૨/૧૩ સોમવાર પ.પૂ.બેનના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજા
¬ માલસર સવારે ૬.૦૦ થી સાંજના ૬.૩૦ સુધી ૮૦૦ મુક્તો પધાર્યા. માલસર યોગાનંદ આશ્રમમાં નર્મદા નદી તટે પ.પૂ.બેનના અસ્થિ પુષ્પની મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ કરી હતી. અહોહો ! શું દિવ્ય વાતાવરણ ! ખૂબ ભવ્ય મહાપૂજા થઈ હતી. મહાપૂજા બાદ પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીએ પ.પૂ.બેનના માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપ્યા હતાં.
¬ ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેનના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ બધા જ ભાઈઓ ૬ બોટ દ્વારા નદી મધ્યે જઈને પ.પૂ.બેનના અસ્થિનું વિસર્જન કર્યું હતું. પાણી, પર્વત અને લીલોતરીની ગોદના સુંદર વાતાવરણમાં આ પ્રસંગ દિવ્યતાસભર સંપન્ન થયો હતો. બહેનોએ નદી તટે ઉભા રહી દર્શન આનંદ ધૂન્ય સાથે માણ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2013/Dec/D-30-12-13 P.P.Ben asthi visarjan mahapooja (Malsar)/{/gallery}
(૪) તા.૩૧/૧૨/૧૩ મંગળવાર
¬ સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ પ્રભુકૃપામાં પૂ.રોનકભાઈના પૂ.જૈમા(લંડન) સાથેના લગ્નની મહાપૂજા પૂ.દવે સાહેબે કરી હતી.
¬ સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પપ્પાજી તીર્થ પર દર્શન-પ્રદક્ષિણાનો તથા ગુબ્બારાનો કાર્યક્ર્મ પરદેશના મુક્તોને અનુલક્ષીને રાખ્યો હતો. નાળિયેર પાણીની મોજ માણી હતી તથા શતાબ્દીની સ્મૃતિ સહ ૧૦૦ ગુબ્બારા ચિદાકાશમાં ઉડાડી બ્રહ્માનંદ માણ્યો હતો.
¬ રાત્રે ૯.૦૦ થી ૧૨.૦૦ લાઈવ કોન્સર્ટ વાદ્યવૃંદ-ગાયક વૃંદની બહેનોએ રજૂ કરી હતી. ત્યારબાદ ગાયક-વાદ્યવૃંદના ભાઈઓએ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય નિમિત્તે ધૂન, ભજનો ગાયા હતા. બરાબર ૧૨.૦૦ વાગ્યે ૧૨ ટકોરા પડ્યા અને નવા વર્ષની ઉજવણીની સમૂહ આરતી કરી હતી અને નવા વર્ષના જય સ્વામિનારાયણ અન્યોન્ય કરી નવા વર્ષની
પ્રાર્થના ગુરૂહરિ ચરણે ધરી કૃતાર્થ થયા હતાં.
¬ વિશેષમાં પ્રભુકૃપામાં નવા દર્શન દીપમાળાના તૈયાર કર્યા હતા. સહુ ભક્તો નવા વર્ષના દર્શન પ્રભુકૃપામાં કરીને છૂટા થયા હતાં.
{gallery}/images_in_articles/newsletter/2013/Dec/D-31-12-13 Live Concert/{/gallery}
(૫) તા.૧/૧/૧૪ બુધવાર
¬ પપ્પાજી હૉલમાં સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ સંયુક્ત સંઘધ્યાન નવા વર્ષ નિમિત્તે રાખ્યું હતું. નવા વર્ષના આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના લીધા હતાં. તથા પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.પદુબેન અને પૂ.દિલીપભાઈ ભોજાણીએ લાભ આપ્યો હતો.
¬ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના તથા વિશેષમાં હાસ્ય કલાકાર શ્રી પૂ.નિર્મળદાનજી ગઢવીએ પોતાની બ્રહ્માનંદી વાણીનો લાભ આપી ભક્તોમાં કસુંબીનો રંગ ચડાવી સંત મહિમાનું રસપાન કરાવ્યું હતું. આમ, ૧લી સુધી પપ્પાજી હૉલમાં સમૈયાના કાર્યક્ર્મો થયા હતાં. આજે રાત્રે સમૈયાની પૂર્ણાહુતિ થઈ હતી.
{gallery}/images_in_articles/newsletter/2013/Dec/D-1-1-14 Kirtan Aaradhana/{/gallery}
આમ, ખૂબ સરસ સમૈયા થયા હતાં. સાક્ષાત પ્રભુ, સાક્ષાત ગુરૂહરિ પપ્પાજી જાણે અખંડ સાથે જ હોય તેવી અનુભૂતિ આખા વાતાવરણમાં સહુનેય થતી રહેતી હતી.
અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી વર્ષ ૨૦૧૪ ના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !
એ જ લિ. જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !