સ્વામિશ્રીજી તા.૩૧/૮/૧૧
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુણાતીત સમાજ તથા ગુણાતીત જ્યોત પરિવારના વ્હાલા અક્ષરમુકતો,
પ.પૂ.હંસાદીદીના અમૃતપર્વના જય સ્વામિનારાયણ !
ઓહોહો ! આજે તો જ્યોત આંગણે અમૂલ્ય અવસર અણધાર્યો આવ્યો ! ગુરૂહરિ પપ્પાજી જેઓને સોનાબા સ્વરૂપ હેતાબાના હુલામણા નામથી સંબોધીને તેમને સમાજની માતાના ગુણનું દર્શન કરાવ્યું છે. એવા વ્હાલા દીદીને
આજે ૭૫ વર્ષ પૂર્ણ થાય છે. શ્રાવણ સુદ-૨ ના રોજ સોનાબાને ૧૦૫ વર્ષ પૂરા થાય છે. અને તે જ દિવસે પ.પૂ.દીદીને ૭૫ વર્ષ પૂરા થાય છે. તે દિવસ ભલે આવતી કાલે હોય ! પરંતુ રવિવારનો દિવસ હંમેશા ભાગ્યશાળી છે ! વળી, ૩૧નો આંક પણ સ્મૃતિવંતો છે જ.
{gallery}/images_in_articles/newsletter/2011/August/p.p.didi amrutparve sabha at pappaji hall news letter photo{/gallery}
આજના શુભદિને જ્યોત પંચામૃત હૉલમાં પ.પૂ.દીદીબા નો અમૃતપર્વ ખૂબ જ આનંદ સાથે ઉજવાયો ! સુંદર જાંબલી કલરમાં ઝગમગતું ડેકોરેશન હતું. અમૃતકુંભ રૂપી કળશ લઈ આનંદથી સ્વાગત થયું ! ઝગમગતા ભાવો સાથે ભક્તોએ અવનવી રીતે સ્ટેજ પર પધારી પ્રાર્થના દ્વારા, ભજન ગાન દ્વારા,પુષ્પો દ્વારા, હાર દ્વારા, ડાન્સ દ્વારા, મહિમાગાન દ્વારા ભાવાર્પણ કર્યું. મંત્ર, મંદિર, મૂર્તિ, શાસ્ત્રો અને સાધુ દ્વારા શ્રીજી મહારાજે આપણને સનાથ બનાવ્યા ! પ્રત્યક્ષ રહ્યા ! તેમ ગુરૂહરિ પપ્પાજીએ સ્વસંકલ્પે એવું જ કાર્ય કર્યું છે. તેના નિમિત્ત પ્રાત્ર એવા સાચા સાધુ દીદીના જીવનની વાતના ઉદાહરણ દ્વારા આજની સભામાં પાંચ પોઈન્ટ ઉપર પાંચ વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી હતી તથા અન્ય વક્તાની વાતો દ્વારા આજે સભા દરમ્યાન દર્શન અને અનુભૂતિ અંતરમાં થઈ તેનું વર્ણન અવર્ણનીય છે !
ગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ હાજરી અને કેવળ કૃપા વગર આ દર્શન શક્ય નથી. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે પપ્પાજી આપણી સાથે જ છે. અને રહેશે. સભાના અંતમાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતા પોતાના જીવનની પપ્પાજીની સ્મૃતિની વાતો કરી. પપ્પાજીના ગતકડાંની વાત કરીને પપ્પાજીના સ્વરૂપની પાછળ છુપાયેલા પરબ્રહ્મ તત્વની વાત કરીને યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. પપ્પાજીના સંકલ્પના પાવરથી આપણી સાધના આનંદથી થઈ છે. સવારમાં ઉઠીને પ્રાર્થના થાય કે, પપ્પાજી સાથે રહેજો, રક્ષા કરજો. તમે રાજી થાવ તેવું જીવન જીવવાનું બળ આપશો. તથા આધ્યાત્મિક સમતાભરી નિર્દોષબુધ્ધિ સર્વમાં સહુપળે સર્વ પ્રસંગે રહો ! એવા આશીર્વાદ પપ્પાજીના ક્યારે કેવી રીતે મળ્યા હતા. તે સ્મૃતિ કરાવીને દીદીએ સ્મૃતિ સાથે આખું ‘પંચામૃત’ જાણે સમજાવી દીધું. ઓહો ! આવા પપ્પાજી મળ્યા ! ૫૫ વર્ષ એમની સાથે રહેવા મળ્યું. દીદી કહે કે, મને એમ થાય છે કે બસ નાચ્યા જ કરીએ. ડૉ.ડીમ્પલભાભીના સંકલ્પને હરખને સ્વીકારીને નૃત્ય સાથે આનંદ કરીને એમની વારી પૂરી કરી હતી. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા. કાનમાં તેઓના સ્વરનો ગુંજારવ સાથે ભક્તો બપોરે ૧.૪૫ વાગ્યે મહાપ્રસાદ લઈ નિજ નિવાસે પધાર્યા. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.